________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ × ૫૩
સવાર પડે પાછો એનો એ જ વિરોધ જો સળગતો રહે તો માફી માગ્યાની કિંમત નથી. એથી તો ખોટો દેખાવ કરીને જાતને ઠગ્યાનું પાપ બાંધવાનું એ વધારામાં. આ તો પેલા ક્ષુલ્લક સાધુ ગુનો કરતા જાય અને પાછી વારંવાર કુંભારની માફી માગતા જાય. આ પણ એના જેવું જ કૃત્ય ગણાય. માફી માગ્યા પછી તો મૈત્રીભાવ થવો જ જોઈએ. હૃદય હળવું ફૂલ અને કુણું બનવું જ જોઈએ. પણ એ ત્યારે જ શક્ય બને કે માનદશાનો ઉપશમ થાય. એટલા માટે તો શાસ્ત્રકારોએ તમને તૈયાર કરવા, નમ્ર બનાવવા સાત દિવસ અગાઉથી પર્યારાધના શરૂ કરવા જણાવ્યું છે. શરૂઆતના ત્રણ દિવસના વ્યાખ્યાનમાં વ્યાખ્યાનકાર, વ્યાખ્યાન શ્રવણ, તપશ્ચર્યા, કલ્પસૂત્ર જેવા મહાસૂત્રનું શ્રવણ, પૂજા, દાન, પુણ્ય, પરોપકાર વગેરે ધર્મકૃત્યો કરવા ફરમાવે છે. જેથી તમારા મનમાંથી માનવજાતનો મહાદુશ્મન ગણાતો અહંભાવ કે અભિમાનનો બરફ ઓગળી જાય. પુનઃ જણાવું કે જેની સાથે ખરેખર બોલચાલ થઈ હોય તે વ્યક્તિ જોડે તો ઘરે જઈને ક્ષમાપના કરી લેજો, સામો આત્મા ક્ષમા આપે કે ન આપે તે તમે ન જોજો. કલ્પસૂત્રનું વચન છે કે—વસમક્ તા અત્યિ મારાહળા, ગો ન વસમઽ તસ્સ નસ્થિ આરાદળા જે ઉપશમે છે તેને આ પર્વની આરાધના છે, જે નથી ખમતો તેને આ પર્વની આરાધના નથી, માટે દરેક વ્યક્તિએ જિનેશ્વરદેવની આજ્ઞા શિરોધાર્ય કરીને સ્વકર્તવ્ય બજાવવું.
વળી આ પર્વ તો આત્માની દિવાળીનું પર્વ છે. તમારા તહેવારની દિવાળીમાં જેમ ચોપડા ચોકખા કરો છો, નફા--તોટાની તારવણી કરો છો, તેમ આપણી આ આત્માની દિવાળીના દિવસે આત્મસાધનાના નફા--તોટા તારવવાના છે. બાર બાર મહિના દરમિયાન અઢાર પાપસ્થાનકો કેવાં અને કેટલાં પ્રમાણમાં સેવ્યાં અને ન સેવ્યાં તો કેટલાં પ્રમાણમાં નથી સેવ્યાં? વિવિધ પ્રકારના જીવોની હિંસાઓ કેટલી કરી અને બચાવ્યા કેટલાને? દેવદર્શન ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ, સામાયિક, દાન, પુણ્ય, પરોપકાર,