________________
:
આ
આ છે ભરેલી અવસ્થા તેનું નામ મોક્ષ. આપણે સાધના કરતાં કરતાં, આપનો સેવક છું. સંપૂર્ણ જ્ઞાન - આનંદને પામીએ, સંપૂર્ણ નિર્મળ દશાને પ્રાપ્ત સૌનો મિત્ર છું.
થઈ જઈએ, એ દશા તે મોક્ષ અને તેથી પ્રકૃષ્ટ અર્થની સિદ્ધિ માટે જે કાંઈ કરવામાં આવે તે પ્રાર્થના ગણી શકાય.
મોક્ષની સિદ્ધિ માટે તો અનેક પ્રકારની સાધના કરવામાં આવે છે. જેમ કે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સદાચાર, વ્રતપાલન, સાચું તપ વગેરે. પણ અહીં પ્રાર્થનાનો વિષય હોવાથી પ્રાર્થનાને મુખ્ય કરી છે. મનુષ્યોના આત્મવિકાસની અનેક શ્રેણીઓ હોવાને લીધે તેઓનું ધ્યેય પણ જુદું જુદું હોય છે અને એ અપેક્ષાએ પ્રાર્થના કરનાર વ્યક્તિઓની શ્રેણીઓ પણ અનેક છે.
આ વિશ્વમાં ૯૯% ઉપરાંત જે પ્રાર્થના કરવામાં આવે છે તે તો જગતના સાંસારિક પદાર્થોની ઇચ્છાથી, અપેક્ષાથી કરવામાં આવે છે. એવી પ્રાર્થના તે મોક્ષનું કારણ થઈ શકતી નથી, કારણકે કે તે સકામ ભક્તિ છે. સામાન્ય જનતાની કક્ષાએથી આગળ વધીને જીવ સજ્જન (Gentleman) બને, એનાથી આગળ વધે ત્યારે આત્માર્થી બને, એનાથી આગળ વધે ત્યારે મુમુક્ષુ બને. મુમુક્ષુમાં પણ ત્રણ શ્રેણી છે. જઘન્ય, મધ્યમ અને ઉત્તમ. તેમાં ઉત્તમ મુમુક્ષુ જ્યારે વિશેષ પુરુષાર્થ કરીને મોહગ્રંથિનો છેદ કરી નાખે ત્યારે તે સાચો સંત અથવા આત્મજ્ઞાની-સમ્યગૃષ્ટિ-ધર્માત્મા બને છે. એ ઉપરાંત પણ બીજી ઘણી શ્રેણીઓ છે. પ્રાર્થના કરનાર ભક્તોના પ્રકાર :
ભક્તોના મુખ્ય ચાર પ્રકાર* શાસ્ત્રમાં કહ્યાં છે : (૧) અર્થાર્થી, (૨) આર્ત, (૩) જિજ્ઞાસુ અને (૪) જ્ઞાની.
(૧) અર્થાર્થી: “સૌથી નીચી કક્ષાનો આ ભક્ત પોતાના સ્વાર્થને માટે પ્રભુને પ્રાર્થના કરે છે; છતાં તેને પ્રભુમાં વિશ્વાસ * શ્રીમદ્ ભગવદ્ગીતા : ૭-૧૬
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org