________________
( ૮ર ૪ વિવિધ ચિત્રો સહ સરલ ) ની )
ચાલીસ લોગસ્સના કાઉસ્સગ્ન અંગેસૂચના-હવે સહુનો જાણીતો અને પ્રતિક્રમણમાં જેની રાહ જોવાતી હોય છે તે ૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ “ચંદેસુ નિમૅલયરા” (અથવા ૧૬૧ નવકાર) સુધી આવી રહ્યો છે, એટલે પેશાબ કરવા જવું હોય તેમણે તે ક્રિયા પતાવી દેવી. કાઉસગ્નની વચ્ચે જવાય નહીં અને બીજાના આડું ઉતરાય નહીં માટે સહુએ સ્વસ્થ બની જવું. છીંકનો પૂરો ઉપયોગ રાખવો. જેની શક્તિ હોય તે આ મહાન કાઉસ્સગ્નને ઊભા ઊભા જ કરે, શક્તિ ન હોય તે બેઠા બેઠા કરે. હાલ્યા–ચાલ્યા સિવાય, હોઠ ફફડાવ્યા સિવાય, આડું-- અવળું જોયા વિના ટટ્ટાર બેસી, એકાગ્રચિત્ત રાખી કાઉસ્સગ્ન કરવાનો હોય છે. આ મહાન ગંભીર ક્રિયા છે. ખરી રીતે લોગસ્સ કે નવકારનો અર્થ શીખી લેવાય તો કાઉસ્સગ કરતાં અનેરો આનંદ પ્રાપ્ત થાય.
હવે કાઉસ્સગ્ગ એવી ચીજ છે કે તે ખરી રીતે તો ઊભા ઊભા જ કરવાથી તેનું યથાર્થ ફળ મળે છે, તો ચરવળા સાથે ઊભા થઈ જવું. બે પગના તળીયા નજીક રાખવાં. બંને વચ્ચે આંગળા પાસે ચાર આંગળ અને એડી પાસે તેથી જરાક ઓછું અંતર રાખી ઊભા રહેવાનું છે. ચરવળો ડાબા હાથમાં દાંડી આગળ અને દશીનો ગુચ્છો પાછળ રહે એ રીતે રાખવો અને મુહપતી જમણા હાથમાં, બન્ને હાથ જંધાની લગભગ રાખવા. દૃષ્ટિ સ્થાપનાચાર્યજી કે નાસિકાગ્ર ઉપર રાખવી.
કાઉસ્સગ્નની ગણત્રી વેઢાથી કરી ન શકાય માટે નવ પાંખડીના કમલાકારવાળું નવપદજીનું નવ ખાનાંનું યંત્ર હૃદયકમળમાં કલ્પવું એ એક ખાને એક એક લોગસ્સ ગણવો. ચાર વખત ગણવાથી (૯*૪=)૩૬ થાય, ઉપર ચાર ગણી આપે એટલે ૪૦ લોગસ્સ ગણાઈ જાય. .
જેને લોગસ્સ ન આવડે તેને અપવાદે ૧૬૧ નવકાર ગણી આપવાના છે. આટલી સૂચનાઓ ધ્યાન ઉપર લઈને કાઉસ્સગ્નની ક્રિયા કરવી.