________________
મુમુક્ષુ છે એણે કોઇકને કોઇક સારો નિયમ, કોઇકને કોઇક “હું આત્મા છું,
આપનો સેવક છું, સારું વ્રત, કોઇકને કોઇક સત્કાર્ય કરવાની પ્રતિજ્ઞા લેવી જોઇએ. સૌનો મિત્ર છે.. સાહેબ ! મેં મનમાં નિયમ ધારી લીધો' “બધું મનમાં ને મનમાં ન હોય. તારી દુનિયાનું બધું કામ મનમાં કરે છે?” “લગ્ન કર્યા હતા તો મનમાં લગ્ન કર્યા હતા ?' “ના... ના... સાહેબ ! મારા લગ્નમાં તો આખું ગામ આવ્યું હતું. મારો વટ પડતો હતો !” ભગવાન કહે છે કે તારો વટ પડી ગયો !' બધું મનમાં ને મનમાં ન હોય. ભગવાન દીક્ષા લે તો મનમાં લેતા હશે ? તારા લગ્નમાં તો ચાર-પાંચ હજાર માણસ આવ્યા હતા, પરંતુ ભગવાનના દીક્ષા કલ્યાણકમાં ઇન્દ્રો, અહમિન્દ્રો, મનુષ્યો વગેરે આવે છે. અહો ધન્ય પ્રભુ ! ધન્ય આપનું સાહસ ! ધન્ય આપની હિંમત ! ધન્ય આપનું પરાક્રમ ! અહો ! આપ એવું કાર્ય કરવા માટે જઈ રહ્યા છો કે જે આ વિશ્વમાં કલ્યાણક તરીકે ઉજવાય છે ! એ તો ભગવાનની વાત છે. આપણે તો ભગવાનની પાસે સાવ ક્ષુદ્ર છીએ. ભગવાન મેરુ છે તો આપણે કીડી સમાન પણ નથી ! તો પણ પદ્ધતિ તો એમની જ અંગીકાર કરવી જોઇએ. એટલે આપણે પણ યથાપદવી, યથાસમયે જે નિયમ, વ્રત, પ્રતિજ્ઞા, સંકલ્પ લેવાના હોય તેની તૈયારી અત્યારથી કરવી કારણ કે એની તૈયારી કરવા માટે બે-પાંચ દિવસ ન ચાલે, બાર મહિના - બે વર્ષ તો એની પ્રેક્ટીસ કરવી પડે. કારણકે એમાં નિયમિત આહાર, નિયમિત વસ્ત્રપરિધાન, નિયમિત ધ્યાન, નિયમિત સામાયિક, નિયમિત ભક્તિ, નિયમિત લેખિત સ્વાધ્યાય, નિયમિત મંત્રલેખન વગેરે બધુંય કરવું પડે. “ના સાહેબ ! મને આવું તો ના ફાવે !” “ન ફાવે તો પણ ફવડાવવું અને લોકોની સામે જોવું નહિ. એવો આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે અને આપણા દોષોને વિસર્જિત કરવાના છે, સગુણોને ગ્રહણ કરવાના છે અને દઢતાથી
પ્રાર્થના ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org