________________
૧૨ ]
દિગબર સંપ્રદાયના મહાન આચાર્ય શ્રીમદ્ કુંદકુંદાચાર્યને તથા અમૃતચંદ્રાચાર્યજીના વચને પણ ઘણી જગ્યાએ લીધેલા છે.
શરૂઆતના બે વ્યાખ્યાને શાંતરસ પરના હોવાથી અને શાંતરસ બધા રસમાં “રાધિરાજ' હેવાથી પુસ્તકનું નામ રસાધિરાજ રાખવામાં આવ્યું છે. રસના શાંતરસ, કારુણ્યરસ, હાસ્યરસ, વગેરે નવ પ્રકાર હોવાથી નવે પ્રકાર પર વિશદ્ છણાવટ કરવામાં આવી છે અને તેમાં શાંતરસની સર્વોપરિતા દર્શાવવામાં આવી છે. “ક્ષણ લાખેણી જાય” “ભૂલે પડેલે યાત્રી “બંધનમુક્તિ. દ્રષ્ટાણુ” વગેરે વ્યાખ્યાને તાત્વિક હોવાથી મનની એકાગ્રતા પૂર્વક વાંચવાની ખાસ ભલામણ છે “શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલિભદ્રને વૈરાગ” એ વિષય પરનું વ્યાખ્યાન અત્રેના ચાતુર્માસમાં લખેલું છે અને અત્રેની પાટપરથી પણ એ વ્યાખ્યાન કરાએલું છે.
પુસ્તકના દરજ ભલે બબે ત્રણ-ત્રણ પાના જ વાંચવા પણ એકાગ્રતા રાખીને વાંચવા જેથી તેમાંથી કાંઈ મેળવવા જેગુ હોય તે મેળવી શકાય, વાંચન કર્યા બાદ વાગેળવાથી જ કંઈક મેળવી શકાશે. એકલા પાના ઉથલાવે કશું હાથમાં નહીં આવે.
આ પુસ્તક પરની પ્રસ્તાવના રાજકોટનિવાસી સ્વ. વૈદ્યરાજ શ્રીમાન મોહનલાલ ચુનીલાલ ધામીએ સં. ૨૦૨૯માં લખી.