________________
પૂર્વ સામુદ્રિક
ત
પુરાતન કાળમાં એક સિંહસ્થના પરમ પવિત્ર વર્ષે મહામાસની મહાશિવરાત્રીના માંગલિક મહત્સવ અવસરે શુભકારિક સોમવારના દિવસે પુનિત પ્રભાતના પહોરે કૈલાસમાં કલ્પવૃક્ષ બિલિવૃક્ષની લીલીછમ છત્રછાયા નીચે ભગવાન શંકર ભગવતી પાર્વતીદેવી, વિનિહર ગણપતિ, કલ્યાણકર કાર્તિક સ્વામિ, ઉદયકર ઉષાદેવી, કુબેર ભંડારી ને સદગુરૂ બ્રહસ્પતિની સમિપે મૃગચર્મ પર વિરાજમાન થયા હતા ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજી, વિશ્વકર્મા શ્રી બ્રહ્માજી,બ્રહ્માણી, સરસ્વતીદેવી, નારદજી, વિધાત્રીદેવી, હનુમાનજી અને ભૈરવનાથે આવીને પ્રેમપૂર્વક પ્રણામ કરી સામે બિછાવેલા મૃગચર્માસનો પર બીરાજમાન થઈ ભકિતભાવે વિનંતી કરતાં કહ્યું –
“હે ભેળાનાથ ભગવાન જ્યોતિર્ધર ! અને દેવાધિદેવનાં શિવકારી સપ્તસ્વરૂપ આજે કૃપા કરીને આપ પુજ્ય વિભુતિએ નરનારીઓના ભાગ્યની ભવિષ્યવાણી ભાખતાં શાસ્ત્રાનું અમને શ્રવણ કરાશે. જેના પુણ્યપ્રભાવે જીવાત્માઓનાં શુભાશુભ ને સુખદુઃખ ઇત્યાદિનો વિધિપુર:સર જ્ઞાનપ્રસાદ અને પ્રાપ્ત થાય. જેના આધારે પ્રાણીમાત્રના જીવન સાથે સંકળાયેલી કુદરતની કરામતભરી ઘટનાઓનું યથાર્થ દર્શન થાય. તેમજ અમારાથી તેમના ભાવિમાં શું આલેખાયું છે તે સમજી પિતાનું જીવનફળ જાણવાની ઈચ્છાવાળાઓની તૃષ્ણાને તૃપ્ત કરી શકાય.”
બ્રહ્માજી, બ્રહ્માજી, નારદજી અને વિધાત્રીદેવીની આ પ્રકારની અભ્યર્થનાથી અતિ આનંદ પામી દિનદયાળુ તિર્ધર ભગવાન શંકરે બ્રહ્માજીને તિષશાસ્ત્ર, બ્રહ્માણીને સામુદ્રિક, નારદજીને શકુન શાસ્ત્ર, સરસ્વતીજીને સ્વરશાસ્ત્ર, વિધાત્રી દેવીને સ્વપ્નશાસ્ત્ર, હનુમાનજીને મંત્રશાસ્ત્ર, ભૈરવનાથને તંત્રશાસ્ત્ર, મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com