________________
૪૪ વિવિધ ચિત્રો સહ સરલ વિધિ કરીને પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને એમ જણાવે છે કે–તું ગમે એટલો ડાહ્યો, હોંશિયાર કે વિદ્વાન હોય, પણ તારા ગુરુદેવ આગળ તારે તો તાજું જન્મેલું બાળક જેવું અજ્ઞાત હોય છે, તેવા ભાવે જ તારે જીવનપર્યત રહેવાનું છે. એ ભાવ સદાય તારા હૈયામાં ટકાવી રાખવાનો છે. જેથી તને અહંભાવ આવી ન જાય અને શિષ્યભાવ ભૂલી ન જવાય અને એમાંથી ગુરુ આશાતનાનો પાપ-પ્રસંગ ઊભો ન થઈ જાય. વળી સાથે સાથે વડીલોએ પણ પોતાના શિષ્યોમાં ઉલટો ભાવ ન જન્મે એની જરૂરી ખેવના રાખવી એ એટલું જ અગત્યનું છે.
ત્યારે જુઓ “અહો કાય" આવે ત્યારે પ્રથમ મુહપત્તીને તમારે ચરવળા ઉપર મુકવી. આ મુહપતીને તમારે ગુરુચરણકમલરૂપે કલ્પવી. મો શબ્દનો “ગ” બોલતાં જોડેલા હાથના બંને પંજાને ઊંધા કરી મુહપત્તીને અડાડવા, મુહપત્તી ચરણને સ્પર્શીને તેની રજ શિરે ચઢાવતા હોય તેવો ભાવ ધારણ કરવો. શો' બોલાય ત્યારે હાથના બંને પંજાઓને-હથેળીને સવળા કરી લલાટે અડાડવા, એ જ રીતે વારં વાર શબ્દ બોલતી વખતે સમજવું.
ગામમાં ર વખતે મુહપત્તિી ઉપર હાથના બંને પંજાઓ ઊંધા મુહપત્તી ઉપર રાખવાના. 7 બોલવાની વખતે બંને પંજાઓને સવળા કરી છાતી પાસે રાખવા, તે જ સવળા હાથ “મે બોલવાની સાથે જ લલાટે અડાડવા પછી એ જ પ્રમાણે ગવળ, મે નો વિધિ કરવાનો છે. તે ક્રિયા પછી ચરવળા સુધી માથું નમાવવાનું છે. ગુરુ પ્રત્યેનું સ્થાન જૈનસંઘમાં કેટલું આદરપાત્ર છે તેનો વાચકોને આ “સુગુરુ વાંદણા' નામના સૂત્ર અર્થના મનનથી સમજાશે!
ધ્યાનમાં લેવા જેવી કેટલીક સૂચનાઓ ઉપાશ્રયો કે પ્રતિક્રમણ કરવાનાં ધાર્મિક સ્થાનો એ શાંતિનાં ધામો છે. આવર્તના વંદન વખતની સમજવી કે “સંહાસં” વખતના શિરોનમનની લેવી કે ત્રણેય વખતની ગણવી? આ બાબતનો સ્પષ્ટ નિર્ણય કરી શક્યો નથી. –-વાંદણાં કેમ કરવા? આ માટે વાંદણાંના ચિત્રો ખાસ જોવાં.
*
* * *
*
*
* *