________________
હું આત્મા છું, “સામાન્ય માનવીથી માંડી, મધ્યમ સાધક અને ઊંચી આપનો સેવક છું, સોનો મિત્ર છે. કોટિના મહાત્મા - સૌ કોઈને એક યા બીજા રૂપે પ્રાર્થનાની
જરૂર પડે છે - પછી તે સામૂહિક હો યા વ્યક્તિગત હો. પ્રાથમિક ભૂમિકામાં સામૂહિક પ્રાર્થના વિશેષ લાભદાયક નીવડે છે કારણ કે સામૂહિક પવિત્રતાનો લાભ પોતાને મળી રહે છે.” માટે આપણે સામૂહિક ભક્તિ કરીએ છીએ અને સામૂહિક સ્વાધ્યાય પણ કરીએ છીએ. એ જરૂરી છે, કારણ કે એકબીજાની પ્રેરણાથી આપણા “ભાવ” નિર્મળ રહે છે. સામૂહિક ભક્તિ કે સ્વાધ્યાયમાં થોડીવાર સૂઈ જવું હોય તો તમે સૂઈ ન શકો. મોટેથી બગાસા પણ ન ખાઈ શકો. શિસ્ત તેમાં ફરજિયાત આવે અને ફરજિયાત શિસ્ત લાવવી એ આવશ્યક છે. માટે તીર્થકર ભગવાને સંઘસાધના કરી છે. બુદ્ધધર્મમાં તો ત્રણ શરણાં કીધાં છે. “બુદ્ધમ્ શરણં ગચ્છામિ, ધમ્મ શરણં ગચ્છામિ, સંઘમ્ શરણં ગચ્છામિ.” આ કાળે પણ સંઘની વિશેષતા છે. આચાર્યને કંઈ કામ કરવું હોય તો પોતે માત્ર પોતાની ઇચ્છાથી નથી કરી શકતા. સંઘને પૂછે છે કે “મારે આ કાર્ય કરવાની ભાવના છે. તો સંઘની સંમતિ છે ?' જુઓ આવા મહાન આચાર્ય છે તો પણ સંઘને પૂછે છે ! એટલા માટે સંઘની અગત્યતા છે અને એટલા માટે સંઘસાધનાની આવશ્યકતા છે. એટલે કોઈ કહે, “સાહેબ ! તમે આમ ભક્તિ કર્યા કરો. હું તો મારા રૂમમાં આખો દિવસ ધ્યાનમાં જ રહું ! હું તો આત્માનો અનુભવ કરું ! હું તો સ્વાધ્યાયહોલમાં ન આવું, ભક્તિમાં ન આવે. હું તો એકલું ધ્યાન કરીને આત્માનો અનુભવ કરીશ !” “હે ભાઇ ! એમ ન થાય ! જિનશાસનમાં શ્વેતાંબર આમ્નાયમાં તો વર્તમાનમાં જિનકલ્પી મુનિનો અભાવ જ કહ્યો છે અને દિગંબર આમ્નાય
ભલે જિનકલ્પીને કથંચિત સ્વીકારે છે પણ સંપૂર્ણપણે સ્વીકારતી ૧૨૮ નથી. માટે વર્તમાનમાં દિગંબર આમ્નાયમાં પણ મુનિને એકલા
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org