________________
( ૩ ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ $ ૩૯ )
ઉપકરણો કેવાં ન હોવાં જોઈએ? ૧. પુસ્તકાદિકના સ્થાપનાચાર્યજી જે બાજોઠ કે સાપડા ઉપર પધરાવવાનાં હોય તે સાધનો ગંદા, મેલાં, અશુદ્ધ ન હોવાં જોઈએ, બાજોઠી તૂટેલી ન હોવી જોઈએ. આ બાબત ઉપર અગાઉથી જ ધ્યાન આપવું.
૨. કટાસણું એ સાવ નાનું કે ઘણું મોટું ન હોવું જોઈએ. અનેક કાણાંઓ (વેન્ટીલેશનો)વાળું, અત્યંત મેલું, ગંદું, ફાટેલું ન હોવું જોઈએ.
૩. મુહપત્તી કે મહોંપત્તી વરસમાં એક જ દિવસ વાપરવાની હોય, અગાઉથી ધ્યાન ન આપ્યું હોય એટલે ગમે તેવા કટકાની લઈ આવે છે. ઘણી મોટી મુહપતી રાખવી યોગ્ય નથી. મુહપત્તી કેવી વાળેલી હોવી જોઈએ તે પણ ખબર ન હોવાથી ચાર પડો રૂમાલની જેમ વાળીને રાખે છે. તૈયાર રૂમાલોને વાળી તેનાથી ચલાવી લેવામાં આવે છે પણ આ બધું બરાબર નથી. કેટલાક મહાનુભાવો મુહપત્તી મહાગંદી, દુર્ગધ મારતી, જોવી ન ગમે તેવી લઈને આવે છે. બાર મહિને પણ એની ખબર લેવાતી નથી. ગંદી, મેલી મુહપત્તી કદી વાપરવી ન જોઈએ. મુહપતી સુતરાઉ કપડાની હોવી જોઈએ. ઉપકરણો બધાં સ્વચ્છ અને સારાં હોવાં જોઈએ.
-મુહપત્તી કે કટાસણાં ઉપર જરા પણ મોહ કે આકર્ષણ થઈ ન જાય માટે ભરતકામ કરવાની કોઈ આવશ્યકતા નથી. સાદાઈ જ સારી.
૪. ચરવળા ઘણાના ઘણા જ કાળાડૂમ થઈ ગયેલા, દેખવા ન ગમે એવા અને ગંધાતા હોય છે. દશીઓ મેલી થઈ હોય તો તેને નિર્મલ કરવા ઉપયોગ રાખવો જોઈએ. સાવ ઘસાએલા, તૂટેલી દશીઓ-ગુચ્છાવાળા ચરવળા ન હોવા જોઈએ.
સૂત્રો કેવી રીતે બોલવાં જોઈએ? બે હાથ જોડી, મુહપતી મુખ આગળ રાખી, ચંચળતા છોડી, સ્થાપનાજી સન્મુખ નજર રાખી, સ્થિર ભાવે, શુદ્ધ ઉચ્ચારપૂર્વક, મધુર સ્વરથી, ધીમે ધીમે, ભાવપૂર્વક, અર્થ ચિત્તનસહ, ગાથાએ ગાથાએ જરાક અટકી અટકીને
*
*
**
********