________________
૩૬
વિવિધ ચિત્રો સહ સરલ
મનથી, વચનથી કે કાયાથી પાપરૂપ હિંસા ન થઈ જાય. એમ છતાં તેવો ભાવ રહી શક્યો ન હોય, રહ્યો હોય અને ક્ષતિઓ આવી ગઈ હોય તો, એકાગ્ર ચિત્તથી બે હાથ જોડી પાઠ સાંભળી, અન્તમાં સહુએ મસ્તક નમાવી, હાર્દિક ભાવપૂર્વક ‘મિચ્છામિ દુક્કડં’ દ્વારા ક્ષમા માગવી જોઈએ. જેની સાથે હિંસા વગેરેના પ્રસંગ બન્યા હોય તેઓની તો મનમાં ખાસ યાદ કરીને ક્ષમા માંગવી.
સાત લાખ (જીવહિંસા આલોયણા) સૂત્ર
સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઇન્દ્રિય, બે લાખ તેઈન્દ્રિય, બે લાખ ચઉરિન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે, ચોરાશી લાખ જીવાયોનિમાંહિ, મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિહુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
સૂચના—જેનું સેવન કરવાથી અથવા જેના પરિણામમાં રહેવાથી પાપો બંધાય તેને પાપસ્થાનક' કહેવામાં આવે છે. આવાં પાપસ્થાનકો અનેક હોવા છતાં તે બધાયનું વર્ગીકરણ કરીને ફક્ત ૧૮માં જ સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહસ્થજીવનમાં આ બધાં પાપો ઓછેવત્તે અંશે રોજે રોજ કે અવરનવર થતાં જ હોય છે. એ પાપોને યાદ કરી નીચેનો ગુજરાતી ભાષાનો પાઠ ભાવનાપૂર્વક બોલી મસ્તક નમાવી, સેવેલાં સેવાતાં પાપોની ક્ષમા માંગવી.
૧૮. આજ કાલ ‘એવંકારે'થી લઈને શેષ પાઠ સહુ ધીમા સ્વરે સમૂહરૂપે બોલે છે.