________________
( ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૪૯ ) ) નમાવી દુષ્કતની ક્ષમા માગવાની છે. એ વખતે શ્રાવકોને “મિચ્છામિ દુક્કડ માગવાનું નથી. માત્ર અતિચાર શ્રવણ કરી સાધુ “
મિચ્છામિ દુક્કડ' બોલે ત્યારે શ્રાવકોએ મોટે અવાજે “ઘન મુનિવર” કે “ધન્ય મુનિવરા' બોલી ઉત્તમ શ્રમણ ધર્મ પાળનાર મુનિવરોને ધન્યવાદ આપવાનું કર્તવ્ય બજાવવાનું છે.
સાધુના અતિચાર પૂરા થતાં આદેશ લેનાર શ્રાવક ઊભા ઊભા જ શ્રાવકધર્મના અતિચાર સ્પષ્ટ રીતે, જરા ધીમે, સહુ સાંભળે, સમજે, તે રીતે બોલે. શક્તિ હોય તો ચરવળાવાળાઓએ ઊભા થઈને સાંભળવા જોઈએ.
અતિચારમાં વ્રતધારી શ્રાવકને વ્રતોના પાલનમાં અતિચારો લાગ્યા હોય તેને યાદ કરીને અને અવ્રતી શ્રાવકોને ગૃહસ્થાશ્રમનું પાલન કરતાં પૈસો, સ્વપરિવાર, કુટુંબ, મિત્રો, ધંધો, ઘર, પ્રવાસ, મોજશોખ, વૈભવ વગેરે માટે, હિંસા, જુઠ, ચોરી, દુરાચાર, સંગ્રહવૃત્તિ વગેરે અંગે જાતજાતનાં કેવા કેવા પાપમય વિચારો, વાણી અને વર્તનો કરવામાં આવે છે, તેને યાદ કરી, તેની ક્ષમાપના માગી, ફરી તેવાં પાપો ન કરવાં માટે આત્મા જાગૃત રહે, તેવી બધી વાતો જૂની ગુજરાતી ભાષામાં કહેલી છે, અને લગભગ સમજાય તેવી છે. તેથી અતિચારો બરાબર સાવધાન થઈને કાનથી, ભાવથી સાંભળવા જોઈએ અને અત્તમાં બોલાતું “મિચ્છામિ દુક્કડ સહુએ બે હાથ જોડી મસ્તક નમાવી બોલવું જોઈએ. આ અતિચારનો સમય પ્રમાદીઓ, ઓછી ક્રિયા- રુચિ ન ધરાવનારાઓ કે અણસમજુ જીવો માટે લાંબી રિસેસ- છુટી જેવો બની જાય છે. તેઓ આડા-અવળા વિચારતરંગોમાં દાખલ થઈને શૂન્ય બનીને બેસી રહે છે. આરાધનાના ઉદ્દેશને જાળવતા નથી. ઉંઘવા માંડે છે, પણ આરાધક આત્માઓએ તો તેવો પ્રમાદ કદી ન સેવવો. વાતો કરવી નહીં અને ખૂબ જ શાંતિ જાળવવી. અથવા નવકાર મંત્ર મનમાં બોલવા અથવા આ પુસ્તકના અતિચાર તમારી સામે રાખીને મનમાં બોલવા.