________________
૧૩૮ જે વિવિધ ચિત્રો સહ સરલ
મુહપત્તીના પચાસ બોલ પડિલેહણ” એ પ્રાકૃત શબ્દ છે. તેનું સંસ્કૃત રૂપાંતર પ્રતિલેખના' છે. એનો અર્થ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવું એ થાય છે. - અહીંયા વસ્ત્રની પડિલેહણામાં આદ્ય પડિલેહણા મુહપત્તિીની હોય છે. પછી બીજાં વસ્ત્રોની કરવાની હોય છે. મુહપત્તિીના બીજાં લોકપ્રચલિત નામોમાં મહીપત્તી, મોપરી, મોમતી વગેરે છે. આ મુહપત્તી મોક્ષમાર્ગનું એક સાધન અને સાધુ જીવનનું પ્રતીક છે. આ ધર્મોપકરણ છે અને તે ક્રિયામાં અપ્રમત્ત થવા અને અહિંસા ધર્મનું પાલન કરવા ઉપયોગી છે. મુહપતીના ગ્રહણથી ઉત્તમ માર્ગને હું અનુસરી રહ્યો છું, એવો ભાવ પ્રગટે છે, અને ધર્માનુષ્ઠાનમાં જોડાયો છું, એવું લક્ષ્ય રહેતાં લક્ષ્ય પ્રત્યેની જાગૃતિ વધે છે. ચારિત્રના ઘડતર માટે જ્ઞાની મહર્ષિઓએ બહુ દીર્ઘ વિચાર કરી તે તે ઉપકરણો-સાધનો બતાવ્યાં છે. માટે મુહપત્તીને એક ટુકડો કે રૂમાલ જેવું બિનજરૂરી સાધન માની તેની પ્રત્યે ઉપેક્ષા કે અનાદર ભાવ ન રાખતાં શ્રદ્ધા રાખી શાસ્ત્રકથિત માર્ગ અને પરંપરાને અનુસરવું એ જ મુમુક્ષુ જીવોનું કર્તવ્ય છે.
પ્રથમ મુહપીની ૨૫, તેમજ તે દ્વારા શરીરની ૨૫ પડિલેહણાપ્રમાર્જના કરવાની છે. એ કરતી વખતે અર્થવિચારણાપૂર્વક પચાસ બોલ મનમાં બોલવાની છે, તે નીચે મુજબ છે. તેને પ્રથમ કંઠસ્થ કરી લેવા.
પચાસ બોલ (માત્ર મુહપત્તીની ૨૫ પડિલેહણાના બોલ) સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિહર્સ કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહરું સુદેવ, સુગુરુ, સુધર્મ આદર્શ
-
બ
બ
6