________________
આપનો સેવ
હું આત્મા છે. સરખાવીએ છીએ કે આ જ્ઞાની પુરુષ છે તે ત્રણ રોટલી ખાય
'છે. હું છ ખાઉં છું એટલે એમના ૫૦ ટકા જેટલો તો ખરોને ? સૌનો મિત્ર છું.”
અથવા તો આ જ્ઞાની બે વસ્ત્ર રાખે છે અને હું ચાર વસ્ત્ર રાખું છું, તો હું તેમના ૫૦% જેટલો તો પહોંચી ગયો ને !!
જ્ઞાની પાસે વસ્ત્ર છે પણ જ્ઞાનીને વસ્ત્રનો મોહ નથી. જ્ઞાની આહાર લે છે પણ એમને આહારનો મોહ નથી. જ્ઞાની કાર્ય કરે છે છતાં અકર્તા છે. જ્ઞાની વચનપ્રયોગ કરે છે છતાં મૌન છે ! જ્ઞાની ચાલે છે તો પણ સ્થિર છે. એવું જ્ઞાનનું અલૌકિક સ્વરૂપ જે દિવસે તને તારા અંતરમાં સ્થિત થશે તે દિવસે તને કલ્યાણની પ્રાપ્તિ થશે. જ્ઞાની સાથે બહારથી મેળ કરવાનો નથી. બહારથી જોઇને, જાણીને, દેખીને વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવાનો નથી પણ તત્ત્વદષ્ટિ કેળવવાની છે. માટે પરમાત્માને ઓળખવા, સપુરુષને ઓળખવા, ધર્મને ઓળખવો અને ક્રમે કરીને જેમ આપણા આત્માનું કલ્યાણ થાય, આપણા ભાવ નિર્મળ થાય, આપણે પાપભાવથી છૂટીએ, પુણ્યભાવમાં મધ્યસ્થ રહીએ, શુદ્ધભાવની વૃદ્ધિ કરીએ - આવું આપણે કરીએ તો આપણું જીવન ધીમે ધીમે સન્માર્ગે વળી શકે અને આપણા આત્માનું કલ્યાણ થાય.
પ્રાર્થના
૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org