________________
પાપ રોજે રોજ થતું હોય તો તેને ખપાવવાં કે તેનું પ્રાયશ્ચિત્ત કરવા પ્રતિક્રમણ પણ રોજે રોજ કરવું જ જોઈએ અને પાછું વર્તમાન વ્યવસ્થા મુજબ નિયત કાલે.
એટલે જ પ્રતિક્રમણનું બીજું નામ આવશ્યક છે. શાસ્ત્રીય પરિભાષાનો શબ્દ “આવશ્યક' જ છે. આવશ્યક શબ્દ “અવશ્ય' ઉપરથી બન્યો છે. “અવશ્ય” એટલે જરૂર, ચોક્કસ અને અવશ્ય કરવા લાયક તેને આવશ્યક કહેવાય. ત્યારે પ્રતિક્રમણ અવશ્ય કરવા લાયક છે અને એથી જ પ્રત્યેક જૈને અવશ્ય કરવું જ જોઈએ અને તે દ્વારા આધ્યાત્મિક વિકાસ સાધવો જોઈએ.
આત્મા દોષોથી ભરેલો છે, ભૂલ કરવી અને પાછી તેને છુપાવવી એ આજનો ભયંકર માનસિક રોગ છે. ભૂલ કરવી એ તો પાપ છે પણ એ ભૂલને છુપાવવી એ એથીએ વધુ ભયંકર ગુનો છે. એ ભૂલના પાપથી ખરેખર બચાવનાર પ્રતિક્રમણની ક્રિયા જ છે. શું આવશ્યક એક જ છે?
ના, આવશ્યક બીજા પાંચ છે. પ્રતિક્રમણ આવશ્યકને છોડીને બાકીનાનાં નામ સામાયિક, ચઉવીસત્યો, વંદણક, કાઉસ્સગ્ન અને પચ્ચખ્ખાણ છે. (પ્રતિક્રમણ ઉમેરતાં કુલ છ આવશ્યકો છે.)
પ્રતિક્રમણ છ આવશ્યક રૂપ છે. એમાં પ્રથમ આવશ્યકનું નામ સામાયિક છે. પ્રતિક્રમણ સૂત્રગત સામાયિકની આરાધના છે. તે શરૂઆતના દેવવંદન પછી પ્રતિક્રમણ ઠાયા પછી કરેમિ ભંતે સૂત્ર બોલાય છે તે જ છે. એ સૂત્ર જ સામાયિક સૂત્ર છે અને એ બોલાય એટલે સામાયિક આવશ્યકની આરાધના થઈ કહેવાય છે.
આથી શરૂઆતમાં જે સામાયિક વિધિ-અનુષ્ઠાનવાળું કરાય છે તે પ્રતિક્રમણના આવશ્યકરૂપે ગણતરીમાં લીધું નથી એટલે આ પ્રથમનું સામાયિક વધારાની આરાધનાનું સમજવું.
અહીંયા પ્રાસંગિક શરૂઆતમાં સામાયિક એટલે શું? તે થોડું જાણી લઈએ. જન્મ --- - ----
--- - - - - - -