________________
( ૪૬ જે વિવિધ ચિત્રો સહ સરલ ખમાસમણો! સંવચ્છરિએ વઈક્કમ ૬. પરિક્રમામિ ખમાસમણાણે, સંવચ્છરિઆએ આસાયણાએ તિત્તીસગ્નયરાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ, સવમિચ્છોયારાએ, સવધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે અઈઆરો કઓ, તસ્ય ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ. ૭
સૂચના–પછી ગુરુદેવ સાથે જે કંઈ અવિનય, અવિવેક, અપરાધ, આશાતનાદિ થયેલ હોય તેની ક્ષમા માગવા માટે ગુરુ ક્ષમાપનારૂપ અદ્ભુદ્ધિઓ' સૂત્ર ખામવાનું હોવાથી ચરવળાવાળા સહુ ઊભા થઈ જાય. (ગુરુદેવ હોય તો પ્રથમ તેઓ સ્વયં એકલા અભુઢિઓ ખામે, તે પછી સાથેના શિષ્ય જ્યારે ગુરુને ખમાવવા ઊભા થાય ત્યારે સકલ સંઘને તેની સાથે ગુરુને ખમાવવાનું છે. અંતમાં સકલ સંઘ “મિચ્છા મિ દુક્કડ' ધીમે સ્વરે બોલી શકે છે.).
અલ્પેફિઓ ખામવાની ક્રિયા ચરવળાવાળાઓએ પ્રથમ ઊભા હોય તો નીચે બેસી નમુત્થણની મુદ્રાની જેમ પગ રાખી, ચરવળા ઉપર જમણો હાથ ઊંધો થાપી, માથું ઠેઠ સુધી નમાવી, મુહપતીવાળો ડાબો હાથ મુખ આડો રાખી સૂત્રને સાંભળવાપૂર્વક કરવાની છે.
બેસી રહેલા ચરવળાવાળા કે ચરવળા વગરના જે હોય તેઓએ કટાસણા ઉપર જમણો હાથ થાપી મુહપત્તિીવાળો ડાબો હાથ મુખ આગળ રાખીને સૂત્ર સાંભળે. અભુઢિઓ સૂત્ર એક જણ સહુ સાંભળે તેમ ઉચે સ્વરે બોલે અને બીજાઓ સાંભળે.
ગુરુ ક્ષમાપનારૂપ અભુઢિઓ સૂત્ર નીચે મુજબ બોલવાનું છે. જમણો હાથ નીચે થાપી માથું નમાવી સૂત્ર સાંભળવું.