________________
“હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.
પ્રાર્થના
૧૧૦
જોઇ ગયા.’’
પ્રાર્થનાના પ્રક્રમમાં એટલે એની સાધનાના Sequenceમાં. પ્રક્રમ એટલે ઉપક્રમ. એકલો ઉપક્રમ નહિ, એક પછી એક Steps જે લઇએ એમાં. પ્રાર્થનાના પ્રક્રમમાં એટલે પ્રાર્થના કરવાના Processના જુદાજુદા Steps માં.
જેણે અહંકાર અને માયાચાર છોડીને પોતાના દોષોની કબૂલાત કરી છે તેનો આશય દોષોથી રહિત થઇ સદ્ગુણસંપન્ન થવાનો છે.
મોક્ષના માર્ગમાં બે મોટા ચોર આપણને લૂંટવાવાળા છે. (૧) આપણું અભિમાન અને (૨) બીજાથી છુપાવવાની રીત (માયાચાર) “સાહેબ ! કોને ખબર છે ? જમાના પ્રમાણે ગોટાળા ચાલે !’” “ભાઇ, જમાના પ્રમાણે ગોટાળા ન ચાલે ! તારા વ્યવહારજીવનમાં ચલાવવા હોય તો ચલાવ. અહીંયા મોક્ષના માર્ગમાં ગોટાળો ન ચાલે.'' ભગવાને ૧૭૫ દિવસના ઉપવાસ કર્યા. આપણે ૧૭૫ કલાકના ઉપવાસ કરીએ તો પણ પ્રશંસનીય છે. ૧૭૫ મિનિટના ઉપવાસ કરે તો પણ સારું. પણ ભાવના એવી કરવી કે, મારે ૧૭૫ કલાકના ઉપવાસ કરવા છે. સાચા ઉપવાસ કરવા. આત્મા પોતાના શુદ્ધ ભાવમાં નિવાસ કરે અને ચારેય પ્રકારના આહાર ગ્રહણ ન કરે અથવા યથાશક્તિ ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે તેને ઉપવાસ કહે છે. સ્વાઘ, ખાદ્ય, લેહ્ય અને પેય એવા ચારે પ્રકારના આહાર હોય છે. એમાંથી જે પ્રકારના છોડી શકાય તેટલા છોડવા. ન છોડી શકાય તો છોડવાની ભાવના કરવી. માયાચાર કરવાનો નથી. ભગવાનના માર્ગમાં આવ્યા તો આપણા જીવનની કિતાબ ભગવાન પાસે ખોલી દેવી, તો જ કામ થાય. પછી ભગવાન કહેશે કે કિતાબ ખોલી તો ખરી પણ હવે બધું લખ્યું છે તે ભૂંસી નાખ. ‘એટલે શું લખ્યું છે ?’ ‘આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org