________________
( ૨૬ વિવિધ ચિત્રો સહ સરલ
૧. પ્રથમ સામાયિક આવશ્યક–પ્રતિક્રમણ ડાયા પછીના સૂત્ર બોલાય છે. આ સૂત્રનો અર્થ એ છે કે સમતાનો જેનાથી લાભ થાય તે સામાયિક' નામનું ધર્માનુષ્ઠાન છે. તે બે ઘડીનું (૪૮ મિનિટ) ચારિત્ર જેવું હોવાથી તેટલો સમય સાધુ જીવન ગાળવાનું અણમોલ સાધન છે. સાવઘયોગ-પાપની પ્રવૃત્તિઓને અટકાવવા માટેની ચિત્ત તથા મનને સ્વસ્થ, સમાહિત અને નિર્મળ રાખવાની આ એક શ્રેષ્ઠ તક છે. આ ક્રિયા એક પ્રકારનો રાજયોગ છે. ઉત્તમ આધ્યામિક અનુષ્ઠાન છે, ચિત્તના સંક્લેશો અને વ્યથાઓને શમન કરનારું ઔષધ છે, ચારિત્રની વાનગી છે. તન, મન અને આત્માના સ્વાથ્ય માટે લાભકર્તા છે. આનો અધિકાર સૌ કોઈને છે.
૨. બીજું ચકવીસત્યો આવશ્યક—આ આવશ્યક લોગસ્સ રૂપ છે, અને આ લોગસ્સની આરાધના અતિચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ન કર્યા પછી જે લોગસ્સ બોલાય છે તે જ બીજા આવશ્યકરૂપે છે. આ આવશ્યકનું નામ “ચહેવીસત્યો' (અથવા લોગસ્સો આવશ્યક છે.
ચઉવીસત્યો એટલે ચતુર્વિશતિ. જેમાં ચોવીશ તીર્થકરોની સ્તુતિ છે તે. જેનું સુપ્રચલિત નામ “લોગસ્સ” સૂત્ર છે. આમાં નામોની સ્તવના છે જે મંગલ અને કલ્યાણને આપનારી છે. સમ્યકત્વની શુદ્ધિ કરનારી છે. પૂર્વ સંચિત કર્મોનો ક્ષય કરનારી છે. સ્તવનાના પ્રભાવે સાચી શ્રદ્ધા, અનુકંપા, દયા, વૈરાગ્ય, સંવેગ અને સમતાના ગુણો પ્રગટ થાય છે, રત્નત્રયીની શુદ્ધિ થાય છે. નામસ્મરણમાં પણ અદ્ભુત તાકાત બેઠી છે. જે પરંપરાએ બાહ્યાભ્યતર સુખ, શાંતિ અને આરોગ્યને આપવા સાથે જીવને મુક્તિની મંઝિલ સુધી પહોંચાડી દે છે. તો પછી નામસ્તવનાથી આગળના ભક્તિના પ્રકારોનું જો સેવન કરવામાં આવે તો શું શું લાભો ન મળે? સામાન્ય વ્યક્તિ માટે ભક્તિ એ રાજમાર્ગ છે. વળી રાજયોગનો જ પ્રકાર છે અને તે જીવને પરમાત્માની કક્ષાએ પહોંચાડવાનું સામર્થ્ય ધરાવે છે.
૩. ત્રીજું વંદણક આવશ્યક—બીજા આવશ્યકમાં દેવસ્તુતિ કરી.