________________
( ૧ર જે વિવિધ ચિત્રો સહ સરલ કે મુખવાસ લેવું પડે તેમ હોય તો, તેઓએ બે (અશન અને ખાદિમ) પ્રકારના આહારનો ત્યાગ કરીને પાણી અને સ્વાદિમ એટલે કે મુખવાસ વગેરેની છૂટ રાખીને દુવિહારથી ઓળખાતું પચ્ચકખાણ કરવાનું હોય છે, જેનો પાઠ નીચે મુજબ છે.
દુવિહાર પચ્ચખાણનો પાઠ (દવા, પાણી, મુખવાસની છૂટ રાખીને લેવાનું પચ્ચકખાણ) દિવસચરિમં પચ્ચખ્ખાઈ,દુવિહં પિ આહાર–અસણં, ખાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, વોસિરઈ.
છઠ્ઠા પચ્ચકખાણ આવશ્યકની આરાધના અહીં શરૂઆતમાં જ કરી લેવામાં આવે છે.
સામાયિક લીધા બાદ હવે પ્રતિક્રમણની ક્રિયા શરૂ થાય છે. જો કે એનો ખરો પ્રારંભ તો ચાર થાય પૂરી થયા બાદ ઠાવવાનો વિધિ થશે ત્યારથી થવાનો છે.
આ શ્રેષ્ઠ અને કલ્યાણકારી ક્રિયા કરવા અગાઉ પ્રથમ મંગલા નિમિત્તે “શૈત્યવંદનથી ઓળખાતી ક્રિયા કરવાની હોય છે. એ માટે ચૈત્યવંદનાદિ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં તેને દેવવંદન' પણ કહી
શકાય.
જેની અંદર ૨૪ તીર્થંકરદેવ વગેરેની સ્તુતિઓ રહેલી છે તે સલાહ'નો સ્તુતિ પાઠ અહીં પ્રારંભમાં બોલવાનો છે.
અહીંયા ચરવળાવાળાઓએ ઊભા થઈ શરીર, આસન વગેરેને