________________
૪૮ ૪ વિવિધ ચિત્રો સહ સરલ
પ્રતિક્રમણમાં ન કરવાનાં કાર્યો ૧. પ્રતિક્રમણમાં આવનારે દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક કે માસિક
કોઈપણ પ્રકારનું છાપું લઈને ન આવવું. ૨. નવલકથાઓ કે વાંચવા માટેનાં કોઈપણ પ્રકારનાં પુસ્તકો ન
લાવવાં. ૩. પ્રતિક્રમણ ડોળાવવા માટે કાગળના ડુચા કે કાંકરા ન લાવવા. ૪. આ ક્રિયા એ મહાન, પવિત્ર અને ગંભીર ક્રિયા છે. માટે તેની
અદબ અને બહુમાન જાળવવું. વાતો કરવી નહિ, ગપ્પાં મારવાં નહિ, હસવું નહિ. મશ્કરીઓ કે છેડતી કરવી નહિ, મજાક ન ઉડાવવી પણ ઠાવકાઈ અને ગંભીરતા જાળવવી. પ્રતિક્રમણ ભણાવવાનો અવાજ સંભળાતો હોય તો તે તરફ કાન રાખી ઊભા રહીને, (ઊભા ન થવું હોય તો) પલાંઠી વાળીને અથવા બે હાથ જોડી સૂત્રોને સાંભળવાં, ન સંભળાય તેવું હોય તો પણ બે હાથ જોડી શાંતિ જાળવવી, હાથ જોડ્યા વિના બેસી રહેવું એ પણ અનાદર છે, અવિધિ છે. માટે ઉપયોગ રાખવો જેથી વિરાધનાનું પાપ ન લાગે અને પોતાનું કે બીજાનું પ્રતિક્રમણ ડોળાય નહિ.