________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ • ૩૧
જુઓ અને પછી પગથી ચાલો તો ઇષ્ટ સ્થાને પહોંચશો. આંખ જ્ઞાનના સ્થાને છે અને પગ ક્રિયાના સ્થાને છે.
અરે! તરવાની ક્રિયાનો શ્રેષ્ઠ જાણકાર તરવૈયો પણ પાણીમાં પડ્યા પછી તરવા માટે હાથ પગ ચલાવવાની ક્રિયા જો ન કરે તો તે પાણીમાં ડૂબી જાય. આ દૃષ્ટાંત સૂચિત કરે છે કે એકલું જાણપણું કાફી નથી અર્થાત્ તેથી પૂરી સફળતા મળતી નથી.
અરે! શાસ્ત્રમાં તો સાપેક્ષ દૃષ્ટિએ એમ પણ કહ્યું છે કે કદાચ સૂત્રક્રિયાનો અર્થ ન જાણતો હોય પણ મહામંત્રાક્ષર જેવા મહર્ષિઓ-પરમર્ષિઓ પ્રણીત એવા સૂત્રોનું શ્રદ્ધા રાખીને ભાવપૂર્વક શ્રવણ કરે તો પણ તેનું પાપકર્મરૂપી ઝેર ઉતરી જાય છે, અને એમાં તેઓ એક દૃષ્ટાંત પણ ટાંકે છે કે જેને સર્પનું ઝેર ચડ્યું હોય તે જીવ બેશુદ્ધ બને છે. તેની આગળ કોઈ વિષ ઉતારનારો ગારૂડી, ગારૂડીમંત્રથી ઓળખાતા મંત્રોને મનમાં જ જપતો હોય ત્યારે પેલો બેભાની આત્મા કશું સાંભળતો નથી અને કદાચ ગારૂડી મુખથી ઉચ્ચારીને બોલે તો પણ તે સાંભળવાનો નથી, એમ છતાં તેનું ઝેર પેલા મંત્રના પ્રભાવે ઉતરી જાય છે, અને તે નિર્વિષ બની જાય છે. એવો જ પ્રભાવ આ સૂત્રમંત્રનો છે. આ માટે માતા હંસપુત્રની કથા પ્રસિદ્ધ છે.
ટૂંકમાં જણાવવાનું એ કે આ ક્રિયા કરવા લાયક છે. અર્થની સાચી સમજ મેળવીને થાય તો સર્વોત્તમ છે. કદાચ તેવી સમજ મેળવી ન હોય તો શ્રદ્ધા અને ભાવપૂર્વક વિધિ મુજબ થાય તો પણ કર્મનો બોજ હળવો કરવા, મનને નિર્મળ બનાવવા આ ક્રિયા કરવી જરૂરી છે. અસ્તુ!
પણ આવી ઉત્તમ ક્રિયાઓ ઉત્તમ ફળ ક્યારે આપે? તો દરેક ક્રિયા વિધિની શુદ્ધિ અને ભાવની શુદ્ધિ આ બંનેની શુદ્ધિ જાળવીને થાય તો. વિધિની શુદ્ધિ એટલે કટાસણું, ચરવળો, મુહપત્તી આદિ ઉપકરણો–સાધનો સ્વચ્છ, અખંડ–સારાં વાપરવાં, શુદ્ધ સૂત્રોચ્ચાર, તેમજ કાયાથી થતી મુદ્રા, આસનો વગેરે જે રીતે કરવાનું હોય તે રીતે વાં તે. આ વિધિ તે બાહ્યશુદ્ધિ કહેવાય છે અને ઉપયોગ લક્ષ્યની જાગૃતિપૂર્વક, મનને સૂત્રાર્થાદિકના ભાવ ઉપર