________________
સંવચ્છી પ્રતિક્રમણ વિધિ - ૧૧૫
ચંદ્રેસુ નિમ્મલયરા, આઇસ્ચેસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ત્યાર પછી ‘સજ્ઝાય’ (સ્વાધ્યાય) બોલે. સૂચના--નીચેની સૂચના બરાબર ધ્યાનમાં લો.
જાણીતા ઝંકારા' આવે છે ત્યારે આરાધકોનાં હૈયામાં આનંદની ભરતી વધી જાય છે અને ગુરુ મહારાજ કે વડીલ શ્રાવક સંસારદાવાની ચોથી ગાથા બોલવા માંડે ત્યાં તો લોકો તે ગાથા સાથે જ બોલવા માંડે છે. અથવા તો ઉતાવળા થઈ ‘ઝંકારા’ ઉપાડી લે છે. પરન્તુ આથી અવિધિ--અવિનયનો દોષ લાગે છે, માટે ધીરતા રાખી પૂરું સાંભળી સહુએ એકી સાથે ‘ઝંકારા' પદથી સ્તુતિ ઉપાડવી અને સાથે જ પૂરી કરવી. કોઈએ આગળ--પાછળ પૂરી ન કરવી.
પછી નીચે મુજબ બે ખમાસમણપૂર્વક બે આદેશો માગવા. ખમાસમણપૂર્વક આદેશો
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય સંદિસાહું? ‘ઇચ્છું’. ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય કરું? ઈચ્છું”. પછી નીચેની સજ્ઝાય બોલવી.
નવકાર સૂત્ર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલ.