________________
૩૦ - વિવિધ ચિત્રો સહ સરલ
વિષયોની વાસનાઓને પ્રશાન્ત કરનારી, આત્માને પુષ્ટ કરનારી 'સંવચ્છરી પ્રતિક્રમણની ક્રિયા કરી આત્માને પાપના ભારથી હળવો કરવો જોઈએ.
આ ક્રિયાના અંતે કષાય અને વાસનાના ભારથી ભારે એવું મન હળવાશ અનુભવે, મન શાંત-પ્રશાંત થાય, ચિત્ત અંતર્મુખ બને, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ પ્રગટે તો સમજવું કે પ્રસ્તુત ક્રિયા રૂડી રીતે થઈ છે અને તેનું શ્રેષ્ઠ ફળ મેળવ્યું છે.
ક્રિયાની આવશ્યકતા
જ્ઞાન અને ક્રિયા એક જ રથના બે પૈડાં છે. બેમાંથી એક પણ પૈડું નબળું હોય તો આત્મારૂપી રથ મુક્તિના પંથે સરખી ગતિ કરી ન શકે, માટે જ આપણે ત્યાં જ્ઞાન અને ક્રિયા બંનેને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. એથી જ ‘જ્ઞાનથી જાણો અને ક્રિયાથી આદરો' આ ઉક્તિ પ્રસિદ્ધિમાં આવી છે. વળી અપેક્ષાએ જ્ઞાન ભલે સ્વલ્પ હશે તો તે ચાલશે પણ ક્રિયાવાદનો અમલ બરાબર નહિ હોય તો તે નહિ ચાલે. જ્ઞાન તો બીજાનું પણ આપણને (ક્રિયા વગેરેમાં) કામ લાગશે પણ ક્રિયા બીજાની કરેલી બીજાને ઉપયોગમાં કદી થતી નથી. ક્રિયા તો પોતાની જ પોતાને ફળ આપે છે. સહુની જાણીતી વાત છે કે કોઈપણ વિદ્યાકલા વગેરેના જાણપણાનું ફળ પોતાના જાણપણાને અનુકૂળ પ્રવૃત્તિ કરવામાં રહેલું છે. આ એક જગજાહેર નિર્વિવાદ સત્ય છે. કોઈપણ બાબતનું જ્ઞાન મેળવી લીધા બાદ તે જ્ઞાનને વાગોળ્યા કરવાથી, તે જ્ઞાનની ડાહી ડાહી વાતો કરવાથી કે તેના મનોરથો કરવા માત્રથી માનવી કશો જ લાભ મેળવી શકતો નથી. એ સહુ કોઈનું અનુભવસિદ્ધ, કોઈપણ દલીલથી ઇન્કાર ન કરી શકાય તેવું આ સત્ય છે.
આપણું આ શરીર પણ એ સત્યને ટેકો આપે છે અને કહે છે કે આંખથી
૧. સંવત્સર ઉ૫૨થી સંવત્સરી બન્યું છે. પ્રાકૃતમાં સંવચ્છરી થયું. પર્યુષણના છેલ્લા દિવસને સંવત્સરી કહેવાય છે. આ શબ્દનું લોકોએ છમછરી, સમછરી એવું રૂપ આપ્યું.