________________
હું આત્મા છું, આપનો સેવક છું,
શકે કે આ મુનિઓને કેવો આનંદ અનુભવાય છે !
બી. “નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ કોણ જાણે નરનારી રે? ભવિકા, વીર વચન ચિત્ત ધરીએ.” –શ્રી યશોવિજયજી કૃત શ્રી આઠ યોગદષ્ટિની સજઝાય
Quantitatively અને Qualitatively જેની સાધના ઘણી વધી ગઈ છે તેવા મહાન પુરુષોને ગણધરદેવ નમસ્કાર કરે છે. નમો લોએ સવ્વ સાહૂણં - ગણધરદેવના નમસ્કાર ઝીલવાની ક્ષમતા સાધુ મહારાજે પ્રગટ કરી છે. આપણે જુદી જુદી રીતે એની સ્તુતિ કરીએ છીએ.
“તે ગુરુ મેરે ઉર બસો, જે ભવજલધિ જિહાજ, આપ તિરહિં પર તારહીં, એસે શ્રી ઋષિરાજ... તે ગુરુ.”
આલોચના આદિ પ્રક્રિયા દ્વારા આત્મબળ વધારી, શૂરવીર થઇ, મહાપુરુષોએ કેવી રીતે મોક્ષમાર્ગમાં વિજય મેળવ્યો છે તેનું સ્વાનુભવમુદ્રિત વર્ણન શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રાંક-૮૧૯ માં કર્યું છે.
આપણે એમ માનીએ છીએ કે “આ ભગવાન તો એકદમ મહાન થઈ ગયા ! લ્યો... આપણે તો કેટલી મહેનત કરીએ તોય હજુ આગળ વધાતું નથી અને ભગવાન તો મોક્ષમાર્ગમાં એકદમ આગળ નીકળી ગયા !” એમને પણ આપણા જેવી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું હતું. કદાચ આ ભવમાં કે પહેલાના ભવમાં... એમને પણ આવી મહેનત કરવી પડી હતી.
પરમ કૃપાળુદેવ કહે છે,
“વિષય-કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે,
પ્રાર્થના
૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org