________________
( ૨૮ જે વિવિધ ચિત્રો સહ સરલ |
આલોચના કરવી, દોષો-ભૂલોની ક્ષમા માગવી, શુદ્ધ થવું તેનું નામ પ્રતિક્રમણ છે. પાપ વિમોચનની આ ક્રિયા રોજે રોજ બે વાર કરવાની છે, જે બાબત અગાઉ જણાવી છે.
આ પ્રતિક્રમણ ઈરિયાવહિયા, વંદિતુ આદિ સૂત્રો દ્વારા થાય છે. મિચ્છામિ દુક્કડ' આ વાક્ય સારાય પ્રતિક્રમણનો પ્રાણ છે. એનાથી તરત જ દુષ્કત, પાપ, દોષ, અતિચાર કે ભૂલની ક્ષમા માગી શુદ્ધ થઈ હળવાશ અનુભવાય છે. જૈનસંઘનું આ જાણીતું સૂત્ર છે.
આ પ્રતિક્રમણનાં પાંચ પ્રકારો છે. ૧. રાઈસી ૨. દેવસી ૩. પફખી ૪. ચોમાસી અને ૫. સંવચ્છરી. રાત્રે બંધાયેલાં પાપના ક્ષય માટે રાઈસી, દિવસ દરમિયાન બંધાતાં પાપો માટે દેવસી, પંદર દિવસે વિશેષ પ્રકારે આલોચના કરવા પફબી, ચાર મહિના માટે ચૌમાસી અને બાર મહિને સંવર્ચ્યુરી પ્રતિક્રમણ કરવાનું છે.
૫. પાંચમું કાઉસ્સગ્ગ આવશ્યક—કાઉસ્સગ્નનું સંસ્કૃત રૂપાંતર કાયોત્સર્ગ છે. આ પાંચમું આવશ્યક વંદિતાસૂત્ર પછી બોલાતા લોગસ્સના કાઉસ્સગ્ન પછી પ્રગટ લોગસ્સ જે બોલાય છે તે સમજવું. કાઉસ્સગનો સીધો અર્થ કાયાનો ત્યાગ એવો થાય છે પણ અહીં લક્ષણાથી કાયા એટલે શરીર ત્યાગ નહીં પણ શરીર ઉપરની મમતા-મૂચ્છનો ત્યાગ સમજવાનો છે. કાયોત્સર્ગ મુદ્રાનું આ જ મુખ્ય ધ્યેય છે એટલે કાઉસ્સગ્ન દરમિયાન શરીરની સુશ્રુષાનો સર્વથા ત્યાગ કરવાનો છે. કાયાનું કષ્ટ સહન કરવાનું છે અને સાથે સાથે મૌન અને ધ્યાન દ્વારા વાણી અને મનની મલિન વૃત્તિઓનો ત્યાગ કરવાનો છે, અર્થાત્ દેહાધ્યાસને ત્યજી સમતાપૂર્વક શુભ ધ્યાનમાં સ્થિર રહેવાની, કર્મના ભુક્કા બોલાવવાની તેમજ બાહ્ય દૃષ્ટિએ અનેક દુઃખો, ઉપદ્રવોને દૂર કરવાની શક્તિ ધરાવે છે.
૬. છઠું પચ્ચખાણ આવશ્યક–રાતના યથાશક્તિ આહાર, પાણીનો વિવિધ રીતે ત્યાગ કરવાનો નિયમ કરવો તે. આથી છઠ્ઠા આવશ્યકની