________________
(સંવછરી પ્રતિક્રમણ વિધિ ૧ ૧૧)
૧૬
)
હોય છે. તે માટે “ચઉવિહારથી ઓળખાતો નીચેનો પાઠ હાથ જોડી બોલવાનો કે સાંભળવાનો હોય છે.
ચઉવિહાર પચ્ચકખાણનો પાઠ દિવસચરિમં પચ્ચકખાઈ,– ચઉવિલંપિ આહારં–અસણં પાણે ખાઇમ સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવિત્તિયાગારેણં, વોસિરઈ.
સૂચના–અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આ ચાર જાતના ભોજ્ય અને પેય પદાર્થોમાં વિશ્વના (પ્રાયઃ) તમામ ભોજ્ય, પેય પદાર્થો આવી જાય છે. અહીંયા કોઈ વ્યક્તિને રાત્રે પાણી પીવાની છૂટ રાખવી છે, કારણ કે એના વિના તે રહી શકે તેમ નથી એટલે તે બાકીના અશન, ખાદિમ, સ્વાદિમ આ ત્રણ જ પદાર્થોનો ત્યાગ રાજીખુશીથી કરવા ઇચ્છે છે, એટલે તેને માત્ર પાણીની છૂટવાળું નીચેનું ‘તિવિહાર' (ત્રણ આહારના ત્યાગવાળું)થી ઓળખાતું પચ્ચખાણ કરવાનું હોય છે.
તિવિહાર પચ્ચકખાણનો પાઠ
(રાતના પાણીની છૂટ રાખવી હોય તેના માટે) દિવસચરિમં પચ્ચકખાઈ,તિવિહંપિ આહારં–અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં, વોસિરઈ.
સૂચના-કોઈને શારીરિક કે માનસિક બિમારીના કારણે નિર્દોષ દવા
૪. તથા પ્રકારના રોગાદિકના કારણે જ આ છૂટ છે. સશક્ત અને નીરોગી માણસોએ છૂટ લેવી યોગ્ય નથી. બાકી વિશેષ ગુરુગમથી જાણી લેવું.
* - - - - - - - - - - - -