________________
( ( ૩૨ જે વિવિધ ચિત્રો સહ સરલ D ) પછી તરત જ સુગુરુ વાંદણા-જે ગુરુવંદનરૂપે કહેવાય છે તે કહેવાના છે. એ વંદન વખતે શરીરના ભાગને ઊંચા નીચા કરવાના હોવાથી હવામાં ઉડતા અતિસૂક્ષ્મ જંતુઓ કદાચ શરીર ઉપર બેઠેલા હોય અને કદાચ તેની હિંસા ન થઈ જાય એટલા માટે શરીરના ભાગોનું જયણાપૂર્વક હળવેથી પ્રમાર્જવું--સાફ કરવું જોઈએ એટલા માટે મુહપતીનું પડિલેહણ કરવાનું છે. આ પડિલેહણ એટલે મુહપત્તીના કપડા દ્વારા ધીરેથી શરીરને પૂંજીને શરીર ઉપરના સૂથમ જંતુઓને દૂર કરવાના છે. એ કરી લીધા પછી ચરવળાવાળા ઊભા થઈ જાય. પછી ગુરુવંદનનો પાઠ બોલે, બોલનાર આ પાઠમાં “મે મિઉગ્રહ નિરીહિ' સુધીનો પાઠ ઊભા ઊભા જરાક નમીને બોલે. પછી આગળ-પાછળ શરીર પૂંજી ગુરુ આજ્ઞાપૂર્વક અવગ્રહમાં આવે. ગુરુ કે સ્થાપનાચાર્યની નજીક આવીને પછી નીચે ઉભડક પગે બેસે, બે હાથ બે પગની વચ્ચે રાખે, ગૃહસ્થ મુહપતી ચરવળા ઉપર તેના છેડા ડાબા હાથ તરફ રહે એ રીતે રાખે, અને બેઠેલાઓ કટાસણા ઉપર રાખે. આ મુખપત્તી ગુરુચરણની સ્થાપનારૂપે સમજવાની છે. પછી “અહો, કાર્ય, કાચનો પાઠ બોલે ત્યારે સહુએ “અ” અક્ષર બોલાય ત્યારે બે હાથના પંજા ઉંધા, ગુરુચરણરૂપ મુહપત્તી ઉપર મુકીને ચરણસ્પર્શ કરી રહ્યો છું તેવો ભાવ ચિંતવી, તરત જ હો' અક્ષર બોલાય ત્યારે લલાટે અડાડે, પછી “કાય, કાય” આ બે શબ્દોના પ્રત્યેક અક્ષરે પણ એ જ રીતે ચેષ્ટા કરવી.
પછી “સંફાસ શબ્દ બોલાય ત્યારે બે હાથ લલાટે અડાડી મસ્તક નમેલું રાખી આગળનું વાક્ય પૂરું કરે.
પછી નજ-ત્તા-ભે, જ-વ-ણિજ જંચ-ભે' આ ત્રણ ત્રણ અક્ષરોનો વિધિ “અહો'ની જેમ જ છે. ફક્ત વચલો અક્ષર અંજલિમુદ્રાપૂર્વક
૧૨. અનુદાત્ત એટલે ધીમા અવાજે. ૧૩. સ્વરિત એટલે મધ્યમ અવાજે અને– ૧૪. ઉદાત્ત એટલે વજનપૂર્વકનાં ઊંચા અવાજે બોલાય છે.