________________
“હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.'
,,
પ્રાર્થના
૬૮
શ્લોકનો ભૂધરદાસજી કૃત પદ્યાનુવાદ જોઇએ, “જનમજનમ કે દુઃખ સહે સબ તે તુમ જાનો, યાદ કિયે મુજ હિયે લગૈ આયુધસે માનો; તુમ દયાલ જગપાલ સ્વામી મૈં શરન ગહી હૈ, જો કુછ કરનો હોય, કરો પરમાન વહી હૈ.”
તમે કહો છો કે આત્માનું જ્ઞાન અનંત છે. આત્માનો આનંદ અનંત છે. અહીં આચાર્ય પણ એમ કહે છે, મારો વિશ્વાસ પણ અનંત છે. તમારે જે કરવું હોય તે કરો. હું તો એટલું જ કહું છું કે ભગવાન ! મેં ઘણા પાપ કર્યા. જન્મજન્માંત૨માં અને આ ભવમાં અનેક પાપ કર્યા, પ્રભુ ! એ આપના જ્ઞાનમાં છે અને જ્યારે એ પાપ મને યાદ આવે છે ત્યારે મારું દિલ ચીરાઇ જાય છે !
“લગૈ આયુધસે માનોં” - જેમ હૃદયમાં છરી ભોંકાતી હોય, એમ હે પરમાત્મા ! જ્યારે મારા પાપો મને યાદ આવે છે ત્યારે મને એમ થાય છે કે હું કેટલો દુષ્ટ, નીચ, પાપી કે મેં આવા ઘોર પાપ કર્યા. પણ પ્રભુ ! હવે મારે એ પાપો કરવા નથી અને તેથી જ આપના શરણે આવ્યો છું.
આચાર્ય ભગવંત કહે છે કે જયારે મેં દીક્ષા લીધી ત્યારે હું ભાવથી બોલ્યો હતો કે,
“અરિહંતે શરણં પવજ્જામિ,
સિદ્ધે શરણં પવજ્ઝામિ,
સાહૂ શરણં પવજ્જામિ,
કેવલી પણાં ધમ્મ શરણં પવામિ.’
હું એટલું જ જાણું છું કે મને તમારું સર્વ પ્રકારે શરણ હો. હું તમારે ખોળે બેઠો છું. હવે કોઇ દિવસ પાછો જવાનો નથી. મરું તો પણ તમારા ખોળામાં અને જીવું તો પણ તમારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org