________________
સંવછરી પ્રતિક્રમણ વિધિ જે ૪૧ ) બનતું, માટે બીજાઓએ નાસિકાના અગ્રભાગમાં નજર રાખી કાઉસ્સગ્ન
કરવો.
ચરવળો હોય અને ઊભા ઊભા જો કાઉસ્સગ્ન થાય તો તેનું ફળ ઘણું શ્રેષ્ઠ મળે છે. ઊભા ઊભા કરનારે ચરવળો ડાબા હાથમાં અને મુહપત્તી જમણા હાથમાં રાખી, હાથ ઢીંચણ સુધી લંબાવીને પગની નજીકમાં રાખવાના હોય છે. નીચે પગની પાનીઓ વચ્ચે આગળના ભાગે ચાર આંગળ અંતર રહે અને પાછળ ચાર આંગળથી કંઈક ન્યૂન રહે એ રીતે પગ રાખવાના છે. આ મુદ્રા ધ્યાનની એકાગ્રતા અને કાયાની સ્થિરતા અને સ્વસ્થતા માટે ખૂબ જ જરૂરી છે.
કાઉસ્સગ્નમાં દાખલ થયા પછી સ્થિર ચિત્તે, સ્થિર કાયા રાખી કાઉસ્સગ્ન કરવાનો હોવાથી હાલવા-ચાલવાનું કે ઊંચા-નીચા થવાનું હોતું નથી. સૂત્ર બોલતાં હોઠ પણ ફફડાવવાના નથી. હાથ ઊંચા નીચા કરવાના નથી. ભીંત કે થાંભલાનો ટેકો લેવાનો નથી અને દૃષ્ટિ આડી-અવળી કરવાની નથી તે ધ્યાનમાં રાખવું. એ વખતે બીજાની સાથે વાત કરવાની હોતી નથી. પગ ઊંચા-નીચા કરવાની મનાઈ છે. પર્વતની માફક સ્થિર બની કાઉસ્સગ્ન કરવાનો છે. મુખ્ય વ્યક્તિ કાઉસ્સગ્ન પારી લે પછી જ ધીરેથી નમો અરિહંતાણં' બોલવાપૂર્વક કાઉસ્સગ્ન પારવાનો હોય છે. તે પહેલાં પારવાનો હોતો નથી. માટે પારવામાં ઉતાવળા ન થવું. કાઉસ્સગ્નમાં સંખ્યાની ધારણા માટે આંગળીના વેઢા ગણવાના નથી હોતા. આ માટે હૃદયમાં નવ ખાનાંનાં અષ્ટદલ કમલની કલ્પના કરી તે ઉપર સંખ્યાની ધારણા કરવી. વધુ સમજણ માટે આ પુસ્તિકામાં આપેલાં કાઉસ્સગ્નનાં ચિત્રો અને તેની સાથેની સમજ વાંચો.
મચ્છર આદિ સૂક્ષ્મ જીવોનો ઉપદ્રવ થાય તો પણ તેને સહન કરવાનો છે, કારણ કે કાયાની મમતા, મૂચ્છ ઉતારવા માટે તો આ મહાન ક્રિયા કરવાની છે. વળી સંવચ્છરીના ૪૦ લોગસ્સનો કાઉસ્સગ્નમાં ભાવિ માટે હાનિકારક છીંક ન ખવાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.