________________
( ૩૪ જે વિવિધ ચિત્રો સહ સરલ ) મા
તો ચાર આની વર્ગ પ્રતિક્રમણનાં સૂત્રોને જાણતો હશે. એમાંય અર્થનું જાણપણું એકાદ આની વર્ગને હશે. એ એક આનીની પણ જો પુરુષ-સ્ત્રી વચ્ચે વહેંચણી કરીએ તો બે ભાગમાં સ્ત્રીઓ અને એક ભાગમાં પુરુષો આવે. આ પરિસ્થિતિમાં પ્રતિક્રમણનાં સૂત્ર અને તેના અર્થજ્ઞાનની સ્થિતિ શું હોઈ શકે છે, એમાંય વળી પ્રતિક્રમણનાં સૂત્રોની મુદ્રાઓ કે આસનોનું જાણપણું કેટલું હશે? તે સમજી શકાય તેવું છે.
બતાવેલાં આસનો-મુદ્રાઓ અપ્રમત્તભાવ ટકાવી રાખવા, વિઘ્નો દૂર કરવા, શારીરિક સ્વાસ્થ જાળવવા માટે છે અને એનું એ જ ફળ છે.
આજે સમય એવો પ્રવર્તી રહ્યો છે કે લોકોની અનેક કારણોસર ધર્મ ક્રિયાઓ પ્રત્યેની શ્રદ્ધા, રુચિ નબળી પડી છે. વળી ઉપાશ્રયમાં આવનારા, રોજ વ્યાખ્યાન સાંભળનારા વર્ગની પણ તે તરફથી ઉપેક્ષા વધી છે. આજે મોટોભાગ સંસારિક ગડમથલમાં ગળાબૂડ ડૂબી ગયો છે. આ સંજોગોમાં સૂત્રો શીખવાનો ભાવ કયાંથી જાગે? ભાવ જાગે તો સમય ક્યાંથી કાઢે? અરે! મૂલ શીખવાનું ન બને તો પણ સૂત્રોના અર્થ લક્ષ્યપૂર્વક વંચાય તો પણ તેની શ્રદ્ધા-રુચિમાં વધારો થાય, પ્રવૃત્તિ તરફ પગલાં માંડવાનું મન થાય. સમજણપૂર્વક ક્રિયા થાય તો એથી એનો આનંદ અનેરો આવે. ક્રિયાના શ્રેષ્ઠ લાભો મેળવી શકે, એથી આધ્યાત્મિક ચેતના વધુ ને વધુ સતેજ થતી જાય. હવે એ તો બને ત્યારે ખરું! પણ અમોએ અહીંયા અમુક સૂત્રોનો જે ટૂંકો પરિચય સૂત્રોની આગળ આપ્યો છે તે સહુએ અગાઉથી પજુસણ આવતા પહેલાં, વાંચી લેવો જ જોઈએ અને પછી જ પ્રતિક્રમણ કરવું.
એક અગત્યનું સૂચન-મોટાભાગે પર્યુષણ શરૂ થતાં પહેલાંના બે દિવસ વ્યાખ્યાન બંધ રખાય છે. આ બે દિવસમાં પર્યુષણ પર્વની આરાધના કેમ કરવી તે માટે શિબિર રાખવી અને તેમાં ખમાસમણ કેમ દેવું? ૧. બધાં સૂત્રોના અર્થ એકવાર પજુસણમાં કે તે પહેલાં જો વાંચી જવાય તો પ્રતિક્રમણમાં જે કંટાળો, ઊંઘ, આળસ આવે છે તે નહીં આવે અને ક્રિયા કરવામાં અનેરો આનંદ આવશે.