________________
( ( ૩૨ જે વિવિધ ચિત્રો સહ સરલ છે ત્રિકરણયોગે સાવધાન રહેવું તેને ભાવશુદ્ધિ કે અત્યંતરશુદ્ધિ કહેવાય છે. આ રીતે ક્રિયા કરવાની છે. ગ્રામોફોનની રેકર્ડની જેમ સાંભળવાથી કે પોપટ પંખીની જેમ બોલી જવાથી વિશેષ લાભ થતો નથી, એટલે આ ક્રિયામાં તલ્લીન બની પરમ શાંતિ જાળવી વાતચીત કર્યા વિના, આડુંઅવળું જોયા વિના, કાયાને વારંવાર હલાવ્યા વિના, મડદા જેવા નહીં પણ સ્વસ્થ રહીને, ટટ્ટાર બની બે હાથ જોડી સૂત્રો સાંભળો અને પ્રમાદ છોડીને ચરવળો રાખી મુખ્ય વિધિઓ ઊભા ઊભા જ કરો. સંવચ્છરીના દિવસે વિશાળ સમુદાયમાં સભાની શાંતિ જાળવવા તે શક્ય ન હોય તો ફક્ત મુખ્ય મુખ્ય વિધિ (ગુરુ આદેશ મેળવીને) ઊભા ઊભા કરો.
એકંદરે પ્રતિક્રમણના પ્રકારો જો કે પાંચ છે પણ અહીંયા પાંચમાં છેલ્લા સંવચ્છરી પ્રતિક્રમણ અંગે કંઈક કહેવાનું છે. મૂલ વાત
ભારતના મહાતિમહાનગર મુંબઈમાં સેંકડો સ્થળે સંવર્ચ્યુરી પ્રતિક્રમણની આરાધના થાય છે. સમાજનો પંદરેક આની વર્ગ વરસમાં આ એક જ પ્રતિક્રમણ કરતો હશે એવું મારું અનુમાન અતિશયોક્તિ દોષ રહિત હશે એમ કહું તો ખોટું નહીં હોય.
કોઈપણ આત્મા બાર મહિનામાં માત્ર એક જ દિવસ અને તેમાંય માત્ર ત્રણ કલાકની, પાપથી પાછા હઠવાની, પાપનું પ્રાયશ્ચિત્ત કરનારી એવી મહાન અને પવિત્ર ક્રિયા કરે અને સાથે સાથે વિધિની અને ભાવની વિશુદ્ધિ બરાબર જાળવે તો ક્રિયા કરવા પાછળનો બાર મહિનાના પાપદોષની આલોચનાનો જે ઉદ્દેશ તે જરૂર સફળ કરી શકે, ક્રિયા કરીને જે લાભ મેળવવો છે તે મેળવી શકે.
આ ત્યારે શક્ય બને કે જયારે સૂત્ર અર્થનું બરાબર જ્ઞાન હોય તો પણ આ જ્ઞાન (અને તે પાછું આ શહેરમાં) મેળવવું એ તો તમને ભારે જ -
- -
-
- - - - -