________________
( ૧૨ જે વિવિધ ચિત્રો સહ સરલ ) ) મિથ્યાત્વશલ્ય, આ અઢાર જાતનાં પાપો, જે રોજે રોજ તમારા ઘરમાં, ધંધામાં કે દુનિયાદારીની પ્રવૃત્તિઓમાં ચાલુ જ છે તે પાપો, સાથે સાથે ચૌદરાજલોકવર્તી જીવોની ત્રિકરણ યોગે હિંસા વગેરે કરવાની પણ તમે છૂટ રાખી છે તે, તેમજ જાતજાતનાં અન્ય જે કંઈ પાપ દોષો સેવ્યાં કે સેવરાવ્યાં હોય તે, ગુરુ-શિષ્ય વચ્ચે, ગુરુણી-શિષ્યા વચ્ચે, શ્રાવક-શ્રાવક વચ્ચે, શ્રાવિકા-શ્રાવિકા વચ્ચે, વળી પતિ-પત્ની વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે, નણંદ-ભોજાઈ વચ્ચે, દેરાણી-જેઠાણી વચ્ચે, સાસુ-વહુ સાથે, શેઠ-નોકર વચ્ચે, માલિક કે ગ્રાહક વચ્ચે બાર બાર મહિના દરમિયાન જે કંઈ વૈરવિરોધ કે વૈમનસ્યનાં પ્રસંગો બન્યાં હોય તેમજ તેઓ સાથે ફૂડ, કપટ, છેતરપિંડી થઈ હોય, કટુવચનો બોલ્યાં હોય તે, તેમજ અન્ય જે કંઈ અપરાધો થયાં હોય તે, તમામની તમારે આજે પરસ્પર માત્ર શબ્દોથી જ નહીં પણ હૃદયના સાચા અને ઉંડા ભાવથી નમ્રતાપૂર્વક સરલતાથી બે હાથ જોડી “મિચ્છામિ દુક્કડ' બોલીને ક્ષમા માગવાની છે. જો કે ખરું તો એ છે કે સંવચ્છરી પ્રતિક્રમણ પહેલાં જ, જેની જેની સાથે ખાસ બોલચાલ થઈ હોય તેની ક્ષમા માગી લેવી તે જ વધુ યોગ્ય છે. એમ ન કરી શક્યાં હોય તો સંવત્સરીના પ્રતિક્રમણમાં સહુને યાદ કરી મનમાં સાચા ભાવથી બે હાથ જોડી, મન દુઃખના પ્રસંગોની ક્ષમા માગી લેવાની છે. આથી આપણાં હૃદયો નિઃશલ્ય બનશે અને ભાર વિનાનાં હળવા ફૂલ બની જશે. કારણ કે જ્યાં સુધી ક્રોધ, માન આદિ કષાય ભાવો હૃદયમાં સળગતા બેઠા છે ત્યાં સુધી પાપના કર્મબંધન ચાલુ જ રહેવાનાં, સંસાર પરિભ્રમણની વૃદ્ધિ થતી રહેવાની, માટે સહુએ ક્રોધાદિ કષાયોને ઉપશાંત કરવા, અહંભાવ તજી, વિનમ્ર બની, ક્ષમા માગવી જ જોઈએ. ખરી રીતે તો સાચા વૈરી સાથે માફી માંગતાં આનંદના અશ્રુ આવવાં જોઈએ, એનું નામ જ ખરા અંતરની ક્ષમાપના. એટલું ધ્યાન રાખવું કે માફી માગવી અને માફી આપવી, શો' કરવા કે દેખાવ કરવા પૂરતી માગવાની નથી. વળી