________________
( ૩૮ જે વિવિધ ચિત્રો સહ સરલ) માટે તેમજ ક્રિયામાં ઊભા થતાં કે બેસતાં શરીર ઉપર આવી પડતાં સંપાતિમ સૂક્ષ્મ જીવોની જીવદયા પાળવા માટે ધીમેથી શરીરની પ્રાર્થના કરવા માટે છે. આ ચરવળા વિના ક્રિયામાં ઊભા થવાતું નથી. સામાયિક લીધા પછી થાપા ઊંચા કરી શકાતા નથી. ચરવળો લીધા વિના માત્ર-પેશાબ આદિ કરવા જઈ શકાતું નથી.
આ ચરવળાનો ઉપયોગ કેટલાક મહાનુભાવો પોતાના શરીરની સગવડતા કે સંભાળ માટે કરે છે. મચ્છર ઉડાડવા, ભીંતને ટેકો દેવા, શરીરને ઊંચુંનીચું કરવા, અશિસ્તપણે બેસવા માટે કરે છે પણ તે યોગ્ય નથી. ચરવળાની વાસ્તવિક સફળતા ઊભા ઊભા અપ્રમત્તભાવે ક્રિયા કરવામાં છે.
ઊભા રહીને કાઉસ્સગ્ગ કરો ત્યારે ચરવળો ડાબા હાથમાં અને મુહપતી જમણા હાથમાં રાખવાનાં છે. ચરવળો અધવચ્ચેથી પકડવાનો હોય છે અને બંને હાથ પગની નજીક રાખવાના હોય છે.
તે ઉપરાંત જેને બલગમ કે શ્લેષ્મ કાઢવાની જરૂર પડે તેવું હોય તો તેને જાડા કપડાનું ખેડિયું (નાનો ટૂકડો) રૂમાલ વગેરે લાવવું. તેના વધુ ઉપદ્રવવાળાએ રાખની નાનકડી કુંડી રાખવી પણ તે પુંઠાથી ઢાંકેલી હોવી જોઈએ.
આરાધકોએ તો પર્યુષણાપર્વ પહેલાં જ તમામ ઉપકરણોની બરાબર વ્યવસ્થા કરી લેવી જોઈએ. મુખપત્તી કેવી રીતે પડિલેહવી, કાઉસ્સગ કેમ કરવો તે શીખી લેવું જોઈએ. પજુસણ પહેલાંના બે-ત્રણ દિવસોમાં મુનિરાજોએ પ્રતિક્રમણ કેમ કરવું? શા માટે કરવું? તેની પૂરી સમજણ આપતાં સવારનાં કે બપોરનાં વ્યાખ્યાનો રાખવાં જોઈએ અને મુનિરાજોએ પુરુષોના અને સાધ્વીજીઓએ બહેનોના રાતના વર્ગો પણ ચલાવવા જોઈએ. જેથી આરાધના વિધિથી અને ભાવથી શુદ્ધ રીતે કરી શકે.