________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૧
સંવચ્છી પ્રતિક્રમણનો સફળ અને સળંગ વિધિ (ચિત્રો સાથે)
પ્રથમ સામાયિક લેવાનો વિધિ
સૂચના-શ્રાવક તથા શ્રાવિકાએ સામાયિક લેતા પહેલાં થોડીક શારીરિક બાહ્યશુદ્ધિ કરવાની હોય છે. સૌથી પ્રથમ હાથ પગ ધોઈ અને જંગલ કે પેશાબ ન કર્યા હોય એવા શુદ્ધ વસ્ત્ર પહેરીને સામાયિક કે પ્રતિક્રમણ કરવાનું હોય છે. વળી જે જગ્યાએ પ્રતિક્રમણ કરવાનું હોય તે જગ્યાને પૂંજીને પછી ગરમ કપડાનું કટાસણું-આસન પાથરીને સામાયિકનો વિધિ કરવાનો હોય છે. આ બાબત સહુએ પ્રથમ ધ્યાનમાં રાખવી જોઈએ. સામાયિકમાં જોઈતાં ઉપકરણોની યાદી જુદી છાપી છે તે જોઈ લેવી.