________________
- ૧૪.
આ સૂત્રને અનુવાદ કરવામાં બે છાપેલી પ્રત અને બે હસ્તલિખિત પ્રતેને ઉપયોગ કર્યો છે, તેમજ શબ્દાર્થને સ્પષ્ટતાથી સમજાવવા માટે શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી સ્વામી કૃત અર્ધમાગધી શબ્દકેષની મોટી સહાય મળી છે.
આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનું વિધાન મુનિરત્નશ્રી પુણ્યવિજચછ (પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીના શિષ્ય શ્રીમાન ચતુરવિજયજીમહારાજના શિષ્ય) એ સ્વીકાર્યું હતું, પરંતુ અનુવાદ ફરીથી કરવો પડયો તેની પાછળ બહુ સમય ગયો અને પુસ્તક ઉતાવળે પ્રસિદ્ધ કરવાનું હતું તેથી છાપેલો ભાગ વાંચી જવાને પણ પૂરત અવકાશ રહેવા પામ્યો નહિ, એટલે તે પ્રસ્તાવના લખી શક્યા નહિ. તેમની પ્રસ્તાવનાથી ભગવાનની આ વાણું ઉપર કાંઈ અને પ્રકાશ પડત, પરતુ ઉપર જણાવેલા કારણથી તે બની શકાયું નથી.
છેવટે આ પુસ્તકના–આ અનુવાદના વાચન-મનનથી કોઈ પણ જીવાત્મા કર્મનાં બંધનથી બંધાતા અટકે, આત્મજાગૃતિ અનુભવે, જગતના માયાવી પદાર્થોમાં મુંઝાઈ રહી છે અનેક નહાના મોટા પ્રાણુઓ સાથે વૈર બાંધે છે અને જેનાં કટુ ફળો અનેક જન્માંતરમાં ભેગવવાં પડે છે તે વૈરબંધન કરતાં અટકે, વિભાવમાંથી નીકળી સ્વભાવમાં આવે, પિતાને પોતે ઓળખે, જગતના પ્રાણી માત્રની નિષ્કામ ભાવે સેવા કરવાની વૃત્તિ જાગૃત થાય અને જગતનાં સુખદુઃખને સમભાવે સહી લેવાની વૃત્તિ કેળવાય, પરદેષગ્રાહક દૃષ્ટિ દૂર થાય, અને નાના પ્રકારના કર્મના ઉદયથી જેઓ પાપપંકમાં પડયા હોય તેની પ્રત્યે દ્વેષ કે અભાવ ઉત્પન્ન થવાને બદલે તેની પ્રત્યે સમભાવ જાગૃત થાય, એટલું જ નહિ પણ મિથ્યા કાપવાદના ભયને ત્યજી જગતથી ત્યજાએલાના સિદ્ધ સ્વરૂપી આત્મા સામે જોઈ તેની શુદ્ધ ભાવે સેવા કરવાની રૂચિ