________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૩૩
અશક્ય જેવું લાગે, એટલે આરાધકો યથાશક્તિ સાચી સમજણપૂર્વક ક્રિયા કરી શકે, આત્મા બાર મહિનાના પાપના ભારથી હળવો થાય, ક્ષમાયાચના દ્વારા કષાયોનું ઉપશમન થતાં આત્મા સમતાભાવવાળો બને, અખિલ વિશ્વના જીવમાત્ર પ્રત્યે મૈત્રીનું સગપણ–સેતુ બાંધી શકે અને પરિણામે પુરાણાં કર્મોની નિર્જરા-ક્ષય અને નવાં કર્મોનો સંવર-અટકાવ થાય, આ કારણે જરૂરી સૂત્રોની ટૂંકી સમજણ આપી શકે તેવી સંવચ્છરી પ્રતિક્રમણની સળંગ વિધિની સચિત્ર પુસ્તિકાની જરૂરિયાત આજથી બાર વર્ષ ઉપર મને જણાઈ હતી અને તે વખતે આ વિધિ છપાવવાની તૈયારી પણ કરી હતી, પણ એક યા બીજા કારણે તે બન્યું નહિ. આજે તે મુદ્રિત થઈને બહાર પડી રહી છે ત્યારે તેનો આનંદ અને સંતોષ થાય તે સ્વાભાવિક છે. જો કે સળંગ અને સરળ પ્રતિક્રમણ વિધિની બુકો બીજી સંસ્થાઓ તરફથી પણ પ્રગટ થયેલી છે. એમ છતાં એની કેટલીક વિશિષ્ટતાઓને લીધે તથા આમાં ઉપયોગી સંખ્યાબંધ ચિત્રોની ઉપસ્થિતિ વગેરેથી આ પુસ્તિકા અનેરી ભાત પાડશે એમ માનું છું.
આમાં કેટલીક નીચે મુજબની નવીનતાઓ છે.
૧. મહત્ત્વનાં સૂત્રોનો જરૂરી ભાવાર્થ અને તેની વિશેષ સમજ તે તે સૂત્રો વગેરેની પહેલાં જ આપી છે.
૨. તે તે સ્થળે તે તે ક્રિયા કેવા આસને કે મુદ્રાથી કરવી તે માટેનાં ચિત્રો આપ્યાં છે.
૩. મુહપત્તીનાં પચાસ બોલનાં (ચિત્ર નં. ૧૦ થી ૨૨) ચિત્રો આપ્યાં
છે.
આ ચિત્રો પહેલી જ વાર પ્રગટ થયાં છે.
સમાજનો ચૌદ–પંદર આની વર્ગ પશુસણમાં, અને પંદર આનીથી વધુ વર્ગ સંવચ્છરીના દિવસે પ્રતિક્રમણ કરવા આવતો હોય છે.
સમાજનો એકાદ આની વર્ગ વ્યાખ્યાન શ્રવણ કરતો હશે. બહુ બહુ
T-3