________________
૪૨
વિવિધ ચિત્રો સહ સરલ
કાઉસ્સગ્ગ પાર્યા પછી બીજાઓ હજુ કાઉસ્સગ્ગ કરતા હોય ત્યારે પારનારાઓએ મૌનપૂર્વક ખૂબ જ શાંતિ જાળવવાની છે. ચરવળો હોય, શક્તિ હોય તો પ્રતિક્રમણ ઊભા ઊભા કરવું યોગ્ય છે. છેવટે જેમ મુખ્ય વ્યક્તિ આદેશ કરે તેમ કરવું..
કાઉસ્સગ્ગ ઊભા કે બેઠા કેવી રીતે કરવો તે માટે જુઓ ચિત્ર નં. ૩. મુહપત્તીનું પડિલેહણ કેમ કરવું?
જ્યારે ‘અહો-કાર્ય-કાય' રૂપ સુગુરુ વાંદણાં લેવાના આવે ત્યારે વાંદણાં પહેલાં મુહપત્તી અવશ્ય પડિલેહવાની આવવાની જ. કારણકે ગુરુવંદન વખતે શરીરના જે જે અવયવો કામમાં લેવાના છે તે તે અવયવોને જીવજંતુથી રહિત કરવા તે તે અંગોની પ્રમાર્જના કરવાની છે. આ પડિલેહણા ૫૦ બોલ બોલીને કરવાની હોય છે. એમાં પ્રથમ મુહપત્તીની પડિલેહણા અને પછી તે મુહપત્તીથી શરીરની પડિલેહણા કરવાની છે. મને લાગે છે કે આ બોલ સેંકડે પાંચ ટકાનેય આવડતા નહિ હોય, આવડતા હશે તો તેઓ પૂરા બોલતા પણ નહીં હોય, પણ ૫૦ બોલ ન આવડતા હોય તો પણ વગર બોલે મોટાભાગના વર્ગને મુહપત્તીનું પડિલેહણ કેમ કરવું તે પણ શુદ્ધ આવડતું નથી એ હકીકત છે. કારણકે મોટાભાગે મુહપત્તીને વા૫૨વાનો વખત બાર મહિને એક જ વાર આવતો હોય છે. પછી ભાઈસાહેબ કોઈની પાસે પહેલેથી શીખ્યા તો હોય જ શાના? એવા પણ ભાવિકો આવે છે કે જેઓ મુહપત્તીનું પડિલેહણ જ કરતા નથી, તો કેટલાક કર્યું ન કર્યા જેવું કરે છે. કેટલાક અડધી ખોલીને વાળી દે છે. આમ મુહપત્તીની પડિલેહણા જાત જાત અને ભાત ભાતની રીતે થતી જોવા મળે છે, પણ તેથી અવિધિ થાય છે, દોષ લાગે છે અને તેનો મૂલ ઉદ્દેશ જળવાતો નથી. આ બાબત માટે સાચી બાબત એ છે કે પ્રત્યેક જૈને પડિલેહણા અગાઉથી જાણકાર પાસેથી શીખી લેવી જોઈએ અને એ જ સર્વોત્તમ માર્ગ છે.
આ માટે ચિત્રો નં. ૧૦ થી ૨૨ જુઓ અને તે ઉપરથી શીખી લો.