________________
૧૨ યથાર્થ સ્વરૂપને જાણ્યા સિવાય તેનો ભય ન થાય અને ભય થયા સિવાય તેને ત્યાગ પણ થઈ શકે નહિ; અફીણ કે સેમલ વગેરેની ઓળખાણ ન થઇ હેય, તેના પરિણામને જાણ્યું ન હોય તે અજાણપણે પણ તેને ઉપયોગ થવાનો સંભવ રહે છે અને એ સ્વરૂપને જાણનારાઓ મરણુભયથી અને જીવવાની આશાથી, ઝેરથી દૂર નાસે છે. એવી જ રીતે કર્મના સ્વરૂપને જાણવાની અત્યંત આવશ્યકતા છે. એ આવશ્યકતા પૂર્ણ કરવા માટેજ શ્રી વીર પ્રભુએ શ્રીપ્રશ્નવ્યાકરણ સત્રમાં કર્મબંધને કેવી રીતે નિવિડ અને શિથિલ બંધાય છે, આત્મા કઈ રીતે કર્મનાં આવરણોથી વધુ ને વધુ આવરાય છે, અને એ આવરણે કઈ રીતે દૂર કરી શકાય છે, વગેરે વિસ્તારપૂર્વક કચ્યું છે. કર્મના પ્રવાહને આવવાના જ્ઞાનની જેટલે અંશે જરૂર છે તેટલેજ અંશે તે પ્રવાહને રોકવાના જ્ઞાનની પણ જરૂર છે. એ જ્ઞાન પણ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં શ્રી વીરપ્રભુએ બહુ ઝીણવટથી સમજાવેલું છે. સૂત્રની મૂળ ભાષા અર્ધમાગધી હોવાથી એના અભ્યાસીઓ બહુ થડા હોય છે એટલે તેને લાભ સામાન્ય જન સમાજ લઈ શકતા નથી. તેથી યથાશક્તિ આ અનુવાદને પ્રયત્ન કર્યા છે. તે કેટલે અંશે સફળ થયું છે તે તો વિદ્વાન વાચકે કહી શકે.
એક વિશેષ વાત. સૂત્રમાં સ્થળે સ્થળે મુનિને માટે મઘમાંસાદિના ત્યાગની સૂચના આવે છે. આ ઉપરથી સામાન્ય રીતે લોકો કદાચ માની લે કે એ કાળે જૈન મુનિએમાં એ પ્રવૃત્તિ ભગવાને જોઈ હશે અને તેથી તેને ત્યાગ કરવા કહ્યું હશે. આવી માન્યતા ભૂલભરેલી છે. તે કાળે અનેક પથેના ત્યાગીઓ, સાધુ અને શ્રમણ તરીકે મનાતા અને તેમાંના કેટલાકામાં એ પ્રવૃત્તિ જોઈને જૈન સાધુને તેથી જૂદા પાડવા અને ઓળખાવવા માટે એ સૂચને તેમાં સમારેલું હોય એવો મારો અભિપ્રાય છે; છતાં મને લાગે છે કે આ વિષય ઉપર વિશેષ પ્રકાશ અને સ્પષ્ટતા સાથે તેમજ ઇતિહાસદૃષ્ટિથી લખાએલ એકાદ વિસ્તૃત નિબંધ વર્તમાન જૈન સાહિત્યમાં હેવો જોઈએ છે.