________________
[ ૧ એ નક્કે ઉપલબ્ધ નહિ હોવાથી અત્રેના ધર્મપ્રેમી ભાઈબહેનેને મેં સહજ સ્વભાવે એ પુસ્તકની આવૃત્તિ બહાર પાડવા અંગેનું સુચન કર્યું, અને સૌએ વાત વધાવી લીધી.
પ્રત્યેક વ્યાખ્યાનમાં મંડનાત્મક શૈલીથી તાત્વિક વિષયને આવરી લેવામાં આવ્યા છે, અને શાસ્ત્રોના આધાર પણ આપેલ છે. આધાર ન હોય તે વ્યાખ્યાનનું સ્વરૂપ નિરાધાર જેવું થઈ જાય. આધારે ટાંકવાનું પ્રયોજન એ છે કે વાંચન કરનારની શ્રદ્ધા ખૂબ મજબૂત બને, અંતે શ્રદ્ધાની પરિણતી. ચારિત્ર ધર્મને ખેંચી લાવનારી છે. વિષય અધ્યાત્મને. હેવાથી વાંચનારને કંટાળે ન આવે અને રસ જળવાઈ રહે એટલા માટે દ્રષ્ટાંત અને દાખલાઓ સારી રીતે આપવામાં આવ્યા છે. પૂ. ગીરાજ આનંદઘનજી તથા પૂ. ચિદાનંદજી, પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના પદો પણ અમુક વ્યાખ્યાનમાં લીધેલા છે. નિશ્ચય વ્યવહાર અંગેના આ પુસ્તકમાં સ્પષ્ટ વિધાને કરવામાં આવ્યા છે. મોક્ષમાર્ગમાં નિશ્ચય વ્યવહાર, જ્ઞાનકિયા બંનેની સંપૂર્ણ જરૂર છે. અને બન્ને ને કાર્યકારી હોવાથી બંનેની માર્ગમાં સંપૂર્ણ ઉપાદેયતા છે. બન્નેનું સમન્વય ન સાધતા એકને જ પકડી રાખે તેવાને જ્ઞાનીએ એકાન્તવાદી, મહામિથ્યાદ્રષ્ટિ કહ્યા છે. સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા, દાન શીલ તપાદિ સદ્વ્યવહાર એકલે યજ નથી, પણ સંપૂર્ણ પણે ઉપાદેય છે. આ વાત દરેક મુમુક્ષુએ હૃદયની દિવાલ પર લખી રાખવા જેવી છે. નિશ્ચય વ્યવહારની પુષ્ટિમાં