________________
૧૦ ૪ વિવિધ ચિત્રો સહ સરલ
ચઉવિલંપિ આહારં, અસણં પાણે ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, વોસિરઈ (-વોસિરે).
સૂચના-પાણી પીવાની છૂટ રાખીને ઉપવાસ કર્યો હોય તેમજ આયંબિલ, નીતિ, એકાસણું બેસણું વગેરે તપશ્ચર્યા કરી હોય, તે સહુએ પાણી પીવાની રાખેલી છૂટ સૂર્યાસ્ત થયા બાદ બંધ કરવાની હોવાથી પાણહાર” શબ્દથી ઓળખાતું નીચેનું પચ્ચકખાણ કરવાનું હોય છે.
પાણહાર પચ્ચકખાણનો પાઠ પાણહાર, દિવસચરિમં પચ્ચખાઈ,અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ.
સામાન્ય સૂચના–કોઈપણ પ્રકારની તપશ્ચર્યા કરી ન હોય, છૂટું જ મોટું રાખ્યું હોય તો તેને પ્રતિક્રમણ ક્રિયાના નિયમ મુજબ કંઈ ને કંઈ પચ્ચખાણ –નિયમ કરવો પડે છે, તો તેને ત્રણ પ્રકારના પચ્ચખાણોમાંથી અનુકૂળતા પ્રમાણે કોઈપણ એક પચ્ચકખાણ કરવાનું હોય છે. ૧. ચઉવિહાર, ૨. તિવિહાર કે ૩. દુવિહાર.
પેટા સૂચના–જે લોકો છૂટે મોઢે (તપસ્યા વિનાના) છે, તેમણે દિવસ દરમિયાન આહાર-પાણી વગેરેની જે છૂટ રાખી હતી તે સૂર્યાસ્ત પછીથી લઈને સવારના સૂર્યોદય થતાં સુધીના સમય માટે બંધ કરવાની
૨. ઉત્કૃષ્ટ વિધિએ તો તપસ્યા કરનારા આત્માઓએ સૂર્યાસ્ત અગાઉ બે ઘડી (૪૮ મિનિટ) બાકી હોય ત્યારે જ પાણી વાપરી (પી) લેવું જોઈએ.
૩. બિયાસણાથી ઓછા તપને “તપ”ના વિશિષ્ટ અર્થમાં “તપ” નથી કહ્યો. તેથી નવકારશી, પોરસી આદિ કરનારા અથવા નહિ કરનારા માટે ઉપરની સૂચના છે.