________________
સંવછરી પ્રતિક્રમણ વિધિ
$ ૨૫ )
પાપના ઢગલાને ખાખ કરીને તમો ઘરે જઈ શકો. આથી તમારા આત્માના ચોપડા ચોખ્ખા થઈ જશે. પણ સાથે સાથે એક સૂચના કરું છું કે પાછા અહીંથી ઊભા થતાંની સાથે ચોપડાનું ઉધાર ખાતું લખવું શરૂ ન થઈ જાય તેનો પણ તીવ્ર ઉપયોગ રાખજો.
વાતો ન કરજો, કોઈ કરે તો હળવાશથી, પ્રેમાળભાવે અટકાવજો. મસ્તી, તોફાનો, હાંસી, ઠઠ્ઠા, ઉચ્ચ સ્વરે બોલવું વગેરે કશું ન કરજો. તમો તમારું પ્રતિક્રમણ ડોળશો નહિ, બીજાનું ડોળાવશો નહિ, નહીંતર શરૂઆતમાં કહ્યું તેમ પાપ છોડવાની જગ્યાએ પાપ બાંધી જશો તો વજૂ લેપ જેવાં બંધાશે જે રોતાં પણ નહીં છૂટે, એટલે આત્મીયભાવે સૂચન કર્યું છે તે લક્ષ્યમાં રાખજો.
અત્તમાં એક બીજી સૂચના ખાસ ધ્યાનમાં રાખો કે આજની છીંક ઘણી જ જોખમવાળી ગણાય છે માટે છીંક ખવાઈ ન જાય તેનો પણ પૂરેપૂરો ઉપયોગ-ખ્યાલ રાખજો.
ચાલો ત્યારે હવે સહુ ટટ્ટાર બેસી સજ્જ બની જાવ, ઉત્સાહમાં આવી જાવ, કરેલી સૂચનાઓને અમલમાં મૂકી, સતત ઉપયોગવંત બની પાપનું પ્રાયશ્ચિત કરવામાં લાગી જાવ.
મુનિ યશોવિજય (વર્તમાનમા આ. શ્રી યશોદેવસૂરિ)
જીવનમાં સુખી થવું હોય તો બે કામ કરો-(૧) મગજને આઈસ ફેકટરી અને (૨) જીભને સુગર ફેકટરી બનાવો.