________________
૪૬
વિવિધ ચિત્રો સહ સરલ
–બને ત્યાં સુધી આવનારે ચરવળો લઈને આવવું એ બધી રીતે શ્રેયસ્કર છે. ન હોય તો તે વસાવી લેવો જોઈએ.
–પ્રતિક્રમણમાં પહેરવાનું ધોતિયું વગેરે વસ્રો જંગલ-પેશાબ ગયા વિનાનાં અને સાદા વાપરવાનાં હોય છે જે વાત લગભગ સહુની જાણીતી છે.
–સામાન્ય રીતે પ્રતિક્રમણમાં ધોતિયાં સિવાય બીજું વસ્ત્ર વાપરવું ન જોઈએ, પણ જેમણે શરદી આદિ વ્યાધિના કારણે છાતીએ ખેસ નાંખવો પડતો હોય તો પ્રતિક્રમણ પૂરું થતાં તેની આત્મસાક્ષીએ ક્ષમા માગી લેવી જોઈએ.
—ધોતિયાં બંગાળી ઢબે ન પહેરવાં જેથી પગમાં ભરાઈ જાય અને ગબડી પડાય, ધોતિયું ટૂંકું જ (અસલ રિવાજ મુજબ નાભિથી નીચે અને ગોઠણથી જરા ઊંચું) પહેરવું જોઈએ. વસ્ત્રનો પણ મોહ ઉતારવો જોઈએ.
–ખમીસ, ગંજીફરાક, કુડતું, બંડી વગેરે કંઈપણ પહેરીને પ્રતિક્રમણ કરી શકાતું નથી. રોગાદિકનું કારણ હોય તો ખેસ ઓઢી શકે છે. સીવેલું વસ્ત્ર પહેરવાની સખત મનાઈ છે.
–થોડાક કલાક માટે પણ મમતા અને મોહનો ત્યાગ કરવાની ક્રિયા કરવા જ્યારે આવ્યા હોઈએ ત્યારે ઝવેરાતના કે મોતીના અલંકારો, સાચા કે બનાવટી કાંઈ પણ પહેરવા ન જોઈએ. શારીરિક વિભૂષાથી દૂર રહેવું જોઈએ, કાંડા ઘડિયાળનો મોહ પણ તે દિવસે ઉતારવો જોઈએ, અર્થાત્ તે પણ ન પહેરવી જોઈએ. ડિયાળથી ચિત્તમાં ચંચળતા ઊભી થાય છે.
પેશાબ-માત્રા માટે સમુદાય મોટો હોય ત્યારે કુંડીઓ વધારે રાખવી જોઈએ અને ચુનાવાળા પાણીની ઠીક વ્યવસ્થા કરવી જોઈએ. એ પાણી એવી જગ્યાએ રાખવું જોઈએ કે વરસાદ પડે તો પણ વરસાદનું પાણી ચુનાવાળા પાણીને ન બગાડે એવી પાકી વ્યવસ્થા કરવી ઘટે. ઘણાં સ્થળે માથે કંતાન નાંખે છે તેમને ખ્યાલ નથી રહેતો કે કંતાનમાંથી પાણી ગળીને ચુનાવાળા ભાજન ઉપર બધું પડે છે અને એથી અચિત્ત પાણીને સચિત્ત બનવાનો પ્રસંગ ઊભો થઈ જવાનો અને ધોનાર બધાયને એનો દોષ લાગવાનો, માટે કાર્યકર્તાઓએ