________________
૫૪
વિવિધ ચિત્રો સહ સરલ
ક્ષમા, નમ્રતા, નિર્દભવૃત્તિ અને સંતોષ વગેરેને તથા વિષય કષાયોને કેટલાં પ્રમાણમાં સેવ્યાં? અથવા તો કેટલાં ન સેવ્યાં? એનું સરવૈયું કાઢવાનો આ દિવસ છે. નફો કર્યો છે, નુકશાન થયું છે કે ખાતું સરભર કર્યું છે? તેનું આત્મનિરીક્ષણ કરીને પછી આત્મપરીક્ષણ કરવાનું છે, પાસ--નાપાસનો નિર્ણય કરવાનો છે. નફો થયો હોય તો આનંદ અને અનુમોદનાની વાત, નુકશાન થયું હોય તો તે ખેદ અને ચિંતાની વાત બનવી જોઈએ. ખાતું સરભર થયું હોય તો એમ કેમ બન્યું? તે શોધીને આધ્યાત્મિક આચરણ તરફ વિશેષ પુરુષાર્થ કરવા કટિબદ્ધ બનવાનો નિર્ણય સહુએ લેવો જોઈએ.
તમો સંસારનો મોહ છોડીને ત્રણ ક્લાક સુધી પાપ--દોષોથી હળવા થવા અહીં આવ્યા છો, જે ઉદ્દેશથી અહીં આવ્યા છો તે ઉદ્દેશ તમારે સફ્ળ કરીને જ જો ઘરે જવું હોય અને ત્રણ ત્રણ ક્લાકની મહેનતને લેખે લગાડવી હોય તો અહીંયા જે જે સૂત્રો મુનિરાજ બોલે, તેના ઉપર બરાબર ધ્યાન રાખો, દૂરના કારણે ન સંભળાય તો બે હાથ જોડી શાંતિ જાળવો અને તમારૂં મન બહારનાં વિષયોમાં દોડાદોડ કરતું હોય તેને પકડીને ધર્મક્રિયામાં સ્થિર બને તે પ્રમાણે અપ્રમત્ત ભાવે જાગૃત્તિ રાખતા રહો.
આજની ક્રિયા પાપથી પાછા હઠવાની અથવા તો પાપનું પ્રાયશ્ચિત કરવાની મહાન ક્રિયા છે. આત્મા પોતાની સ્વભાવદશાને છોડીને પ્રમાદભાવથી વિભાવદશામાં દોડી ગયો છે. તેને પાછો સ્વભાવદશામાં લાવવા માટેની આ ક્રિયા છે, માટે તેની મહાનતા, ગંભીરતા સમજીને આ ક્રિયા પ્રત્યે આદરભાવ રાખી તેની પૂરેપૂરી અદબ જાળવજો.
પલાંઠી વાળી, બે હાથ જોડી, આડા-અવળાં, આજુબાજુ ડાફોલીયા કે નજરો નાંખ્યા વિના, આજે તો મન-વચન-કાયને એકાગ્ર બનાવી, આજની ક્રિયામાં ઝુકાવી દેજો. તમારા મન અન શારીરિક ચેષ્ટાઓનો ત્યાગ કરજો. શરીર ઉપરની મોહ મમતા આજે ન રાખજો અને હૃદયના શુદ્ધ ભાવની ચિનગારી એવી પ્રગટાવજો કે બાર બાર મહિનાના લાગેલા