________________
વિવિધ ચિત્રો સહ સરલ
ro
પ્રતિક્રમણનાં સૂત્રો બોલવાં જોઈએ.
આડું-અવળું જોઈને બોલવું, ફ્રન્ટીયર મેલની માફક સૂત્રોની ગાડી ગબડાવી દેવી, લપલપ કરી પૂરા કરવા, ઉપયોગ વિના મુખપાઠીની જેમ પાઠ બોલી જવો, એ ક્રિયા પ્રત્યેનો અનાદર ભાવ છે, વેઠ ઉતારવા જેવું છે. એથી તો આ ક્રિયા ગામજૂરી જેવી બની જાય છે, વિશેષ કોઈ લાભ થતો નથી માટે બહુમાનપૂર્વક, શ્રદ્ધા-ભાવપૂર્વક અંતરના સાચા જોડાણપૂર્વક સૂત્રોચ્ચાર
વિધિ-ક્રિયા કરવાં જોઈએ.
ખમાસમણ કેવું દેવું જોઈએ?
ખમાસમણ અડધું ન દેવું પણ 'પંચાંગ પ્રણિપાત કરવાનો હોવાથી શરીરનાં પાંચે અંગો જમીન સુધી અડવાં જોઈએ, માટે માથું ઠેઠ સુધી નમાવવું જોઈએ. ચરવલાવાળાઓએ દરેક ખમાસમણ પૂરેપૂરાં ઊભા થઈને દેવાનું છે જેથી ક્રિયાનો આદર, બહુમાન અને વિધિ જળવાશે અને ક્રિયાનું ફળ પ્રાપ્ત થશે. બેઠેલા લોકોએ માથું જમીન સુધી અડાડવું જોઈએ. મોટાભાગના લોકો માથું નમાવતાં જ નથી, કેટલાક ડોકી નમાવશે, કેટલાક અડધું શરીર નમાવશે પણ તેમ ન કરતાં વિધિ પૂરો જાળવવો.
કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) અંગેની સૂચનાઓ
કાયાની ઉપરની મમતા, મૂર્ચ્છ ઉતારવા માટે અને આત્યંતર તપની સાધના તથા ધ્યાન વગેરે કરવા માટે કાઉસ્સગ્ગ કરવામાં આવે છે. આ ધ્યેય સહુ કોઈએ પ્રથમ ધ્યાનમાં લેવું ઘટે. કાઉસ્સગનો અન્ય મહિમા-પ્રભાવ બીજો ઘણો છે. અત્યંતર સાથે સુંદર બાહ્ય લાભો પણ મળે છે. ચૌદમા ગુણસ્થાનકનો અલ્પ આસ્વાદ પણ અનુભવી શકાય !
કાઉસ્સગ્ગમાં સ્થાપનાચાર્યજી જો નજરે પડતા હોય ત્યારે તો તેની સામે નજર રાખીને કાઉસ્સગ્ગ કરવો, પણ સ્થાપનાજી બધાયને દેખાય જ એવું નથી ૧. જૈનોમાં સાષ્ટાંગદંડવત્ એટલે અષ્ટાંગ નમસ્કારની એટલે ઊંધા સુઈને કરવાની પ્રથા છે.