Book Title: Prarthana
Author(s): Atmanandji Maharaj
Publisher: Sadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001279/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના + G ) 8 HSRS : શ્રી સીલ્ફીલી સોળ સાધના કૅન્ક રિવા. લીથીFDGTB C કિલી = કથાથી બ3Gળ0. મહારાષ્ટ્ર સોસાયટી, લાયન્સ હૉલની સામે, મીઠાખળી છ રસ્તા પાસે, 'અમદાવાદ-૩૮૦ ૦૦૬. ફોન : ૨૬૫૬ ૮૪૨૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ l પરમ શ્રદ્ધેય સંત શ્રી આત્માનંદજી જન્મ : તા. ૨-૧૨-૧૯૩૧,અમદાવાદ મુકામે Riquer : M.B.B.S., M.R.C.P., D.T.M.&H.(ENGLAND) જીવનના મહત્વના પ્રસંગો બાળપણમાં જ એકાત-ચિંતન, યોગાભ્યાસ, ભજન કીર્તન-સત્સંગ અને આધ્યાત્મિક વાંચનના સંસ્કારવાળા મેડીકલ કૉલેજના આ વિધાર્થીને ઈ.સ.૧૫૪માં કુંદકુંદાચાર્યના ત્રણ રત્નો અને ઈ.સ.૧૯૫૦માં શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રંથનો સુયોગ પ્રાપ્ત થયો અને ગીતા-ઉપનિષદ અને સંત સાહિત્યથી સસંસ્કારીત બનેલું તેમનું ચિત્ત જૈન ધર્મની સૂક્ષ્મતા અને વૈજ્ઞાનિકતાથી પ્રભાવિત થયું. ઈ.સ.૧૯૫૪ થી સાત વર્ષ સુધી તેઓએ મુખ્યપણે અધ્યાત્મપ્રધાન જૈન શાસ્ત્રોનું ઊંડું અવગાહન કર્યું. ફેબ્રુઆરી ૧૯૬૯માં અસ્વસ્થ તબિયત દરમિયાન, ગહન ચિંતન-મનનનાં પરિપાકરૂપે તેમના જીવનમાં આત્મજ્ઞાન ઉદય પામ્યું. પૂજ્ય શ્રી સહજાનંદજીવર્ણી મહારાજ પાસેથી ૧૯૭૬માં સંયમને ગ્રહણ કરીને, ઈ.સ.૧૯૮૪માં ગિરનાર મુકામે પૂજય મુનિશ્રી સમંતભદ્ર મહારાજની આજ્ઞાથી આત્માનંદજી નામ ધારણ કર્યું. ઈ.સ.૧૯૮૪, ૧૯૮૦ અને ૧૯૯૦માં વિદેશ યાત્રાઓ દ્વારા ત્યાંની ભારતીય જનતામાં સાંસ્કૃતિક-આધ્યાત્મિક ચેતનાનો સંચાર કર્યો અને ૧૯૯૩માં શિકાગોની વિશ્વ-ધર્મપરિષદમાં ભારતીય સંસ્કૃતિ, જેન અધ્યાત્મસાધના અને શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાનને સચોટ રીતે રજૂ કરીને તેઓશ્રીએ વિદેશની દશ ધર્મયાત્રાઓ તથા ભારતની લગભગ પાંચસો નાની મોટી ધર્મયાત્રાઓ દ્વારા ધર્મપ્રચારના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું. ઈ.સ.૧૯૯૮માં ધર્મ પ્રભાવનાના હેતુ અર્થે યુ.કે. અને યુ.એસ.એ.ની એક ધર્મયાત્રા મુમુક્ષુઓના લાભાર્થે કરી. તેઓશ્રીએ સરસ્વતી માતાની સાધનાના ફળરૂપે સમાજને અનેક ગ્રંથો ભેટ ધર્યા છે અને સમાજના વિશાળ વર્ગને સંસ્કારી, આધ્યાત્મિક, અધિકૃત અને ઉપયોગી પાથેય પુરું પાડયું છે. પરમ શ્રદ્ધેય સંત શ્રી આત્માનંદજી નાં શુભાશીર્વાદથી તા.૧૨-૧૨-૧૯૯૯ નાં શુભ દિને સદ્ગુરુપ્રાસાદનો મંગળ પ્રારંભ મીઠાખળી છ રસ્તા પાસે, લાયન્સ હૉલ સામે, અમદાવાદ ખાતે થયો. For Private & Personal use only wwwijainelibrary Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના એટલે ભક્તની લઘુતાનું, વિશ્વાસનું અને સમર્પણતાનું નિર્મળ પ્રતીક. Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના : લેખક : પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી : પ્રકાશક : શ્રી સભ્યત સેવા સાધના કેન્દ્ર પ્રેરિત સદગુરુપ્રાસાદ ભક્તિ – સ્વાધ્યાય મંડળ મહારાષ્ટ્ર સોસાયટી, લાયન્સ હૉલની સામે, મીઠાખળી છ રસ્તા પાસે, | Jain Education Rવ્Pટુઈ જાદ-૩૮૦ ૦૦ણ ફોન : (O૭૯) ૨ ૫૬ ૮૪૨૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર પ્રેરિત સરપ્રાસાદ ભક્તિ-સવાધ્યાય મંડળ મહારાષ્ટ્ર સોસાયટી, લાયન્સ હૉલની સામે, મીઠાખળી છ રસ્તા, અમદાવાદ-૩૮૦ ૦૦૬. ફોનઃ (૦૭૯) ૨૬૫૬ ૮૪૨૩ પ્રથમ આવૃત્તિ (૨૦૦૬) ઃ ૩૦૦૦ નકલ મૂલ્ય : રૂા. ૩૦/ ટાઈપ સેટીંગ ડ્રીમ ગ્રાફિક્સ ૨, નારાયણ એપાર્ટમેન્ટ, અંબિકાનગર, રામનગર, સાબરમતી, અમદાવાદ-૩૮૦ ૦૦૫. મો. ૯૮૯૮૧ ૦૨૭૬૭, ૯૮૯૮૬ ૫૫૪૧૧ ટાઈટલ : સત્યમ્ સ્કેન માધુપુરા, અમદાવાદ. ફોન: (૦૭૯) ૨૫૬૩ ૦૬૭૨ મુદ્રક : ડ્રીમ ગ્રાફિક્સ ૨, નારાયણ એપાર્ટમેન્ટ, અંબિકાનગર, રામનગર, સાબરમતી, અમદાવાદ-૩૮૦ ૦૦૫. મો. ૯૮૯૮૧ ૦૨૦૬૭, ૯૮૯૮૬ ૨૫૪૧૧ II Page #7 -------------------------------------------------------------------------- ________________ આમુખ શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્રની સ્થાપના તા. ૯-૫-૧૯૭૫ વૈશાખ સુદ ૧૦ના મંગળ દિવસે પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજીની નિશ્રામાં થઈ હતી. નાતજાતના કે મતપંથના ભેદભાવ વિના સર્વધર્મમાન્ય એવું ઉચ્ચ કોટિનું સંસ્કારપ્રેરક, સર્વોપયોગી, સત્ત્વશીલ અને આધ્યાત્મિક સત્સાહિત્ય, સમાજને ચરણે ભેટ ધરવાના ભગીરથ કાર્યમાં, આ પુસ્તકના રચયિતા સદેવ પ્રયત્નશીલ રહ્યા છે, રહે છે અને રહેશે. - વિરલ વિભૂતિઓ એમના જીવનમાં આવતી ઉપાધિમાંથી સંપૂર્ણ ગુણોના ધારક એવા પરમપિતા પરમાત્માની પ્રાર્થના વડે મુક્ત થાય છે; કારણ તેઓ જાણે છે કે પ્રાર્થના એ પાપરૂપી મેલને ધોવાનું પરમ ઔષધ છે અને મોહરૂપી અંધકારને દૂર કરવાનું મુખ્ય સાધન છે, જે આપણા સૌ માટે પરમ આવશ્યક અને કલ્યાણકારક છે. મહાપુરુષોએ પ્રાર્થનાને પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચેનો સેતુ કહ્યો છે. નિઃસ્વાર્થ અને નિષ્કામ પ્રાર્થના એ ઉત્કૃષ્ટપણે ચિત્તશુદ્ધિનું સાધન છે. સત્સંગ અને સવાંચન દ્વારા માનવીના હૃદયમાં સૂર્યના તેજનો પ્રકાશ પથરાય છે. આ સવાંચન માત્ર કોરું વાંચન ન બની રહે અને તેના પ્રસ્તુત પાથેય દ્વારા માનવભવની સાચી સફળતાના પુરુષાર્થમાં જગતના સર્વ જીવો કાર્યરત બને અને તેના વારંવાર અભ્યાસ, વાંચન, ચિંતન, મનન દ્વારા સત્પાત્રતાની વૃદ્ધિ કરી, પ્રભુના પંથે આગળ વધે તેવી ભાવના ભાવીએ છીએ. સંસ્થાના અનેક નિષ્ઠાવાન સાધકોએ વિશિષ્ટ અને સ્વયંભુ પ્રેમપરિશ્રમથી આ પુસ્તકને સર્વોપયોગી અને પ્રેરણાદાયી બનાવવાનો પ્રયત્ન કર્યો છે, તે સૌને ધન્યવાદ આપીએ છીએ. તા. ૨૮-૮-૨૦૦૬ - સાહિત્ય પ્રકાશન સમિતિ. સંવત્સરી III Page #8 -------------------------------------------------------------------------- ________________ કેટલીક સર્વમાન્ય પ્રાર્થનાઓ અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા; મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો, તુજ દરશના દાન દઈ જા. * હે પ્રભો આનંદદાતા શાન હમકો દીજિયે, શીઘ્ર સારે દુર્ગુણોંકો, દૂર હમસે કીજિયે; લીજિયે હમકો શરણમેં, હમ સદાચારી બને, બ્રહ્મચારી, ધર્મરક્ષક, વીર વ્રતધારી બને. પ્રેમસે હમ ગુરુજનોંકી, નિત્ય હી સેવા કરે, સત્ય બોલે, જૂઠ ત્યાગે, મેલ આપસમેં કરે; નિંદા કિસીકી હમ કિસીસે, ભૂલ કર ભી ના કરે, દિવ્ય જીવન હો હમારા, તેરે યશ ગાયા કરે. * હે નાથ ! ગ્રહી અમ હાથ, રહીને સાથ માર્ગ બતાવજો, નવ ભૂલીએ કદી કષ્ટમાં, પણ પાઠ એહ પઢાવજો; પ્રભુ અસત્ આચરતાં ગણી, નિજબાળ સત્ય સુણાવજો, અન્યાય પાપ અધર્મ ન ગમે, સ્વરૂપ એ સમજાવજો. * IV Page #9 -------------------------------------------------------------------------- ________________ ૐ તત્ સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું । સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું | બ્રહ્મ મજદ્ તું, યહવ શક્તિ તું, ઇશુ-પિતા પ્રભુ તું। રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું વાસુદેવ ગો, વિશ્વરૂપ તું, ચિદાનંદ હરિ તું । અદ્વિતીય તું, અકાલ નિર્ભય, આત્મલિંગ શિવ તું | ૐ તત્ સત્ શ્રી નારાયણ તું પુરુષોતમ ગુરુ તું । સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું | અબ હોઉં ભવભવ સ્વામી મેરે, મૈં સદા સેવક રહો; કર જોડી યોં વરદાન માંગ્યું, મોક્ષફલ જાવત લહીં. * કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. * નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. * સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. Page #10 -------------------------------------------------------------------------- ________________ રત્નકણિકા મનુષ્યના સર્વોત્તમ પુરુષાર્થરૂપ મોક્ષની અભિલાષાથી પ્રેરાઈને, આત્માની શુદ્ધિ માટે, પરમાત્મા કે સદ્ગુરુને નજર સમક્ષ રાખીને ભક્ત, ભગવાનને જે નમ્ર વિનંતી કરે છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રાર્થનાનું વ્યાવહારિક સ્વરૂપ છે. જ્યાં સુધી અજ્ઞાનજનિત હું, “અહમ્' કે “અભિમાન'નો ભાવ અંતરમાં રહ્યો છે ત્યાં સુધી પ્રપન્નતા - આત્યંતિક શરણાગતિ - (Total, Unilateral, Unconditional, Enlightened surrender)નો ભાવસિદ્ધ થઈ શકતો નથી. પ્રાર્થના એ પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચેનો સેતુ છે. જ્યારે મોક્ષમાર્ગમાં પુરુષાર્થ ચાલે નહિ, ત્યારે ફરી ફરી પ્રાર્થના કરવી. વિશ્વાસ વિના કોઈ પણ સાચી આધ્યાત્મિક પ્રગતિ થઈ શકતી નથી. જ્યાં પ્રતીતિ ત્યાં પ્રીતિ, જ્યાં પ્રીતિ તેની સ્મૃતિ, જેની વારંવાર સ્મૃતિ તેનું ધ્યાન અને તેનું ધ્યાન તેનો અનુભવ. જેણે અહંકાર અને માયાચાર છોડીને પોતાના દોષોની કબૂલાત કરી છે તેનો આશય દોષોથી રહિત થઈ સગુણસંપન્ન થવાનો છે. જેનો આ નિર્ધાર દઢ થયો છે, તેણે સગુરુ કે પ્રભુની સાક્ષીએ પ્રતિજ્ઞા લેવી જ રહી કે ફરીથી હવે આ દોષ નહીં કરું. VI Page #11 -------------------------------------------------------------------------- ________________ સંતો અને મહાત્માઓના વચનામૃત “ચાકર રહસું, બાગ લગાસું, નિત ઉઠ દરસન પાસું, વૃંદાવનકી કુંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગાસું, મને ચાકર રાખોજી, ગિરધારી લાલા ! ચાકર રાખોજી.” –ભક્તકવયિત્રી મીરાબાઈ “વિશ્વાસ, વિશ્વાસ, આપણા પોતાનામાં વિશ્વાસ, પરમાત્મામાં વિશ્વાસ. આ જ મહાનતાનું રહસ્ય છે.” –સ્વામી વિવેકાનંદ “વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે; ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ ઈકોતેર તાર્યા રે.” –ભક્તકવિશ્રી નરસિંહ મહેતા “કામી ક્રોધી લાલચી, ઇનસે ભક્તિ ન હોય; ભક્તિ કરે કોઈ શૂરમા, જાતિ બરન કુલ ખોય.” –સંત કબીરદાસજી ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું.” –શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક-૨૫૦ VII Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા, જિ. ગાંધીનગર. ફોનઃ (૦૭૯) ૨૩૨૭૬૨૧૯, ૨૩૨૭ ૬૪૮૩ સિદ્ગુરુપ્રાસાદ-નવરંગપુરા, અમદાવાદ શ્રી કાકુભાઈ મોદી - રાજકોટ ફોન : ૨૬૫૬ ૮૪૨૩ ફોનઃ ૨૪૫ ૬૦૬૩, ૨૨૪ ૩૦૧૬ શાલીભદ્ર સ્ટેશનરી શ્રી જયેશભાઈ જૈન - બેંગ્લોર શાહીબાગ, અમદાવાદ || ફોનઃ ૨૨૮૭ ૨૯૮૯, ૨૨૮૭ ૪૦૨૧ ફોન: (ઓ) ૨૫૬૨ ૧૪૯૭ (ઘર) ૨૫૬ ૨ ૧૭૪૮ Mr. Prafulbhai Lakhani New York, U.S.A. રૂપમ ડ્રાયક્ટ્સ - મલાડ(ઈ), મુંબઈ | Phone : 631-423-9647 (R) ફોનઃ૨૮૮૨ ૮૨૪૯,૨૮૮૯ ૭૩૮૦ 516-679-1200 (O) શ્રી પનિતભાઈ એસ. મહેતા | Mr.MahendrabhaiKhandhar દલાલ સ્ટ્રીટ, મુંબઈ Cypress, CA - U.S.A. ફોનઃ૨૨૬૭૪૯૪૦, ૨૨૬૭ ૬૮૩૨ | Phone : 714-894-2930 શ્રી નીતિનભાઈ પારેખ સાયન(વેસ્ટ), મુંબઈ ફોનઃ ૨૪૦૭ ૬૨૦૦, ૨૪૦૯ ૦૬૪૩ Mr. Birenbhai P. Mehta Tustin, CA - U.S.A. Phone : 714-389-3672 Mobile : 714-721-3042 શ્રી નવનીતભાઈ પી. શાહ - ચેન્નાઈ | MrHarshadbhaiSanghrajka ફોન: ૨૮૩૪ ૦૭૩૦ London, U.K. મોબાઈલઃ ૯૮૪૦૯ ૮૫૦૯૮ | Phone : (20) 8954 9632 silha RICHIGłoyalsdeild Hèal Mr. Pravinbhai S. Mehta ભારત ઉદ્યોગ હાટ, રાવપુરા, વડોદરા | London, U.K. ફોન: ૨૨૪૨ ૬૭૯૭ Phone : (20) 8951 3776 VIII Page #13 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ૧. પ્રાર્થના - સામાન્ય ભૂમિકા .... ૨. પ્રાર્થનાનું વિજ્ઞાન...... ૩. પ્રાર્થના માટેની શરતો ..... ૪. લઘુતાસહિત આત્મસમર્પણ............. વિશ્વાસ................. ..................... ૬. નિઃસ્પૃહતાપૂર્વક નિજદોષકથન ........ ૭. કરેલા દોષો ફરી ન કરવાની પ્રતિજ્ઞા............ ૮. ઉપસંહાર.............. .......... ૧૨૫ IX Page #14 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” પ્રાર્થના વિશ્વના સમસ્ત ધર્મ-દર્શનોમાં, સાધનાના આ અંગને વ્યક્તિગત અને સામૂહિક સ્તરના માનવીય વિકાસ માટે તેમજ આ લોકમાં શાંતિ અને પરલોકમાં ઉત્તમ ગતિ માટે, સર્વસમ્મત સાધન તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આવું સર્વધર્મસમ્મત, સરળ અને સર્વોપયોગી અન્ય સાધન આ વિશ્વમાં દુર્લભ છે. આવા અનેક કારણોથી પ્રાર્થનાનો વિષય વ્યક્તિગત અને સામૂહિક સ્તરના સામાજિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે સામાન્ય જનતાને અને વિશેષ કરીને આધ્યાત્મિક સાધકને માટે અત્યંત ઉપયોગી છે. પોતાનું કલ્યાણ ઇચ્છતા સૌ કોઇને માટે આ નાનો ગ્રંથ, વર્તમાનકાળની વિષય જીવનશૈલી (કે જેમાં Hurry, Worry અને Tensionનું સામ્રાજય વ્યાપેલું જોવામાં આવે છે) માં વડલાની શીળી છાંય અને અંતરદાહને બુઝાવવા ઠંડા પાણીની પરબડીની ગરજ સારશે એવો અમને વિશ્વાસ છે. રોજબરોજના જીવનમાં શીતળતા, શાંતિ, ધીરજ, અને • • • • •૦ ૨૦૦૦૦ ૦ cc ccc cc c 0; • ! સમાધાનની પ્રાપ્તિ માટે તેમજ માનસિક ત્રાસથી મુક્ત થવા માટે આ નાનો ગ્રંથ ઉપયોગી અવલંબન પુરું પાડશે; જેની ફળશ્રુતિરૂપે ઘણા મનુષ્યોને સાત્ત્વિક અને તાત્ત્વિક માર્ગદર્શન મળશે. આમ, મૂળ પ્રવચનકારના પ્રગાઢ અનુભવને અનુરૂપ પ્રભુના પંથે આગળ વધવામાં આ ગ્રંથ પ્રેરણાદાયી બનશે એવી ભાવના ભાવીએ છીએ. આજથી વર્ષો પહેલા આપવામાં આવેલ પ્રવચનોના આ સંગ્રહને જનતા અને સાધકવર્ગની સેવામાં રજૂ કરીએ છીએ તેનો સદુપયોગ થાઓ તેવી ભાવના સાથે... ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પ્રાર્થના x Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧. સામાન્ય ભૂમિકા - “હું આત્મા છું, અહીં જે વિષય વિચારણામાં લેવાનો છે તે છે ‘પ્રાર્થના. આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” ‘પ્રાર્થના'ને શાસ્ત્રોમાં જે નવ પ્રકારની ભક્તિ બતાવવામાં આવી છે, તેમાં સાતમાં પ્રકારની ભક્તિ “લઘુતા”નો પેટાવિભાગ ગણી શકાય. સાધનાના દીર્ઘકાળમાં અનેકવાર સાધકને નિરાશા સાંપડે છે. ઘણો સમય એવો આવે છે કે જ્યારે સાધક નિરાશ થઇ જાય છે, હતાશ થઇ જાય છે. તે વખતે તેને એમ લાગે છે કે હવે આગળ તો નહીં વધી શકાય પણ જયાં છું ત્યાં ટકી રહેવામાં પણ મુશ્કેલી લાગે છે. આવા સમયે “પ્રાર્થના સાધકને પરમ અવલંબન રૂપ છે, પરમ ઉપકારી છે. માટે વિવેકી મનુષ્યોએ વારંવાર પ્રાર્થનાનો સમ્યક્ પ્રકારે ઉદ્યમ કરવો; જેનાથી અનેક પ્રકારના વિઘ્નો દૂર થઈ જાય છે અને આત્માને આગળ વધવાનું સરળ થઇ જવાથી ઉત્સાહ વધી જાય છે. પ્રાર્થના શબ્દ શેમાંથી આવ્યો છે? “શબ્દાન્વયની અપેક્ષાએ વિચારીએ તો પોતાના પ્રકૃષ્ટ અર્થ (પ્ર + અર્થ)ની સિદ્ધિ માટે જે કાંઈ કરવામાં આવે તે પ્રાર્થના ગણી શકાય.” આપણા જીવનનું ધ્યેય શું? સામાન્ય મનુષ્યને માટે ચાર પ્રકારના પુરુષાર્થ કહ્યાં છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પરંતુ અહીંયા તો વિશેષ મુમુક્ષુ માટે એ ચારમાંથી ઉત્તમ પુરુષાર્થ કયો ? એ ચારેયમાં શાશ્વત આનંદની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કયો? તીર્થકરો અને ઋષિ-મુનિઓ જેની ભલામણ કરે છે તે પુરુષાર્થ કયો? તીર્થંકરે જે સિદ્ધ કર્યો છે તે પુરુષાર્થ કયો ? પ્રાર્થના તો તે મોક્ષ છે. આપણી સંપૂર્ણ નિર્મળ અને સંપૂર્ણ જ્ઞાનાનંદથી ૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ : આ આ છે ભરેલી અવસ્થા તેનું નામ મોક્ષ. આપણે સાધના કરતાં કરતાં, આપનો સેવક છું. સંપૂર્ણ જ્ઞાન - આનંદને પામીએ, સંપૂર્ણ નિર્મળ દશાને પ્રાપ્ત સૌનો મિત્ર છું. થઈ જઈએ, એ દશા તે મોક્ષ અને તેથી પ્રકૃષ્ટ અર્થની સિદ્ધિ માટે જે કાંઈ કરવામાં આવે તે પ્રાર્થના ગણી શકાય. મોક્ષની સિદ્ધિ માટે તો અનેક પ્રકારની સાધના કરવામાં આવે છે. જેમ કે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સદાચાર, વ્રતપાલન, સાચું તપ વગેરે. પણ અહીં પ્રાર્થનાનો વિષય હોવાથી પ્રાર્થનાને મુખ્ય કરી છે. મનુષ્યોના આત્મવિકાસની અનેક શ્રેણીઓ હોવાને લીધે તેઓનું ધ્યેય પણ જુદું જુદું હોય છે અને એ અપેક્ષાએ પ્રાર્થના કરનાર વ્યક્તિઓની શ્રેણીઓ પણ અનેક છે. આ વિશ્વમાં ૯૯% ઉપરાંત જે પ્રાર્થના કરવામાં આવે છે તે તો જગતના સાંસારિક પદાર્થોની ઇચ્છાથી, અપેક્ષાથી કરવામાં આવે છે. એવી પ્રાર્થના તે મોક્ષનું કારણ થઈ શકતી નથી, કારણકે કે તે સકામ ભક્તિ છે. સામાન્ય જનતાની કક્ષાએથી આગળ વધીને જીવ સજ્જન (Gentleman) બને, એનાથી આગળ વધે ત્યારે આત્માર્થી બને, એનાથી આગળ વધે ત્યારે મુમુક્ષુ બને. મુમુક્ષુમાં પણ ત્રણ શ્રેણી છે. જઘન્ય, મધ્યમ અને ઉત્તમ. તેમાં ઉત્તમ મુમુક્ષુ જ્યારે વિશેષ પુરુષાર્થ કરીને મોહગ્રંથિનો છેદ કરી નાખે ત્યારે તે સાચો સંત અથવા આત્મજ્ઞાની-સમ્યગૃષ્ટિ-ધર્માત્મા બને છે. એ ઉપરાંત પણ બીજી ઘણી શ્રેણીઓ છે. પ્રાર્થના કરનાર ભક્તોના પ્રકાર : ભક્તોના મુખ્ય ચાર પ્રકાર* શાસ્ત્રમાં કહ્યાં છે : (૧) અર્થાર્થી, (૨) આર્ત, (૩) જિજ્ઞાસુ અને (૪) જ્ઞાની. (૧) અર્થાર્થી: “સૌથી નીચી કક્ષાનો આ ભક્ત પોતાના સ્વાર્થને માટે પ્રભુને પ્રાર્થના કરે છે; છતાં તેને પ્રભુમાં વિશ્વાસ * શ્રીમદ્ ભગવદ્ગીતા : ૭-૧૬ પ્રાર્થના Page #17 -------------------------------------------------------------------------- ________________ છે, એ અપેક્ષાએ તેને ભક્ત તરીકે ગણવામાં આવ્યો છે.” “હું આત્મા છું. આપનો સેવક છું, ' અર્થાર્થી એટલે અર્થનો અર્થી. ધન આદિ જગતના સૌનો મિત્ર છે. પદાર્થોની ઇચ્છાવાળો તે અર્થાથ છે. અર્થાર્થી ખરેખર તો કાંઈ ઉચ્ચ સાધક નથી, છતાં એ પણ એક પ્રાર્થના કરનાર વ્યક્તિ છે. ભગવાન પાસે દુનિયાની વસ્તુ માગીએ તો હલકી મળે અને ન માગીએ તો વધારે સારી મળે. જેને દુનિયાનું સુખ જોઇતું હોય તેણે ભગવાન પાસે કાંઇ માંગવું નહીં. ભગવાન પાસે માગીએ તો ઓછું મળે. એનું આખું Logic છે; કારણકે માગવું એ ઇચ્છા છે. દુનિયાની વસ્તુ માગવી તે પાપરૂપ ઇચ્છા છે અને પાપરૂપ ઇચ્છા તે જીવને પાપબંધ કરાવે છે અને પાપબંધ થાય તો હલકી વસ્તુ મળે. (૨) આર્ત : “આ ભક્ત નવી સંપત્તિ કે બીજા કોઇ સાંસારિક વૈભવને ઇચ્છતો નથી, પરંતુ પ્રાપ્ત ઐશ્વર્યનો વિયોગ સહન કરવાની તેનામાં હજુ શક્તિ નથી, તેથી તેની રક્ષા અર્થે તે, પ્રભુને પ્રાર્થના કરે છે.” સાદી ભાષામાં બોલીએ તો આ ભક્ત “મારી લીલી વાડી બની રહો” એમ ઇચ્છે છે. વળી બીજું “લીલી વાડીમાં કાંઇ સૂકું આવે તો સૂકું ચાલ્યું જાઓ, મારું સૂકું મટી જાઓ” એમ પણ કહે છે. શરીરમાં રોગ થાય તો એમ કહે છે કે “મારો રોગ મટી જાઓ” અથવા “મારા દીકરાનો કે મારા સ્વજનનો રોગ મટી જાઓ” એ ઇત્યાદિ પણ આર્તે છે. એ સંસારી ઇચ્છા છે. ભગવાનને ખબર છે કે તને રોગ થયો છે અને તને નથી ગમતો માટે ભગવાનને તારે યાદ કરાવાની ખરેખર જરૂર નથી. પણ જીવને એટલી ધીરજ રહેતી નથી, માટે ભગવાનને કહે છે કે “હે ભગવાન ! મારા દીકરાને રોગ મટી જાય.” “હે ભગવાન ! મારી બાને સારું થઇ જાય...” એ પ્રમાણે પ્રાર્થના પ્રાર્થના કરે છે. તો એવી પ્રાર્થના નહીં કરતાં એવી પ્રાર્થના કરવી કે, ૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ “હે પરમાત્મા ! જે યોગ્ય હોય તે થાઓ.” વળી. એમ કહેવાય આપનો સેવક છું, છે કે, “માગે એની આઘે અને ત્યાગે એની પાસે.” તેમાં સૌનો મિત્ર છું.” અપવાદ છે તે સામાન્ય અપેક્ષાએ “મોક્ષ' છે. મોક્ષ માગવામાં વાંધો નથી, પરંતુ સાચા ભાવથી માગવો જોઇએ અને ઊંચી દશામાં તો મોક્ષ માગવાની ઇચ્છા રહેતી નથી; મોક્ષની ઇચ્છા તે મોક્ષનો માર્ગ બતાવીને વિલય થઇ જાય છે, માટે એ ઈચ્છા આત્માને નુકસાન કર્તા નથી. નિર્વિકલ્પ સમાધિ અને તેથી ઉપરની દશામાં કોઈ પણ પ્રકારની બુદ્ધિપૂર્વકની ઇચ્છા હોતી નથી. (૩) જિજ્ઞાસુ : “આ ભક્ત મહદ્ અંશે નિષ્કામ છે કારણકે તે જગતના કોઇ પદાર્થોની ઇચ્છા કરતો નથી; માત્ર પરમાત્મપદની પ્રાપ્તિની તેને ઇચ્છા છે; એ અપેક્ષાએ આ ભક્ત ઊંચી કોટિનો ગણી શકાય.' “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ.” –શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૧૦૮) જિજ્ઞાસુ તો કોઈ પણ ધર્માત્માને થવું જ પડે છે. કોઇ જીવને જિજ્ઞાસુ થયા વિના આત્મજ્ઞાન થાય એવું કદાપિ બની શકતું નથી. (૪) જ્ઞાની : “આ સર્વોત્તમ ભક્ત છે. તેણે તો કોઈ અપેક્ષાએ પરમાત્મપદ પ્રાપ્ત કરી લીધું છે એમ કહી શકાય. તેની ભક્તિ માત્ર અદ્વૈતુકી છે, નિઃસ્પૃહ છે, અનન્ય છે, પ્રશંસનીય છે. પ્રભુએ તેને પોતાના આત્મીયજન તરીકે સ્વીકાર્યો છે.” આપણે વીતરાગદર્શનની પદ્ધતિથી “સામાયિકમાં પ્રાર્થના કરીએ છીએ - પ્રાર્થના Page #19 -------------------------------------------------------------------------- ________________ મૈં અબ, “હે સર્વજ્ઞ જિનેશ ! કિયે જે પાપ જુ તે સબ મન વચ કાય યોગકી ગુપ્તિ બિના લભ; આપ સમીપ હજૂરમાંહિ મેં ખડો ખડો સબ, દોષ કહું સો સુનો કરો નઠ દુઃખ દેહિ જબ.’’ -શ્રી સામાયિક પાઠ (છ આવશ્યક કર્મ)-પ્રતિક્રમણ “દોષરહિત જિનદેવજી, નિજ પદ દીજ્યો મોય; સબ જીવનકે સુખ બઢે, આનંદ મંગલ હોય. અનુભવમાણિક પારખી, જૌહરિ આપ જિનંદ; યે હી વર મોહિ દીજિયે, ચરન-શરન આનંદ.’ —શ્રી માણિકચંદ કૃત લઘુ આલોચના જ્ઞાનીના હૃદયને જાણવું કઠિન છે તો પણ હે ભવ્ય ! જ્ઞાનીના હૃદયને જાણવાનો પ્રયત્ન કરજે. લાંબો કાળ લાગશે. તારી પાત્રતા જોઇશે. પણ જ્યારે એમની ઓળખાણ થશે ત્યારે જ તારું કામ જલદીથી થઈ જશે. એમણે તો કોઇ અપેક્ષાએ પરમાત્મપદ પ્રાપ્ત કરી લીધું છે. પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્ત્પત્તિ થઇ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, ...' "" —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૪૯૩ અદ્વૈતુકી એટલે સ્વાભાવિક. શાસ્ત્રમાં એનું વર્ણન આવે છે, વાત્સલ્ય અંગરૂપે. સમ્યક્દષ્ટિ ધર્માત્માને વાત્સલ્ય નામનું અંગ હોય છે, નિઃસ્વાર્થ પ્રેમ હોય છે, કારણ વગરનો પ્રેમ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. પ્રાર્થના ૫ '' Page #20 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું. હોય છે. આચાર્ય ભગવંત તે સમજાવવા દૃષ્ટાંત આપે છે કે આપનો સેવક છું. છે. જેવી રીતે ગાયને વાછરડા પ્રત્યે પ્રેમ છે તેમ સાચા સંતોને ળ : સૌનો મિત્ર છું.” બીજા ધર્મી જીવો પ્રત્યે પ્રેમ હોય છે. જો આપણા જીવનમાં બીજા ધર્મજનો પ્રત્યે પ્રેમ ન હોય તો આપણને સમ્યગુદર્શન તો ન થાય, પરંતુ સમ્યગુદર્શનની ભૂમિકા પણ બની શકતી નથી. અન્ય મુમુક્ષુ – આત્માર્થીને જોઇને આપણો આત્મા પ્રસન્ન થાય છે ? અહો ! મહાત્મા છે. અહો ! ઉત્તમ મુમુક્ષુ છે. આપણે એમને વંદન કરીએ. આપણે એમને સહયોગ આપીએ. આપણે એમની પાસેથી શીખીએ. આપણે એમને દરેક પ્રકારે અનુકૂળ થઇને વર્તીએ. કારણકે એમાં આપણા આત્માનું પણ કલ્યાણ છે અને એમના આત્માને પણ તેથી પ્રસન્નતા થશે. “તેની ભક્તિ માત્ર અહેતુકી છે.” એટલે દુનિયાની કોઇપણ ઇચ્છાવાળી નથી. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાં દષ્ટાંત આવે છે કે વ્યાસ ભગવાન આત્મદર્શન થઈ ગયા પછી પણ આનંદસંપન્ન થયા નહોતા; કારણકે અખંડપણે હરિરસ ગાયો નહોતો. - આચાર્યશ્રી સમતભદ્ર મહારાજે “રત્નકરંડશ્રાવકાચાર' અને ચોવીશ તીર્થકરની સ્તુતિ રચી છે. તેઓ મહાન મુનીશ્વર હતા તોય ભગવાનની સ્તુતિ રચી. તો આચાર્યશ્રી પૂજયપાદસ્વામી અને આચાર્યશ્રી કુંદકુંદસ્વામી જેવા મહાન યોગીશ્વરોએ તો તીર્થંકરભક્તિ, અરિહંતભક્તિ, સિદ્ધભક્તિ, શ્રુતભક્તિ, યોગીભક્તિ, આચાર્યભક્તિ વગેરેની રચના કરી. પેલો પોથી પંડિત આચાર્ય ભગવંતને શિખામણ આપે છે કે આચાર્ય ભગવંત ! તમે ભગવાનની ભક્તિ ન કરશો. ભક્તિ કરશો તો તમને પુણ્ય થશે અને તમારે સ્વર્ગમાં રખડવું પડશે. આચાર્યને પણ તું આજ્ઞા આપવાવાળો ! જીવને માર્ગની ખબર પ્રાર્થના Page #21 -------------------------------------------------------------------------- ________________ નથી. પોતાની કલ્પનાથી, પોતાની કલ્પનાનું શાસ્ત્ર વાંચીને, પોતાની મેળે એનો અર્થ કરીને જીવ એમ માને છે કે ‘હું જ્ઞાની છું !' પ્રભુ ! એ મારગડા જુદા... એ અંતરયાત્રાના મારગડા છે અને તેં તો એને બહારમાં શોધ્યા છે માટે એ નહિ મળે. નિઃસ્પૃહ : આલોક-પરલોકની ઇચ્છા વગરની. અનન્ય : શ્રેષ્ઠ, જેના જેવી બીજી નહિ તે, સર્વોત્તમ. પ્રશંસનીય : સમ્યક્, સમીચીન, આત્માના ભાનવાળી. પ્રશંસનીય એટલે સાદી ભાષામાં તો Praiseworthy પરંતુ અહીં પ્રશંસનીયનો અર્થ છે ‘સમ્યક્’. સભ્યશ્નો અર્થ છે આત્માના અનુભવ સહિતની, આત્માની પ્રતીતિ સહિતની. પ્રભુએ આવા ભક્તને પોતાના આત્મીયજન તરીકે સ્વીકાર્યો છે. ઊંચી દશામાં ભક્ત અને ભગવાન બે જુદાં નથી. “દર્શન જ્ઞાન રમણ એકતાન, કરતાં પ્રગટે અનુભવજ્ઞાન; ધ્યાતા, ધ્યાન, ધ્યેય ગતકામ, હું સેવક ને હું છું સ્વામ.’ ભક્તિની પરાકાષ્ટામાં ભક્ત, ભક્તિ, ભગવાન ત્રણેય એક થઇ જાય છે. એ આનંદધનજીના શાંતિનાથ ભગવાનના પદમાં આવે છે : “અહો ! અહો ! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે;’’ અપેક્ષાએ પરમાત્મા અને સત્પુરુષમાં કાંઇ ભેદ નથી. “સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ.” —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૨૬૪ હવે આ વાત આપણને સામાન્ય ભૂમિકા રૂપે કહી. હવે આધ્યાત્મિક અભિગમ લે છે. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.”. પ્રાર્થના ૭ Page #22 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું આગળ વધેલા સાધકોએ તો - દરેક બાબતને આધ્યાત્મિક આપનો સેવક છું. અભિગમમાં જ ઉતારવાની છે, કારણકે આપણું જીવન આખરે સૌનો મિત્ર છું.” તો આધ્યાત્મિક બનવું જોઇએ. સૂતાં, બેસતાં, ઉઠતાં, ચાલતાં, હરતાં, ફરતાં, ખાતાં, વાતાં, લેતાં-દેતાં, રસોડામાં, કોર્ટમાં, દુકાનમાં, બેન્કમાં, સ્વાધ્યાય હૉલમાં, મંદિરમાં... એક પરમાત્મપદની પ્રાપ્તિનું . લક્ષ તથા પુરુષાર્થ હોવો જોઇએ. એ પ્રમાણે આગળ વધેલા જ્ઞાનીઓની સાધના હોય છે. “મુમુક્ષુતા' તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક “મોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષુતા” એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.” –શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક ૨૫૪ આત્માનો લક્ષ તો ગમે તે ક્રિયા કરતી વખતે રાખવાનો છે. જ્યારે આપણને સાધનાની (પરમાત્માની) લગન લાગશે ત્યારે આપણા ભગવાન સાથે લગન થશે ! સાચી લગન તો લાગી નથી અને આપણે ભગવાનને પટાવીએ છીએ કે ભગવાન તમે મારા સ્વામી છો !! મનુષ્યના સર્વોત્તમ પુરુષાર્થરૂપ મોક્ષની અભિલાષાથી પ્રેરાઈને, આત્માની શુદ્ધિ માટે, પરમાત્મા કે સદ્ગુરુને નજર સમક્ષ રાખીને ભક્ત, ભગવાનને જે નમ્ર વિનંતી કરે છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રાર્થનાનું વ્યાવહારિક સ્વરૂપ છે. વ્યાવહારિક એટલે સદ્વ્યવહારરૂપ, જેના ફળરૂપે પરમાર્થ તરફ આગળ વધાય. વ્યાવહારિક એટલે દુનિયાના વ્યવહારની વાત ચાલતી નથી, કારણકે આધ્યાત્મિક અભિગમ ચાલે છે. નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને ઉત્કૃષ્ટ ભક્તિ હોય છે. આગળની દશામાં તો ભક્તિ રહેતી પ્રાર્થના Page #23 -------------------------------------------------------------------------- ________________ કxRFસજકલાક કામકાજ કોતરકાધકડાકીય કરવાહકજ્જક: અસમક્રકેટના નથી. ભક્તિ નિર્વિકલ્પ ધ્યાનમાં સમાઈ જાય છે. “હું આત્મા છું, મોટા મોટા યોગીશ્વરો, મહાજ્ઞાનીઓ અને આચાર્યો પણ સરકાર { આપનો સેવક છું, પરમાત્માને પ્રાર્થના કરે છે એ જ તેની ઉચ્ચતમ ઉપયોગિતા સૂચવે છે. યથા – (૧) મનુષ્યના સર્વોત્તમ પુરુષાર્થરૂપ મોક્ષની અભિલાષાથી પ્રેરાઈને આચાર્ય દેવ પરમાત્મા પાસે માગે છે, ભક્તામર પ્રણતમૌલિમણિપ્રભાણા મુદ્યોતકં દલિતપાપમોવિતાનમ્ | સમ્યક્ટ્રણમ્ય જિનપાદયુગે યુગાદા વાલંબન ભવજલે પતતાં જનાનામ્ | –શ્રી માનતુંગાચાર્ય કૃત શ્રી ભક્તામર સ્તોત્ર દુનિયાના આધિ, વ્યાધિ અને ઉપાધિ તથા જન્મ, જરા અને મરણના અનેક પ્રકારનાં દુઃખોમાંથી ઉગારી લેનારા પરમાત્માના ચરણ છે, પરમાત્માની ભક્તિ છે. પ્રાર્થના તે આ જીવન અને સર્વ ભવ્ય જીવોને પરમ અવલંબન રૂપ છે, પરમ શ્રેયસ્કર છે. (ર) આત્માની શુદ્ધિ માટે શ્રી અમિતગતિ આચાર્યદેવ ભગવાન પાસે માગણી કરે છે, બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ, સ્વાત્મોપલબ્ધિ શિવસૌખ્યસિદ્ધિ.” એક અંધ વણિક હતો. ભગવાને તેના પર પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહ્યું ત્યારે અંધ વાણિયાએ તો ખોટી રીતે માગ્યું હતું. “મારા દીકરાના દીકરાની વહુને સાતમા માળની મેડીએ સોનાના હિંડોળા ઉપર એના દીકરાને હીંચકો નાખતાં જોઉં !!” માગીમાગીને આવી તુચ્છ સાંસારિક વસ્તુ માગી ! “ બહાર કરવા રાજEstorial iામદા:સક્રિમીesersed રને પાક ધક કલરામાર મારવાના પ્રસાર મા ના કવાયત રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રદ કttપડી જનાર 2 ડાયારિક સિતાજપના રાજકાજકારા દર રહS.rely. સરકા | પ્રાર્થના ! Page #24 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, એમાં કાંઇપણ આ જીવને શ્રેયસ્કર નથી. આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” પ્રાર્થના ૧૦ હે પરમાત્મા ! મારા વિષય-વિકાર ટળો. હે પરમાત્મા ! મારું અભિમાન ગળી જાઓ. હે પરમાત્મા ! આપની અને આપના ભક્તોની સેવા મને હંમેશાં પ્રાપ્ત રહો - એવી અંતરની માગણી સાચા સંતો અને સાચા જ્ઞાનીઓ કરે છે. પૂજાને અંતે શ્રી શાંતિપાઠમાં આપણે બોલીએ છીએ કે : શાસ્ત્રાભ્યાસો જિનપતિનુતિઃ સંગતિઃ સર્વદાયૈઃ, સત્તાનાં ગુણગણકથા દોષવાદે ચ મૌનમ્, સર્વસ્થાપિ પ્રિયહિતવચો ભાવના ચાત્મતત્ત્વ, સંપદંતાં મમ ભવભવે યાવદેતડપવર્ગ.. જ્યાં સુધી મને મોક્ષની પૂર્ણ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હે પરમાત્મા ! આપના ચરણકમળની ભક્તિ અને સંતોનો સમાગમ આપજો, અને મારું મન વારંવાર આત્મા તરફ ઢળે, મારી વૃત્તિ નિજાત્મા તરફ વળે, ઢળે એવી મને શક્તિ આપજો. પરમાત્મા કે સદ્ગુરુને નજર સમક્ષ રાખવાં એટલે કે સ્વચ્છંદનો નિરોધ કરવો. ‘સાહેબ ! મને ફાવે એ પ્રમાણે ભક્તિ કરુંને ?' તો ‘એમ નહીં, તને ફાવે એ પ્રમાણે ભક્તિ ન કરાય.’ અત્યાર સુધી શું કર્યું ? “અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન.'' —શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૬૪, ગાથા-૧૫ પોતાને ગમે એવી રીતે નથી કરવાનું પરંતુ સદ્ગુરુ કહે, પરમાત્માની આજ્ઞા હોય તે પ્રમાણે કરવાનું છે. સંતોની અને Page #25 -------------------------------------------------------------------------- ________________ સંધની સાક્ષીએ સાધના કરવાની છે. “આળાણુ ધમો આળાપ તવો ।'' જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ તપ. ભગવાને આપણને Highway બતાવ્યો છે. “હાં રે આ કાળે કાંટાળા, માર્ગને હો લાલ; કર્યું સ્વચ્છ કૃપાળુ રાજ રે... આત્મસ્વરૂપ આરાધવા. મહાભાગ્યે મળ્યો આ દાવ રે... આત્મસ્વરૂપ આરાધવા.’’ ૨૦૦૦ સાગરોપમની (શાસ્ત્રોમાં વર્ણવેલો બહુ બહુ લાંબો કાળ) નાની Permit આપણને મળી છે. એમાં આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, ઇન્દ્રિયોની પૂર્ણતા, પૂર્ણ આયુષ્ય, આજીવિકાની નિશ્ચિંતતા, પ્રભુ પ્રાપ્તિની જિજ્ઞાસા, સત્સંગનો યોગ - આવી ઉત્તમ સામગ્રીવાળો મનુષ્યભવ મળવા છતાં જો આપણને પોતાના કલ્યાણનો લક્ષ હજુ બંધાતો નથી, તો એ પરમ દુર્ભાગ્યનું ઘોતક છે. એક એક મિનિટ લાખેણી જાય છે, પણ જીવને કાંઇ પણ ખ્યાલ આવતો નથી. એવો મોહના મદમાં મસ્ત થઇ ગયો છે ! મોહરૂપી દારૂ પીને એવો મસ્ત થઇ ગયો છે કે કોઇનું માનતો નથી. બહુ દારૂ પીએ તો શું થાય ? જઠર ખલાસ થઇ જાય, લીવર ખલાસ થઇ જાય, મગજ ખલાસ થઇ જાય અને જ્ઞાનતંતુઓ ખલાસ થઇ જાય. જિંદગીનો અંત આવી જાય. આધ્યાત્મિક પુરુષો કેવી રીતે પ્રાર્થના કરે છે ? તો કે પરમાત્મા કે સદ્ગુરુને નજર સમક્ષ રાખીને. તેઓ ભગવાનને જે નમ્ર વિનંતી કરે છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રાર્થનાનું વ્યાવહારિક સ્વરૂપ છે, એટલે ભેદરૂપ છે. આધ્યાત્મિક દૃષ્ટિ અને વ્યાવહારિક સ્વરૂપ એમ કેમ SOM. “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.’’ પ્રાર્થના ૧૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, કહ્યું ? કારણકે સવિકલ્પ સમાધિ સુધી ભેદ હોય છે. માટે આપનો સેવક છું, અંદ૨માં આત્માની ષ્ટિ છે અને બહારમાં પરમાત્માને પ્રાર્થના સૌનો મિત્ર છું.' કરે છે. યથા “નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું..... એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !'' પ્રાર્થના ૧૨ —શ્રીમદ્ રાજચંદ્ર - મોક્ષમાળા શિક્ષાપાઠ ૫૬ સમસ્ત ભારતીય સંસ્કૃતિની દૃષ્ટિથી વિચાર કરીએ ત્યારે આત્મા જે કાર્યકલાપ દ્વારા પરમાત્માનું અનુસંધાન કરે તેનું નામ યોગ. તેમાં જ્ઞાનની મુખ્યતા હોય તો જ્ઞાનયોગ, ધ્યાનની મુખ્યતા હોય તો અષ્ટાંગયોગ અને ભક્તિની મુખ્યતા હોય તો ભક્તિયોગ. વર્તમાનકાળમાં છેલ્લા ૫૦-૬૦ વર્ષમાં જડવાદનું સામ્રાજ્ય ખૂબ જ ફૂલ્યું-ફાલ્યું છે, એટલે જગતના જીવોમાંથી શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ, વાત્સલ્ય, અનુકંપા વગેરે ગુણોનો ખૂબ રકાસ થયો છે. વર્તમાન મનુષ્ય એમ કહે છે કે હું એકલો જ જીવું ! બધાને ખાઇ જાઉં ! એટલે વર્તમાન મનુષ્ય એવી સ્થિતિએ પહોંચ્યો છે કે એ બકરા, ઘેટા, ભૂંડ, કબૂતર, ઘોડા, ગેંડા બધું ખાય છે ! એવો ક્રૂર રાક્ષસીવૃત્તિનો માનવ થઇ ગયો છે. જડ સંસ્કૃતિનું મોટામાં મોટું દૃષ્ણ એ છે કે જીવમાં પ્રેમ અને વાત્સલ્યભાવ ઘટી ગયાં છે. જડ સંસ્કૃતિની વ્યાખ્યા શું ? Everything is official and objective. ભૌતિકવાદની કેવી સંસ્કૃતિ છે ? ત્યાં જીવ અને અજીવ નામના બે પદાર્થો નથી. બધું જ અજીવ છે ! એટલે એમને મન ગાય, ભેંસ, બકરા, ઘંટા, ભૂંડ... આ બધું પણ અજીવ છે. આપણને ફાવે એ Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે કરવાનું. મારી મોટાઈ સચવાવી જોઇએ, મારી સગવડ હું આત્મા છે. સચવાવી જોઇએ. આ ભૌતિકવાદ ! ( આપનો સેવક છું, સૌનો મિત્ર છું." અધ્યાત્મવાદ કહે છે કે સૌ જીવો સુખી થાઓ. સૌ જીવો મારા મિત્ર છે. “| intend to injure none.” એ અહિંસાની સંસ્કૃતિ છે, દયાની સંસ્કૃતિ છે, અધ્યાત્મ – સંસ્કૃતિ છે. એનો અત્યારે બહુ લોપ થઈ ગયો છે. એટલે શ્રદ્ધા, ભક્તિ વગેરે રહ્યા નથી. એટલે પ્રાર્થના પણ આજકાલ જગતના જીવો તાત્ત્વિક રીતે કરતા નથી. આપણે આધ્યાત્મિક પ્રાર્થના ક્યારે કરી કહેવાય ? તે માટે ત્રણ શરતો મૂકે છે : (૧) માત્ર મોક્ષની અભિલાષાથી પ્રેરાઈને (૨) આત્માની શુદ્ધિ માટે (૩) પરમાત્મા અને સદ્ગુરુને નજર સમક્ષ રાખીને જયારે ભક્તજન પ્રાર્થના કરે છે ત્યારે પરમાત્મા અને સગુરુને જો નજર સમક્ષ રાખે તો એનો રાગભાવ એકદમ ઘટી જાય છે. રાગભાવ એકદમ અપ્રશસ્તભાવમાંથી પ્રશસ્તભાવમાં બદલાઈ જાય છે. તમારી દુનિયામાં પણ આવો નિયમ છે. તમે રાણા પ્રતાપ કે શિવાજીને જુઓ તો એકદમ શૂરવીરતા ચડી જાય. એમ ભવ્ય જીવો, વિવેકી મનુષ્યો, જ્યારે પરમાત્મા કે સગુરુની મૂર્તિ અને ચિત્રપટને જુએ છે ત્યારે તેમને શાંતભાવ ઉપજે છે, જ્ઞાનભાવ ઉપજે છે, પરમપ્રેમભાવ ઉપજે છે, આત્મભાવ ક્રમે કરીને ઉપજે છે; કારણ કે તેઓ આત્મભાવમાં નિમગ્ન થયેલાં ધર્માત્માઓ છે. આત્મભાવ એટલે સહજ સમાધિ, સહજ જ્ઞાન, સહજ આનંદ, એ સહજ જ્ઞાન, સહજ આનંદની પ્રાપ્તિ આપણા ૧૩) : - કારત્મઘા જલ જનરકના અરસામાજિકજૂ કરારકા ના કાકા જારી કકઃરાજકાર | પ્રાર્થના Page #28 -------------------------------------------------------------------------- ________________ આત્મા છે. જીવનનું ધ્યેય છે. પરંતુ હજુ આપણને બરાબર ઉતર્યુ નથી આપનો સેવક છું. એટલે આપણે હજી તે માટે સાચો પ્રયત્ન કરતા નથી. સૌનો મિત્ર છું.” પ્રાર્થનાનું વિજ્ઞાન સમજવા માટે અને આધ્યાત્મિક વિકાસમાં તેનો યથાયોગ્ય ઉપયોગ થઇ શકે તે અર્થે, દરેક પ્રબુદ્ધ પ્રાર્થનાકારે નીચેના સિદ્ધાંતોને સારી રીતે સમજવા જોઇએ.” પ્રબુદ્ધ : એટલે સાચા વિવેકી. આધ્યાત્મિક પ્રાર્થના કરવાવાળા. પ્રબુદ્ધનો શબ્દાર્થ – “પ્રકૃષ્ટ જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે તે.” પણ અહીં એ શબ્દાર્થ નથી. અહીંયા અર્થ છે... વિવેકયુક્ત પ્રાર્થનાકાર... દરેક વસ્તુમાં વિવેક જરૂરી છે. તમે રસોઇ ગમે તેટલી સારી બનાવો પણ પીરસતી વખતે બધું ગોટાળો કરીને ભેગું કરી નાખો તો? રસોઈ સારી બનાવો પણ રસોડામાં ગંદકી હોય તો ? “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ.” તો પ્રબુદ્ધ પ્રાર્થનાકારે નીચેના સિદ્ધાંતોને સારી રીતે સમજવા જોઇએ. આપણે ભગવાનને સાચા હૃદયથી પ્રાર્થના કરવાના છીએ. તમારા મનમાં કોઇને (શુષ્ક જ્ઞાનીને) એવું હોય કે “સાહેબ ! તમને જ્ઞાન ન હોય તો તમે પ્રાર્થના કરો. અમે તો જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાર્ગમાં આગળ વધી જઈશું.” પણ એવું નથી. ગૌતમસ્વામી જેવા ગણધરદેવ પણ ભગવાનને કહે છે કે હે પરમાત્મા ! હું આપને શરણે છું, આપ મને આત્મસ્વરૂપ સમજાવો. આપ મને મોક્ષમાર્ગમાં સ્થિર કરો. મારી ચિત્તવૃત્તિ આપના ચરણકમળને વિષે સ્થિર કરો. આચાર્યશ્રી અમિતગતિ બેઠા છે સામાયિક કરવા, પણ ૧૪૧ ચોથી ગાથામાં શું કહે છે ? પ્રાર્થના Page #29 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” કે, કેન્દ્ર છે કે નર +ા, પA M*-ન' ઝબકે “તુજ ચરણ કમળનો દીવડો રૂડો હૃદયમાં રાખજો, અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત બાળજો; તરૂપ થઈ તે દીવડે, હું સ્થિર થઇ ચિત્ત બાંધતો, તુજ ચરણયુગ્મની રજમહીં હું પ્રેમથી નિત્ય ડૂબતો.” આવું કોણ કહે છે ? મહાન અપ્રમત્ત યોગીશ્વર આચાર્ય અમિતગતિ દેવ... હું અને તમે તો એમની પાસે નગણ્ય છીએ. જીવે મહાજ્ઞાનીઓને ઓળખ્યા નથી એટલે હજુ સુધી પોતાનું અભિમાન ઓગળતું નથી ! પ્રયત્ન કરવો; તો ધીમે... ધીમે... આચાર્યો, સાચા સંતો, સાધુની ઓળખાણ થાય ત્યારે જીવનું અભિમાન નષ્ટ થઇ જાય. તો પ્રાર્થના એ મોક્ષમાર્ગનું અનિવાર્ય અંગ છે. તમે વિદ્વાન લોકો એને જે નામ આપવું હોય તે આપો... આલોચના કહો, પ્રતિક્રમણ કહો, લઘુતારૂપી ભક્તિ કહો, પ્રાયશ્ચિત્તરૂપી તપ કહો... શબ્દ ગમે તે વાપરો તેની સાથે કાંઈ વાંધો નથી. શબ્દ સાથે અમારે ઝઘડો છે જ નહિ. કારણકે... “બુદ્ધ વીર જિન હરિ હર બ્રહ્મા, યા ઉસકો સ્વાધીન કહો; ભક્તિભાવ સે પ્રેરિત હો યહ, ચિત્ત ઉસમેં લીન રહો.” –શ્રી જુગલકિશોર મુખ્તાર કૃત ‘મેરી ભાવના આ રીતે મહાન ધર્માત્માઓ પણ પ્રાર્થનાનું અવલંબન લે નાક- કાળાં કે * મન- કwiા,,અરય કારnese, vvvv .televમના , ગ્રામ, કામ warrior-ના કાકાનમw.કા તા. પ %,જનમાં / +11 , કેન કકકક # ારા # કે, દાકા પ્રાર્થના ૧૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ "3 1/2 કરનાર મનન +1 ke'ક' : two new try'પક Revi: ‘-11, 11: 5 4 &!:/13- wiva,v= 1 7 +'s, ja." 41, + + Ex" ૨. પ્રાર્થનાનું વિજ્ઞાન હું આત્મા છું, આપનો સેવક છું, “અહીં જો પ્રશ્ન કરવામાં આવે કે આવા ભક્તોને કાંઇ સૌનો મિત્ર છું.” ઇચ્છા નથી તો શા માટે તેઓ પ્રભુને પ્રાર્થના કરે છે ? શું ભગવાનને ખબર નથી કે તેના ભક્તને માટે શું ઈષ્ટ છે અને શું અનિષ્ટ છે? શું ભગવાન સર્વજ્ઞ નથી? કરુણાસાગર નથી ? ભગવાનને પ્રાર્થના કરવાથી શું સિદ્ધ થઈ શકે છે ?” આ ઇત્યાદિ પ્રશ્નો વાદી પૂછે છે. એટલે આ પ્રાર્થનાને વિશેષ સમજવાની જિજ્ઞાસાવાળો અથવા તો જેને એમ લાગ્યું હોય કે “પ્રાર્થના નકામી છે” એટલે એણે આવા બધા પ્રશ્નો પૂછયાં કે ભક્તને કાંઇ જોઇતું નથી, ભગવાનને તો ખબર જ છે કે કોને શું આપવું કારણકે ભગવાન સર્વજ્ઞ છે તો શા માટે પ્રાર્થના કરવી? તેનું અત્રે સમાધાન કરે છે: (૧) “પ્રાર્થના એ પ્રાયશ્ચિત્તનું એક સ્વરૂપ છે અને પ્રાયશ્ચિત્તને સિદ્ધાંતમાં એક અંતરંગ તપ તરીકે સ્વીકારવામાં આવ્યું છે.” (૨) “પ્રાર્થના, મોક્ષમાર્ગની સિદ્ધિમાં, પુરુષાર્થ અને પ્રારબ્ધનો સમ્યક્ પ્રકારે સમન્વય સાધે છે, અને તેથી સ્યાદ્વાદવિદ્યાની પુષ્ટિ કરે છે. મતલબ કે, ગુરુતમ પુરુષાર્થ કરવા છતાં જ્યારે સાધનામાં આગળ વધી શકાતું નથી ત્યારે ભક્ત-સાધકને પ્રભુશરણ સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.” અહીં સુયુક્તિ સમજાવે છે, માટે શાંતિ રાખીને સમજવું. વીતરાગમાર્ગમાં બાર પ્રકારનાં તપ કહ્યાં છે. એમાં છ પ્રકારનાં બાહ્ય તપ અને છ પ્રકારનાં અંતરંગતપ છે. એ અંતરંગ તપમાં પહેલું છે “પ્રાયશ્ચિત્ત'. પ્રાયશ્ચિત્તનો વિષય મોટો છે. પરંતુ પ્રાર્થના ૧ ૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્તનો સામાન્ય અર્થ શું છે ? પોતે કરેલા પાપોનું હું આત્મા છું. નિરાકરણ કરવા માટે, પરમાત્માની સાક્ષીએ પોતાના દુર્ગુણોની ( સીનો મિત્ર છું.” નિંદા કરવી, દુષ્કૃત્યોની નિંદા કરવી અથવા ગુરુદેવની સાક્ષીએ તેની ગહ (નિંદા) કરવી અને પોતાના જીવનમાંથી એ દોષો વિસર્જિત કરવાં, એને પ્રાયશ્ચિત્ત નામનું તપ સામાન્યપણે કહેવામાં આવે છે. એના બીજા આલોચના, પ્રતિક્રમણ વગેરે અનેક પારિભાષિક નામ પણ છે. એ એના અપેક્ષિત વિભાગો જે મનુષ્ય સાચા ભાવથી પ્રાર્થના કરે, આગળ કહી તે વિધિથી પ્રાર્થના કરે તો તેનાં પાપ બળી જાય છે. એટલે કે એને ઘણા પુણ્યનો સંચય થાય છે. જો કંઇ પણ દુન્યવી ઇચ્છા ન હોય, તેમજ તત્ત્વજ્ઞાનપૂર્વક પ્રાર્થના હોય તો સંવર અને નિર્જરા (સમાધિસુખ) પણ પ્રાપ્ત થાય છે. દરેકે પોતાના જીવનમાં અનુભવ કરવો. જયારે એમ વિચાર્યું હોય કે આજે બહુ સરસ વાંચવું છે પણ એ જ દિવસે માથું એવું ચઢે અથવા એવો કંટાળો આવે કે એક-બે પાનાં જ વંચાય ! અથવા પરમાત્માની ભક્તિ કરવી છે એમ નક્કી કર્યું હોય પણ કંઈ એવું વિઘ્ન આવી જાય અથવા પોતાનો જ ઉત્સાહ ઓસરી જાય ! એ પ્રમાણે નિયમ લેવાનું નક્કી કર્યું હોય અને નિયમ કોઈ કારણસર ન લઈ શકાય. આમ, જ્યારે ખરેખર આપણે પુરુષાર્થ કરવા માગીએ છીએ, પ્રયત્ન પણ કરીએ છીએ છતાં પણ જાણે Unsermountable obstacles - ઉલ્લંઘી ન શકાય તેવા વિપ્નો આવે છે. સાધનામાં આગળ ન વધી શકાય તેવા પ્રકારનો અંતરાય આવે ત્યારે શું કરવું ? ત્યારે “પ્રાર્થના એ આપણા સર્વનું શરણ છે દરેક સાધકને માટે આ લાગુ પડે છે. દરેક સાધકને પોતાના જીવનમાં આવી અનેક બીનાઓ બનવાની. એવા અમુક તબક્કા નિરાશાના પ્રાર્થના Page #32 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આવવાના, જ્યારે એમ લાગે કે “ઠીક હવે આ મહારાજ તો આપનો સેવક છું, કહેતાં હતાં પણ આપણને કાંઇ આત્માનો અનુભવ થતો નથી. સૌનો મિત્ર છું. આટલો બધો ધર્મ કર્યો તો પણ મને કેટલું બધું દુઃખ આવ્યું. મારા દીકરાની તબિયત સારી નથી. અમારા પૈસા જતા રહ્યા. આ તો બધું કહેવાનું ! ધરમ... ધરમ... એવું કહે છે પણ આવુ કાંઇ લાગતું નથી!” આવું કોઇક કોઇક વાર નિરાશાનું વમળ-નિરાશાનું પૂર-આવવાનું, ત્યારે પણ જ્ઞાનીઓ કહે છે કે પરમાત્માનું શરણ એ જ ઉપાય છે. ઘણો પુરુષાર્થ કરવા છતાં પણ કંઇ તથ્યની પ્રાપ્તિ ન થાય ત્યારે પણ પરમાત્માને વળગી રહો. પ્રાર્થના ૧૮ ‘હું પાપમાં બૂડી રહ્યો છું. હરઘડી પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારું કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા મને દર વખતે ચેતવે છે કે આ પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર. તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મોહશત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ, પડવા ન દે. મને તારામાં રાખ. તું મારામાં રહે. જે તારી કૃપાનજર થઇ તે પૂરી કર.’ એમ અનેક પ્રકારે મુમુક્ષુ પ્રાર્થના કરે છે. પ્રાર્થના ન કરીએ તો બીજા ખોટા વિચારો આવે અને જીવને ધર્મમાર્ગ છોડી દેવાનો વખત આવે; જે સર્વપ્રકારે અકલ્યાણકારી છે. માટે ગમે તેમ થાય તો પણ ભગવાનના ચરણ બરાબર પકડી રાખવાં. ભગવાનના ચરણ એટલે ભગવાનના પગ, ભગવાનની આજ્ઞા અને ભગવાનનું ચારિત્ર. ભગવાનના ચારિત્રમાં ક્ષમા છે, સમતા છે, વિવેક છે. આપણે એમને બરાબર પ્રેમપૂર્વક યાદ કરીએ તો આપણામાં પણ ક્રમે કરીને Page #33 -------------------------------------------------------------------------- ________________ એવા ગુણો પ્રગટે. “હું આત્મા છું, આપનો સેવક છું, વીતરાગદર્શનમાં જ્યારે સાધના માટે દીક્ષા લેવામાં આવે સૌનો મિત્ર છું.” ત્યારે પહેલાં તો ચાર શરણા લે છે. એ શરણા જે લે છે તે પ્રભુને પ્રાર્થનારૂપ છે... અરિહંતે શરણે પવન્જામિ, સિદ્ધ શરણે પવન્જામિ, સાહું શરણં પવન્જામિ, કેવલી પણd ધમ્મ શરણે પવન્જામિ. એટલે “હે પ્રભુ! હું અલ્પશક્તિવાળો છું. હું આપને શરણે આવું છું. આપના શરણથી મને બળ પ્રાપ્ત થાઓ; જેથી હું સાચો મુનિ બની શકું.' પછી ધ્યાનદશાની અંદર જ્યારે સાધક આગળ વધે છે, ત્યારે પછી પોતાના જ આત્માનું શરણ લે છે. પરમાત્માનું શરણ, સગુરુનું શરણ અને અંતે પોતાના આત્માનું શરણ. - પોતાના આત્માનું શરણ એટલે પોતાના આત્માનું ચિંતવન કરતાં કરતાં તેમાં લીન થઇ જઇએ એ પોતાનાં આત્માનું મહાન શરણ છે. - જેમની વિશેષ સાધના ન હોય એમને માટે સમજવામાં જરા મુશ્કેલી પડે એવું છે પણ વિચારવું. કાંતો પરમાત્માનું શરણ લઇએ, કાંતો સદ્ગુરુનું શરણ લઇએ અને કાંતો નિજ શુદ્ધ આત્માનું શરણ લઇએ. આવો પ્રકાર જ્ઞાની પુરુષો સેવે છે, આવો પ્રકાર મુમુક્ષુજનો સેવે છે. શ્રી મોક્ષમાળાના ૧૫મા પાઠમાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, “શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત કહો, કરશો ક્ષય કેવળ રામ કથા,ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લહો.” ભગવાનને ભજવાં એટલે ભગવાનના શરણે જવું. ભગવાનને ભજવાં એટલે ભગવાનનું સ્મરણ કરવું. પ્રાર્થના ૧૯. Page #34 -------------------------------------------------------------------------- ________________ જાગાકાર હું આત્મા છું.' ભગવાનને ભજવાં એટલે ભગવાનની સ્તુતિ કરવી. ( આપનો સેવક છું, ઇત્યાદિ (સૌનો મિત્ર છું.” (૩) “જો કે પરમાત્મા કે સગુરુને ભક્ત તરફથી કોઈ સ્તુતિ-ભક્તિ-પ્રાર્થના વગેરેનું પ્રયોજન નથી, છતાં જ્યાં સુધી તે પ્રમાણે ન કરવામાં આવે ત્યાં સુધી ભક્તનો અહંભાવમમત્વભાવ વિલય પામતો નથી અને તેમ થયા વિના પરમાર્થ મોક્ષમાર્ગની સિદ્ધિ પણ થઈ શકતી નથી.” કોઈ કહે કે, “આત્મામાં જ લીન થવું છે ને ? તો ભગવાનને ક્યાં વચ્ચે લાવવા નકામાં ! આપણે Middle man નું કામ નથી. આપણે વચ્ચે કોઈને દલાલી આપવી જ નહિ. તમે કહો છો કે મારે આત્મામાં લીન થવાનું છે અને હું આત્મામાં લીન થઇ જાઉં છું !” જવાબમાં શ્રીગુરુ કહે છે, “આ તારો ભ્રમ છે ! આત્મામાં લીન થવાનો ક્રમ તને ખબર નથી. ઉત્કૃષ્ટ લીનતા સવિકલ્પનિર્વિકલ્પ સમાધિની સ્થિતિમાં હોય છે અને તેની વ્યવસ્થા એ પ્રકારે છે કે અમુક કાળ સવિકલ્પ સમાધિમાં ત્યાં ટકે અને પછી નિર્વિકલ્પ સમાધિમાં જવું જ પડે. પણ ત્યાં વધારે ટકી શકતો નથી, એટલે પાછું સવિકલ્પ સમાધિમાં આવવું પડે છે. તું એમ કહે છે કે આપણે ભગવાનને વચ્ચે લાવવાની જરૂર નથી, ગુરુને લાવવાની જરૂર નથી. તમે મને આત્મા સમજાવો અને હું આત્મામાં લીન થઈ જાઉં !” ભાઈ ! એ સદ્વ્યવહાર છે. એ પરમાર્થમૂલક સવ્યવહાર છે. એ સવ્યવહારથી સદગુરુ, પરમાત્મા અને ધર્મનું યથાર્થપણે શરણ ગ્રહણ કરવાથી વિવેકી જીવને ક્રમશ: નિર્વિકલ્પ-સમાધિની યથાયોગ્ય સિદ્ધિ થાય છે. જો માત્ર દેવ ગુરુ-ધર્મમાં અટકી જાય ને પોતાના આત્મા તરફ વળે નહિ, 0" તો ન ચાલે. એવા અંધભક્તની વાત નથી. અહીં તો વિવેકી -૪,નીમકતા શ્વકીકરાઅજામ કાકા પાદરામજનક મજાકમwાકાન ના જમાના મારા નામ ન ધધામ કામકાજના સાકાર કરવાના કારતક કમીનન+રા+માતાજકોટના કનખકદમ જનમકીનt withlanકાળકાના મતદાન જામનગરના કામકાજમાં એકતા ના કરનારા કારાવાસ માકાદાર કાના Page #35 -------------------------------------------------------------------------- ________________ ભક્તની વાત છે, વિવેકી મુમુક્ષુની વાત છે. જ્યાં સુધી સદ્ગુરુ અને પરમાત્માનું શરણ ન લેવામાં આવે ત્યાં સુધી ભક્તનો અહંભાવ-મમત્વભાવ વિલય પામતો નથી. ‘હું મોટો’ એવી માન્યતા તૂટતી નથી. આપણે હજુ ભગવાનનું ખરું શરણ લીધું નથી !!” મનમાં તો કહે છે કે “સાહેબ ! મારી તબિયત બગડે તો ચાર ડૉકટરોને બોલાવું, મારા મા-બાપ આવી જાય, બધા છોકરાઓ પણ આવી જાય.....’ ‘એટલે જીવ કોનો વિશ્વાસ કરે છે ?’‘ડૉક્ટરોનો, દીકરાઓનો અને મા-બાપનો.’ ‘તે બધા આવો તો આવો, ન આવો તો ન આવો પણ મારે તો મુખ્ય પરમાત્માનું શરણ છે.' - એમ અંતરમાં જ્યારે નક્કી થશે ત્યારે ધર્મ પરિણામ પામશે. અત્યારે તો “He is banking on the bank balance.' જીવ માને છે કે હું કાંઇ તમારા જેવો લૂખો નથી, મારી પાસે કરોડો રૂપિયા છે ! “તત્ત્વ સમજ ભાઈ ! તું શું કરી શકે એમ છે અને તું શું નથી કરી શકતો, એનો પણ તને ખ્યાલ નથી. જો આયુષ્યની દોરી તૂટે તો કોઇ પણ સાંધી શકે નહિ. ભગવાનનું શરણ લેવાથી મરણ સુધરે અને એકાંતે ડૉક્ટરનું શરણ ગ્રહણ કરે તો મરણ બગડે. માટે ડૉક્ટરની જેટલી જરૂર છે એટલી જ છે. ડૉકટર એટલું જ કરી શકે, એથી આગળ કરી શકે નહિ, એ વિશ્વની વ્યવસ્થા છે. ડૉક્ટરના મા-બાપ મરી ગયા ! ડૉક્ટરના દીકરા પણ મરી ગયા ! જો ડૉક્ટર બધાને બચાવી શકે તો પોતાના મા-બાપને, દીકરાને મરવા દે ? એટલે આપણે અહંભાવ-મમત્વભાવ હજુ ખરેખર કાઢયો નથી.” “તમે કહો છો એટલે અમે નમસ્કાર કરીએ છીએ. અથવા બધા લોકો એમ કહે છે કે ભગવાનની ભક્તિ કરીએ તો આપણું સારું થાય એટલે હું ભક્તિ કરું છું !'' તો એમ નથી. ભક્તજન આપનો સેવક છું, “હું આત્મા છું, સૌનો મિત્ર છું.” / પ્રાર્થના ૨૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું, “વીસ દોહરા'માં કબૂલ પણ કરે છે, આપનો સેવક છું, સીનો મિત્ર છું.” “અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ.” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૬૪, ગાથા ૧૨ અને સિદ્ધાંત પણ એમ કહે છે. “છ પદનો પત્ર' શું કહે છે ? “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ-મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” અહંકાર જબરો છે, એટલે એને કાઢતાં વાર લાગે તો પણ પ્રયત્ન કરવાનો છે. અનેક પ્રકારનું અભિમાન આપણને રહ્યા કરે છે. દીકરાનું, બંગલાનું, મોટરનું, પૈસાનું, લાગવગનું, રૂપનું, રંગનું, જ્ઞાતિનું, સમાજનું, શિષ્યોનું, શાસ્ત્રજ્ઞાનનું વગેરે. ભલે બોલતો કાંઈ નથી પણ મનમાં વિચારે છે કે “આ બાવા લોકોને શું ખબર પડે ? બંગલે આવે તો ખબર પડે કે હું કોણ છું !!! એટલે જીવને અંદરનો અહંભાવ જતો નથી અને અહં સાથે મમત્વ જોડાયેલું છે. બહેનોને ખાસ કરીને દીકરા, દીકરી, કુટુંબનું, સાડીઓનું અને ઘરેણાઓનું અને ભાઇઓને પૈસા, સમાજની પ્રતિષ્ઠા અને કારખાના-મિલોનું અહ-મમત્વ અંદરમાં રહ્યા કરે છે. એનો ખરેખર નાશ કરવા માટે મારે, તમારે અને સર્વ ભવ્ય જીવોએ પ્રાર્થના કરવી જરૂરી છે. જૈન સિદ્ધાંત પ્રમાણે એને પ્રતિક્રમણ અથવા આલોચના અથવા પ્રાયશ્ચિત્ત પણ કહે છે. એમાં થોડા થોડા સૂક્ષ્મ ભેદ છે 491 They are in same compartment. “આનાથી આગળ, પ્રાર્થના એ પ્રયોગ અને અનુભવનો ૨૨ વિષય છે.” Logic થી સમજી શકાતું નથી; કારણકે પ્રાર્થના પ્રાર્થના Page #37 -------------------------------------------------------------------------- ________________ એ વિશ્વાસનું પ્રતીક છે અને વિશ્વાસ વિષે ગાંધીજી કહે છે કે હું આત્મા છું, Faith begins where the logic ends. જ્યાં તર્ક સમાપ્તિને ( આપનો સેવક છું.) સૌનો મિત્ર છું." પામે છે ત્યાં સતુશ્રદ્ધાનો પ્રારંભ થાય છે. Bar at Law વાળા માત્ર બુદ્ધિથી પ્રાર્થના સમજી શકશે નહિ. “પૌરાણિક અને ઐતિહાસિક – એમ અનેક દૃષ્ટાંતોએ પ્રાર્થનાના સિદ્ધાંતની પુષ્ટિ કરી છે. મહાસતી દ્રૌપદી, મહાસતી સીતા, અંજનચોર આદિ પૌરાણિક દષ્ટાંતો છે. આચાર્યશ્રી સમતભદ્રસ્વામી, આચાર્યશ્રી માનતુંગાચાર્ય, ભક્તકવિશ્રી નરસિંહ મહેતા અને પ્રભુપ્રેમમસ્ત શ્રી મીરાંબાઈ આદિ ઐતિહાસિક દૃષ્ટાંતો છે. આ વડે પ્રાર્થનાની સાધના - પ્રણાલીની સફળતાપૂર્વક સિદ્ધિ થાય છે.” પ્રાર્થનાથી એક જ વ્યક્તિને ફાયદો થયો હોય એવું નથી, અનેક વ્યક્તિઓને ફાયદો થયો છે. તેમાં પૌરાણિક પણ છે. પૌરાણિક એટલે પ્રા ઐતિહાસિક એટલે Prehistorical અને ઐતિહાસિક એટલે Historical. કારણ કે આચાર્યશ્રી સમંતભદ્રાચાર્ય બીજી સદીમાં થયા. આચાર્યશ્રી માનતુંગાચાર્ય છઠ્ઠી સદીમાં થયા. ભક્ત કવિ નરસિંહ મહેતા અને ભક્ત કવિયત્રી મીરાંબાઇ, લગભગ પંદરમી સદીના અંતમાં થયા. આ બધાય મહાન પુરુષોને આજેય હજારો અને લાખો વર્ષ પછી પણ આપણે યાદ કરીએ છીએ. અંજનચોરની દઢ શ્રદ્ધાને યાદ કરીએ છીએ. સુદર્શન શેઠના એકપત્નીવ્રત અને દઢતાને કારણે શૂળીનું સિંહાસન થઈ ગયું !! “જે થવાનું હશે તે થશે. સત્યનું આચરણ કરતાં કરતાં, શીલની રક્ષા કરતાં કરતાં મૃત્યુ આવે તો વાંધો નથી.' - આ છે શ્રદ્ધા. “વિપદ પડે પણ વણસે નહિ, પ્રાર્થના સોઈ હરિજનના પરમાણ રે. ૨૩. Page #38 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” - - - - - - - - - - કરતા અટકાવવાની માનતા માનતા ના નાના નાના નાના નાના બાળકનારાના - - - કાયદાની કલાકારક માનવા મારી વાત મારામારીના નામ પર રાજ બનાવવાની વાત મારા કામ કરવાની કળા માં માનનારા મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે રે, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે.” –ભક્ત કવયિત્રી ગંગાસતી ભગવાને ભક્તોને મદદ કરી એટલે પ્રાર્થનાની સિદ્ધિ છે એવો અર્થ ન લેવો. પણ ભક્તોને પરમાત્મામાં અતૂટ શ્રદ્ધા હતી અને તે શ્રદ્ધા મૃત્યુ આવવા છતાં અથવા ઘણું દુઃખ પડવા છતાં ડગી નહિ, એ એમની પ્રાર્થનાની સાધનાની પરમાર્થ સિદ્ધિ છે. જયારે સાધક પોતાની સાધનામાં આગળ વધે ત્યારે શું થાય છે તેનું વર્ણન ‘આઠ દૃષ્ટિની સજઝાયમાં આવે છે, ધર્મ અરથે ઇહાં પ્રાણને જી, છાંડે પણ નહિ ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડે છે, જુઓ એ દષ્ટિનો મર્મ; મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ.” –શ્રી યશોવિજયજી કૃત આઠ યોગદષ્ટિની સજઝાય, ગાથા-૩ આપણે તો થોડુંક દુ:ખ આવે તો ધર્મ છોડી દઇએ છીએ ! કહીએ છીએ કે મારી તબિયત સારી નથી. એટલે ધર્મ કેવી રીતે કરી શકું ? “ઘરવાળા કહે છે કે હવે સત્સંગ નથી કરવાનો. એટલે હું તો હવે ઘેર જાઉં છું ! સત્સંગ આજથી હું મૂકી દઉં છું !” આ રીતે ધર્મને ન છોડાય. ખાસ કારણસર ઘરે જવું પડે તો જવું પણ સત્સંગ મૂકવો નહિ. ઘરના લોકોને કહેવું કે મારે સત્સંગ જ કરવો છે, અને એ સત્સંગ દ્વારા મારે અસંગ એવું આત્મપદ પામવું છે, એવો મેં નિર્ધાર કર્યો છે. આ બાબતમાં દઢ રહેવું જોઇએ. છોકરો કે છોકરાના પપ્પા કે છોકરાની બા હઠ કરે તો આપણે પણ એમની સામે સત્યાગ્રહ કરવો. તેમને કહેવું કે હું તમારી સેવા કરીશ, તમારું કામ કરીશ, બાકી એથી વિશેષ હું કરીશ નહિ. લોકોનું કહ્યું બધું કરીએ અને સ્વજનોનું કહ્યું કરીએ તો કોઈ દિવસ ધર્મ સારી રીતે થઇ શકે નહિ. e પ્રાર્થના ૨૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર ચાર પ્રતિબંધ કહે છે : લોક /“હું આત્મા છે ( આપનો સેવક છું, પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ-વિકલ્પ (સીમિત્ર પ્રતિબંધ. જે યુગપ્રધાન આચાર્યો, અપ્રમત્ત યોગીશ્વરો અને મહાજ્ઞાનીઓએ સૈદ્ધાંતિક ગ્રંથોની રચના કરી છે તેમણે જ સાથે સાથે ભક્તિ, પ્રાર્થના, આલોચના, પ્રાયશ્ચિત્ત આદિ વિષયક ગ્રંથોની પણ રચના કરી છે. પોતાની જીવનસાધનામાં તેઓએ જ્ઞાન સાથે ભક્તિની આવશ્યકતાનો અત્યંતપણે અનુભવ કરીને, તેનો સ્વીકાર કરેલ છે. જેમનાં ઉપદેશામૃતનો અમારા જીવન ઉપર વિશેષ ઉપકાર થયો છે એવા, જ્ઞાન-ભક્તિના આરાધક મહાત્માઓમાંથી થોડા મહાત્મારકોની કૃતિઓનો અંગુલિનિર્દેશ માત્ર કરીએ છીએ.” શ્રી કુંદકુંદાચાર્ય : એમણે સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર આદિ અનેક ગ્રંથો લખ્યા. તો બીજી બાજુ, દશભક્તિ (પ્રાકૃત), તીર્થંકરભક્તિ, સિદ્ધભક્તિ, શ્રુતભક્તિ, ચારિત્રભક્તિ, અણગાર (સાધુ) ભક્તિ, આચાર્યભક્તિ, નિર્વાણભક્તિ, પંચપરમેષ્ઠિભક્તિ, નંદીશ્વરભક્તિ અને શાંતિભક્તિની રચના પણ કરી છે. આપણે એમ માનીએ છીએ કે જ્ઞાની લોકો ભક્તિ ન કરે ! “અમે જ્ઞાની હોઇએ તો અમારે તો ભક્તિ કરવાની જરૂર નહિ !! એ તો તમે અભણ હો અને તમારામાં જ્ઞાનની શક્તિ ન હોય અને તમને શાસ્ત્રમાં કંઈ સમજણ ન પડે એટલે તમે ભક્તિ કરો !!! આચાર્યશ્રી કુંદકુંદાચાર્યને શાસ્ત્રની ખબર હતી કે નહીં? આપણે વિચારવું. શ્રી સમતભદ્રાચાર્ય : યુજ્યુનુશાસન, આપ્તમીમાંસા, રત્નકરંડશ્રાવકાચાર અને આ બાજુ બૃહત્ સ્વયંભૂસ્તોત્ર એટલે કે ચોવીસ તીર્થંકર ભગવંતની સ્તુતિ અને સ્તુતિવિદ્યા ૨૫) સમજાય જિક - મને પ્રાર્થના Page #40 -------------------------------------------------------------------------- ________________ છે (જિનશતક)ની તેઓએ રચના કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે આપનો સેવક છું.) તેઓને આદ્યસ્તુતિકાર કહ્યા છે. સૌનો મિત્ર છું." શ્રી હેમચંદ્રાચાર્ય : સિદ્ધહેમશબ્દાનુશાસન, કાવ્યાનુશાસન, યોગશાસ્ત્ર, પ્રમાણમીમાંસા... બધા ઘણા ગ્રંથો છે. તો સાથે સાથે વીતરાગસ્તોત્ર, ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત વગેરે. શ્રીમદ્ રાજચંદ્ર : શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, શ્રી અપૂર્વઅવસર, શ્રી મોક્ષમાળાના શિક્ષાપાઠ ૧૩, ૧૪, ૧૫, ૩૫, ૨૬, ૧૦૭ અને વચનામૃત પત્રક ૨૦૧, ૨૧૩, ૨૨૩, ૨૫), ર૬૩, ૪૯૩ (ઉત્તરાર્ધ), ૫૭૨, ૬૯૩, ૮૮૫ અને ઉપદેશછાયા આંક ૪, ૮. શ્રીમદ્ શંકરાચાર્યજી : વિવેકચૂડામણિ, આત્મબોધ, ગીતાભાષ્ય તો બીજી બાજુ હરિસ્તુતિ, ગોવિંદાષ્ટકમ્, જગન્નાથાષ્ટકમ્, ગુર્વષ્ટકમ્, શિવાનંદલહેરી, દેવીભુજંગસ્તોત્ર, સૌંદર્યલહરી, કલ્યાણવૃષ્ટિસ્તવન, ભવાનીભુજંગ.... ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા તેમણે કેવા મહાન પદો લખ્યા ! (૧) જ્યાં લગી આત્મા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. (૨) હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. (૩) ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહિ રે. (૮) હરિ હરિ રટણ કર, કઠણ કળિકાળમાં, દામ બેસે નહિ કામ સરશે. (૫) નરસૈયા રંકને, પ્રીત પ્રભુશું ઘણી, પ્રાર્થના અવર વેપાર નહીં ભજન તોલે. ૨ ૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, ,, સૌનો મિત્ર છું.' આપણે તો ૬૦-૭૦ વર્ષના થયા અને છોકરા કહે છે કે ‘બાપા ! હવે તમારી જરૂર નથી.' એટલે થોડી ભક્તિ અને આપનો સેવક છું, સ્તુતિ કરીએ છીએ ! નરસિંહ મહેતા તો કહે છે કે અમારે તો Full time business એક માત્ર ભક્તિ જ છે. અમારે ભગવાનની ભક્તિ કરવી છે. અમારો મુખ્ય વ્યવસાય ભક્તિ છે ! “લાખ વિનાના લેખાં નહીં ને, પાર વિનાની પૂંજી, વ્હોરવું હોય તો વ્હોરી લેજો, કસ્તૂરી છે સૂંઘી, અમે તો રામનામના વેપારી.’ —ભક્તકવિ નરસિંહ મહેતા આ વાત આપણને અંતરમાં બેસતી નથી. ‘અમે તો આટલા ભણેલા-ગણેલા, આટલા બધા હોશિયાર અને આવું બધું કરીએ ? આ તો ભક્ત લોકો આવી અંધભક્તિ કરે. અમારે તો...’ જીવને પરમાત્માના પ્રેમમાં ઘણાં વિઘ્નો છે. એણે મોહના દળિયાં એટલા ભેગાં કર્યા છે કે તીર્થંકર ભગવાનની વાણીની અસર ન થઇ તો આજકાલના સામાન્ય જ્ઞાનીની વાત શું કરવી ? પણ હવે અજ્ઞાનરૂપી બટન ખોલી નાખવા અને આપણા હ્રદયમાં પરમાત્માને બિરાજમાન કરવાં. અમે તો આવું કહીએ છીએ અને આવું કરીએ છીએ. તમારે વિચારવું. ભ્રમ લાગે તો હમણાં Pending Fileમાં મૂકી દેવું. જઇ આવો આખી દુનિયામાં, આંટા મારીને ક્યાંકથી સુખ લઇ આવો. તમને દીકરો બહુ વહાલો હોય તો એની પાસેથી સુખ લઇ આવો. દીકરી વહાલી હોય તો એની પાસેથી સુખ લઇ આવો. સાડીઓ, કારખાના-મિલમાંથી તે લઇ આવો. પરંતુ જ્ઞાનીઓ તો કહે છે કે, હે જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે; તે બહાર શોધવાથી મળશે નહીં. બહારમાં ક્યાંય સુખ જો હોત તો શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ જેવા કામદેવ હતા, ચક્રવર્તી હતા, તેઓ ઝપટ મારીને ગમે પ્રાર્થના ૨૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી ચાંદ તોડીને સુખ લઇ આવે એટલી તાકાત હતી !! હું આત્મા છું, આપનો સેવક છું. તેઓએ શું કર્યું? સૌનો મિત્ર છું.” “પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને, નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું, છતાં બાળરૂપે રહ્યો શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહા શાંતિ આનંદ ધામે.” –શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૩ (શ્રી શાંતિનાથ ભગવાન સ્તુતિ) આપણે વિચારવું. જીવને લાગે છે કે આ શાંતિનાથ ભગવાને ભૂલ કરી ! “મહાવીર ભગવાનના જમાનામાં કાંઇ ટી.વી., ટેલિફોન કે વિમાન હતા? મારો દીકરો તો હેલિકોપ્ટર લાવ્યો છે એટલે હવે અમે દાદરા ના ચઢીએ. Liffમાં પણ ના બેસીએ. અમારા બંગલાની અગાસી ઉપર જ હેલિકોપ્ટર ઉતરે. આવા બધા સુખનાં સાધન તે વખતે નહોતાં. એમના જમાનામાં કાંઈ આટલું બધું સુખ હતું? !! આ જીવ હજી પોતાના તુચ્છ પુણ્યની અકડાઇમાંથી બહાર નીકળતો નથી. ભાઈ ! વિચારીને તું પરમાત્માને સ્વીકારે અને એમના માર્ગને અનુસરે તો તારું કલ્યાણ થાય અને તું ભલે પરમાત્માનો ન માને અને તારે જે કહેવું હોય તે કહે પણ તેમનો માર્ગ મારા, તારા કે કોઇના કહેવાથી ખોટો સાબિત થતો નથી. જીવે શાંતિપૂર્વક વિચાર કર્યો નથી એટલે એને આ પ્રમાણે વિપરીત લાગ્યા કરે છે. પ્રાર્થના ૨૮ Page #43 -------------------------------------------------------------------------- ________________ 7“હું આત્મા છું, ( આપનો સેવક છું, (સૌનો મિત્ર છું." સાધક જયારે ઘણો પુરુષાર્થ કરવા છતાં આગળ ન વધી શકે ત્યારે શું કરે? તો ત્યારે પુરુષાર્થ ચાલુ રાખે અને પરમાત્માને શરણે જઇને પરમાત્માને પ્રાર્થના કરે કે મારું જ્ઞાનબળ વધો, મારી તમારા ચરણ પ્રત્યેની ભક્તિ વધો, મારી બુદ્ધિ નિર્મળ થાઓ, મારી જગતના પદાર્થોની આસક્તિ તૂટો, એ ઇત્યાદિ પ્રકારે પોતપોતાની રીતે ભક્તજન શ્રી પરમાત્મા અથવા શ્રી સદ્ગુરુદેવના ચરણકમળને વિષે સમર્પિત થઇ પ્રાર્થના કરે છે. અહીં ભક્તની જે નિઃસ્પૃહતા કહી છે, તે સાંસારિક વસ્તુઓ સંબંધી જાણવી. ભક્ત, મોક્ષમાર્ગમાં આગળ વધવા ભક્તિ કરવાની શક્તિ, સંયમ, ધીરજ, જ્ઞાન ઇત્યાદિ પારમાર્થિક સગુણોની પ્રાર્થના કરે તો તેનો કોઈ અપેક્ષાએ બાધ નથી.” નિઃસ્પૃહતા એટલે કાંઈ માગવું નહિ. શું માગવું નહિ ? દુનિયાના સાંસારિક પદાર્થોનું સુખ ભગવાન પાસે માગવાનું નથી. કોઇ કહે કે કેમ ન માગવું ? કારણકે એમને ખબર જ છે કે તારે યોગ્ય શું છે ! ભગવાન સર્વજ્ઞ છે. ભગવાનને Reminderની જરૂર નથી. માટે ભગવાન પાસે કાંઈ માગવાની જરૂર નથી. “માગીએ તો તમને શું વાંધો છે?” “ભાઈ ! તું માગે ને, તો તને હલકું મળે. સાંસારિક પદાર્થ માગો તો પાપબંધનું કારણ છે અને પાપબંધ થવાથી જે ઉત્કૃષ્ટ વસ્તુ પ્રાપ્ત થવાની હતી તેને બદલે હલકી મળે. તને ૫૦ કરોડનું પુણ્ય બંધાવાનું હતું, એને બદલે બે કરોડનું બંધાય. ઘણું નુકસાન છે.” માટે કૃપાળુદેવે “શ્રી આત્મસિદ્ધિમાં આત્માર્થીના લક્ષણમાં કહ્યું, કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ” પહેલી વાત નિષેધાત્મક રીતે કહે છે “કષાયની ઉપશાંતતા એટલે અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લોભને વશ થઇને જગતના પદાર્થોની ઇચ્છા કાંઇ પણ કરવી નહિ. અને ૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ mજમાનપદના બીજી વાત વિધેયાત્મક મૂકી છે. ‘માત્ર મોક્ષ અભિલાષ.” સર્વજ્ઞ “હું આત્મા છું, ( આપનો સેવક છું. પ્રભુના શાસનમાં અને જ્ઞાનીઓની પદ્ધતિમાં દરેક જગ્યાએ સૌનો મિત્ર છું.” જયાં નિષેધાત્મક કહે ત્યાં વિધેયાત્મક હોય છે અને વિધેયાત્મક હોય ત્યાં નિષેધાત્મક સમજી લેવું. કોઇકવાર ન કહેવામાં આવે તો પણ સમજી લેવું. મોટા મોટા આચાર્યદેવ પરમાત્માના ચરણકમળની ભક્તિ માગે છે, તો આપણે તો હજુ તદ્દન નીચી કક્ષાના છીએ. શ્રી અમિતગતિ આચાર્ય કહે છે • “તુજ ચરણકમળનો દીવડો રૂડો હૃદયમાં રાખજો.” • “અબ હોવું ભવ ભવ સ્વામી મેરે, મેં સદા સેવક રહીં; કર જોડ યહ વરદાન માંગે મોક્ષફલ જાવત લહીં.” • “જાયું નહીં સુરવાસ પુનિ નરરાજ પરિજન સાથજી, બુધ જાચહું તુવ ભક્તિ ભવ ભવ દીજિયે શિવનાથજી.” –દર્શનપાઠ : કવિવર બુધજનકૃત વળી, ભક્તો તો કોકવાર આનંદમાં આવીને અતિશયોક્તિ અલંકાર પણ વાપરે છે, “હરિના જન તો મુક્તિ ન માગે, જનમોજનમ અવતાર રે; નિત સેવા નિત કીર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે. ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહીં રે....” –ભક્તકવિશ્રી નરસિંહ મહેતા યશોવિજયજી મહારાજ ઋષભદેવ ભગવાનના સ્તવનમાં કહે છે, “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.” કથનપદ્ધતિ અનેક રહેવાની. કહેવાનો મતલબ કે મારે, તમારે અને મોટા જ્ઞાનીઓને પણ પરમાત્માની ભક્તિ, તેમ તેમ કર, શરમ કાજ , નાના નાના રાજકારણકા કાતર કાપ મધ મકાન તક નાના નજનr નાના નાના નાના મકાનનજયાનાકા જન ધન જનક નામના મુકવા જતા હતા કાકા ન જાય કનકwrી પ્રાર્થના ૩). Page #45 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા પાસે શક્તિ વારંવાર માગવી પડે છે અને એ હું આત્મા છે. ભગવાનની બનાવેલી શ્રાવકની અને મુનિની ચર્યામાં વણી આપનો સેવક છું, સૌનો મિત્ર છું.) લેવામાં આવી છે. સામાયિકમાં શું કરો છો ? વંદના, આ આલોચના, પ્રતિક્રમણ.... આ બધું શું છે ? તમે એને માટે મોટા મોટા શબ્દો વાપરો પણ વસ્તુ તો આની આ જ છે. જ્ઞાનીઓ કહે છે કે અમારે શબ્દો સાથે કાંઈ સંબંધ નથી. અમારે તો ‘ભાવ'ની મુખ્યતા છે. મોક્ષમાર્ગમાં “ભાવ” મુખ્ય છે. આવું લોકો જાણતા નથી એટલે બહારમાં બહુ ક્રિયાઓ કરે છે, પણ અંદરમાં ભાવ શૂન્ય છે અને તેથી ઉત્તમ પદની પ્રાપ્તિ પણ કરતા નથી !! પારમાર્થિક સદ્ગુણોની માગણી કોઇ અપેક્ષાએ બાધક નથી એમ કેમ કહ્યું? આત્માનો અનુભવ કરતી વખતે અથવા એની આગલી ક્ષણમાં ભક્ત અને ભગવાન, અનુભવમાં એક થઇ જાય છે. પ્રાર્થના કરનાર અને જેને પ્રાર્થના કરવામાં આવે છે તે બંને તત્ત્વો તે પ્રાર્થના કરનારના આત્મામાં સમાઇ જાય છે; એટલે પત્રાંક ૮પદમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ પાંચ પ્રકારના બળ કહ્યા છે, એ પણ આના સંદર્ભમાં સમજી લેવા. જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ અને જ્ઞાનબળ. આ પાંચ પ્રકારનાં બળ પ્રાપ્ત કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય કૃપાળુદેવ વચનામૃત ૮પ૬માં “તથારૂપ જ્ઞાનીપુરુષના સાચા સમાગમની ઉપાસના' બતાવે છે. તથારૂપ જ્ઞાનીપુરુષના સમાગમની સાચી ઉપાસના, હે ભવ્ય જીવ ! જો તું કરે તો તારું જિજ્ઞાસાબળ વધે, વિચારબળ વધે, વૈરાગ્યબળ વધે, ધ્યાનબળ વધે અને જ્ઞાનબળ વધે. અને આ વધે તો પછી તારે અને મોક્ષને દૂર નહિ હોય. આ પાંચ બળો જેના વધી જાય તેનું નામ જ સાચા મુનિ, છે પ્રાર્થના ખરેખરા મુનિ એટલે ક્ષણે ક્ષણે અનન્ય પ્રમથી મોક્ષમાર્ગમાં ૩૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું. સૌનો મિત્ર છું.' પ્રાર્થના ૩૨ તે પ્રવર્તે તે. મુનિનું વર્ણન વાણીમાં આવી શકતું નથી. મુનિ તે શુદ્ધાત્મા છે. તે જ્ઞાનનો અને વાણીનો વિષય નથી; અનુભવનો વિષય છે. મુનિની સ્તુતિ આપણે કરીએ, ભગવાનની સ્તુતિ કરીએ, તેથી એવું ન માનવું કે મેં ભગવાનને ઓળખી લીધા. ભગવાનની ઓળખાણ થવા માટે સત્પુરુષનો નિશ્ચય અને આશ્રય કરવો પડે. બીજો કોઇ ઉપાય નથી. “સાહેબ ! ભગવાનની અંગ્રેજીમાં, સંસ્કૃતમાં, પ્રાકૃતમાં બહુ સ્તુતિઓ લખું તો ?’” મારા સ્વામીને પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય છે કે તેમના ચરણ પકડવા અને પછી કહેવું કે તમારી આજ્ઞા હોય તો, તમને હું ભેટવા માગું છું. આપણી યોગ્યતા હોય તો ભગવાન કહે તથાસ્તુ. અને તે અંતરધ્યાન થઇ જાય છે; કારણકે ભગવાન કહે છે કે હું અને તું એક જ છીએ ! મને ભેટવાની જરૂર નથી. હું તો તારા હૃદયમાં જ બિરાજમાન છું. હું કંઇ તારાથી અલગ નથી !! “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઇ, લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.’’ શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૯૫૪, ગાથા-૩ જ્યારે આપણે ભગવાનને ભેટવા જઇએ તો ? ભગવાન તો અંતરધ્યાન થઇ જાય !!! “પ્રેમ ગલી અતિ સાંકરી, તામેં દો ન સમાય, જબ મૈં થા તબ હિર નહીં, જબ હિર તબ મેં નાહીં.” ~મહાત્મા કબીરદાસજી દિવ્યપ્રેમના માર્ગે જેમ જેમ આગળ ચઢતો જાય તેમ તેમ એકદમ સાંકડી ગલી આવે. અમરનાથ જાઓ ત્યારે થોડે સુધી તમે ખચ્ચર પર બેસીને જાઓ પછી ખચ્ચર પણ ન જાય. તમારે પગે ચાલીને જ જવું પડે. સાંભળેલી વાત છે. અનુભવેલી Page #47 -------------------------------------------------------------------------- ________________ જોમ અને જનતા ના નથી. મોક્ષમાર્ગમાં શ્રીમદ્ રાજચંદ્ર પોતે શું ભાવના કરે છે ? ) “હું આત્મા છું, “એકાકી વિચરતો વળી સ્મશાનમાં, આપનો સેવક છું, સીનો મિત્ર છું.) વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો;” –શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૭૩૮, ગાથા-૧૧ ઇત્યાદિ પ્રકારે, જેમ જેમ આગળ જાય એમ એમ Single Track આવે. હે ભવ્ય જીવ ! તું તારા સ્વામી પાસે પારમાર્થિક સદ્દગુણો માગી શકે છે. વિવેકપૂર્વક તું માગી શકે છે. ભગવાન જેવા દાતાર આ દુનિયામાં કોઈ છે નહિ !! - તમારા દીકરા તમને બહુ સારી રીતે રાખે છે. “સાહેબ ! મેં તો હજાર રૂપિયા મંગાવ્યા ને દશ હજાર રૂપિયા મોકલ્યા. મેં કીધું કે મારે આવવું છે એટલે તરત જ ગાડી મોકલી દીધી. બોલો, મારા દીકરા જેવું કોઇ હોઇ શકે ?” હે ભાઈ ! તમારા દીકરા જે છે એનાથી બહુ આગળ છે એ પરમાત્મા છે. પણ તું અને હું હજુ તેમને જેવા જોઇએ એવા ઓળખતા નથી.” “માગ્યા વિના તો મા પણ ન પીરસે.” “મા થી મોટા એનું નામ ભગવાન.' આ સાંભળીને માતાઓને ખોટું લાગે, “અમારા કરતાં ભગવાનને મોટા કહો છો?” “મા, એ તો વ્યવહારિક વાત છે. આ દુનિયામાં પરમાર્થ દષ્ટિએ કોઇ કોઇની મા નથી. કોઇ કોઇનો બાપ નથી. કોઈ કોઈનો પતિ નથી. કોઇ કોઇની પત્ની નથી. સર્વ જીવ સ્વતંત્ર, સ્વાધીન, અલગ અને પોતપોતાના કર્મોને જ નિશ્ચયથી ભોગવી શકે છે; એવી એકત્વની વ્યવસ્થા આ વિશ્વમાં છે.” આમ આપણને પારમાર્થિક ગુણ માટે પ્રાર્થના કરવાની શ્રી ગુરુ આજ્ઞા આપે છે. ક ર પ્રાર્થના ૩૩. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩. પ્રાર્થના માટેની શરતો હું આત્મા છું, આપનો સે. સૌનો મિત્ર છું." ટકાન-ના-નાના કારખાનાજીના નાના નાના નાનકડા મારા નાના અને મારા નજર રાખવકતા કાકા મા જ કામકાજના નવા પાનકારક પ્રાર્થના એ ભક્તિનું સ્વરૂપ છે અને એવી પ્રાર્થના સામાન્ય મનુષ્યો પણ કરે છે, મુમુક્ષુઓ પણ કરે છે, જ્ઞાનીઓ પણ કરે છે અને મુનિજનો પણ કરે છે. પ્રાર્થના માટેની ચાર શરતો નીચે પ્રમાણે છે : (૧) લઘુતાસહિત આત્મસમર્પણ હોવું જોઇએ. સાચી પ્રાર્થના કોણ કરી શકે ? પ્રાર્થના બધા કરી શકે છે અને બધાને પોતપોતાના પ્રમાણમાં ફળ પણ મળે છે, પણ મોક્ષરૂપી ફળ જેણે પ્રાપ્ત કરવું છે, એને માટે લઘુતાસહિત આત્મસમર્પણ કરવું જરૂરી છે. (૨) અંતરનો વિશ્વાસ. વિશ્વાસથી જીવ સાચી પ્રાર્થના કરી શકે છે. જગતના જીવોને ભગવાનને દેખીને “અહો ! આ ભગવાન છે!' એવો ભાવ થતો નથી, કારણકે પોતાને અંતરમાં વિશ્વાસ નથી. હું આત્મા છું' એવી એમને અંતરમાં શ્રધ્ધા નથી. તેથી “આ આત્મતત્ત્વને પરમપોષક એવા પરમાત્મા છે' એવો અંતરમાં ભાવ જાગતો નથી. તેઓ જો પ્રયત્ન કરે અને પરમાત્માની ઓળખાણ કરે તો તેમને પણ ક્રમે ક્રમે રૂડો ભાવ વાગી રહકે છે. જેના મનમાં શંકા હોય એ સાચી પ્રાર્થના ન કરી શકે. કારણકે અંતરમાં કહે છે કે ભગવાન હશે કે નહિ ? શાસ્ત્રમાં અંજનચોરનું દૃષ્ટાંત આવે છે. એક ભાઈ કુહાડી લઇને ઝાડ ઉપર ચઢેલા. કુહાડી ઉપાડે અને પાછા કુહાડી મૂકી દે; ફરી કુહાડી ઉપાડે અને પાછા કુહાડી મૂકી દે. ત્યાં પેલો અંજન ચોર આવ્યો. તેણે પૂછ્યું, “ભાઈ ! શું કરો છો?” એટલે કહે છે કે આ તો મારા ગુરુએ મને મંત્ર આપેલો છે અને એમણે કહ્યું પ્રાર્થના ૩૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ છે કે તું આ ડાળી કાપી નાખે અને તું પડે તો પણ મરે નહિ, એવો આ મંત્રનો પ્રતાપ છે. મને લાગે છે કે હું આટલે ઉ૫૨થી પડું અને કદાચ મરી જાઉં તો ? એટલે મારું મન માનતું નથી.” “તારા ગુરુ સાચા હતા ?'' “બિલકુલ સાચા હતા.' “કેવા છે તારા ગુરુ ?'’ પેલાએ ગુરુનું વર્ણન કર્યું. પછી અંજનચોરે ડાળી હતી તે ડાળી કાપી નાખી. પડ્યો નીચે, પણ કાંઇ થયું નહિ. અધિષ્ઠાતા દેવીએ આવીને એને ઝીલી લીધો. આપણે શ્રી સામાયિક પાઠમાં (છ આવશ્યક કર્મ) બોલીએ છીએ, “અંજન આદિક ચોર મહા ઘનઘોર પાપમય, તિનકે જે અપરાધ ભયે તે ક્ષમા ક્ષમા કિય; મેરે જે અબ દોષ ભયે તે ક્ષમહુ દયાનિધિ, યહ પડિકોણોં કિયો આદિ ષટ્કર્મમાંહિ વિધિ.” જેને વિશ્વાસ છે એનું કામ થાય છે. જેના ‘ભાવ’ સાચા • છે એનું કામ થાય છે. (૩) નિઃસ્પૃહતાપૂર્વક નિજદોષકથન. એમાં ખરેખર તો બે મોટા સદ્ગુણ આવ્યા. પહેલો સદ્ગુણ ‘નિઃસ્પૃહતાપૂર્વક’માં શું આવ્યું ? માગણી કરવી નહિ, નિદાન કરવું નહિ, દુ:ખ આવે પણ ભગવાન પાસે દુનિયાની વસ્તુ ન માગવી. ‘પણ મારી તબિયત સારી રહેતી નથી તો હું ભગવાનને કહું કે મને આ રોગ મટાડી દો, તો હું તમારી ભક્તિ કરું.' પણ એવું ન માગવું. માગ્યા વિના ન રહી શકે તો એવું માગવું કે ‘હે ભગવંત ! મને જે યોગ્ય હોય તે આપો. મારે આપની આજ્ઞાનું પાલન કરવું છે.' દુનિયાની વસ્તુઓ ભગવાન પાસે માગવી નહિ. "હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.’ પ્રાર્થના ૩૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.' પ્રાર્થના ૩૬ આમ તો અઘરી વાત છે. ‘કોઇને ખબર નહિ પડે, માગી લેવા દો ને!' નિદાન ન કરવું તે જ્ઞાનીનું લક્ષણ છે. આરાધના કરીને આ લોકની કે પરલોકની વસ્તુની રુચિપૂર્વક ઇચ્છા કરવી નહીં. જરા કઠિન લાગે એવું છે પણ વિચારવું. આપણે ન માગીએ તો ભગવાન ન આપે એવું નથી. ભગવાન અંતર્યામી છે. ભગવાન પરિપૂર્ણ છે. એટલે આ તારી માન્યતા ખોટી છે. ‘ભગવાન કદાચ ભૂલી જાય તો ?' ભગવાનનું નામ જ અંતર્યામી પરમાત્મા છે. સાચા સંત હોય તેને માયા, મિથ્યાત્વ અને નિદાન - આ ત્રણ શલ્ય (કાંટા) હોતાં નથી. બીજો સદ્ગુણ : નિજદોષકથન આપણે બાર ભૂલ કરીએ છીએ અને ભગવાન પાસે દસ ભૂલની માફી માગીએ છીએ ! એવું ન કરવું, પણ ભગવાનને કહેવું કે “હે ભગવાન ! મેં આ બાર ભૂલ કરી છે, જે મારા જ્ઞાનમાં છે. બીજી અજાણતાં તો ઘણી ભૂલ કરું છું. હું અલ્પજ્ઞ છું. મારી સ્મૃતિ સારી નથી તેથી હું ભૂલ તો ઘણી કરું છું. બધી મને યાદ રહી નથી પણ જેટલી મને યાદ રહી છે એટલી બધી આપની સમક્ષ રજૂ કરું છું.” ૫રમાર્થમાર્ગ જુદો છે.તે દુનિયાના મતાર્થી લોકોને પ્રાપ્ત થતો નથી. પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઇને કહે છે, “લૌકિકદૃષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકદૃષ્ટિએ કોણ પ્રવર્તશે ?' જે મહાપુરુષોને બિરાજમાન કર્યા છે એ અલૌકિક પુરુષો છે. અલૌકિક એટલે હવે આ લોકમાં (મૃત્યુલોકમાં) રહેવાના નથી. થોડા વખતમાં મોક્ષે ચાલ્યા જવાના છે. “જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઇને.” આ દુનિયામાં એવી કોઇ વસ્તુ નથી કે જેમાં આ જીવે મમત્વ કરવું, મોહ કરવો, આ મારું છે એમ માનવું. આવું Page #51 -------------------------------------------------------------------------- ________________ યથાર્થપણે જાણી ભગવાને પોતે માર્ગ આરાધ્યો છે, અનુભવ્યો છે, અને એવો જ આપણને ઉપદેશ્યો છે. (૪) કરેલા દોષો ફરી ન કરવાની પ્રતિજ્ઞા : આધ્યાત્મિક વિકાસના એક અગત્યના સાધનરૂપ એવી જે આ પ્રાર્થના તેનું અંતિમ ધ્યેય એ છે કે આપણા આત્મામાં રહેલી સર્વ અશુદ્ધિઓ કાયમને માટે નાશ પામે અને આત્મા પરમાત્મા બને. આ કાર્ય કાંઈ સરળ નથી; કારણકે પૂર્ણ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે સમજણપૂર્વક, કોઈ પણ લૌકિક ઈચ્છા વિના પ્રભુ-ગુરુની સંપૂર્ણ અને દીર્ઘકાલિન શરણાગતિ અને સાન્નિધ્ય સ્વીકરાવાની આવશ્યકતા રહે છે. ઉપરોક્ત કાર્ય તો જ સિદ્ધ થઇ શકે કરેલા (થયેલા) દોષો ફરીથી ન થાય તેની ખૂબ જ કાળજી રાખવામાં આવે, આ માટે સદ્ગુરુની સાક્ષીએ વિસ્મૃતિ કે પ્રમાદની થયેલા દોષ ફરીથી ન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે અને જે કડક શિક્ષા આપવામાં આવે તે સહર્ષ સ્વીકારીને બરાબર પાળવામાં આવે. ગુરુની સમીપે જ જો તેવો દોષ ફરીથી ન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે તો એક અદ્ભુત અને અપૂર્વ દઢતા આવે છે અને ભૂલ કરતી વેળા, જાણે કે ગુરુની દિવ્ય પ્રેરક મૂર્તિ નજર સમક્ષ આવે છે અને સાધક દોષની પુનરાવૃત્તિ કરવામાંથી બચી જાય છે. આમ દોષની પુનરાવૃત્તિ ક્ષીણ થાય છે અને અલ્પકાળમાં કાર્યની સિદ્ધિ થાય છે; પણ આમ થવા માટે નીચેની શરતો પળાવી જ જોઇએ. (૧) પોતાનો દૃઢ સંકલ્પ. (૨) સદ્ગુરુનું યોગબળ તેમજ તેમના તરફથી પ્રાપ્ત થતી કૃપાદિષ્ટ. (૩) શિષ્યની એવી ઉચ્ચ પાત્રતા કે જેથી પોતાના યોગબળ વડે, સદ્ગુરુદેવ, સુયોગ્ય શિષ્યમાં “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.' પ્રાર્થના ૩૭ Page #52 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું." પોતાની શક્તિનું પ્રદાન કરે (શક્તિપાત કરે). આવી શક્તિ ઉપલબ્ધ ઈતિહાસ અનુસાર, વિવેકાનંદજીને શ્રી રામકૃષ્ણ પરમહંસ તરફથી પ્રાપ્ત થઈ હતી. બાકી તો શ્રદ્ધા, સબૂરી, અદમ્ય ઉત્સાહ અને દઢ સંકલ્પબળ અવશ્ય સાધકને ફરીથી ભૂલ કરતો અટકાવશે અને તે વિજયશ્રીને વરશે જ માટે અંતરની શ્રદ્ધા, ગુરુમાં વિશ્વાસ અને પુનઃ પુનઃ પુરુષાર્થ જ સિદ્ધિના સાધક છે. કામ ન કરવો બનાસ ન કરનારા પ્રાર્થના ૩૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ 917365-2954 ૪. લઘુતાસહિત આત્મસમર્પણ “હું આત્મા છું, આપનો સેવક છું, પ્રાર્થના કરવી હોય તો પ્રાર્થનાને આમ તો બધા જ ધર્મમાં મહત્ત્વ આપવામાં આવે છે. પણ ઇસ્લામ ધર્મમાં અને સૌનો મિત્ર છું. Christianity માં વળી વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. તેને બંદગી કહે છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે. “મેરે સાહિબ તુમહી હો, પ્રભુ પાસ જિણંદા ! ખિજમતગાર ગરીબ હું, મૈં તેરા બંદા...'' જીવને પરમાત્મા મહાન લાગતા નથી. પરમાત્માની અને સદ્ગુરુની વિચારણા કરતાં અંદરમાં વિચારે છે... “પણ સાહેબ ! હું કાંઇ જેવો તેવો છું ? સાહેબ ! હું IAS Officer છું, ચાર ફેક્ટરીનો માલિક છું...' એ બધું તારું ભૂલી જવું એમ કહે છે. લઘુતા સહિત આત્મસમર્પણ થાય ત્યારે કેવા વિચારો હોય? JALgdoi:1 “અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?’ —શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૬૪, ગાથા ૧૯ “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ?’ - —શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૬૪, ગાથા ૧૮ “દરેક પ્રાર્થનાકારને એ સ્પષ્ટ ખ્યાલ હોવો જોઇએ કે પોતે અલ્પ શક્તિનો ધરનાર છે અને જેમને પ્રાર્થના કરવામાં આવી રહી છે તે અતિ મહાન શક્તિના ધારક છે.'' એટલે સ્વામીના ગુણ ઓળખી અને સ્વામી પ્રત્યે - પ્રાર્થના ૩૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ કે.' - - -- pata, , , , , , , *, છાણ, xt * * F\ Everythi e , , Avi , '; r i ... s આ લઘુતાભાવ સહિત પ્રાર્થના કરવાની છે. અઘરું કેમ છે? કારણકે “હું આત્મા છું, આપનો સેવક છે. દુનિયામાં જે કર્યું નથી તે અહીં કરવાનું છે. કારણકે દુનિયામાં સૌનો મિત્ર છું.” તો તું Top of the world' છે. જ્યાં જાય ત્યાં શેઠ... શેઠ.. ત્યાં ઉંચા આસને બેસે, એના માટે સ્પેશિયલ Airconditioning, બધુ Special અને અહીં આવે ત્યારે “પહેલાં નાક કાપીને મૂક” એમ ભગવાન કહે છે. “તો સાહેબ ! એમ તો ના બને !” તો કે હાલતો થા... આ તો રૂપક રૂપે છે. ભગવાન કોઇને કાંઇ કહેતા નથી. માટે સો વાર મુક્તિની ગરજ હોય તો મુક્તિ જેનાથી મળે તેવી સાચી ભક્તિ મારે, તમારે, કોઇ પણ જીવે કરવી Rel. There is not to question why; There is but to do or die. ભગવાનની સમક્ષ જો તારું અભિમાન ન ગળાવી દે તો વિદ્વાનો સિદ્ધાંતમાં કહે છે આત્મસાક્ષાત્કાર પણ થાય નહિ. જ્ઞાનીઓ પણ આ જ કહે. તારા આઠ પ્રકારના અભિમાનને કોરાણે મૂકી દે તો તને સમકિત એટલે આત્મજ્ઞાન થાય. એટલે કે પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ અને અનુભવ થાય. પરમાત્મા અતિ મહાન શક્તિના ધારક છે. પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને; નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૧૩ જેના અંતરની અંદર, પોતાની વર્તમાન દશાની લઘુતાનું યથાર્થ દર્શન નથી થયું તે સર્વાર્પણભાવથી પ્રભુનું શરણ કેવી રીતે લઈ શકે ? માત્ર બોલવાનું નથી, બોલવાની સાથે આપણને અંદરમાં an h કેuter t ન્યા +g+fક, પ્રમf+++ નજર મંડળ #,,,૧૩,૪,૫,wફા નેક, -24 win, ૬. મમમન's , 7 - જે sq, પ્રાર્થના ૪૦. Page #55 -------------------------------------------------------------------------- ________________ એવો ભાવ ભાસે છે ? મોક્ષમાર્ગમાં કિંમત શેની છે ? “હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો.” એને બદલે દુનિયાવાળા કહે છે કે “મારી ભૂલ કદી થાય નહિ. હું ભૂલતો હોઉં ? મને બધી ખબર હોય.’’ ભગવાન પાસે દ૨૨ોજ જૂઠું જૂઠું બોલે છે તે નહિ ચાલે. ગંભીરપણે વિચારવું... આવી સ્થિતિ છે એટલે ભગવાનની ભક્તિ જોઇએ તેવી ફળતી નથી. ભગવાનની ભક્તિ કેમ ફળતી નથી ? મનમાં એમ કહે; “આ મહારાજ છે ને. તે એવું બધું કહે ! મહારાજને શું ખબર પડે ?’’ દુનિયાની પોતાની મોટાઇ અંતરમાં પડી છે. હું આવો... હું આવો... આમ તો ઉપરથી માને છે અને મોઢેથી બોલે છે કે ભગવાન સર્વજ્ઞ છે, ત્રિલોકના નાથ છે, ભગવાનનું શરણ લેવું જોઇએ. પરંતુ અંતરમાં તે પ્રમાણેની ભાવના થતી નથી. જ્યાં સુધી આવા ભાવ નથી થતા ત્યાં સુધી પરમાત્માની નજીક જવાની કોઇ સંભાવના નથી. ભગવાન પ્રત્યે પ્રેમ પ્રગટ નથી થતો પણ કરવો જ પડશે. ભગવાન ગમતા નથી પણ ગમાડવા પડશે અને તેમાં રુચિ કરવી પડશે. દુનિયાની વસ્તુઓ બહુ સારી લાગે છે, તેમાંથી પોતાનો ઉપયાગ, પોતાની આસક્તિ, પોતાનું મન, પોતાનું ચિત્ત હઠ કરીને પણ ખસેડવા પડશે અને પરમાત્મામાં લગાવવા પડશે; ત્યારે જ કામ થશે. તે માટે ભલે સમય લાગે, તે માટે ભલે અભ્યાસ કરવો પડે. મોક્ષમાર્ગ એ પ્રમાણે જ છે. “સબ તરફસે દિલ હટા, પ્રભુ કે ચરનમેં જોડ દે; માન લે કહના હમારા, દિલકી લાલચ છોડ દે.’’ —સ્વામી શ્રી બ્રહ્માનંદજી “અચિંત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ.’’ —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૬૪, ગાથા-દ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. પ્રાર્થના ૪૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું, તમે કહો છો તો હું ભગવાનને ભજું. ભગવાન મળે આપનો સેવક છું. તો મળે !!” સૌનો મિત્ર છું.” પરંતુ એમ તો સ્વપ્નમાં પણ ન મળે ! “દુનિયાની કોઈ પણ વસ્તુ મારે જોઇતી નથી. એક પરમાત્મા જ જોઇએ છીએ” એવો અંતરનો ભાવ પ્રગટે ત્યારે પરમાત્મા મળે. ત્યાં સુધી મળે નહિ... યાદ રાખજો, જયાં સુધી ચિત્ત અનેક વસ્તુઓમાં ચોટેલું છે ત્યાં સુધી ભગવાન મળી શકતા નથી. અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૬૪, ગાથા-૭ આપણા ઘરમાં આપણે ધાર્મિક અને આધ્યાત્મિક સાહિત્ય કેટલું વસાવ્યું છે? “ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૬૪, ગાથા-૮ મુંબઈ-મોહમયીનગરીમાં જૈનોને રહેવાનું જે દુર્ભાગ્ય પ્રાપ્ત થયું છે તે કારણે આધ્યાત્મિક માર્ગમાં પ્રમાણસર જ આગળ વધી શકાય અને એથી વિશેષ ઘણા લોકો એમ કહે છે કે અમારે આ ગરીબ દેશમાં રહેવું નથી. અમે બધા અમેરિકા જવા માંગીએ છીએ. છેલ્લા ૧૦-૧૫ વર્ષમાં આવું વિશેષ ચાલ્યું છે. આ અંગે વિચારવું. નહિ શુભ દેશે સ્થાન' : યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવથી ધર્મની ઉત્પતિ, કોઇપણ કાર્યની ઉત્પતિ ભગવાન કહે છે. એટલે દરેકે પોતપોતાની રીતે વિચારવાનું છે કે કઈ રીતે મારું કલ્યાણ થાય ? જ્યાં સુધી અજ્ઞાનજનિત હું, “અહ” કે “અભિમાન'નો પ્રાર્થના ૪૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ ભાવ અંતરમાં રહ્યો છે ત્યાં સુધી પ્રપન્નતા આત્યીતક શરણાગતિ (Total Unilateral Unconditional Enlightened Surrender)નો ભાવ સિદ્ધ થઇ શકતો નથી. - હું વાણિયો, હું પટેલ, હું સ્ત્રી, હું પુરુષ, હું ઘરડો, હું જુવાન, હું ગૃહસ્થ, હું ત્યાગી, હું ગોરો, હું કાળો, હું પૈસાવાળો, હું ગરીબ... આવા બધા અજ્ઞાનનિત ભાવો મનમાં ચાલે છે. આવી માન્યતા અંતરમાં હોય તો ભગવાનની તરફ જઇ શકે નહીં. એટલે ભગવાનનું સાચું શરણું ગ્રહણ કરી શકતો નથી. અજ્ઞાનનિત એટલે ખોટું અભિમાન નુકસાનકર્તા છે પરંતુ સાચું ‘અભિમાન' આવે તો કલ્યાણકારી છે. સાચા અભિમાન વિષે, મહાપુરુષો કહે છે : “હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે, કંઇ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે !'' —શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી સમયસાર, ગાથા ૩૮ “છું એક, શુદ્ધ, મમત્વહીન હું જ્ઞાનદર્શન પૂર્ણ છું, એમા રહી સ્થિત, લીન એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરું.’’ ૭૩ --શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી સમયસાર, ગાથા જેને સાચું ‘હું’ પ્રગટે એ ‘અર્હમ્’ થઇ જાય. ‘અહમ્’માંથી ‘અર્હમ્’ થઇ જાય. ‘અહમ્’માંથી ‘અર્હત્' થઇ જાય. આપણે ખોટું ‘હું’ દરરોજ ભૂસવાનું છે. પ્રપન્નતા શબ્દનો અર્થ આત્યંતિક શરણાગતિ થાય છે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે, – “તું ગિત તું તિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે. ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે.’’ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.’ પ્રાર્થના ૪૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છે. “તું ગતિ, તું મતિ અને તું આશરો, તું આલંબન મુજ આપનો સેવક છે. પ્યારો રે;” વિચારો... આપણને આપણા જીવનમાં આવું લાગે સૌનો મિત્ર છે.છે ? એકની એક વાત આવે એટલે જરા કંટાળો આવે પણ કંટાળો લાવવો નહીં, કારણકે એને અંતરમાં ઉતારવાનું છે. હું પ્રભુનો સેવક છું' એવી ભાવના અંતરમાં ઉતારે એનું નામ સમ્યગ્દષ્ટિ. તે સમ્યગ્દષ્ટિ કેવા હોય ? “દાસ ભગવંત કે, ઉદાસ રહે જગતનો સુખિયા સદેવ ઐસે જીવ સમકિતી હૈ.” –શ્રી બનારસીદાસ કૃત શ્રી સમયસાર નાટક આત્યંતિક શરણાગત મહાસક્ત થઈ શકતો નથી. શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક ૩૩૧મા જણાવે છે, “ભ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે; ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાભ્ય પણ તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે.” આપણે સત્સંગ કરીએ છીએ પણ ક્યાં સુધી ? તબિયત સારી રહે ત્યાં સુધી, છોકરાનો ફોન ન આવે ત્યાં સુધી, મારું બરાબર ટ્રસ્ટીઓ સાચવે ત્યાં સુધી. જરાક માન ન સચવાય તો કહે કે મને નહિ ફાવે ! સત્સંગનું થોડું માહાભ્ય લાગ્યું છે એટલે થોડો સત્સંગ કરે છે પણ તથારૂપપણે ભાસ્યું નથી. “આનાથી મને સાક્ષાત્ મોક્ષની પ્રાપ્તિ થઈ જશે અથવા પરમપદની પ્રાપ્તિ થઈ જશે...!” એવું અંતરમાં બેસતું નથી. સત્સંગમાં રહીને અસંગપણું પ્રાપ્ત કરવાનું છે. પત્રાંક ૩૩૧માં શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે “જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં પ્રાર્થના ४४ Page #59 -------------------------------------------------------------------------- ________________ સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય " આત્મા છું, છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે { આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” લખી છે.” વિચારવું. બધા જ્ઞાની ભગવંતો વાત તો એની એ જ કરે છે. આપણે આપણું ખોટું અભિમાન છોડવું અને “હું આત્મા છું, પ્રભુનો સેવક છું અને સૌનો મિત્ર છું.” એ પ્રમાણે વર્તવું. કારણકે એ પ્રમાણે વર્તવાથી આપણને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઇ શકે છે. આ કક્ષાની સાધના સંપૂર્ણ રીતે સફળ થવા માટે ભક્તના અંતરમાં, વર્તમાનમાં પોતાના પુરુષાર્થથી આગળ વધવાની પોતાની સંપૂર્ણ અશક્તિનો સ્વીકાર અને તેના ફળરૂપે ઉપજવા યોગ્ય શરણાગતિની સંપૂર્ણતા પણ દષ્ટિગોચર થાય છે. જયારે સાચી સમજણ આવે ત્યારે શું થાય ? “હું મૂઢ છું, હું અજ્ઞાની છું, હું નિરાશ્રિત છું, અનાથ છું.” એવો ભાવ થાય. સનાથ થવા માટે પરમાત્માના શરણે જા. આશ્રય લેવો હોય તો કોનો આશ્રય લેવો ? “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઇન બાહ્ય સ્વાશે.” વર્તમાનમાં પોતાના પુરુષાર્થથી આગળ વધવાની પોતાની સંપૂર્ણ અશક્તિના સ્વીકારથી પરમાત્મા-સદ્ગુરુ પ્રત્યે શરણાગતિના ભાવ પ્રગટે છે, - અનુભવનો વિષય છે. જ્યાં સુધી શ્રદ્ધાનું તત્ત્વ આપણા જીવનમાં પ્રગટે નહિ, ત્યાં સુધી આત્મકલ્યાણ થાય નહિ. એટલે જ્ઞાનમાર્ગમાં પણ પહેલાં શ્રદ્ધા આવે. ભલે જ્ઞાનમાર્ગમાં સુયુક્તિ છે, Logic છે, તોય શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે “શ્રી ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો.” પ્રાર્થના ! ૪૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. પ્રાર્થના ૪૬ જયાં સુધી આપણા જીવનમાં પરમાત્મા, સદ્ગુરુ અને ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા ન પ્રગટે ત્યાં સુધી આપણને પરમાત્માની પ્રાપ્તિ થાય નહિ. આ વાત ‘શ્રીમદ્ રાજચંદ્ર’ પત્રાંક ૭૫૧માં જણાવી છે, “આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આશાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે.’’ પરમાત્મામાં શંકા એટલે પાંચમા પદમાં શંકા એટલે ‘મોક્ષપદ’માં શંકા. ભગવાન શું છે ? ભગવાન મોક્ષપદનું પ્રતીક છે. ભગવાન એટલે સર્વથા મુક્ત આત્મા. ઘાતીકર્મો ગયા એટલે આધ્યાત્મિક પરિભાષામાં સર્વથા મુક્ત જ ગણાય. કેવળજ્ઞાન પ્રગટ્યું એટલે પરમાત્મા જ થઇ ગયા કહેવાય. કોઇ પણ પ્રકારે તું પરમાત્મા, સદ્ગુરુ અને ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા કેળવ. કોઇ પણ પ્રકારે તું પરમાત્માની ઓળખાણ કર. જ્યાં સુધી આવી શ્રદ્ધા ન થાય, જ્યાં સુધી પરમાત્મામાં શંકા છે, ત્યાં સુધી શરણાગતિનો અભાવ દરેક ધર્માત્માઓએ કહેલો છે. વીતરાગ દર્શન જો કે જ્ઞાનપ્રધાન છે છતાં આચાર્ય ભગવંતોના તેવા વચનો આવે છે. જેમકે મહાન આચાર્ય શ્રી પદ્મનંદિ આચાર્યદેવ કહે છે, “તારા દર્શનથી જિનરાજ રે, સર્યા સર્યા મારાં સહુ કાજ રે; ભમ્યો અંધ બની ભવ માંહી રે, કાળ અનંત પામ્યો ન કાંઇ રે. તારા દર્શનથી જિનરાજ રે, મારાં નયન સફળ થયાં આજ રે; શીઘ્ર શીતળ તન મન થાય રે, જાણે આજ અમૃત વરસાય રે.’ Page #61 -------------------------------------------------------------------------- ________________ આ મહાન આચાર્ય કહે છે કે ભગવાન ! આપના હું આત્મા છું, ચરણકમળ અને આપની મુખમુદ્રાના સાચાં દર્શન કરતાં મારું શું આપનો સેવક છું. સૌનો મિત્ર છું.” અજ્ઞાન નષ્ટ થઈ ગયું. “એ શી રીતે ખબર પડે ?'' “તારા દર્શનથી જિનભૂપ રે, અહો ! કેવળજ્ઞાન સ્વરૂપ રે; હવે દર્શન-શુદ્ધિ પામી રે, માનું પરનો નહિ હું સ્વામી રે.” જ્યાં સુધી “આ મારું છે' એમ અંતરમાં માન્યતા છે ત્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી. જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે કહે છે, “મારું કાંઈ નથી.' આવી શરણાગતિ આપણે આપણા જીવનમાં સ્વીકારવાની છે. પરમાત્માનું ભાવપૂર્વક શરણું આપણે ગ્રહણ કરવાનું છે. હે પરમાત્મા ! તમારું જ શરણ લઈને, તમારી આજ્ઞાનું અવલંબન લઈને, હું કલ્યાણમાર્ગને પામવાનો છું' એવો આપણે સંકલ્પ કરીએ તો આપણે પ્રાર્થના કરી કહેવાય અને તો જ આપણી પ્રાર્થના ભગવાન સુધી પહોંચી શકે. Prayer should come not only from the throat or from the mouth but it should come from the bottom of the heart. જયારે જયારે આવી પ્રાર્થના થઇ છે ત્યારે મોટાભાગે તે સંભળાઈ છે. એનું પ્રસિદ્ધ ઉદાહરણ - શબરીની પ્રાર્થના મોડી મોડી પણ સંભળાઇ. પહેલાં તો ઉંમરમાં નાની હતી એટલે એની સાધના પણ પરિપક્વ નહોતી. “એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ.” એવી લગની લાગી અને રામને આવવું પડ્યું. દ્રોપદીએ સભામાં જ્યારે પોતાને સર્વથા અસહાય જાણીને પરમાત્માનું શરણ લીધું, તે વખતે તેના ચીર પૂરાયા. જ્યાં સુધી જીવને અંતરની અંદર “હું... “હું ચાલે છે, પ્રાર્થના ૪૭. Page #62 -------------------------------------------------------------------------- ________________ સૌનો મિત્ર છું.’’ “હું આત્મા છું, ત્યાં સુધી એ પ્રાર્થના અંતરથી કરી શકતો નથી કારણકે આપનો સેવક છું, ભગવાનને પણ તે પોતાના જેવા જ માને છે !! આમ તો બોલે “જે વીતરાગી હોય, જે સર્વજ્ઞ હોય, જે હિતોપદેશી હોય તેનું નામ પરમાત્મા...'' પણ જ્યારે ભગવાનને પ્રાર્થના કરે ત્યારે “ભગવાન ! તમે અમારા જેવા... અમારાથી થોડા આગળ.’ એમ માને !! અંતરમાં શ્રદ્ધા બીજી છે અને પંડિતાઈ બતાવવા, પરીક્ષામાં પાસ થવા માટે જુદું કહે છે ! પરમાત્માના લક્ષણ સાચા બોલે છે પણ અંતરમાં પરમાત્માના લક્ષણની શ્રદ્ધા નથી. આવી જીવની સ્થિતિ થઇ હોય ત્યાં એ સાચી પ્રાર્થના કરી શકે નહિ; માટે જે ‘હું’ પણું છે તે કાઢવું ઘણું જ મુશ્કેલ છે, તો પણ કાઢવું. પ્રાર્થના ૪૮ અમદાવાદની ગુજરાત કૉલેજમાં ઈ.સ. ૧૯૫૦ની આસપાસ પ્રોફેસર દાવર હતા, એ કહેતા કે કાળા પડદા ઉપર, અમાસની રાતે, બીજો કોઇ પ્રકાશ ન હોય ત્યારે તે પડદા પર ચાલી જતી કાળી કીડીને જેમ શોધી શકાતી નથી તેમ સામાન્ય મનુષ્ય પોતાના ‘અહમ્'નો તાગ પોતે મેળવી શકતો નથી. જો પોતાને જ પોતાથી, પોતાના અહમ્નો ખ્યાલ આવી જતો હોય, તો તો ઘણા મનુષ્યો માર્ગને પામી શકે, પણ આપણને આપણા અહમ્નો ખ્યાલ આવી શકતો નથી. એ તો ઘણી સદ્ગુણસંપન્નતાથી, મધ્યસ્થપણે પોતાના દોષોને જોવાની ટેવ પાડવાથી, નિરંતર સત્સંગ કરવાથી અને મહાભાગ્યવાન તેવા ગુરુદેવની કૃપાથી જીવને પોતાનું ‘હું’ પદ ગાળવાનું ક્રમે કરીને બની શકે છે. માટે તેનો વારંવાર પ્રયત્ન કરવો કે મારે આ ‘હું’ પદ કાઢવું છે. “અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ.’’ —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૬૪, ગાથા - ૧૨ Page #63 -------------------------------------------------------------------------- ________________ ‘અમારો અહમભાવ કઢાવો ને?' ભાઈ ! તારી તૈયારી હું આત્મા છું, કેટલી છે તે જાણવું જોઇએ. પહેલાં તારી તૈયારી ૩૫% થી વધારે ! આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” થાય ત્યાર પછી સપુરુષ તને તેમાં મદદ કરી શકે. ત્યાં સુધી તેઓ મૌન છે અને મધ્યસ્થ છે. જ્ઞાનીપુરુષ દરેકને સરખો બોધ નથી આપતા. જે બોધ છે એ તો સામાન્ય છે. વિશેષ બોધ તો વ્યક્તિગત આપવામાં આવે છે. સામાન્ય બોધ સામાન્ય છે. મોક્ષના દરવાજા ઉઘાડવા માટે તો વિશેષ બોધ જોઇએ; જે પોતાની લાયકાત પ્રમાણે વ્યક્તિગતપણે મળે છે. સામાન્ય બોધ જે છે તે સામાન્ય પાત્રતા પ્રાપ્ત કરવા માટે છે, પરંતુ સાક્ષાત્ મોહગ્રંથિનો ભેદ કરવા માટે જે સૂક્ષ્મબોધ જોઇએ તે તો સત્પાત્રતા પ્રગટે, સાચો સમર્પણભાવ પ્રગટે તો અને ત્યારે મળે છે. પ્રાર્થના એ પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચેનો સેતુ છે. જ્યારે મોક્ષમાર્ગમાં પુરુષાર્થ ચાલે નહિ, ત્યારે ફરી ફરી પ્રાર્થના કરવી. “કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે? લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે. મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે...” –ભક્તકવિ શ્રી કેશવલાલ જ્ઞાની પુરુષો પણ પ્રાર્થના કરે છે. દ્રોપદીકો ચીર બઢાયો, સીતા પ્રતિ કમલ રચાયો; અંજન સે કિયે અકામી, દુઃખ મેટો અંતરજામી. જો ગાંવપતિ ઇક હોર્વે, સો ભી દુખિયા દુઃખ ખો; તુમ તીન ભુવન કે સ્વામી, દુઃખ મેટો અંતરજામી.” –શ્રી માણિકચંદ કૃત લધુ લચના હેમચંદ્રાચાર્યજી વિષે ગુજરાતના લોકોને વિશેષ કહેવાની જરૂર નથી. ૧૧મી સદીના પ્રારંભ સુધી તેઓ હતા. ચાણક્યવંશના સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના તેઓ ૪૯ પ્રાર્થના Page #64 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.' પ્રાર્થના ૫૦ રાજ્યગુરુ હતા. પાટણમાં તેમનું રાજ્ય ચાલતું હતું. આશરે દોઢ લાખ માણસોને તેઓ ભગવાનના ધર્મને પમાડવામાં સફળ થયા હતા. અને દુનિયાના મોટા વ્યાકરણ ગ્રંથોમાં તેઓએ રચેલા ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણ ગ્રંથનો સમાવેશ થાય છે. એમનો શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ ઉલ્લેખ કરેલો છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે. “હે નાથ ! હું આપનો સંદેશવાહક છું, દાસ છું, સેવક છું અને કિંકર છું. માટે ‘આ મારો છે’ એ પ્રમાણે આપ સ્વીકાર કરો. અધિક હું કાંઇ કહેતો નથી.” —શ્રી હેમચંદ્રાચાર્ય કૃત શ્રી વીતરાગસ્તવ ૨૦૦૮ છે આવી તૈયારી ? “સાહેબ ! આવું બધું તો... હું કાંઇ ભગવાનને કહુ નહિ ! તો તારો મોક્ષ સ્વપ્નમાં પણ થાય નહિ. તારો એટલે તારો, મારો અને કોઇનો પણ મોક્ષ થાય નહીં.” અહમ્નું વિસર્જન થયા વિના આત્મજ્ઞાન થાય નહિ. આત્મજ્ઞાન વિના સાચા વ્રત હોય નહિ, સાચા વ્રત વિના સકળસંયમધારી મુનિનું ચારિત્ર હોય નહિ, સાચા ચારિત્ર વિના મોક્ષ હોય નહિ, મોક્ષ વિના સાચા અનંત આનંદનો અનુભવ હોય નહિ. શ્રી જ્ઞાનવિમળસૂરિજીએ આનંદઘન-ચોવીસી પર ટબા લખ્યા છે. તેઓશ્રી પણ જણાવે છે, “અશરણ શરણ નીરાગ નિરંજન, નિરુપાધિક જગદીશ નમો, બોધ દિયો અનુપમ દાનેશ્વર, ‘જ્ઞાનવિમળ સૂરીશ’ નમો.’’ ભક્ત કહે છે કે હે ભગવાન મને મારા આત્માનું કાંઇ ભાન કરાવો. હું બેભાન છું, હું મૂઢ છું. યોગીરાજ શ્રીમદ્ આનંદઘનજી મહારાજ, ઉપાધ્યાયશ્રી Page #65 -------------------------------------------------------------------------- ________________ યશોવિજયજી મહારાજ, વિવર્ય શ્રી દેવચંદ્રજી મહારાજ અને હું આત્મા છું, શ્રી મોહનવિજયજી મહારાજ... આ ચાર ચોવીસીઓ આપના સવક સૌનો મિત્ર છું.” ગુજરાતમાં ઘણી પ્રસિદ્ધ છે. એમાં અધ્યાત્મદષ્ટિ સંપન્ન જ્ઞાની પુરુષોના અનેક પદ . “હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ, જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહિ.” કોઈ કહે કે “હે ભગવાન ! હું તમારી આટલી ભક્તિ કરું છું ને મને કેમ દુઃખ આવ્યું ?' અરે ! પણ એ તો રામ ભગવાનને પણ દુ:ખ આવ્યું હતું. રાજા તરીકે તો ન રાખ્યા પણ પ્રજા તરીકે પણ ન રાખ્યા. જંગલમાં જવું પડ્યું. મહાસતી સીતાને કેટલું દુઃખ આવ્યું ! રાવણ ઉપાડી ગયો, અને વળી પાછા લવ-કુશનો જન્મ થવાનો હતો એ વખતે વનમાં એકલા જવું પડ્યું. મહાસતી સીતા, મહાન ધર્માત્મા, આગામી ગણધર તેમને પણ આવું દુઃખ ! પાંડવોને દુઃખ ઓછું પડ્યું? સાહેબ ! આ તો બધી પુરાણની વાત !' તો અત્યારની વાત કરીએ. આનંદઘનજી મહારાજની વાત તો યાદ છે ને ? લોકોએ કાઢી મૂક્યા એટલે એમણે પણ સંપ્રદાયનો ત્યાગ કરી દીધો. લઘુરાજસ્વામીને પણ સંપ્રદાયવાળાએ કહ્યું કે એમને આહાર આપવો બંધ કરી દો. જગત-ભગતને અનાદિનું વેર છે. લોકદષ્ટિ અને જ્ઞાનીની દષ્ટિને પશ્ચિમ-પૂર્વ જેટલો તફાવત છે. તેથી જ્ઞાનીને હંમેશાં જગતનાં મનુષ્યો સર્વ પ્રકારનાં દુઃખ દેવામાં બાકી રાખતાં નથી અને છતાં જ્ઞાની કહે છે તમારું સૌનું પરમ કલ્યાણ થાઓ ! તમને આનંદ-મંગળ પ્રાપ્ત થાઓ ! તમો મને દુઃખ દો પ૧ - પ્રાર્થના છે WWW.jainelibrary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. પ્રાર્થના ૫૨ છો તે દ્વારા હું મારી પરીક્ષા કરું છું. મારી સમતાની કસોટી ક૨વા બદલ હું તમારો આભાર માનું છું !!’ શ્રી યશોવિજયજી મહારાજ રચિત શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું સ્તવન છે, “નિયતિ હિત દાન સન્મુખ હુયે, સ્વપુણ્યોદય સાથે; યશ કહે સાહિબે મુક્તિનું, કરિઉં તિલક નિજ હાથે; આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા.’ ભગવાને મુક્તિનું તિલક કર્યું. કોણે કર્યું ? મુનિસુવ્રત સ્વામીએ. કોને કર્યું ? યશોવિજયજી મહારાજને !! હે ભગવાન ! ‘તું મારો છે’ એમ તમે કહો. ‘હું તને નોકરીએ રાખું છું.' એટલું આપ કહો તો મારું જીવન ધન્ય બની જાય. તમે જે કહેશો તે કામ કરીશ. અને બહાર compoundમાં પડયો રહીશ. વધેલો રોટલો અથવા વધેલી ખીચડી મને આપજો ! પગાર મને કાંઇ જોઇતો નથી. પણ આપની કૃપા મારે જોઇએ છીએ. આપણે શું વિચારીએ છીએ ? “અમે તો નાગર બ્રાહ્મણ, અમે તો સિસોદિયા રજપૂત, અમે દશા શ્રીમાળી વણિક, અમે તો એવું બધું કામ ન કરીએ. તમે ભગવાનને ઘેર નોકરી કરો. અમે આવું કાંઇ કરીએ નહિ.” પરંતુ મીરાબાઈ શું કહે છે? “ચાકર રહયૂં, બાગ લગારૂં, નિત ઉઠ દરસન પારૂં, વૃંદાવનકી કુંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગારૂં; મને ચાકર રાખોજી, ગિરધારી લાલા ! ચાકર રાખોજી.’' તારા અંતરમાં જે દિવસે પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગશે, અહોભાવ જાગશે તે દિવસે તારા દિલના કબાટનું બારણું ખુલશે, ત્યાં સુધી તારા જીવનમાં ઘોર અંધારી રાત્રિ છે, ભલે તું કરોડપતિ છો, અબજપતિ છો, તારા સાત દીકરા છે અને Page #67 -------------------------------------------------------------------------- ________________ દુનિયામાં તારો ડંકો વાગે છે, પરંતુ જ્યાં સુધી અંતરમાં ઘોર “હું આત્મા છું, અંધારું છે ત્યાં સુધી ભયંકર દુ:ખ છે. આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” શ્રી પદ્મનંદિઆચાર્ય જણાવે છે, “હે પરમાત્મા (અરિહંત) ! આપ કૃપા કરીને આ ભયાનક કૂવારૂપ સંસારમાં પડેલા મુજનો તેનાથી ઉદ્ધાર કરો. આપ તેમાંથી મુજનો ઉદ્ધાર કરવા સમર્થ છો. તેથી હું વારંવાર આપને નિવેદન કરું છું. તમે જ દયાળુ છો. તમે જ પ્રભુ છો અને તમે જ રક્ષક છો. તેથી મોહરૂપ શત્રુ દ્વારા જેનું માનમર્દન કરવામાં આવ્યું છે એવો હું આપની પાસે પોકારીને કહું છું... આ હું અને તે કર્મરૂપી શત્રુ બન્નેય આપની સામે હાજર છીએ. આમાંથી આપ દુષ્ટને ખેંચીને બહાર ફેંકી દો, કારણ કે સજ્જનનું રક્ષણ કરવું અને દુષ્ટને દંડ દેવો એ ન્યાયપ્રિય રાજાનું કર્તવ્ય હોય છે.’’ ભગવાનની કોર્ટમાં હાજર થયા. કોણ ? આચાર્ય ભગવાન અને પેલાં કર્મો અને એમાં મોહનીય આગળ. આચાર્યદેવ કહે છે કે અમારા બેમાંથી જે દુષ્ટ હોય એને તમે કાઢો, કારણકે આપ ન્યાયના પુરસ્કર્તા છો. જો હું જૂઠો હોઉં તો મને બહાર ફેંકી દો અને આ જો મોહનીય કર્મ જૂઠું હોય તો એને બહાર ફેંકી દો; કારણકે હું એની સાથે Independantally લડી શકું એટલી મારી તાકાત નથી. એટલે આપ અમારા બેની લડાઈનો ફેંસલો કરો. કૃપાળુદેવે ‘શ્રી પદ્મનંદિપંચવિંશતિ’ને ‘વનશાસ્ત્ર’ (વનવાસી શાસ્ત્ર) એવું ઉપનામ આપ્યું છે. લગભગ ૧૩મી સદીમાં થયેલા, મહાનિશ્રંથ તપોધન શ્રીમાન પદ્મનંદિ આચાર્ય ભગવાન આમ ભગવાનને વિનવે છે ! વિચારવું. જો તમે એમનાથી મોટા હો તો જુદી વાત છે. જે મનુષ્ય પોતાને આચાર્યાદિથી મોટો માનતો હોય એને વિષે આપણે કાંઇ પ્રાર્થના ૫૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, કહેવાની જરૂર નથી. આપણે એમને કહેવું કે અમે તમારાથી દૂર રહેવા માગીએ છીએ. તમારા જેવા મોટા માણસ સાથે અમે શોભીએ નહીં ! અમે તો નાના માણસ. તું આચાર્યથી મોટો તો પછી અમારો અને તારો મેળ પડે નહિ. મહાત્મા કબીરદાસજીના થોડા દોહરા છે : (૧) દાસ કહાવન કઠિન હૈ, મેં દાસનકો દાસ; અબ તો ઐસા હો રહું, કિ પાંવ તલેકી ઘાસ. (૨) સાહિબ તુમ હી દયાલ હો, તુમ લગ મેરી દૌડ; જૈસે કાગ જહાજકો, સૂઝત ઔર ન ઠૌર. (૩) સાહિબ સોં સબ હોત હૈ, બંદે સે કછુ નાહિં; રાઇ તે પર્વત કરે, પર્વત રાઇ માંહિ. પ્રાર્થના ૫૪ શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે : “જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ.” હવે લગભગ પાંચમી સદીના અંતમાં થયેલા ‘સન્મતિતર્ક’ (સમ્મતિતર્ક)ના રચયિતા આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર ઉર્ફે કુમુદચંદ્ર કૃત કલ્યાણમંદિરસ્તોત્ર એટલે શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિમાં કહે છે. “મહારાજ શરણાગતપાલ, પતિતઉધારણ દીનદયાલ; સુમિરન કરહું નાય નિજ શીશ, મુજ દુઃખ દૂર કરહુ જગદીશ.’’ શ્રી કલ્યાણમંદિરસ્તોત્ર ઃ ૪૦-શ્રી બનારસીદાસ કૃત પદ્યાનુવાદ શરણાગતપાલ : જેઓ સાચા ભાવથી તમારે શરણે આવે છે તેનું તમે પાલન કરનારા છો. Page #69 -------------------------------------------------------------------------- ________________ પતિતઉધારણ : હું નીચ છું, પતિત છું, પાપી છું, મારો "હું આત્મા છું. અને મારા જેવા સૌનો ઉદ્ધાર કરનારા આપ છો. આપનો સેવક છું, સૌનો મિત્ર છું.'' દીનદયાલ : મારામાં કાંઇ બળ નથી. જ્ઞાનબળ નથી, ધ્યાનબળ નથી, વૈરાગ્યબળ નથી તેવો હું દીન છું. મારામાં પાત્રતા ઓછી છે. પ્રભુ ! માટે આપની કૃપા થાય તો મને મોક્ષમાર્ગમાં આગળ વધવાનું બળ મળે. સુમિરન કરહું નાય નિજ શીશ : મારું શીશ નમાવીને ભાવપૂર્વક હું આપનું સ્મરણ કરું છું. મુજ દુઃખ દૂર કરહુ જગદીશ : શું દુ:ખ છે ? આ મોહ અને માયાએ મારા હૃદયમાં નિવાસ કર્યો છે એને તમે લઇ લો. આ મોહ-માયાને મારાથી જુદા કરી નાખો. મારે બીજુ કાંઇ દુ:ખ નથી. - સન્મતિતર્ક કે સમ્મતિતર્કના કર્તા આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર ઉર્ફે કુમુદચંદ્ર આચાર્યની જેમ જ્ઞાનીઓ કહે છે : ‘હું પામર શું કરી શકું ?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. —શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક ૨૬૪, ગાથા ૫, ૧૪ હજુ તો આપણે ખોટી કલ્પનામાં રાચીએ છીએ, “સાહેબ ! મેં તો આટલા શાસ્ત્રો વાંચ્યા છે, મેં આટલાં શાસ્ત્રો લખ્યાં છે, મને આટલી ભાષાઓ આવડે છે, મને આટલી યુનિવર્સિટીમાંથી Ph.D. મળી છે, વગેરે.” અહીં કહે છે, “હું પામર શું કરી શકું ?’” દાસત્વનો ભાવ આપણને આવતો નથી; કારણકે મનમાં જુદી જુદી જાતનું ‘હું’ છે. એ તો દરેકે પોતાનું હૃદય તપાસવું કે કઇ વસ્તુને લીધે હું મારી જાતને મહાન ગણું - પ્રાર્થના ૫૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું છું ? આ જીવમાં કોઇ પણ યોગ્યતા નથી તો પણ આ જીવ આપન સૌનો મિત્ર છું.” પોતાને મહાન ગણે છે. તમે કહેશો કે “ના... ના... સાહેબ ! અમે તો પોતાને મહાન ગણતા નથી.” તો કેમ પરમાત્માનું શરણુ આપણે લઈ શકતા નથી ? કારણકે અંતરમાં કંઇ બીજા ભાવ વત્ય કરે છે. કેવા ? ક્યા ? કેટલા પ્રમાણમાં ? એ તો તારે પોતાના અંતરનિરીક્ષણથી જાણવું. ‘ગ્રહો પ્રભુજી હાથ” આ પ્રાર્થનાની શરત છે. આગળ આપણે અંગ્રેજીમાં વિચાર્યું હતું. ‘Total, Unilateral, Unconditional, Enlightened Surrender' BALL BEZHİ 6419 ઉપજે ત્યારે સાચી પ્રાર્થના થાય છે. ભગવાન ભાડાથી રાજી થતા નથી પણ ભાવથી રાજી થાય છે. માટે જુદા જુદા પ્રકાર ભજીને ભાવોને નિર્મળ કરવા. ભાવ વધે એવું કરવું. ભાવ વધે ક્યાંથી ? આપણા ભાવ દીકરા. બંગલા વગેરેમાં ચોંટી ગયા છે. તો ત્યાંથી પહેલાં એને ઉખેડવા પડે, ઘટાડવા પડે પછી પ્રભુભક્તિમાં ભાવ જોડાય. શ્રી દેવચંદ્રજી મહારાજ ઋષભદેવ ભગવાનના સ્તવનમાં કહે છે : “પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ' જૈ તોડે હો તે જોડે એહ.. પ્રથમ તોડ નહિ તો ઘટાડ તો ખરો ! આમ તો તોડવી પડશે. મનમાં જે માળા ચાલે છે તે ઊંધી માળા ચાલે છે. મારા ચાર દીકરા, મારા ચાર બંગલા, મારી ચાર મોટરો, મારા ચાર જમાઇઓ, મારી ચાર દીકરીઓ, મારી ત્રણસો સાડીઓ, મારી આટલી મિલો છે, મારા આટલા કારખાના છે, મારી મૂછો, મારા પૈસા, મારી કીર્તિ, તેથી આગળ... મેં કેવા સુંદર મંદિર બંધાવ્યા છે, મેં આવા શાસ્ત્રો લખ્યાં છે, મારા આવા શિષ્યો છે, વગેરે. સપુરુષ કેવા છે તેનું સુંદર વર્ણન છ પદના પત્રમાં કર્યું છે, પ્રાર્થના કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ ૫૬. Page #71 -------------------------------------------------------------------------- ________________ કેક દિ તે જાણે કંઇ પણ છેડ્યા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી “હું આત્મા છું, આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો (આપનો સેવક છે.) 'સૌનો મિત્ર છું. શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી એવા જે સત્પરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો !” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૪૯૩ એ માળાના... એ પાઘડીના વળ ઊંધા થઇ ગયા છે. આપણા ઊંધા વળ ઉતરે તો આ સવળા વળ ચઢે ત્યારે પરમાત્માના દાસ આપણે થઈ શકીએ. Process લાંબો છે કારણકે સંસ્કાર ક્યારના છે ? આમ તો અનાદિ કાળના છે અને આ ભવના પણ ૪૦-૫૦-૬૦ વર્ષના છે. દસ વર્ષની બીડીની આદત છૂટતી નથી, દસ વર્ષની ચાની આદત છૂટતી નથી, તો બાળપણથી હું મગનભાઈ... હું મગનભાઈ... જો બધા મને મગનભાઈ કહે છે તો હું મગનભાઇ છે. આવા સંસ્કાર એકદમ ક્યાંથી છૂટે ? ભગવાન કહે છે તું મગનભાઈ નહિ, તું આત્મા છે. કૃપાળુદેવ એમની દીકરીને કહે છે “તું આત્મા છું.” ત્યારે એમની દીકરી કહે છે, “હું કાશી છું.” આપણે એ કાશી જેવા જ છીએ. ભલે બોલીએ છીએ, “હું દેહાદિ સ્વરૂપ નથી.” પરંતુ માનીએ છીએ કે “દહસ્ત્રીપુત્રાદિ મારા નથી તો કોના છે? તમે બધા મારું કંઈ કરવાના છો ? આ જ લોકો બધા મારી સેવા કરવાના છે ને !! દેહ મારો છે, સ્ત્રીપુત્રાદિ પણ મારા છે અને ભગવાન તો ઠીક...” આવા ભાવ જ્યારે આપણા અંતરમાંથી વિદાય લે ત્યારે કામ થાય. કાઢવાનો પ્રયત્ન કરવાનો. એકદમ ન નીકળે પણ પ્રયત્ન કરતાં રહેવું તો કામ થતું જાય. સાહેબ, એનું આગમ પ્રમાણ આપશો ?” ક ર પ્રાર્થના છે ૫૭. Page #72 -------------------------------------------------------------------------- ________________ “દીર્ઘકાળ સુધી યથાર્થબોધનો પરિચય થવાથી હું આત્મા છું, આપનો સેવક છું. બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સોનો મિત્ર છું.” આ સમ્યકત્વ હોય છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૩૩૦ હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક – ૨, પુષ્પ : ૬૦ સાહેબ ! હું ભગવાનને ઘણું સમજાવું છું અને ઘણો એમને સાચો પ્રેમ કરું છું પણ ભગવાન માનતા જ નથી, અને બોલતા જ નથી.” પ્રભુપ્રેમ આપણો ખૂટે છે. ફરી ફરી ભાવથી પ્રયત્ન કરવો, એમ કૃપાળુદેવ પત્રાંક ૮૧૯માં બતાવે છે એ ત્યાંથી વિચારવું. “તું ગતિ, તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે. ગિરુઆ રે ગુણ તુમ તણા...” –શ્રીમદ્ યશોવિજયજી મહારાજ કૃત મહાવીર સ્તવન “મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે. મારી નાડ...” હે પ્રભુ! આપના ચરણકમળમાં મને રહેવા દેજો . આપના ચરણકમળમાં મને મોટો અને સગુણસંપન્ન થવા દેજો. પ્રભુના ચરણ સમીપે રહેવું એ ઉત્તમ છે, પણ એ ન હોય તો સંતના ચરણ સમીપે રહેવું. એ પણ ન હોય તો પ્રભુની મૂર્તિ સમીપ રહેવું. એ પણ ન હોય તો પ્રભુની વાણી સમીપ રહેવું; એટલે પરમ વિનયપૂર્વક પરમાત્માની વાણીનું આસેવન કરવું જોઇએ. પરમ પ્રેમપૂર્વક ભગવાનની મૂર્તિની દર્શના, વંદના, પક્ષાલ, પૂજા વગેરે કરવા જોઇએ. પરમ પ્રેમપૂર્વક સંતની સમીપે પ્રાર્થના ૫૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ દાસત્વભાવપૂર્વક રહેવું જોઇએ અને જ્યારે તારું ભાગ્ય જાગશે ત્યારે તું અરિહંત પરમાત્મા સમીપ જઇશ. અબજો અબજો જન્મ નાં કોઇ એક જન્મમાં અરિહંત પરમાત્મા સુધી જવાનો યોગ મળે છે પણ યોગ મળે એનો આ જીવ ઉપયોગ કરતો નથી ! “તે કેવી રીતે ? સાહેબ !'' ભગવાનના સમવસરણમાં તું ગયો હતો તો ખરો !! બધાએ કીધું એટલે પણ તું ગયો !! બાર પર્ષદા (બેઠકોની વ્યવસ્થા) પૈકી બહારની પર્ષદામાં હજુ બહાર હતો ત્યાં પેલા સુંદર બાગ-બગીચા જોયા એટલે પછી બેઠો. ગુલાબની, રાતરાણીની બહુ સારી સુગંધ આવે છે ! અહાહા ! સુંદર બગીચા છે ! આપણે બેસો. ભગવાન તો કેટલાય દૂર રહ્યા. પણ આ જીવ વચ્ચે અટકી ગયો. વર્તમાનમાં પણ એવું છે. સંતનો યોગ થાય પણ એ કહે છે કે મારે દીકરા સાથે રહેવા જવું છે, એની બા એમ કહે છે કે હમણાં બે-ચાર મહિના તમે ઘરે રહો... અમારો નવો બંગલો બંધાય છે એનું મારે ધ્યાન રાખવું પડે. મારે Income Taxનું Return ભરવા જવાનું છે... મારે કોર્ટમાં કેસ ચાલે છે એમાં જવાનું છે... મારે ઘર વેચવાનું છે ને એના માટે જવાનું છે... મારે દીકરીના લગ્ન છે એમાં જવાનું છે. There is no end to it. આવું બધું ચાલ્યા જ કરવાનું. ત્યાં સુધીમાં તો “ધંધો કરતાં ઢળશો રે...’ ઓફિસમાં Income Taxની File અને Wealth Taxની File જોતાં કહે કે ‘જરા મને ગમતું નથી. છાતીમાં દુઃખાવો થાય છે. બહુ જ દુ:ખે છે.' અડધો કલાક પછી પેલો પટાવાળો આવે છે ને એકદમ ગભરાઇને કહે છે “શેઠને કાંઇક થઇ ગયું છે...’' શેઠ તો પહોંચી ગયા. નાગનું બચ્ચું થઇને શેઠ બેઠા છે... ! આ મારી-તમારી વાત છે માટે વિચારવું કે આપણે શું ઇચ્છીએ છીએ ? આપણે ખૂબ જરૂરી હોય તેટલુંજ કામ કરવાનું. બિલાડી જેમ પોતાના બચ્ચાને કાળજીપૂર્વક પકડે છે, મા નાના બાળકનું “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.’ પ્રાર્થના ૫૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ છે. જેટલું ધ્યાન રાખે છે તેમ ભક્ત અને ઈશ્વરનો કેવો નાતો હોય આપનો સેવક છું, છે તે અંગે સંતો કહે છે, સૌનો મિત્ર છું.” “વિશ્વેશ્વર શું હજી વિસારો, બાજી હાથ છતાં કાં હારો; મહા-મૂંઝારો મારો નટવર ટાળજો રે.. મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે....” ભગવાનને Challenge કરે છે! ! કે જો તમે મને મદદ કરશો તો તમે જીતી ગયા અને તમે મને મદદ નહિ કરો તો આખી દુનિયા તમને કહેશે કે “ઠીક... જોયા ભગવાન... ભગતનું કંઈ કરતા તો છે નહિ.' “કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે, લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે, મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે...” –ભક્તકવિ શ્રી કેશવલાલ ભગવાનને રીઝવવા તે ઘણો પ્રયત્ન માગી લે છે. શ્રી યશોવિજયજી મહારાજ કૃત મલ્લિનાથ ભગવાનના જીવનમાં આવો પ્રયત્ન કરેલો છે. જેમ તમારો બાબલો છે તે કાલુ કાલુ બોલીને તમને રાજી કરે છે તો તમને વધારે વહાલો લાગે છે. બાબલો તોતડું બોલે તો તમે એમ નથી કહેતા કે “આને કાંઇ બોલતાય નથી આવડતું. મારું નામ તો રૂક્ષમણિ છે અને આ તો કહે છે તુતમની.... તુતમની... એવું બોલે છે. બોલતા તો આવડતું નથી...' તમે તો કહો છો કે “ના, સાહેબ ! બાળક છે ને તોતડું બોલે તો મને તો વધારે વ્હાલો લાગે.” મા ! આ વાત અહીં આગળ ભક્ત ભગવાનને કહે છે. તુજ મુજ રીઝની રીત, અટપટ એહ ખરીરી, લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પરીરી. (૧) પ્રાર્થના ૬૦. Page #75 -------------------------------------------------------------------------- ________________ મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરી, દોય રીઝણનો ઉપાય, સાહમું કાં ન જુએરી. (૨) દુરારાધ્ય છે લોક, સહુને સમ ન શશીરી, એહ દુહવાએ ગાઢ, જો એક બોલે હસીરી. (૩) લોક લોકોત્તર વાત, રીઝ છે દોય જુઇરી, તાત ચક્ર પુર પૂજ્ય, ચિંતા એક હુઇરી. (૪) રીઝવવો એક સાંઇ, લોક તે વાત કરેરી, શ્રી નયવિજય સુશિષ્ય, ઐહિ જ ચિત્ત ધરેરી. (૫) —શ્રી યશોવિજયજી કૃત મલ્લિનાથ ભગવાનનું સ્તવન લોકો વાત કરે છે કે આવી રીતે ભગવાનને રાજી કરવા માગો છો ? તો શું કહે છે ? “શ્રી નયવિજય સુશિષ્ય, ઐહિ જ ચિત્ત ધરેરી.’ તમારે જે કહેવું હોય તે કહો. મારા પ્રભુને રાજી કરવા માટે જ મારું જીવન છે. એટલે કે મોક્ષની પ્રાપ્તિ માટે જ મારું જીવન છે. આવી ભાવના આપણે કેળવીએ. એમાં પ્રાર્થના આપણને ઉપયોગી છે. પ્રાર્થનાનો માર્ગ આપણે સમજીએ અને આપણા જીવનમાં આપણે એનો પ્રયોગ કરીએ તો આપણા ઘણાં પાપકર્મો બળી જાય, પુણ્ય વધી જાય અને અંતરમાં જો આત્માનો લક્ષ થાય તો સંવર-નિર્જરાની પણ પ્રાપ્તિ થાય. એ જ આપણા જીવનનું કર્તવ્ય છે. (પૂર્વના કર્મો અને કુસંસ્કારો બળી જવા તે) જ્યારે મનુષ્ય ઘણો પ્રયત્ન કરે અને છતાં પણ આધ્યાત્મિક સાધનામાં આગળ ન વધી શકાય તો શું કરવું ? ભગવાન કહે છે કે નિરાશ ન થવું. નિરાશ થવું એ જ્ઞાનીનો માર્ગ નથી. જિજ્ઞાસા એટલે ભગવાનના માર્ગની શ્રદ્ધા રાખીને આગળ વધવું. જેના અંતરમાં પરમાત્માની મહત્તા અને પોતાની લઘુતા “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.' પ્રાર્થના ૬૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” પ્રાર્થના ૬૨ સ્પષ્ટ ન થઇ હોય તે પરમાત્માને સાચી પ્રાર્થના કરી શકો નથી. એને પોતાનો જ વિચાર આવ્યા કરે છે કે હું આવો છું, હું તેવો છું. જ્યારે જે સાચા ભક્ત છે, જે સાચા સંત છે, એ કેવા છે ? “દાસ ભગવંતકે, ઉદાસ રહે જગતસોં, સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ.'' –શ્રી બનારસીદાસ કૃત શ્રી સમયસાર નાટક આઠ પ્રકારના અભિમાનનો અભાવ જેમણે કર્યો છે એવા સચ્છિષ્ટ ધર્માત્મા ઉત્તમ પ્રાર્થના કરી શકે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫. વિશ્વાસ હું * * * * વિશ્વાસ એટલે શ્રદ્ધા, આસ્થા, રુચિ, પ્રતીતિ, Faith. અંદરનો જે આત્યંતિક આસ્તિકયનો ભાવ છે એ શ્રદ્ધા છે. શ્રદ્ધા એ ધર્મનું મૂળ છે એમ આગમમાં આપણે બોલીએ છીએ ‘વંશળ મૂલો થો’ અને ચારિત્ર તે સાક્ષાત્ ધર્મ છે. ‘વ્રુત્તિ રવ્રુત્તુ ધો'. વિશ્વાસ વિના આગળ વધી શકાય નહિ. વિશ્વાસ વિના કોઇ પણ સાચી આધ્યાત્મિક પ્રગતિ થઇ શકતી નથી. શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ કહ્યું ‘શ્રદ્ધાવાન તમતે જ્ઞાનં, संशयात्मा विनश्यति ।' ‘શ્રી તત્ત્વાર્થ સૂત્ર’માં પહેલા અધ્યાયમાં સૂત્ર આવે છે, એમાં ‘સમ્યવńનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાŕ:' એમ કહ્યું. ‘છ ઢાળા’માં મોક્ષમાર્ગની પ્રથમ સીડી તે સમ્યગ્દર્શનને કહી છે. “જો કે ભક્તિમાર્ગની આરાધના કરતી વખતે સર્વત્ર પ્રભુમાં વિશ્વાસ તો જરૂરી છે જ, પણ આ કક્ષાએ વિશ્વાસ તેની ચરમસીમાએ પહોંચે છે. અહીં, ભક્તજન થાકી જઇને જાણે કે પ્રભુ કે સદ્ગુરુના ખોળે જઇ બેસે છે, જેમ કોઇ બાળક બહારથી રમી આવીને, થાક્યોપાક્યો થયેલો માતાના ખોળામાં જઇ પડે તેમ. જેમ બાળકને માતામાં અતૂટ વિશ્વાસ છે કે તેણી તેના પર હેતથી હાથ ફેરવી તેનો થાક ઉતારશે અને ખાવાપીવાનું આપશે તેવો જ - પણ તેથી અનેકગણો વધારે વિશ્વાસ ભક્તને ભગવાનમાં છે.’ બાળકને માતામાં અતૂટ વિશ્વાસ હોય છે કે મારું સર્વ પ્રકારે તે હિત કરશે, તેમ ભક્તને, સાધકને, મુમુક્ષુને, પરમાત્મામાં અત્યંત વિશ્વાસ હોય છે. એ વિના સાધનામાં આગળ વધી શકાતું નથી. શ્રદ્ધા એ સહેલી વસ્તુ નથી. શ્રદ્ધા એ અંધવિશ્વાસ નથી. શ્રદ્ધા એ સાચી સમજણથી અનુભવાંશે “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. પ્રાર્થના ૬૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ આત્મા પોતાના વેદનમાં આવવાથી ઉત્પન્ન થતો એક દિવ્ય આપનો સેવક છું, ભાવ છે. પણ એ પરમાર્થથી ન થયો હોય તો પણ તે માટેનો સૌનો મિત્ર છું.’ પ્રયત્ન કરવો જોઇએ. વ્યવહાર સમ્યકત્વ પ્રથમ છે. એ વ્યવહાર સમ્યત્વને જ્યારે આગળ અને આગળ વધારવામાં આવે અને આત્માનો લક્ષ કરવામાં આવે ત્યારે તે વ્યવહાર સમ્યક્ત્વ નિશ્ચય સમ્યક્તમાં પરિણમી જાય છે. આ વાત વિગતે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક ૭૫૧માં આવે છે. પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમકિત વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે; ભક્તિ કરવા યોગ્ય છે.” એમ કરીને એનું વિવેચન ત્યાં કરેલું છે. “મને વિશ્વાસ (શ્રદ્ધા) છે કે નહિ એની ખબર કેવી રીતે પડે?” ભગવાને એનું પણ બેરોમીટર આપ્યું છે. આપણને જે વસ્તુમાં વિશ્વાસ હોય તે વસ્તુ Automatically આપણને વારંવાર યાદ આવે છે. આ એક મનોવિજ્ઞાનનો નિયમ છે. જે વસ્તુ આપણને વગર યાદ દેવડાવે, વારંવાર યાદ આવે તે વસ્તુમાં આપણો વિશ્વાસ છે એમ નક્કી કરવું. જ્યાં પ્રતીતિ ત્યાં પ્રીતિ, જ્યાં પ્રીતિ તેની સ્મૃતિ, જ્યાં વારંવાર સ્મૃતિ તેનું ધ્યાન અને જેનું ધ્યાન તેનો અનુભવ. માટે જ્ઞાનીઓ, ભક્તની અપેક્ષાએ કે જ્ઞાનની અપેક્ષાએ વાત તો એની એ જ કહે છે. ભક્તની અપેક્ષાએ શું કહે છે? ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સુમિરનકો ચાવ; નરભવ સફલો જો કરે, દાન શીલ તપ ભાવ.” –શ્રી લાલાજી રણજિતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના પ્રાર્થના ૬૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ ભક્તનું હૃદય માત્ર ભગવાનને યાદ નથી કરતું; એના ૧ રોમેરોમ પરમાત્માને યાદ કરે છે ! સાચા સંતના રોમેરોમની (આપનો સેવક છું.) સૌનો મિત્ર છું.) અંદર પરમાત્માનું સ્મરણ હોય છે !! એનો કોઈ સમય હોતો નથી. “સાહેબ ! અમારામાં બે વાર સામાયિક કરવાનો નિયમ.” એ તારી વાત વ્યવહારધર્મની રીતે બરાબર છે. પરંતુ જે સાચા ભક્ત છે તે પરમાત્માને ક્યારે સંભારે ? ત્યારે ભક્ત કહે છે કે હું ક્યારે પરમાત્માને ન સંભારું ? ભક્ત કહે છે કે એવો કોઇ સમય નથી કે જ્યારે ભગવાન મારા હૃદયની અંદર જાજવલ્યમાનપણે સ્મૃતિમાં ન હોય. “સાવઘવિરત, ત્રિગુપ્ત છે, ઈદ્રિયસમૂહ નિરુદ્ધ છે; સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને.” –શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી નિયમસાર, ગાથા-૧૨૫ “જે નિત્ય ધ્યાવે ધર્મ તેમ જ શુક્લ ઉત્તમ ધ્યાનને; સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને.” –શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી નિયમસાર, ગાથા-૧૩૩ સાધકને આત્મા ક્યારે યાદ આવે ? મોટા પુરુષો છે એમને સતત યાદ આવે, મુમુક્ષુઓને પોતાની શક્તિ પ્રમાણે પોતાનો આત્મા યાદ આવે. આચાર્ય ભગવંત શું કહે છે? “આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટને; આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ! ઉત્તમ થશે.” –શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી સમયસાર, ગાથા-૨૦૬ | વિશ્વાસ જેનો હોય એ વસ્તુ વારંવાર યાદ આવે છે. માટે આપણે બે બાજુથી હુમલો કરવો. વિશ્વાસ પણ કરવો અને સ્મૃતિ પણ કરવી. વિશ્વાસ કરવાથી સ્મૃતિ થશે અને વારંવાર સ્મરણ કરવાથી એનો વિશ્વાસ પાકો થશે. “શ્રી પ્રાર્થના સમાધિશતક'માં પૂજ્યપાદ સ્વામી જણાવે છે, Page #80 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” પ્રાર્થના જેમાં મતિની મગ્નતા, તેની જ થાય પ્રતીત, થાય પ્રતીતિ જેહની, ત્યાં જ થાય મન લીન...(૯૫) જ્યાં નહિ મતિની મગ્નતા, તેની ન હોય પ્રતીત, જેની ન હોય પ્રતીત ત્યાં, કેમ થાય મન લીન?...(૯૬) જેનો તને વિશ્વાસ હશે તે વાત તને યાદ આવશે, તે વ્યક્તિ તને યાદ આવશે, તે પદાર્થ તને યાદ આવશે, તે બનાવ તને યાદ આવશે. માટે વારંવાર તું પરમાત્મા-સદ્ગુરુનો વિશ્વાસ કરે. “એક લૌકિક સજ્જન પણ જો શરણાગતનું રક્ષણ કરે છે, તો ત્રણ લોકના નાથ એવા પરમાત્મા કે કરુણાના સાગર એવા સદ્ગુરુ કેમ સહાયક થયા વિના રહે ? હા, આ એક એવા અલૌકિક, દિવ્ય પ્રેમ - સંબંધની વાત છે, જે માત્ર ભક્તહૃદય જ સમજી શકે છે કે જેણે પોતાનું સર્વસ્વ પ્રભુચરણે સમર્પણ કરી દીધું છે. સંતો, આ વિશ્વાસને - શ્રદ્ધાને ધર્મસાધનાનું મુખ્ય અંગ ગણે છે.’’ જગતના જીવોને નિશ્ચય મોક્ષમાર્ગનો ખ્યાલ આવવો દુર્લભ છે; કારણકે મનુષ્ય પોતાની બુદ્ધિથી દરેક વસ્તુનું માપ કાઢે છે. પોતાની બુદ્ધિથી માપ કાઢવાનું નથી. પરંતુ ભગવાનની વાણીથી માપ કાઢવાનું છે અને પછી પોતે એને લાયક થઈને વિચારણા કરવાની છે. બુદ્ધિ એકલી આત્માને પ્રાપ્ત કરી શકતી નથી. પણ તે બુદ્ધિમાં જો શુદ્ધિ આવે તો શુદ્ધ બુદ્ધિ તે આત્માને પ્રાપ્ત કરવાનું એક સાધન છે. શુદ્ધ બુદ્ધિથી આત્મા મળી જાય એવું નથી પણ શુદ્ધ બુદ્ધિ તે આત્માને પ્રાપ્ત કરવાનું એક સાધન છે. આત્માને પ્રાપ્ત કરવાના સાધન આચાર્ય ભગવંતે શ્રી સમયસારની પાંચમી ગાથાની ટીકામાં કહ્યા છે. આગમની ઉપાસના, સુયુક્તિનું અવલંબન, શ્રી ગુરુદેવનો શુદ્ધાત્માનો Page #81 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” ઉપદેશ અને સ્વાનુભવ. આવું જયારે ભવ્ય જીવો કરે છે ત્યારે તેમને ઉત્તમ પદની પ્રાપ્તિ થાય છે. ‘લઘુ આલોચનાપાઠ’માં ભગવાનને વિનંતી કરે છે : “જો ગાંવપતિ ઇક હોવે, સો ભી દુખિયા દુઃખ ખોવે; તુમ તીન ભુવનકે સ્વામી, દુઃખ મેટો અંતરજામી. (૩૦) દ્રોપદીકો ચીર બઢાયો, સીતા પ્રતિ કમલ રચાયો; અંજનસે કિયે અકામી, દુઃખ મેટો અંતરજામી. (૩૧)” પછી નિશ્ચયનયમાં ચાલ્યા જાય છે. છેલ્લે તો બધે નિશ્ચયનય આવે. “દોષરહિત જિનદેવજી, નિજ પદ દીયો મોય; સબ જીવનકે સુખ બઢે, આનંદ મંગલ હોય. અનુભવમાણિક પારખી, જૌહરિ આપ જિનંદ; યે હી વર મોહિ દીજિયે, ચરન-શરન આનંદ.” આપણા જીવનમાં વિશ્વાસ આવે તો આપણું કામ થાય અને આ વિશ્વાસ તે સમીચીન વિશ્વાસ છે, કોઇએ કહ્યું એટલે માની લેવું એમ નથી. પરમકૃપાળુદેવ જણાવે છે, કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત, મૂળ૦. માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦.૨ –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક – ૭૧૫ તો હવે પહેલાં એના આગળ પ્રમાણ કહે છે. શ્રી કુંદકુંદસ્વામી વિરચિત “શ્રી દર્શનપ્રાભૃત'ની બીજી ગાથામાં આવે છે, “હંસા પૂન્ન થમ્પો” “શ્રદ્ધા એ ધર્મનું મૂળ છે.” આચાર્ય શ્રી વાદિરાજકૃત એકીભાવસ્તોત્રના ૧૧મા પ્રાર્થના ૭૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.' ,, પ્રાર્થના ૬૮ શ્લોકનો ભૂધરદાસજી કૃત પદ્યાનુવાદ જોઇએ, “જનમજનમ કે દુઃખ સહે સબ તે તુમ જાનો, યાદ કિયે મુજ હિયે લગૈ આયુધસે માનો; તુમ દયાલ જગપાલ સ્વામી મૈં શરન ગહી હૈ, જો કુછ કરનો હોય, કરો પરમાન વહી હૈ.” તમે કહો છો કે આત્માનું જ્ઞાન અનંત છે. આત્માનો આનંદ અનંત છે. અહીં આચાર્ય પણ એમ કહે છે, મારો વિશ્વાસ પણ અનંત છે. તમારે જે કરવું હોય તે કરો. હું તો એટલું જ કહું છું કે ભગવાન ! મેં ઘણા પાપ કર્યા. જન્મજન્માંત૨માં અને આ ભવમાં અનેક પાપ કર્યા, પ્રભુ ! એ આપના જ્ઞાનમાં છે અને જ્યારે એ પાપ મને યાદ આવે છે ત્યારે મારું દિલ ચીરાઇ જાય છે ! “લગૈ આયુધસે માનોં” - જેમ હૃદયમાં છરી ભોંકાતી હોય, એમ હે પરમાત્મા ! જ્યારે મારા પાપો મને યાદ આવે છે ત્યારે મને એમ થાય છે કે હું કેટલો દુષ્ટ, નીચ, પાપી કે મેં આવા ઘોર પાપ કર્યા. પણ પ્રભુ ! હવે મારે એ પાપો કરવા નથી અને તેથી જ આપના શરણે આવ્યો છું. આચાર્ય ભગવંત કહે છે કે જયારે મેં દીક્ષા લીધી ત્યારે હું ભાવથી બોલ્યો હતો કે, “અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્ઝામિ, સાહૂ શરણં પવજ્જામિ, કેવલી પણાં ધમ્મ શરણં પવામિ.’ હું એટલું જ જાણું છું કે મને તમારું સર્વ પ્રકારે શરણ હો. હું તમારે ખોળે બેઠો છું. હવે કોઇ દિવસ પાછો જવાનો નથી. મરું તો પણ તમારા ખોળામાં અને જીવું તો પણ તમારા Page #83 -------------------------------------------------------------------------- ________________ ખોળામાં. “લોક મૂકે પોક'. મારે કોઈનું કામ નથી, મારે એક “હું આત્મા છે, આપનો સેવક છું, તમારું કામ છે. તમારી આજ્ઞા મારે પાળવી છે. તમારી શ્રદ્ધા, સૌનો મિત્ર છે.) તમારા ચરણની સેવા, તમારા ચરણની ભક્તિ મારે કરવી છે. આટલા ઉત્તમ કોટીના મહાન યોગીશ્વર કહે છે, “જો કુછ કરનો હોય, કરો પરમાન વહી હૈ.' - આપણને તો ભગવાનની વાણીમાં ય કેટલી ભૂલો લાગે છે !! આપણને ભગવાનના જીવનમાં પણ કેટલીય ભૂલો લાગે છે, એવા આપણે મહાદુષ્ટ ધીઠ છીએ. જયારે અહીંયા આચાર્યદેવ કહે છે કે હે પરમાત્મા ! તમે જે ન્યાય આપો તે માટે માન્ય છે. કેટલા સરળ બાળક જેવા ! આવા મહાપુરુષો જે હોય તે જ પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આપણે તો મનમાં કંઇ જુદું, પાછા આપણે કોઇની સાથે વાત કરીએ તો કાંઈ જુદું; પછી વળી કંઇક વર્તન કરીએ તો પણ જુદું !! આવા દંભી અને માયાચારીને કાંઇ પ્રાપ્ત થાય નહિ. ઉત્તમ આર્જવ (સરળતારૂપી) ધર્મ જેના હૃદયમાં પ્રગટ થયો છે એવા મુનિજન, એવા મહાન ધર્માત્માઓનું ભાવપૂર્વક સ્મરણ કરતાં પણ આપણાં કરોડો પાપો નષ્ટ થઇ જાય છે !! આચાર્યદેવ પરમાત્માને કહે છે, મેં તો આપનું જ શરણ લીધું છે. તમે જે નિર્ણય આપો તે માટે માન્ય છે. આવું જ્યારે આપણને થશે ત્યારે આપણું કામ થશે. “પતિતઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર, ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર. જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન, કરુણાનિધિ કૃપાળુ હે ! શરણ રાખ હું દીન” –શ્રી લાલાજી રણજિતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના ‘પ્રાર્થના'નો પેટા વિષય વિશ્વાસ, શ્રદ્ધા ચાલે છે. દ૯) પ્રાર્થના Page #84 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છે. મહાપુરુષો કહે છે કે ભગવાન ! મારામાં કોઈ લાયકાત નથી આપનો સેવક છું, તો પણ હું તમારો છું. એટલે તમારે શરણે આવ્યો છું. પ્રેમનો સૌનો મિત્ર છું.” માર્ગ જગતના જીવોના જ્ઞાનનો અને બુદ્ધિનો વિષય નથી. “એ મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા.” તું કલેક્ટર છે, કમિશનર છે, કરોડપતિ છે, ઉદ્યોગપતિ છે, એ બધું તારું અહીંયા કામમાં આવે એવું નથી. પ્રેમનો માર્ગ જુદો છે. તે તો ચંદનબાળાને પ્રાપ્ત થાય, તે તો શબરીને પ્રાપ્ત થાય, તે તો વિદુરને પ્રાપ્ત થાય. હે પ્રભુ ! અંતરના પ્રેમની વાત જુદી છે. તમારો બાબલો ૩-૪ વર્ષની નાની હોય, તે બરાબર તૈયાર થઈને, આખમાં આંજણ આંજીને, પાવડર બરાબર લગાવીને, નવા કપડાં પહેરીને આવે તો જ તમને ગમે ? “ના... ના.. સાહેબ ! હું તો એને ઉઠાડું ત્યારે તો એના વાળ તો બધા વિખરાઈ ગયા હોય અને ગમે તેવો હોય તો પણ મારો બાબલો મને વહાલો હોય.” હે મા ! જો તને તારો બાબલો ગમે તેવી સ્થિતિમાં વહાલો લાગે છે તો જે ત્રિલોકના નાથ એવા પરમાત્માને સાચો ભક્ત લૂલો, લંગડો, બહેરો, મૂંગો, આંધળો, ગરીબ... ગમે તેવી હોય તો પણ પ્રિય છે. “સબસે ઊંચી પ્રેમ સગાઇ.” માટે... “ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.” આપણે બહુ સારા તૈયાર થઇને, સોનાની થાળી લઈને, બદામ અને ચોખા લઈને જઈએ તો ભગવાન રાજી થાય ? “હાલતો થા, હાલતો. તું શું બતાવવા આવ્યો છું ? સોનું બતાવવા આવ્યો છું ? તારા કપડાં બતાવવાં આવ્યો છું?" ભગવાન તો કહેતા નથી, ભગવાન તો વીતરાગ છે. પણ આપણે સમજી જવાનું અને કવિ તો ભગવાનનાં મોઢામાં શબ્દો પ્રાર્થના મૂકે પણ ખરા ! ૭૦ Page #85 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” ઘટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય, ન નૈવેદ્ય તારું આ.. પૂજારી પાછો જા.” આપણે બધુંય લઈને જઈએ છીએ પણ અંદરમાં પ્રેમ નથી તો ભગવાન કહે છે, “ભાઈ ! તું જેમ આવ્યો તેમ ચાલ્યો જા. અમે તો તારી કોઇ વસ્તુનો સ્વીકાર નથી કરતા. જો સાચો પ્રેમ છે તો અહીં બેસી જા અને પ્રેમ નથી તો તારી બધી વસ્તુઓ પાછી લઈ જા. અમને તે નથી જોઇતી.” છે તો અઘરી વાત. વળી, આપણો સમાજ વર્તમાનમાં વેપારી છે. વેપારી Calculation કરે અને વીતરાગના માર્ગમાં માથું ન મૂકે તો એનું કામ નહિ. જે calculation કરે એને મોક્ષનો માર્ગ મળતો નથી. કૃપાળુદેવ કહે છે કે ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમથી મોક્ષમાર્ગમાં પ્રવર્તવું તેને તીવ્ર મુમુક્ષતા કહીયે છીએ. માટે વિચારવું. જેનું લક્ષ દુન્યવી નફા પર હોય, કમિશન પર હોય તેનો મોક્ષમાર્ગમાં પ્રવેશ થતો નથી. જ્ઞાનીઓ તો કહે છે, “જાચુ નહિ સુરવાસ પુનિ નરરાજ પરિજન સાથજી; બુધ જાચહું તુવ ભક્તિ ભવ ભવ દીજીએ શિવનાથજી.” –કવિવર બુધજન કૃત શ્રી દર્શનપાઠ જયાં કોઇપણ સાંસારિક માગણી છે ત્યાં પરમાર્થ મોક્ષમાર્ગ ટકતો નથી. સંસારના કોઇપણ સુખની માગણી નહીં કરે, તો બધુ સંસારનું સુખ પણ મળશે, પણ જો માગીશ તો ઓછું મળશે. તો અહીંયા કહે છે, આપના શરણે મને રાખો. હવે શ્રી દૌલતરામજી ‘દર્શનસ્તુતિ'માં કહે છે, “ત્રિભુવન તિહું કાલ મંઝાર કોય, નહિ તુમ બિન નિજ સુખદાય હોય; પ્રાર્થના ૭૧. Page #86 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” મો ઉર યહ નિશ્ચય ભયો આન, દુઃખ જલધિ ઉતારન તુમ જિહાજ.” આપણું સર્વોત્કૃષ્ટ શ્રેય શેમાં છે? આપણને ઉત્તમ પદવી કોણ આપી શકે એમ છે? આપણને સાચા સુખની પ્રાપ્તિ ક્યારે થશે? અહીંયા ભક્તજન, મહાન જ્ઞાની શ્રી દૌલતરામજી કહે છે, “હે પરમાત્મા ! આ સંસારરૂપી સાગરમાંથી પાર ઉતરવા માટે આપના જેવું બીજું જહાજ આ વિશ્વમાં છે નહિ, એવો મારા અંતરમાં નિશ્ચય થયો છે.” શ્રીમદ્ રાજચંદ્રજી પત્રક ૨૫૪ માં કહે છે, “સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી માર્ગપ્રાપ્તિ'ને રોકનારાં ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનર્ણય.” અજ્ઞાની જીવ કહે છે કે મને જેમ મજા આવે એમ હું કરું. કોઇકવાર હું ગુલાબજાંબુ ખાઉં, પછી નવી સાડીઓ પહે, પછી નવા સૂટ પહેરું, પછી વળી હેલિકોપ્ટરમાં ફરું, પછી પાછો બગીચામાં ફરવા જાઉં, પછી વળી કૉફી પીવા જાઉં, પછી વળી છોકરા રમાડું, અને કોક વાર પૂજા પણ કરું. ભગવાન કહે છે કે નિર્ણય કરો કે આમાંથી તમારા આત્માને કલ્યાણકારી શું છે ? અને જે કલ્યાણકારી છે તેના જ માટે પુરુષાર્થ કરો. બીજી વસ્તુઓને બાજુમાં રાખો, ગૌણ કરો. ભલે આ માટે એક વર્ષ લાગે, બે વર્ષ લાગે, પાંચ વર્ષ લાગે, દસ વર્ષ લાગે; પદાર્થનો નિર્ણય કરવો જોઇએ. ધર્મ તો ઘણા કરે છે પણ એ તો થાય એટલો ધર્મ કરે છે. બધા કહે એ પ્રમાણે ધર્મ કરું. કોઈ કહે આમ કરો એટલે હું આમ કરું છું.” એ પ્રમાણે ધર્મ ન થાય, બે વસ્તુનો ખ્યાલ રાખો. પ્રાર્થના Page #87 -------------------------------------------------------------------------- ________________ “જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ.'' શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૯૫૪, ગાથા-૪ ગુરુગમથી તત્ત્વને સમજીને યથાર્થ વસ્તુનો સ્વીકાર કરવો. ધર્મ અનેકાંતાત્મક છે. દાનનો એકલો જ આગ્રહ કરવો નહિ. બ્રહ્મચર્યનો જ આગ્રહ કરવો નહિ. ક્ષમાનો જ એકલો આગ્રહ કરવો નહિ. તપ-ત્યાગનો એકલો આગ્રહ કરવો નહિ. જ્ઞાનનો એકલો આગ્રહ કરવો નહિ. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.’’ —શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૮) “મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.’’ —શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૧૨૩) જ્ઞાની ભગવંતો કહે છે કે જેનાથી આપણા પરિણામ ઉજ્જવળ થાય, જેનાથી આપણા પરિણામ પ્રશસ્ત થાય, જેનાથી આપણા પરિણામ શુદ્ધ થાય એવો નિરંતર ઉદ્યમ કરવો. ભક્ત કહે છે કે હે પરમાત્મા ! મને હવે એવો નિશ્ચય થયો છે કે હવે તમારે ચરણે રહેવાથી મારું કામ થઇ જવાનું. “વિશ્વાસ, વિશ્વાસ, આપણા પોતાનામાં વિશ્વાસ, પરમાત્મામાં વિશ્વાસ. આ જ મહાનતાનું રહસ્ય છે.” —સ્વામી વિવેકાનંદ Faith, faith & faith Faith in self - Faith in Godhood; that is the root. That is the cause of all greatness. જે મનુષ્યને પરમાત્મામાં વિશ્વાસ છે તે ધીમે ધીમે સાચા વિશ્વાસને અનુસરતો થકો ઉત્તમ પદને પામે છે. “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.’ પ્રાર્થના ૭૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ આપનો સેવક છે હું આત્મા છું. વ્યવહારમાં પણ એ પ્રમાણે છે. મોહનદાસ કરમચંદ ગાંધીએ 8) નક્કી કર્યું કે અંગ્રેજોને મારે ભારતમાંથી કાઢી મૂકવા છે, કારણકે સૌનો મિત્ર છું.” આ દેશ એમની માલિકીનો નથી. માટે એ લોકોએ પોતાના દેશમાં ચાલ્યા જવું જોઇએ. બધા કહે કે આવું તો બનતું હશે ? હમણાં પેલા અંગ્રેજ સૈનિકો આવશે તો તમને મારી નાખશે. પણ મહાત્મા ગાંધીજીને દઢ વિશ્વાસ હતો અને અંગ્રેજોને ભારત છોડવું પડ્યું. Faith is a wonderful thing. પણ એ શ્રદ્ધા સાચી હોવી જોઇએ. સમીચીને શ્રદ્ધા તે આત્માને પરમ કલ્યાણકારી છે માટે ભવ્ય જીવોએ વારંવાર તેનો પ્રયત્ન કરવો. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ૧૨૬મી ગાથામાં જણાવ્યું છે, “આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન.” પ્રભુસ્મરણ' કરવાની સુંદર પ્રેરણા સંતો આપણને આપે “જિહિ સુમિરનસે અતિ સુખ પાવે, સો સુમિરન ક્યોં છોડ દિયા, ખાલસ ઈક ભગવાન ભરોસે, તન-મન-ધન ક્યો ન જોડ દિયા, નામ-જાન ક્યોં છોડ દિયા.” તૂને પ્રભુસ્મરણ ક્યોં છોડ દિયા.... તૂને ગુરુસ્મરણ ક્યો છોડ દિયા.. તૂને આત્મસ્મરણ ક્યોં છોડ દિયા. –ભક્તકવિ ખાલસ આ તો વિશ્વાસની વાત છે. આવા અનેક ભક્ત-સંતોએ પોતાના સર્વસ્વનું પ્રભુ-ગુરુને સમર્પણ કરી, પોતાનું જીવન જ" ધન્ય અને કૃતકૃત્ય બનાવ્યું છે. નમન હો તેમની શ્રદ્ધાને ! Page #89 -------------------------------------------------------------------------- ________________ નમન હો તેમના સમર્પણને ! જેણે સાચી પ્રાર્થના કરવી હોય તે આત્મા છે. તેના હૃદયની અંદર પરમાત્માની સાચી શ્રદ્ધા હોવી આવશ્યક છે આપનો સેવક છું.) સૌનો મિત્ર છું.” છે – અનિવાર્ય છે. કારણકે જીવનમાં જે કાંઈ શક્તિ છે તે કયા ગુણને અનુસરે છે ? શ્રદ્ધા ગુણને અનુસરે છે. શ્રદ્ધા મુખ્ય છે, એમ સિદ્ધાંત કહે છે. ઋષભદેવ ભગવાનના સ્તવનમાં શ્રીમાન દેવચંદ્રજી મહારાજ કહે છે, “રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે.” ભગવાને પંચાચાર કહ્યા છે પણ પંચાચારમાં પહેલો આચાર કયો છે ? દર્શનાવાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. તો દર્શનાચાર પ્રથમ છે. માટે દર્શન એટલે શ્રદ્ધા જે છે તે મુખ્ય છે. પ્રાર્થના કરવાનું કેમ આપણને મન નથી થતું? કેમ આપણે સાચી પ્રાર્થના નથી કરતા? ભગવાનના દર્શન કરીએ ત્યારે અંતરમાં વિચારીએ છીએ કે “આ આરસ બરાબર નથી ! આ ડાઘાવાળો આરસ છે ! ભગવાનનું નાક બરાબર નથી! આંખો બરાબર નથી !' આપણી દૃષ્ટિમાં “આ ભગવાન છે” એવો ભાવ આપણને થતો નથી. એવું ક્યારે થાય ? એને માટે, “જે જાણતો અહંતને ગુણ દ્રવ્યને પર્યયપણે; તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.” –શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી પ્રવચનસાર ગાથા-૮૦ જરૂર શેની છે? પરમાત્માનો પરિચય કરવાની. ગુણોને ઓળખવાની જરૂર છે. ભગવાનને આપણે આપણા જેવા જ માન્યા છે ! જીવ વિચારે છે કે ભગવાન મારી જેમ ખાય ? ભાઈ ! ભગવાન ખાતા નથી. અનંત આનંદ હોય તો ભગવાનને ખાવાનું કેમ બને? ભગવાનને ખાવાથી જો સુખ ઊપજે તો પછી ભગવાનનો અનંત આનંદ રહ્યો તે ખાવા પર આધારિત રહ્યો ગણાય ! ભગવાનને ખાવાનું હોતું નથી. ભગવાનને અથવા જ્ઞાની પુરુષને આપણે આપણી સાથે પ્રાર્થના ૭૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ આપનો સેવ હું આત્મા છે. સરખાવીએ છીએ કે આ જ્ઞાની પુરુષ છે તે ત્રણ રોટલી ખાય 'છે. હું છ ખાઉં છું એટલે એમના ૫૦ ટકા જેટલો તો ખરોને ? સૌનો મિત્ર છું.” અથવા તો આ જ્ઞાની બે વસ્ત્ર રાખે છે અને હું ચાર વસ્ત્ર રાખું છું, તો હું તેમના ૫૦% જેટલો તો પહોંચી ગયો ને !! જ્ઞાની પાસે વસ્ત્ર છે પણ જ્ઞાનીને વસ્ત્રનો મોહ નથી. જ્ઞાની આહાર લે છે પણ એમને આહારનો મોહ નથી. જ્ઞાની કાર્ય કરે છે છતાં અકર્તા છે. જ્ઞાની વચનપ્રયોગ કરે છે છતાં મૌન છે ! જ્ઞાની ચાલે છે તો પણ સ્થિર છે. એવું જ્ઞાનનું અલૌકિક સ્વરૂપ જે દિવસે તને તારા અંતરમાં સ્થિત થશે તે દિવસે તને કલ્યાણની પ્રાપ્તિ થશે. જ્ઞાની સાથે બહારથી મેળ કરવાનો નથી. બહારથી જોઇને, જાણીને, દેખીને વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવાનો નથી પણ તત્ત્વદષ્ટિ કેળવવાની છે. માટે પરમાત્માને ઓળખવા, સપુરુષને ઓળખવા, ધર્મને ઓળખવો અને ક્રમે કરીને જેમ આપણા આત્માનું કલ્યાણ થાય, આપણા ભાવ નિર્મળ થાય, આપણે પાપભાવથી છૂટીએ, પુણ્યભાવમાં મધ્યસ્થ રહીએ, શુદ્ધભાવની વૃદ્ધિ કરીએ - આવું આપણે કરીએ તો આપણું જીવન ધીમે ધીમે સન્માર્ગે વળી શકે અને આપણા આત્માનું કલ્યાણ થાય. પ્રાર્થના ૭૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ # સ રકt 3:311-8 : 'રૂપ + +- કાક . : કઈ છે જw બ . ક. ક..... . . , ઇ ' એ એ...ઈજ નciાનારી... .: ક કાકા કાકાનેર 1:45.ક.. ૬. નિઃસ્પૃહતાપૂર્વક નિજદોષકથના હું આત્મા છું, “પ્રાર્થના એ વ્યાપાર નથી, એ તો છે ભક્તની લઘુતાનું, હું આપનો સેવક છું. વિશ્વાસનું અને સમર્પણતાનું નિર્મળ પ્રતીક.” સૌનો મિત્ર છું.” તમારા દીકરાના લગ્ન થયા ત્યારે તમારા સગાવહાલાં કે મિત્રો આવે તો કંઈકને કંઈક ભેટ લઇને આવે છે. “સાહેબ ! અમે તો લખ્યું હતું કે ચાંદલો અને ભેટ ન સ્વીકારવા બદલ ક્ષમા કરશો.” તમે એવું લખ્યું હોય તો પણ સજ્જન હોય તો મફતનું ન ખાઈ જાય, અંદરમાં સાવધાન છે. કંઈ પણ કોઈ પાસેથી લેવું નહીં. કંઈ પણ લેવું પડે તો તે બમણું કરીને આપવું, ચાર ગણું કરીને આપવું. કોઈના ઉપકારમાં ન આવવું. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, “જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એ જ તેની સદા સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે.” ત્યાં તો પરમાર્થની વાત છે. અહીંયા વ્યવહારમાં પણ એમ કહે છે. તારા મિત્રો અને સ્વજનો લગ્નપ્રસંગે કેમ આવ્યા ? “સાહેબ ! એ તો અમારે ઓળખાણ હોય અને એમને આપણા પ્રત્યે ભાવ હોય તો આવે તો ખરા ! એમણે વસ્તુ શું આપી તેની કિંમત નથી. આવ્યા એની કિંમત છે.” પ્રાર્થના એ વ્યાપાર નથી. તમારો દીકરો હોય ને તમારાથી જુદો થઈ જાય, તોય આપણે તો નવા વર્ષના દિવસે એને ત્યાં જવું. ‘પણ મારી સાથે ઝઘડો કરીને ગયો હતો એટલે હું તો ન જાઉં !' પુત્ર કુપુત્ર થાય, માવતર કમાવતર થાય નહીં. મોહ રાખવો નહીં, પરંતુ સદૂભાવ રાખવો. દીકરાનો મોહ રાખે તે તો અજ્ઞાની છે. આપણે તો વર્ષમાં વિશેષ નહીં પણ એક વાર તો આશીર્વાદ દેવા જવું, “બેટા ! શાંતિથી રહેજો, આનંદથી રહેજો, સંપથી રહેજો અને સારા કામ કરજો...” તો કિંમત ૭" , પ્રમ,* *કમરાઇઝ કાશક: સંજી મારકામ, પ રા અક્ષર એક કડ જ ન જાય, કફ કફજ કts Bકામ પાકા મકાઇ, કરન રકસ ,ના,તાન ન, ય ક ા, p*rદનનte. રામાન -જતન ક. ૪૪ કડક જs grદાન મકર નમ, ના 1 નામ:, ક tre, at “Ev$સા, મriters' St.cl/ piN re - Anirm અજમા ના 1 પ્રાર્થના Page #92 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છે. વસ્તુની નથી પણ અંતરમાં જે પ્રેમ છે એ પ્રેમની કિંમત છે. આપનો સેવક છું, સોનો મિત્ર છે. પ્રાર્થના એ ભક્તની લઘુતાનું પ્રતીક છે. “હે પ્રભુ! હું આપનો સેવક છું. હે પરમાત્મા ! હું આપનો સેવક છું.” એ “સેવક કહેતાં આપણું મન પાછું પડે છે. કોઇના કહેવાથી ભગવાનને ભજે એ તો ઠીક પરંતુ ભગવાનને તો ખરેખર ઓળખીને અંતરમાં યાદ કરવાનાં છે. પૂર્વે કોણે પૂર્ણપદને (મોક્ષપદને) પ્રાપ્ત કર્યું? મારા પહેલાં અનંતા થઇ ગયા. તેમની મારે ભક્તિ કરવી છે. તેમની મારે આજ્ઞા માનવી છે. તેમના પ્રત્યે મારે દાસત્વભાવે વર્તવું છે એમ અંતરમાં ભાવ આવવો જોઇએ. તે છે ભક્તની લઘુતાનું, વિશ્વાસનું અને સમર્પણતાનું નિર્મળ પ્રતીક. જયાં લઘુતા અને વિશ્વાસ છે ત્યાં સાચો સમર્પણભાવ પ્રગટે છે. એક દષ્ટાંત જોઇએ. સાચા નોકર અને સાચા શેઠનું. અત્યારે સાચા નોકર અને સાચા શેઠ પણ ઓછા રહ્યા. તો પણ આપણે નોકરી કરતાં હોઇએ તો સાચી નોકરી કરવી. જયાં સુધી નોકરી કરીએ છીએ ત્યાં સુધી સાચી કરવી. પરમ કૃપાળુદેવ પુષ્પમાળા ૩૯માં કહે છે, “અનુચર હો તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તારા અધિરાજની નિમકહલાલી ઈચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે.” - પ્રાર્થના એ બતાવે છે કે, વારંવાર પ્રભુના ગુણોનો, પ્રભુના જીવનનો, પ્રભુના દિવ્ય વ્યક્તિત્વનો વિચાર કરી કરીને ચિત્તને પ્રભુમાં લગાવવું, ન લાગે તો પણ લગાડવાનો પ્રયત્ન કરવો. જો કે આ જગતમાં મોટા ભાગના મનુષ્યો તો પોતાની કોઈને કોઈ પ્રકારની વાંછાને પૂરી કરવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે, પરંતુ અહીં સાક્ષાત્ અધ્યાત્મસાધનામાં તેમની ગણતરી નથી.” પ્રાર્થના ७८ Page #93 -------------------------------------------------------------------------- ________________ સાક્ષાત્ મોક્ષમાર્ગમાં જનતાની તો ગણતરી નથી અને મુમુક્ષુ છે, એની પણ ગણતરી કથંચિત્ છે અને કથંચિત્ નથી. દુનિયા કેવી છે ? ‘મતનો આગ્રહ કરનારી'. કૃપાળુદેવ કહે છે, “હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ.’’ —શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૨૩) “લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીના, આત્મ-અર્થ સુખસાજ.” —શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૩૩) મતાર્થીનાં લક્ષણ આપણા જીવનમાં રહે અને આપણને મોક્ષમાર્ગ મળી જાય તે કદી ન બને. મતાર્થીના લક્ષણ રાખીને મોક્ષમાર્ગ જવાતું નથી. મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે : એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. તો આત્મજ્ઞાની છે એ તો Highway (મોક્ષમાર્ગ) પર ચડી ગયા અને મુમુક્ષુ છે એ Highway પર ચડવાની તૈયારીમાં છે. (Approach-Road ઉ૫૨ છે.) દુનિયામાં લોકો શું કરે છે ? જગતના જીવોની જિંદગી કેવી ગઇ ? અને આપણી જિંદગી પણ અત્યાર સુધીની કેવી ગઇ ? દરેકે પોતપોતાની રીતે વિચારી લેવું. “તૂને દિવસ ગંવાયા ખાયકે ઔર રાત ગંવાયી સોયકે; હીરા જનમ અમોલ થા, કૌડી બદલે જાય રે...’’ મોટા ભાગે આપણું જીવન તે પશુની માફક વીતી ગયું. છતાં આચાર્ય ભગવંત કરુણાના સાગર છે. જે સમય ગયો તે ગયો, હવે જે દસ-વીસ વર્ષ બાકી છે તેને તું સુધારી લે. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.' પ્રાર્થના ૭૯ Page #94 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.' પ્રાર્થના ८० જેટલા પ્રમાણમાં દૂધપાક હોય એટલા પ્રમાણમાં ખાંડ નાખવી. એમ આપણે પણ મોક્ષમાર્ગમાં જો આગળ વધવું હોય તો પુરુષાર્થ પણ તેટલા પ્રમાણમાં કરવો જોઇએ. જગતના મનુષ્યો તો કોઇને કોઇ પ્રકારની વાંછા માટે પરમાત્માને ભજે છે, તે મનુષ્યો તત્ત્વને સમજ્યા નથી. તેમને ઉત્તમ પદની પ્રાપ્તિ થવાની નથી. “જેઓએ પ્રાર્થનાના રહસ્યને જાણ્યું છે તેઓ આ જીવનમાં પ્રભુ પાસે કાંઇ યાચના કરતા નથી અને પરભવમાં પણ કોઇ લૌકિક વૈભવની ઇચ્છા કરતા નથી.” ભક્ત સંતોએ તો કહ્યું : “જાચું નહીં સુરવાસ, પુનિ નરરાજ, પરિજન સાથ; બુધ જાચહું તુવ ભક્તિ ભવ ભવ, દીજિયે શિવનાથજી.’’ —કવિવર બુધજન કૃત શ્રી દર્શનપાઠ શ્રીમદ્ રાજચંદ્રજીએ એને વિધેયાત્મક રીતે કહ્યું છે : “ભજીને ભગવંત ભવંત લહો.' આ દિષ્ટ કેળવવી. આ દિષ્ટ કેળવવાથી ઉત્તમ પદની પ્રાપ્તિ છે. થોડી વસ્તુ માગી લેવાથી મળશે તો ખરી પણ હલકી મળશે. નહિ માગે તો ઉત્તમ વસ્તુ મળશે ! ભગવાન પાસે શું માગવું ? “અબ હોઉં ભવભવ સ્વામી મેરે, મૈં સદા સેવક રહો; કર જોડી યોં વરદાન માંગ્યું, મોક્ષફલ જાવત લહો.” —કવિવર બુધજન કૃત શ્રી દર્શનપાઠ દાસત્વભાવની વાત ચાલે છે. ભક્તિમાર્ગનો ક્રમ છે : (૧) વ્ાોમ્ : જગતના પદાર્થો પ્રત્યે અંતરનો વૈરાગ્ય (૨) વાસોમ્ : ૫૨માત્માની શરણાગતિ Page #95 -------------------------------------------------------------------------- ________________ (૩) સોડમ્: પરમાત્માનું અને મારું સ્વરૂપ નિશ્ચયથી જ આત્મા છે. એક છે. આપનો સેવક છું, સીનો મિત્ર છું." (૪) અદમ્: ભક્ત-ભગવાન જયારે એક થઈ જાય છે ત્યારે તે વાણીનો વિષય નથી રહેતો અને જગતના જીવોની બુદ્ધિનો વિષય પણ નથી રહેતો. આ Stageમાં સાક્ષાત્ પ્રેમની સમાધિની પ્રાપ્તિ થઈ જાય છે. ભક્ત કહે છે, “જ્યાં સુધી હું પૂર્ણપદને પ્રાપ્ત ન કરું ત્યાં સુધી હે પરમાત્મા ! હું તમારો દાસ છું.” આ વાત ન બેસતી હોય તો ગૌતમસ્વામીને યાદ કરવાં. ગૌતમસ્વામીને કરોડો શ્લોક મોઢે હતા. એમણે પોતે ૫૦૦ શિષ્યોને દીક્ષા આપી હતી. આખા ભારતમાં એમનું નામ ગાજતું હતું. એવા શ્રી ગૌતમસ્વામી, પરમાત્મા શ્રી મહાવીરને જોઇને કહે છે, “તહતુ” (આપની આજ્ઞા મને માન્ય છે.) જો કે શરૂઆતમાં તેઓ ભગવાન સામે ટક્કર લે છે ! મહાવીર ભગવાનના સમવસરણમાં તેઓ હજુ દૂર છે ત્યાં અવાજ આવે છે, “ઇન્દ્રભૂતિ આવો!” આમને મારા નામની ખબર છે ! પણ આખી દુનિયા મારું નામ જાણે છે, એટલે એ પણ જાણતા હશે. પણ એમ હું કાંઈ નમસ્કાર કરું એવો નથી.” હજુ આગળ જાય છે ત્યાં પ્રભુ કહે છે, “તમારા મનમાં આત્માના અસ્તિત્વ વિષે શંકા છે ?” અરે !! આ તો મારા મનમાં જે છે એ જાણી ગયા !! હું પૂછવા આવ્યો છું એ પણ તેઓ જાણી ગયા !” પછી ગૌતમસ્વામીનું સમાધાન થાય છે ત્યારે પ્રભુની શરણાગતિ સ્વીકારી લે છે. ભગવાનને માન પણ નથી, અપમાન પણ નથી. ભગવાનને કોઈને શિષ્ય બનાવવા નથી. તારે સો વાર , મોક્ષપ્રાપ્તિની ગરજ હોય તો તું એમને શરણે જા. આપણને ઘણીવાર એમ લાગતું હોય કે “સાહેબ ! મારા બાપાને પણ હું આ પ્રાર્થના Page #96 -------------------------------------------------------------------------- ________________ આપનો ૨ હું આત્મા છે. કોઇ દિવસ પગે લાગ્યો નથી, તો વળી તમે તો પરમાત્મા, સાધુ-સંતોને પગે લાગવાનું કહો છો ! હું દુનિયામાં કોઈને પગે સૌનો મિત્ર છું.” લાગતો નથી !” “ભઇલા ! તું આ ભવમાં ભલે કોઇને પગે ન લાગ્યો તો પણ સત્પરુષોને પગે લાગવા જેવું છે.” આપણે ભગવાનને વંદન કરીએ, ભગવાનને ભાવપૂર્વક પગે લાગીએ તો શું થાય તે વાત “સામાયિક પાઠ'માં જણાવે છે, “જાકે વંદન થકી દોષ દુઃખ દૂરહિ જાવે, જાકે વંદન થકી મુક્તિતિય સન્મુખ આવે; જાકે વંદન થકી વંદ્ય હોવે સુરગનકે, ઐસે વીર જિનેશ વંદિહો ક્રમયુગ તિનકે.” (૧) જે જીવ પરમાત્માને ભાવપૂર્વક અને તેમને ઓળખીને વંદન કરે છે, તેના બધા દોષ અને બધા દુઃખ નષ્ટ થઇ જાય છે. (૨) મુક્તિતિય સન્મુખ આવે – મોક્ષરૂપી લક્ષ્મી આપણે લેવા નીકળ્યા છીએ તે સામી આવે છે કે હું તમારા ચરણની દાસી છું ! (૩) દેવો, ઇન્દ્રો, અહમિન્દ્રો વગેરે આવીને સાચા ભક્તને વંદન કરે છે. આ અંગે વિસ્તૃત માહિતી માટે રત્નકરંડશ્રાવકાચાર’ ૪૧મો શ્લોક વાંચવો. “કામી ક્રોધી લાલચી, ઈનસે ભક્તિ ન હોય; ભક્તિ કરે કોઈ શૂરમા, જાતિ બરન કુલ ખોય.” –સંત કબીરદાસજી “વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે; ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ ઈકોતેર તાર્યા રે.” –ભક્તકવિશ્રી નરસિંહ મહેતા પ્રાર્થના ૮૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ છે, આપણને આવી દશા એકદમ પ્રાપ્ત ન થાય. પણ “આવી દશા પ્રાપ્ત થઈ શકે છે' એવી શ્રદ્ધા થઈ શકે છે. ભગવાન સાચા છે' એવું અત્યારે આપણે પાકું કરી લેવું જોઇએ, હવે તેનું Conclusion કરે છે. “ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે વાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું.” –શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક-૨૫) એક ઘાસનું તણખલું પણ ભગવાન પાસે માગવું નહિ. માગીએ તો હલકું મળે. કારણકે માગીએ એ ઇચ્છા છે અને ઇચ્છા છે એ પાપ છે. ધારો કે ૧૦૦ ડીગ્રી પુણ્ય થયું હોય અને માગીએ તો ૫૦ ડીગ્રી બળી જાય. Acid હોય તેની અંદર Alkali નાખો તો Acidની જલદતા ઓછી થઇ જાય, એમ પરમાત્માની સાચી ભક્તિથી જે ફળ પ્રાપ્ત થવાનું હોય એ આપણે માગીએ તો એ ઓછું થઈ જાય. ત્રીસેક વર્ષ પહેલાં નરસિંહ મહેતાનું ચલચિત્ર (Picture) આવ્યું હતું. મોટાભાઈને ભક્તિ બહુ પ્રિય એટલે કહે કે આપણે નરસિંહ મહેતાનું આ ચલચિત્ર જોવું જ છે. તેમાં નરસિંહ મહેતાનું ચરિત્ર બતાવે છે. ઘેરથી નીકળી ગયા પછી નરસિંહ મહેતા ગામના ગોંદરે પોતાના ઇષ્ટદેવના સતત જાપ કરે છે. સાત દિવસ અને સાત રાત્રિ વ્યતીત થઈ જાય છે. ભગવાન પ્રસન્ન થાય છે, કહે છે, “નરસિંહ ! તારી ભક્તિ, તારી તપશ્ચર્યા, તારા ભાવથી હું પ્રસન્ન છું. બોલ તારે શું જોઇએ છીએ ?” ભગવાન ! મારે તો કાંઇ જોઇતું નથી. મારે તો તમે જોઇએ છીએ. એટલે કે તમારી ભક્તિ જોઇએ છે !” આ રૂપકના અર્થમાં છે. વેદાંતમાં એ પ્રમાણે પદ્ધતિ છે. નરસિંહને મનના કાકા ન કરવા અનમાતાના મતદાનની તાકાત કાનાબારણાવાયા અજનન નનનનન નામના કાનમwામા કનક કરતા તમામ કામ કરવા માટે મારા ના કાકા અને તમારા પાર કરીને . પ્રાર્થના ૮૩ WWW.jainelibrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ આપનો સેવક છું, સૌનો મિત્ર છું. “હું આત્મા છું, ભગવાનની લીલા બતાવે છે. ત્યાં નરસિંહ એવા તલ્લીન થઇ જાય છે કે પોતાનો હાથ બળી જાય છે એનો પણ કાંઇ ખ્યાલ રહેતો નથી ! આપણે કહીએ છીએ કે ‘અત્યારે ઘણી તકલીફ છે તો પ્રભુ પાસે માગી લેવા દો ને !!' આપણા કરતાં સંતોભક્તોને ઘણી તકલીફ હતી. તોય તેઓ કહે છે કે ‘ભગવાન ! તમારે જે કરવું હોય તે કરો. હું એમ નહિ કહું કે તમે મારું આ કામ કરી આપો !!’ પ્રાર્થના ૮૪ જ્ઞાનીઓની વાણી ગુરુગમથી સમજવાની છે. જ્ઞાનીઓની વાણીનો સીધો અર્થ કરે તો પોતાનું કલ્યાણ ન થાય. પોતાની બુદ્ધિથી જ્ઞાનીની વાણી સમજવી નહીં. જ્યારથી આપણી સાધના પદ્ધતિમાં સત્સંગ અને ભક્તિ ઓછાં થઇ ગયા છે ત્યારથી આપણી ધર્મમાર્ગમાં જોઇએ તેવી પ્રગતિ થતી નથી. ભક્તિ અને સત્સંગને આપણે વિદેશ મોકલી દીધાં છે ! એમ કૃપાળુદેવ કહે છે. આપણું આધ્યાત્મિક દૃષ્ટિએ પતન કેમ થયું ? સત્સંગ અને ભક્તિને વિદેશ મોકલ્યા છે માટે. જીવ માને છે કે “આ બધાની કાંઇ જરૂર નથી ! મારી પાસે તો ઘણી બુદ્ધિ છે, એટલે હું શાસ્ત્રો વાંચીને જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ !!'' માત્ર શાસ્ત્રો વાંચવાથી જ્ઞાન થાય નહીં. શાસ્ત્રો તે ભગવાનની વાણી છે એટલે પૂજ્ય છે. પણ કૃપાળુદેવ કહે છે કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ તો સત્પુરુષના અંતરમાં છે. નિઃસ્પૃહ ભક્તો જ ભક્તિસાધનાની ચરમસીમાને પામીને પોતાના જીવનને કૃતકૃત્ય કરે છે. મોક્ષમાર્ગ લાંબો છે અને મોક્ષમાર્ગમાં જઇએ ત્યારે વચ્ચે ઘણાં વિઘ્નો પણ આવે છે. તમે થોડું પવિત્ર જીવન જીવો એટલે મુમુક્ષુઓ તમને એમ કહે કે મહારાજ ! બદામ-પિસ્તા ખાઓ. મહારાજ ! લાડવા ખાઓ વગેરે... આપણે એમને આધીન થઇને બધું નહીં કરવાનું. મહાપુરુષોને રિદ્ધિ-સિદ્ધિ પ્રગટે તો તેનો ઉપયોગ તેઓ અંગત Page #99 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થ માટે કરતા નથી. જેનાથી, ભક્તની સાધનામાં ચિત્તવૃતિ સ્થિર થાય, આજીવિકાની ચિંતામાંથી તે મુક્ત થઇ જાય એટલું જ કરાય. બાકી એને બહુ સંપત્તિ આપી દે અને એ સાચો ભક્ત ન હોય તો સંપત્તિમાં જ રોકાઇ જાય અને મોક્ષમાર્ગથી ચ્યુત થઇ જાય. માટે આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે. જેમ જેમ ધર્મમાર્ગમાં આગળ વધીએ તેમ તેમ દુનિયાની અનેક પ્રકારની લાલચો, પરીક્ષાઓ આવશે. તો તે વખતે આપણે સાવધાન રહેવું. ભગવાનની પણ આવી કસોટી થયેલી. દરેક ધર્માત્માઓની આવી કસોટી થઇ છે. ભગવાનની તો વિશેષપણે થાય. ભગવાન મહાવીર જ્યારે પોતાની સાધના કરવા જંગલમાં ગયા ત્યારે લોકોએ ભયભીત બનીને કહ્યું, “જાશો મા પ્રભુ પંથ વિકટ છે, ઝેરભર્યો એક નાગ નિકટ છે, હાથ જોડીને વિનવે વીરને, લોક બધા ભય પામી; મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી.’ કામક્રોધાદિ ભાવો એ બધા નાગ છે. એ ચંડકોશિયા છે. ભગવાન કહે છે કે ‘કાંઇ વાંધો નહિ, અમે તો અમારા માર્ગને વળગી રહીએ છીએ. જે થવાનું હોય તે થાય. સમતા રાખવી, શાંતિ રાખવી, પોતાના આત્મસ્વભાવને-રત્નત્રય માર્ગનેસમાધિને ખોવી નહિ, એ અમારા જીવનનું ધ્યેય છે.' એટલે પછી ભગવાન અંતે જીતી જાય છે. આપણે પણ એવો પ્રયત્ન વારંવાર કરવો. “નિજદોષકથન એ આત્મસુધારણાનું એક અગત્યનું અંગ છે, જેવી રીતે વ્યવહારજીવનમાં કોઇનું નજીકનું સ્વજન ગુજરી ગયું હોય અને તે વ્યક્તિ ન રડતી હોય તો તેને રડાવવામાં આવે છે કે જેથી એની અંતરવ્યથા હળવી થઇ જાય, તેવી રીતે પરમાર્થમાં દિનપ્રતિદિનના જીવનથી આપણને જે દોષ લાગ્યા હોય અથવા પ્રમાદથી કોઇ મોટો દોષ થઇ ગયો હોય તો તેનું “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. પ્રાર્થના ૮૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ આપનો [ આત્મા છે. સદ્ગુરુ કે પ્રભુ સમક્ષ નિવેદન કરીને પ્રાયશ્ચિત્ત કરવાથી તે દોષ હળવો થઈ જાય છે અને ભક્તજન તે દોષથી મુક્ત થઈ સૌનો મિત્ર છું.” શકે છે.” પ્રાયશ્ચિત્ત, નિંદા અને ગહ... ત્રણેયને આમાં લઇ લીધા. પ્રાયશ્ચિત્ત એટલે પોતાના થયેલા દોષોનું નિષ્પક્ષપણે કથન કરી તેને પોતાના જીવનમાંથી વિસર્જિત કરવા, પોતાના જીવનમાંથી Subtract $241, Abolish 52441.241 Gui į $2?" Abolish એટલે Permanently gone. Subtract એટલે બાદબાકી કરી. પણ બાદબાકી કોઈ વાર સરવાળો થઇને પાછી આવે તો? કે ના, એવું મારે કરવું નથી. Not subtraction, Abolition... ખલાસ કરી નાખવા. વચનામૃત પત્રાંક ૯૦૧ માં એક એવો શબ્દ વાપર્યો છે. “પ્રલય થાય છે.' પત્રાંક ૯૦૧માં, ચારિત્ર મોહનીયનો નાશ કેવી રીતે કરવો તે સમજાવ્યું છે. દોષોને એવી રીતે કાઢવાના કે ફરીથી તે આપણા જીવનમાં આવે નહિ. ફરીથી આવી જાય એવું કરવું નહિ. કાચું કામ કરવું નથી. Permanent Abolition - તો એ કેવી રીતે થાય ? તો કે અહીંયા એની એક પદ્ધતિ, એના માટે ખાસ આવા શબ્દો જ્ઞાનીઓ મૂકે છે. આચાર્ય ભગવાને શબ્દબ્રહ્મ એમ કહ્યું છે. પરબ્રહ્મને બતાવનાર શબ્દબ્રહ્મ છે. એટલે પત્રક ૯૦૧માં “ચારિત્રમોહ, ચેતન્યના - જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણાથી પ્રલય થાય છે.” જ્ઞાનીપુરુષના સન્માર્ગની નિષ્ઠાથી પ્રલય થાય છે, એમાં બંનેનું માહામ્ય કહ્યું. જ્ઞાનીપુરુષની આજ્ઞાનું માહામ્ય કહ્યું, ત્યાં નિમિત્તની મુખ્યતાથી કથન કહ્યું અને એમાં જે નિષ્ઠા કરી ત્યાં ઉપાદાનની મુખ્યતા છે. જયારે ઉત્કૃષ્ટ પુરુષાર્થ થાય ત્યારે નિર્ભુજ સમાધિના બળથી ચારિત્રમોહ પ્રલય થાય છે. પ્રલય શબ્દ દુનિયામાં વપરાય છે ને ? કોક દહાડો એવું થશે કે બધું પ્રલય થઇ જવાનું? એવું કંઇ થવાનું નથી. તું ચિંતા ન કરતો. એવા પ્રલય થાય ત્યારે કંઈ બધું ખલાસ થઇ જતું નથી. પ્રાર્થના ! ૮૬ Page #101 -------------------------------------------------------------------------- ________________ એ તો બધું બદલાયા કરે. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ, એવું થયા કરવાનું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અજ્ઞાન જે છે, તેનો પ્રલય કરવાનો છે, કોઇ કહે કે સાહેબ ! હું આ દોષ નહિ કરું. એમ નહિ !!! દિવાળીમાં તમે વાસણ માંજોને ! તમે પહેલાનાં જમાનામાં કેવા માંજતા હતા ? હવે તો વાસણ જ ન રહ્યા. ઘરમાંથી હવે પિત્તળ તો જતું રહ્યું. પહેલાં તો નળા ને ગોળી ને ગાગર તે બધું હતું ! આ વાસણને બરાબર લીંબુથી અને આમલીથી માંજો, પછી ત્રણ-ચાર વાર માંજો. પહેલાં તો પેલી બાઇ માંજે, પછી તમે પોતે માંજો, અને પછી વરસાદનું પાણી હોય તેનાથી પાછું બરાબર તેને Rinse કરી નાખો, અંદર અને બહાર, એટલે એક વર્ષ સુધી એના પર ઝાંય પણ લાગે નહિ. પછી કબાટમાં મૂકી દો. પછી કહે કે મારા ઘરમાં તો હું ખૂબ ચોખ્ખાઇ રાખું ! અંતરનો અરીસો જ્યારે એવો ચોખ્ખો થાય ત્યારે ભગવાન આપણને ફુવડ ન કહે. નહિ તો ત્યાં સુધી આપણે બધા ફુવડ છીએ !! આપણા જીવનનું કાંઇ ઠેકાણું છે ? ગમે ત્યારે ખાઇએ છીએ, ગમે ત્યારે પીએ છીએ, ગમે ત્યારે સૂઈ ગયા, ગમે ત્યારે ઉઠવાનું, થોડી ભક્તિ કરી નાખી, થોડો સ્વાધ્યાય કરી નાખ્યો, જરા આમ કર્યું, થોડી વાતો કરી, પતી ગયો દિવસ !! એમ ન હોય ! Time to Time, જે કાર્ય જે સમયે વિવેકપૂર્વક ક૨વાનું છે, તે કાર્યને તે સમયે વિવેકપૂર્વક કરવું એ જ વ્યવહાર ચારિત્ર કહેવાય છે. એના સિવાય કોઇ જ ઉપાય નથી. જે કાર્ય જે સમયે, જે રીતે, જે વિધિથી ઉપયોગપૂર્વક કરવાનું છે, તે કાર્ય કરવું જ જોઇએ. પરંતુ આપણે હજુ ઉત્તમ સાધક નથી, નિયમિત સાધના કરવાથી મનને એકાગ્ર થવાની Training મળે છે અને મન સમજી જાય છે કે ચાલો, સામાયિકનો ટાઇમ થઇ ગયો. ચાલો, ભક્તિનો ટાઇમ થઇ ગયો. ચાલો, ઉઠવાનો ટાઇમ થઇ ગયો. મનને એવી ટેવ પડી જાય છે. પરમાત્માની આજ્ઞા પ્રમાણે તે પ્રવર્તતું થઇ જાય છે. બસ મોક્ષ એટલો જ છે. મોક્ષ કેટલો ? “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.’’ પ્રાર્થના ૮૭ Page #102 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, “મા IIM થMો માપIUતવો ” ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણું આપનો સેવક છું, સૌનો મિત્ર છે. મન સાધના કરે, આરાધના કરે, એનું નામ જ ધર્મ અને એવો ધર્મ કરવાથી મોક્ષ થાય જ. ભગવાન સમક્ષ પોતાના દોષોની કબૂલાત કરીને, પરમાત્માની સાક્ષીએ જે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે એને નિંદા કહેવામાં આવે છે, અને જ્ઞાની ગુરુ ભગવંતને બધા આપણા દોષ કહી અને પછી જે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે એનું નામ ગહ છે. તો વસ્તુ તો એકની એક છે. પરંતુ વચ્ચે ગુરુનું માધ્યમ હોવાથી આપણે વધારે સજાગ રહીએ છીએ. તમારા જીવનમાં પણ એવું બને છે. જયારે કોઈ એકાએક એવી આઘાતજનક બીના બને અને કોઈ રડે નહિ ને તો એને રડાવવામાં આવે છે. ખબર છે ને? શા માટે રડાવવામાં આવે છે? અંતરમાં ડૂમો ભરાયેલો રહે તો Medical ની દૃષ્ટિથી પણ એને બ્લડપ્રેસર વધી જાય અને કાં તો હાર્ટએટેક આવી જાય, કાં તો લકવો થઇ જાય, ટેન્શન વધી જાય, Emotionally બહુ જ upset થઇ જાય, એટલે પછી શું કરે ? રડે. આંખોમાંથી આંસુ નીકળે... દ... દડ.. તો એટલા માટે એને રડાવવામાં આવે છે કે જેથી આ રીતે અંતરનો ઉભરો નીકળી જાય. “શ્રી બૃહદ્ આલોચના'માં, “આ મારું દુષ્કૃત મિથ્યા થાઓ', એમ કહીને પ્રાયશ્ચિત્ત કરે છે. ગુણ ગ્રહણ કરવાનો અને દોષ છોડવાનો પ્રયોગ જયાં સુધી નહિ કરીએ ત્યાં સુધી સાધનાકેન્દ્રમાં લાખ વર્ષ રહે તો પણ આત્માનું કલ્યાણ થાય નહિ. ટૂંકમાં, પરમાત્માની સાક્ષીએ પોતાના દોષ પ્રગટ કરીને તેમને જીવનમાંથી વિસર્જિત કરવા એટલે નિંદા; અને ગુરુદેવની સાક્ષીએ પ્રાયશ્ચિત્ત કરી એ દોપોને વિસર્જિત કરવા અને ભગવાન ગહ કહે છે. એ પ્રાર્થનાનો એક પ્રકાર છે. આત્મશુદ્ધિની આ પ્રક્રિયાનો સિદ્ધાંતમાં વિપુલપણે વિસ્તાર પ્રાર્થના કર્યો છે ત્યાંથી અભ્યાસીઓએ તેનું અવલોકન કરી લેવું. ८८ Page #103 -------------------------------------------------------------------------- ________________ (૧) પ્રાયશ્ચિત્તના નવ પ્રકાર શ્રી તત્ત્વાર્થસૂત્રના નવમા “હું આત્મા છું, અધ્યાયના ૨૨મા સૂત્રમાં કહ્યા છે. આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” (૨) દશ પ્રકારના દોષોથી રહિતપણે ચાર પ્રકારે આલોચના કરવાની શાસ્ત્રમાં આજ્ઞા કરી છે. એમાં એ જ સૂત્રની સર્વાર્થસિદ્ધિની ટીકા અને નિયમસારની ૧૦૮મી ગાથામાં એ વાત જણાવેલી છે. (૩) લાલા રણજિતસિંહકૃત “શ્રી બૃહદ્ આલોચના' અને નાની આલોચના' માં બધા દોષો ભગવાન સમક્ષ કહેવામાં આવ્યા છે. “વંદો પાંચો પરમગુરુ, ચોવીસોં જિનરાજ, કહું શુદ્ધ આલોચના, શુદ્ધિ કરનકે કાજ.” હે પ્રભુ ! મારા જીવનમાં જે જે દોષ લાગ્યા છે. એ દોષોને હું આપની સમક્ષ જણાવું છું. સામાયિક પાઠ (૬ આવશ્યક કર્મ)માં પણ કહે છે, “હે સર્વજ્ઞ જિનેશ ! કિયે જે પાપ જુ મેં અબ, તે સબ મન વચ કાય યોગકી ગુપ્તિ બિના લભ, આપ સમીપ હજૂરમાંહિ મેં ખડો ખડો સબ, દોષ કહું તો સુનો કરો નઠ દુઃખ દેહિ જ.” –સામાયિક પાઠ (છ આવશ્યક કમી પ્રતિક્રમણ કર્મ, ગાથા-૨ જગતના મનુષ્યો અને સામાન્ય મુમુક્ષુઓ સામાયિક બોલે છે અને વિશેષ મુમુક્ષુઓ અને જ્ઞાનીઓ સામાયિક કરે છે. જગતના જીવોને માટે અને સામાન્ય મુમુક્ષુઓ માટે It is a Vocal Exercise. અને ઉત્તમ મુમુક્ષુઓ અને જ્ઞાનીઓ માટે It is an intense exercise and effort for self purification. જ્ઞાનીઓ માટે ઉપયોગાત્મક, નિજશુદ્ધિકરણની એક ભાવાત્મક ક્રિયા છે. જગતના મનુષ્યો યોગના સ્તરે જ ધર્મ કરી શકે છે, અને Page #104 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, ઉપયોગના સ્તરે કરી શકતા નથી. આમ જ ચાલે છે. માટે આપનો સેવક છું, સોનો મિત્ર છે અનંતકાળ સુધી અનંત જીવો સંસારમાં જ રખડવાના છે. ચારમાંથી કોઇ પણ ગતિ પામે માટે નિશ્ચયથી ઉપયોગ તે ધર્મ. उपयोगवन्तः खलु भाग्यवन्तः । એમ જેના અંતરમાં ખ્યાલ આવી ગયો અને જેણે એનું પારમાર્થિક રીતે અનુસરણ કર્યું તેને આચાર્યશ્રી કહે છે, “હે ભવ્ય ! તારી મુક્તિ હવે કોઈ રોકી નહીં શકે.” જ્યારે આત્મા જાગી જાય ત્યારે કર્મ ભાગી જાય છે અને આત્મા ન જાગે તો કર્મ તેની ઉપર ચઢીને તેનો પરાજય કરશે. અત્રે તો એટલું જ કહેવું બસ થશે કે પોતાના દોષોનું કથન ખુલ્લા દિલથી કરવું જોઇએ. પૂર્વે થયેલા ઉચ્ચ કોટિના મહાત્માઓ પણ પોતાના દોષોની નિખાલસપણે કથની કરી કેવી કેવી રીતે દોષરહિત થયા છે તે હવે આપણે જોઇએ. Lives of Great men all remind us to make our lives sublime. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, __ मम वर्तमानु वर्तन्ते मनुष्या पार्थ सर्वशः । અમે જે રસ્તે જઇએ તે રસ્તે દુનિયાના મનુષ્યો જાય છે માટે અમારે બહુ ધ્યાન રાખવું પડે કે અમે ખોટે રસ્તે ન જઇએ. જો મહાપુરુષ એક ભૂલ કરે તો બીજા અનેક મનુષ્યો એ ભૂલનું પૂનરાવર્તન કરે છે. માટે મહાપુરુષો કહે છે કે ઉતાવળ ના કરો. જે યથાર્થ છે, જે સમ્યક છે, જે સમીચીન છે, જે સ્વપર હિતકારી છે, તે જ આપણે કરીશું. જે સર્વ માટે કલ્યાણકારી છે, તે જ કાર્ય આપણે કરીશું, એવી જ વાણી આપણે બોલીશું. આ રીતે મહાપુરુષો પોતાના આત્માને સદા જાગૃત રાખે છે. એટલે તેઓ મહાન છે. “શ્રી દેવ-શાસ્ત્ર-ગુરુ પૂજાની જયમાલામાં આપણે બોલીએ છીએ, પ્રાર્થના ૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ આપનો સેવ “જબ જગ વિષયો મેં રચપચકર ગાફિલ નિદ્રામે સોતા હો; “હું આત્મા છે. અથવા વહ શિવકે નિષ્ફટક પથમેં વિષકંટક બોતા હો. સૌનો મિત્ર છું.” હો અર્ધ નિશાકા સન્નાટા વનમેં વનચારી શરતે હો તબ શાંત નિરાકુલ માનસ તુમ તત્ત્વોકા ચિંતન કરતે હો.” –“શ્રી દેવ-શાસ્ત્ર-ગુરુ' પૂજા-જયમાલા, ગાથા ૨૦-૨૧ મહાન મુનીશ્વરો શું કરે છે? “કરતે તપ શેલ નદીતટ પર તરતલ વર્ષાકી ઝડિયો મેં; સમતારસ પાન કિયા કરતે સુખ દુઃખ દોનોં કી ઘડિયો મેં.” –“શ્રી દેવ-શાસ્ત્ર-ગુરુ પૂજા-જયમાલા, ગાથા ૨૨ આ મહાપુરુષોનું ચિંતન કરવાથી દુનિયાના ઇષ્ટ પદાર્થો મળશે, પણ એનાથી તને સાચું સુખ નહિ મળે. પૈસામાં સુખ નહિ મળે. બાળકોમાં સાચું સુખ નહિ મળે, બંગલામાં સાચું સુખ નહિ મળે, કારણ કે સુખ ત્યાં છે જ નહિ. મુનિ ભગવંત કહે છે, ભાઈ ! અમે પણ મોટા સમ્રાટ હતા, પરંતુ ગુરુદેવની આજ્ઞાથી અને એમના ઉપદેશને અંગીકાર કરવાથી અમારું કામ થઇ ગયું. “ગુરુ કે ઉપદેશ સમાગમસે, જિસને અપને ઘટ ભીતરમેં, બ્રહ્માનંદ સ્વરૂપકો જાન લિયા, (આત્માનંદ સ્વરૂપકો જાન લિયા, નિજાનંદ સ્વરૂપકો જાન લિયા,) ઉન સાધન ઔર કિયા ન કિયા. નામ લિયા પ્રભુકા જિસને.” જેમ તમે નાના છોકરાઓને પાર્કમાં લઈ જાઓ છો તેમ હવે મહાપુરુષોની દુનિયામાં આપણને લઈ જાય છે. પ્રાર્થના ૨000 વર્ષ પહેલાથી આ ચાલુ કરે છે. ૯૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ - “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” “જે અશુભભાવે દોષ કંઈ કીધા વચન, મન, કાયથી; ગુરુ સમીપ નિંદા તેની કર તું, ગર્વ કે માયા તજી.” –શ્રી કુંદકુંદાચાર્ય કૃત ભાવપાહુડ - ૧૦૬ શ્રી કુંદકુંદાચાર્ય રચિત ભાવપાહુડ એટલે અષ્ટપાહુડ પૈકી એક સૌથી મોટામાં મોટું પાહુડ. આઠ પાહુડમાંથી સૌથી મોટું ૧૬૫ ગાથા પ્રમાણે તે ભાવપાહુડ છે. કારણકે ‘ભાવથી મોક્ષ. સાહસ અને શિસ્ત વગર સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. આચાર્ય કહે છે, મરી જાઓ તો પણ શિસ્ત રાખો ! શ્રી કુંદકુંદાચાર્ય કહે છે કે હે વત્સ! તારાથી મન-વચન-કાયાથી જો દોષ થઇ ગયા હોય તો તે, શ્રી સદ્ગુરુના ચરણસમીપે જઈને ગર્વ કે માયાનો ત્યાગ કરીને દોષોની નિંદા કર. તારા હૃદયની કિતાબ ખુલ્લી કરી દે. મુનિ મહારાજને તો કાયાથી પાપ બહુ ઓછા થાય, વચનથી કોક જ વાર થાય, મનથી થઇ જાય કોકવાર. આપણે ગુરુ સમક્ષ જઇને કહેવું, “હે ગુરુદેવ ! હું નીચ છું, હું દુષ્ટ છું, હું પાપી છું, મેં મહાન દુષ્કૃત્યો કર્યા છે.” જો અંતરમાં થયો હોય ૮૦ ટકા દોષ અને ૬૦ ટકા બતાવે તો મહાન પાપ લાગે. ૮૦ ટકા હોય તો પૂરા ૮૦ ટકા દોષ બતાવી દેવો જોઇએ અને જે પ્રાયશ્ચિત્ત ગુરુદેવ આપે તે સહર્ષ આદર સહિત પગે લાગીને ગ્રહણ કરવું જોઇએ. ભલે ત્રણ દિવસના ઉપવાસ હોય તો પણ તે ગ્રહણ કરવા જોઇએ. ત્રણ કલાક ઊભા ઊભા ધ્યાન કરો, આંખ પણ ખોલતા નહિ, એવું પણ કડક પ્રાયશ્ચિત્ત આવે. જેવી જેની યોગ્યતા હોય, જેવો જેનો દોષ હોય એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે તો સર્વ પ્રકારનો ગર્વ અને માયા ત્યજીને આપણે અંતરનું પ્રાયશ્ચિત્ત કરવું, પણ હજુ જીવને તો પોતાની ભૂલોની જ ખબર પડતી નથી !! એટલે કૃપાળુદેવે એક જગ્યાએ એવું કહ્યું કે ઉપયોગ એવો પ્રાર્થના ૯૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૂક્ષ્મ રાખો કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ આવે. પોતાના દોષ જોવા માટે Electron miscroscope અને બીજાના દોષ જોવા માટે બંધ આંખો. પોતાના દોષ જોવા હોય તો હજાર ગણા મોટા કરો. ભર્તુહરિના નીતિશતક'માં તેઓશ્રી કહે છે કે પોતાના રાઈ જેટલા દોષોને હિમાલય જેટલા મોટા કરીને જોનાર કેટલા? અને બીજાના મેરુ સમાન દોષોને રાઈ જેટલા જાણનાર કેટલા? એવા આ દુનિયામાં બે-ચાર સંતો છે. બાકી બધાય એમ કહે છે કે મારામાં દોષ જ નથી. આપણે બધા શું કહીએ છીએ? “આ બધા નકામા છે અને આ બધામાં કાંઈ આવડત નથી અને મારામાં તો કોઇ દોષ છે જ નહિ !' જયાં સુધી આપણી આવી વૃત્તિ છે ત્યાં સુધી આપણો વિકાસ સંભવ નથી. ‘પણ સાહેબ ! બીજાને બગાડે ને !” “બીજાને બગાડે તે તારે નહિ કહેવાનું ! સંતપુરુષને જઈને કહી આવ કે આ ભાઇ છે તે આવું કરે છે તો ઘણાને મુશ્કેલી થશે, એટલે એનો કોઇ ઉપાય હોય તો કહેજો.” પણ તારે કોઇ મુમુક્ષુને સીધું કાંઈ કહેવાય નહિ. કારણકે એની વિપરીત અસર થશે. સમયે સમયે જીવનમાં કેમ વર્તવું એને માટે આચાર્યદેવે પહેલી વાત પ્રાયશ્ચિત્તની કહી. હવે આગળ... “ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન લોકને કરવા કર્યા વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું? સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું.” –શ્રી રત્નાકરપચ્ચીસી – ૯ પોતે સાચા સાધુ નથી એમ પોતે જ કબૂલ કરે છે. કારણકે જયાં દંભ છે, માયા છે ત્યાં સાચું સાધુપણું હોતું નથી. શ્રાવકપણું પણ ન હોય, તો પછી સાધુપણું તો ક્યાંથી હોય ? પ્રાર્થના Page #108 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર આ દુનિયામાં જે અનેક મહાન દોષો છે, એમાં બે દોષો બહુ મોટા છે : (૧) અભિમાન અને (૨) લોકોને છેતરવાની જીવનપધ્ધતિ. એક છે “મેં બડા”. જો કે આપણે આવું બોલતા ન હોઈએ તો પણ આપણી આંખો પરથી ખબર પડે છે. ઉપરના દોષો હોય તો આત્મજ્ઞાન તારાથી લાખો ગાઉં દૂર છે. કેવા ગુણ પ્રગટાવવા જોઇએ ? “શીલ રતન કે પારખું, મીઠા બોલે બેન, સબ જગસે ઊંચા રહે, નિચા રાખે નૈન.” –શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના પણ આ વાત આપણે ભૂલી જઇએ છીએ. ડાફોળિયા મારવાની ખોટી ટેવ પડી ગયેલી છે. તેથી નવા નવા કર્મો લાખોની સંખ્યામાં એક એક સેકંડમાં આત્માને ચોંટે છે, એનું આ જીવને ભાન નથી. જીવ માને છે કે “ભગવાનથી હું છુપાવી દઉં, સંઘથી બધું છૂપાવી દઉં, બીજાથી બધું છૂપાવી દઉં.” પરંતુ ‘દાબી ડૂબી ના રહે, રૂઇ લપેટી આગ” –શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના જીવ માને કે હું એકલો જંગલમાં જઈ પાપ કરું તો કોને ખબર પડે ? “ભાઈ ! ભગવાનને બધીય ખબર છે.” વળી, જૈન ધર્મનું અવલંબન લેનારા અત્યારે વાણિયાની community (કોમ) છે. વાણિયામાં માયાચાર વિશેષ હોય એવું કથન સર્વત્ર છે. આપણા સમાજમાં એટલા બધા Differences of opinion અને ગચ્છ, ઉપગચ્છ અને ઉપ ઉપ ગચ્છે છે. દરેકનો સંપ્રદાય જુદો. એક ગુરુ હોય, એના ત્રણ શિષ્યો થાય. એ ત્રણે પાછા ગુરુની હયાતીમાં જ પોતપોતાની સંપ્રદાય સ્થાપે અને પછી પોતાને કહે કે હમ તો સ્વયંબુધ્ધ હૈ, હમારે કોઈ ગુરુ નહિ પ્રાથના Page #109 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું, આપનો સેવક છું, સોનો મિત્ર છું.” હૈ !! પાછા સાંજના શું બોલે? ‘અપરાધી ગુરુદેવકો, તીન ભુવન કો ચોર' –શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના ગુરુનું નામ ગોપવે છે એ ત્રણ લોકની ચોરી કરતાં મોટી ચોરી છે પણ આપણે આવું કરીએ છીએ કેમ ? આપણી જે માયાચારની પ્રકૃતિ છે માટે ભગવાન કે ઘર દેર હૈ મગર અંધેર નહિ હૈ પરંતુ આજકાલ જગતના જીવોને હું આત્મા છું, મને પાપબંધ થાય છે, આ પાપનો ઉદય થતાં મારાં છક્કા છૂટી જશે - એવી પારમાર્થિક શ્રદ્ધા નથી. તેથી તેઓ નીચ કૃત્યો કરતાં અટકતાં નથી અને નીચે જીવન જીવીને અનેક માયાચાર કરે છે. પોતે જ પોતાની જાતને દુ:ખના મહાન ખાડામાં લઈ જાય છે. આપણે હંમેશાં સાવધાન રહીને પાપભાવ આપણાથી ન થાય એની નિરંતર કાળજી રાખવી. કદાચિત થઇ જાય તો તરત ભગવાન પાસે સાચા હૃદયથી માફી માગી લેવી. એ જ આ વિશ્વમાં સુખી થવાનો ઉપાય છે. અંતરનો વૈરાગ્ય નથી અને બહારથી વૈરાગ્ય લીધો છે તો - ‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટિ ઉપાય છે.' બહારથી ત્યાગે અને અંદરથી ભજે એવા જીવનો મોક્ષમાર્ગમાં પ્રવેશ નથી. તો ધર્મનો ઉપદેશ કોને માટે છે? જે સ્વાધ્યાય કરવાથી પોતાને ફાયદો ન થાય તે સ્વાધ્યાય નથી. સ્વાધ્યાય અન્યને માટે છે એ તો વ્યવહાર કથન છે. સ્વાધ્યાય તે પોતાના આત્માની શ્રદ્ધા દઢ કરવા અને પોતાને પ્રાપ્ત થયેલું જ્ઞાન પાકું કરવા માટે છે. દુનિયાના લોકોને માટે સ્વાધ્યાય નથી, એવું શ્રી કુંદકુંદસ્વામીએ નિયમસાર’ની છેલ્લી (૧૮૭મી) ગાથામાં કહ્યું છે, “નિજભાવના અર્થે રચ્યું મેં નિયમસાર - સુશાસ્ત્રને, સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને.” પ્રાર્થના Page #110 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.'' પ્રાર્થના ૯૬ આચાર્યશ્રી ભાવના ભાવે છે કે ‘આ ભવમાં એટલા કર્મો કાપી નાખું કે આગલા મનુષ્યભવમાં જેવી દીક્ષા લઉં હજુ ગુરુ તો-દીક્ષા સારી થઇ- એમ કહેતા હશે ત્યાં તો પહેલા સામાયિકમાં કેવળજ્ઞાન !' કેમ ? આગલા ભવનું ભાથું લઇને જ આવ્યા હતા. પૂરા જ કરી નાખ્યા હતા કર્મોને, થોડાક જ બાકી હતા. એવું પાંડવોએ આગલા ભવમાં કરેલું હતું. એવું ભરત ચક્રવર્તીએ આગલા ભવમાં કરેલું હતું. ‘દ્રવ્યસંગ્રહ’ની બ્રહ્મદેવસૂરિની ટીકામાં આનો વિસ્તાર આવે છે. શિષ્ય પૂછે છે, ‘હે ભગવાન ! આ ઋષભદેવ ભગવાને તો હજાર વર્ષ તપ કર્યું. અને આ પાંડવો, ભરત ચક્રવર્તી અને ગજસુકુમારને તો ફટ દઇને મોક્ષ થઇ ગયો. એવું કેમ થયું ?' ત્યારે આચાર્યદેવ જવાબ આપે છે કે, ‘હે ભવ્ય ! આગલા ભવમાં પોતે ઉત્કૃષ્ટ જ્ઞાન સહિતની તપશ્ચર્યા કરીને પોતાની કર્મરાશિને અત્યંત અલ્પ કરી નાખેલી. તેથી અલ્પકાળમાં સામાયિકની સિધ્ધિ કરીને કૈવલ્યની પ્રાપ્તિ કરી.' આપણે પણ અત્યારે એ પ્રમાણે કર્મોને કાપી નાખીએ તો આગલા ભવમાં આપણે વધારે માથાકૂટ કરવાની બાકી જ ન રહે તેમજ આ ભવમાં પણ આનંદનો અનુભવ થાય, શેષ જીવન આનંદમાં વીતે અને મુખ્ય તો મૃત્યુ મહોત્સવ બને. ધર્મ કરવાથી આગલા ભવમાં સ્વર્ગ-મોક્ષના સુખ મળશે, અત્યારે તો દુ:ખ જ સહન કરવાનું - આવું ભગવાનના માર્ગમાં પરોક્ષ નથી. સાચો ધર્મ કરીએ તો વર્તમાનમાં આનંદનો અનુભવ થાય જેટલા આત્માના આનંદની પ્રાપ્તિ તેટલી પારમાર્થિક સાધના અને જેટલો તેના માટે પ્રયત્ન તેટલી વ્યવહારિક સાધના. ‘વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું ?' આપણે કોઇની સાથે વાદવિવાદ કરવાનો નથી. એ વાત Page #111 -------------------------------------------------------------------------- ________________ ‘નિયમસાર'માં આચાર્ય મહારાજે કરેલી છે કે જીવો વિધવિધ જ આ છે, કર્મો વિધવિધ છે, લબ્ધિ વિધવિધ છે. તેથી સ્વ અને પર આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” મતના આત્માઓ સાથે વાદવિવાદ કર્તવ્ય નથી. ઇ.સ. ૧૯૮૩માં શ્રી જિનેન્દ્રવર્ણી મહારાજે સલ્લેખના લીધી. આપણા એક મુમુક્ષુ ભાઇએ પ્રશ્ન પૂછયો, “મહારાજ ! આપના જીવનનો અનુભવ કહો.” ત્યારે એમણે જે વાતો કહી હતી એમાંની મુખ્ય આ પ્રમાણે છે : “આહારની શુધ્ધિમાં સાવધાન રહો. ચરિત્રવાન મનુષ્યોનો સમાગમ કરો. મતમતાંતરમાં પડો નહિ. દરરોજ એક રસનો ત્યાગ કરવાનો ઉદ્યમ કરો.” વિચારવાનું છે. આપણે માત્ર ચોપડી વાંચીને મોક્ષે નથી જવાના. ચોપડી વાંચવી તો સારી છે. ભગવાનની વાણીનું અધ્યયન કરવું એ તો આપણી ફરજ છે પરંતુ એમાં અટકી નથી જવાનું. એમાં જે કીધું એનો થોડો થોડો દરરોજ પ્રયોગ કરવો. Adapt, Adjust, Accomodate - એ સ્યાદ્વાદ શૈલી છે. પ્રાર્થનામાં પોતાના દોષો કાઢવા વિનંતી કરવી. તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે; દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણો, દયાનિધિ દીન પર દયા કીજે. રાગદ્વેષે ભર્યો, મોહ વેરી નડ્યો, લોકની રીતિમાં ઘણુંય રાતો; ક્રોધવશ ધમધમ્યો, શુધ્ધ ગુણ નવિ રમ્યો, ભમ્યો ભવમાંથી હું વિષયમાતો. શ્રીમદ્ દેવચંદ્રજીકૃત મહાવીર સ્વામીજી સ્તવન આપણને આપણા જીવનમાં કોઈ દોષ જ દેખાતો નથી ! પ્રાર્થના આપણે એમ કહીએ છીએ કે, “કાંઈ જૂઠું બોલુ છું? હું કાંઇ ૯૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, ચોરી કરું છું ? મારામાં કોઇ દોષ નથી !!' ‘ભાઇ ! જેનામાં આપનો સેવક છું, કોઇ દોષ ન હોય એવા તો મુનિમહારાજ પણ નથી. સર્વ સૌનો મિત્ર છું.” દોષથી રહિત તો એકલા પરમાત્મા છે. અઢારેય દોષ ન હોય એવા માત્ર એક પરમાત્મા છે.' પ્રાર્થના ૯૮ ભલે આપણને આપણા દોષો દેખાતાં નથી પણ અસંખ્ય દોષો છે ! શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ મહાન ભક્ત છે. ‘વાચક’ નામનું પદ એમને મળેલું છે. લગભગ બસો - સવા બસો વર્ષ પહેલાં ખંભાતમાં તેઓશ્રી થયેલા. કૃપાળુદેવે પણ વચનામૃતમાં એમના ઘણા પદ્ય અવતરિત કરેલા છે. અહીંયા તેઓશ્રી કહે છે કે ‘હું આપનો દાસ છું. ઘણા અવગુણોથી ભરેલો છું, હે દયાના સાગર ! આપ મુજ ગરીબ ઉપર દયા કરજો. હું રાગદ્વેષથી ભરેલો છું. મોહરૂપી વૈરી મને નડ્યો છે અને લોકો કહે છે એમ હું કરું છું પણ સાચો ધર્મ હજી હું કરતો નથી.' આપણી દૃષ્ટિ ક્યાં છે ? લોકો કહે એમ નથી કરવાનું પણ આપણા ‘ભાવ’ સારા થાય એમ કરવાનું છે. લોકો તો એમ જ કહે કે ખૂબ ખાઓ, ખૂબ પીઓ, ખૂબ કમાઓ અને ઊંઘી જાઓ !! જ્યારે કોઇ મળે ત્યારે શું કહે છે ? ‘કેમ સાહેબ ! તબિયત કેમ છે ? ધંધાપાણી કેમ ચાલે છે ? દીકરા-દીકરીનું બધું બરાબર છે ને ?’ પરંતુ કોઇ એવું પૂછે છે કે આજકાલ કયું શાસ્ત્ર વાંચો છો ? કયા સદ્ગુણો કેળવો છો ? કયો નવો નિયમ લીધો ? ક્યાં તીર્થયાત્રા કરી ? લોકો આવું ન પૂછે કારણ કે એમને ધર્મની કંઇ ખબર જ નથી ! એમને લાગે છે કે આવું બધું જે નવરા માણસો હોય અથવા ઘરડાં હોય તે કરે ! એવું છે નહિ. લોકોમાં એવો રિવાજ છે, પણ એ રિવાજ લોકોમાં છે. મુમુક્ષુએ તો લોકો કહે એમ નહિ કરવાનું, એટલા માટે પોતે કહે છે, - લોકની રીતિમાં ઘણુંયે રાતો' - રાતો એટલે એમાં હું રુચિ રાખીને રમ્યો. અત્યાર સુધી શું કર્યું ? Page #113 -------------------------------------------------------------------------- ________________ હે પરમાત્મા ! ક્ષમા સ્વરૂપી મારું સ્વરૂપ તે મેં કોઈ “હું આ દિવસ ગ્રહણ કર્યું નહિ અને ક્રોધ કર્યો. આપનો સેવક છું, સૌનો મિત્ર છું.' ભમ્યો ભવમાંથી હું વિષયમાતો” પાંચ ઇન્દ્રિયના વિષયોના ભોગમાં જેને મજા આવે એ અજ્ઞાનનું લક્ષણ છે. “સાહેબ ! ગુલાબજાંબુ ખાવાની ખૂબ મજા આવે. હું ઑફિસથી નીકળું એટલે મેનેજર ફોન કરી દે કે શેઠ નીકળી ગયા છે, એટલે એની બા અને બધા મારા બેડરૂમમાં એરકંડીશન ચાલુ કરી દે. પછી હું ઘેર જઈને આઠ-દસ રોટલી ને ત્રણ-ચાર વાડકા રસ ખાઈને પછી ચાર-પાંચ વાગ્યા સુધી સૂઇ જાઉં. બહુ મજા આવે છે. જુઓ, તબિયત કેવી તાંબા જેવી છે ને !!” “હે ભાઇ ! તારે અને તબિયતને નિશ્ચયથી ખરેખર કાંઇ સંબંધ નથી. ભર યુવાવયમાં જે દગો દઇને ચાલી જાય છે, એવા આ શરીરનો ભરોસો જ્ઞાનીઓ કરતા નથી.” મહાપુરુષો કહે છે કે, અજ્ઞાનની નિશાની શું? આપણે અજ્ઞાની છીએ કે જ્ઞાની, એ નક્કી કરવું હોય તો કોઈને પૂછવા જવાની જરૂર નથી. પોતે નક્કી કરવું. મને ખાવાપીવામાં બહુ મજા આવે, મને પૈસા કમાવામાં જ બહુ મજા આવે, આખો દિવસ છોકરાઓ સાથે રમવામાં બહુ મજા આવે, નવાં નવાં કપડાં પહેરીને ફરવામાં મજા આવે અને પોતાનો જયજયકાર થાય એમાં બહુ મજા આવે તો સમજવું કે અજ્ઞાની છે. જ્ઞાનીને આ બધામાં રસ ન આવે. તેઓ વિચારે છે કે ખાવા માટે જીવતો નથી, જીવવા માટે ખાઉં છું. વટ મારવા માટે કે શૃંગાર માટે કપડાં નથી પહેર્યા. સામાજિક રિવાજ છે અને શરીરના રક્ષણ માટે કપડાં પહેર્યા છે. એમ દરેક બાબતમાં સમજી લેવું. આપણે ચશ્માની સોનાની દશ હજારની ફ્રેમ ન પહેરાય. આપણે લાઇફ ટાઇમ શેફર્સ કે પાર્કર પેન વાપરવાની જરૂર નથી. આપણે ત્રણ રૂપિયાવાળી કે પાંચ રૂપિયાવાળી પેન વાપરવી. “મારી પાસે કરોડો રૂપિયા છે તો શું ૯૯ પ્રાર્થના Page #114 -------------------------------------------------------------------------- ________________ છે. કરું ?' તારી પાસે બહુ પૈસા હોય, તો પરમાત્માના ચરણે મૂકી આપનો સેવક છું. દેવાના. ભગવાન માગતા નથી પણ ભગવાનને સમર્પિત કર્યા સૌનો મિત્ર છું.” વિના, ગુરુને સમર્પિત કર્યા વિના મમત્વ જતું નથી. એકવાર સમર્પિત કરી દે પછી ગુરુ કહે છે કે આ જડ પદાર્થને અમે ગ્રહણ કરતા નથી. તમે તમારું મમત્વ કર્યું તે પ્રશંસનીય છે. વચનામૃતમાં કૃપાળુદેવ કહે છે કે, જ્ઞાની પુરુષ પ્રત્યે તન-મન-ધન સમર્પણ કર્યા વિના જીવને અહં - મમત્વ જતું નથી. જ્ઞાની તે ગ્રહણ કરતા નથી પરંતુ તેમાંથી મમત્વ છોડવાનું ઉપદેશે છે. આપણે અજ્ઞાની છીએ કે જ્ઞાની ? જો દુનિયામાં બહુ ટેસડો આવતો હોય, - બહુ મજા આવતી હોય - તો અજ્ઞાની કહેવાય. જ્ઞાનીને દુનિયાના કામ કરવા પડે પણ કરવાની રુચિ ન હોય. વળી, કામ કરવાની રુચિ અંતરથી ન હોય તો સંજોગો પણ એવા થાય કે ધીમે ધીમે એમાંથી છૂટો પડી શકે. આ એક નિયમ છે. પરમકૃપાળુદેવ જણાવે છે કે, દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. આપણે કહીએ છીએ કે મારે તો બહુ ધર્મ કરવો છે પણ છોકરા મને કહે છે કે બાપા ! તમે અહીંયા જ રહો. બાપા ! તમે અમારા Income Tax ના ચોપડા લખો. બાપા ! તમે અમારા કોર્ટનું અને અમારી Property નું સંભાળો. છોકરાઓને પણ કહેવું જોઇએ કે “તમારો મિત્ર છું, ગુલામ નથી !' આપણી રહેણીકરણીથી તેઓ સમજી જાય કે બાપા આપણા મિત્ર છે, પણ બાપા આપણા “સાચુકલા' સગા નથી. કોઇ કોઇનું સાચુકલું સગું નથી. નહિ તો છોડીને કોઇ જાય ? નેમિનાથ ભગવાન મા-બાપને રડતા છોડીને જાય ? રાજુલદેવી તો વળી માથું પછાડે છે અને માબાપ રડે છે. બળદેવ અને કૃષ્ણ પણ કહે છે કે “ના જઇશ. તું આટલો નાનો છું, છોકરો પ્રાર્થના 100 છું, તને ખબર ન પડે. ૫૦ વર્ષ પછી દીક્ષા લેજે. (તે વખતે Page #115 -------------------------------------------------------------------------- ________________ મોટા આયુષ્ય હતા) અમારે પણ મોક્ષે જવું છે, તારે એકલાને “હું આત્મા છું, { આપનો સેવક છું, જ જવું છે કાંઇ ? ચાલ હવે લગ્ન કરી લે!” કહેનાર તો આમ સૌનો મિત્ર છું.” જ્ઞાની છે. શ્રીકૃષ્ણ, બળદેવ એમના માતાપિતા બધા જ્ઞાની છે, પણ રાગને લીધે કહે છે. જ્યારે નિર્મોહી નેમિનાથ કહે છે, “એવું ન કહો ! હે માના આત્મા ! હે પિતાના આત્મા ! તમે તો જ્ઞાની છો. તમે જાણો છો કે પરમાર્થથી હું આપનો પુત્ર નથી અને આપ મારા માતા-પિતા નથી. આ તો એક સામાજિક વ્યવસ્થા છે. એટલા માટે જેની વિવેકજ્યોતિ પ્રગટી છે એવા મારા આત્માને આપ આશીર્વાદ આપો કે અલ્પકાળમાં હું કેવળજ્ઞાન પ્રાપ્ત કરું. તમને ખબર છે કે જે માર્ગ પર હું જઇ રહ્યો છું, તે જ માર્ગે આપ થોડા સમયમાં જવાના છો. માટે આપ રાગદ્વેષ ન કરો અને મને શુભાશીર્વાદ આપો કે જેથી મારો આત્મા ઉત્તમ ધ્યાનમાં લાગી જઈને સમાધિના પ્રભાવથી અનંતજ્ઞાન અને અનંત આનંદની પ્રાપ્તિ કરે.” લોકો કહે એમ ન કરાય. લોકો કહે એમ કરીએ તો તો સંસારમાં ડૂબી જઈએ, પણ ભગવાને જે કહ્યું, ગુરુદેવે જે કહ્યું, સંતોએ જે કહ્યું તે અનુસાર જીવન જીવવું. માત્ર કહ્યું નથી ! એમણે તો પોતાના જીવનમાં પહેલાં ચરિતાર્થ કર્યું, અનુભવ્યું, અનુભવીને પછી ઉપદેશ કર્યો. તો સાચા સંતો copy કરીને લખતા નથી. શાસ્ત્રો copy કરીને ન લખાય. શાસ્ત્રો તો અંદરથી સ્ફરે, જેમ દુનિયામાં પણ જગતના જીવોને મોહ સ્વાભાવિક છે. તમારો દીકરો તમને વહાલો લાગે તેમાં તમારે પ્રયત્ન કરવો પડે ?” માતૃત્વ એ પ્રેમનું પ્રતીક, પોષણનું પ્રતીક, રક્ષણનું પ્રતીક, સંસ્કૃતિનું પ્રતીક છે. યાદ ન કરવું પડે. ‘તમારો દીકરો ક્યારે વહાલો લાગે ? જ્યારે નવડાવો ત્યારે જ વહાલો લાગે ?” “ના સાહેબ ! ચોવીસ કલાક વહાલો લાગે. રાતના તો હું ઝબકીને જાગું, બાબલો રડે છે એવું મને લાગે !” જેમ ૧૦૧ પ્રાર્થના Page #116 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - Yકર ur , , + + 10, ' " fન એક 'Fer Firs , ગમM 4',5 , પ, * ૧૭ કેક ના ઘw , કે છે “હું આત્મા છું, માતાઓને બાળક પ્રત્યે પ્રેમ સ્વાભાવિક છે, જેમ જગતના આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” જીવોને મોહ સ્વાભાવિક છે. એમ જ્ઞાનીઓને જગતના જીવોનું કલ્યાણ થાય એવો સહજ કરુણાભાવ હોય છે. જો કે તેને તેઓ બહુ Pursue કરતા નથી પણ હોય છે. તો જ તીર્થકર બને ને ! “સવી જીવ કરું શાસનરસી' મને “જેવો આત્માના આનંદનો અનુભવ આવ્યો તેવો સર્વ જીવોને આત્માનો આનંદ અનુભવમાં આવો' એમ અંતરમાં જયારે તીર્થકર ભગવાનને ભાવ થયો કે તીર્થકર નામકર્મ બંધાઈ ગયું. એટલે અહીં કહે છે કે હે ભગવાન ! લોકોનું કહ્યું કે કર્યું. મેં ક્રોધાદિ ભાવ કર્યા અને શુધ્ધ એવો મારો ક્ષમા સ્વભાવ, એમાં રમ્યો નહિ કારણ કે, “ભમ્યો ભવમાંહિ હું વિષયમાતો” જોયું છે ગામડામાં ! ગામડામાં મોટા ઉકરડા પર બેસીને આખલો શીંગડા દ્વારા કચરો ઉડાડે. એ કોના પર પડે ? પોતાના ઉપર જ પડે. પાછો આમ જુએ કે હું કેવું મોટું કામ કરું છું ! એક તો ઉકરડો ખૂંદે છે, પોતાનું શરીર બગાડે છે અને પાછો નાક ફુલાવે છે ! અરે ! ભાઈ ! આવું કામ કરવું યોગ્ય નથી. આપણે કચરામાં (વિષયકષાયમાં) આળોટીએ છીએ અને આત્માને બગાડીએ છીએ. તોય પાછા કહીએ કે સાહેબ ! “હું કરોડપતિ છું ! હું કાંઇ તમારા જેવો ફૂટપાથ પર સૂનારો નથી !' કૃપાળુદેવ કહે છે, “લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!!” –શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી મોક્ષમાળા શિક્ષાપાઠ-૬૭ દીકરા, બંગલા, પૈસા વગેરેથી મોટાઈ નથી. મોટાઈ તો ૧૦૨ પોતાના “ભાવ” સારા છે કે નહિ તેના પર છે. મારામાં ક્ષમાદિ જ એક રતા ક કામ કરતા જાન માં - - ri, + - - - - - - - -* , રહેવા મકર,11 -- -- એ five પ્રાર્થના Page #117 -------------------------------------------------------------------------- ________________ ગુણ છે કે નહિ તે વિચારવું. શરીર બહુ સારું હોય તો સેવા “હું આત્મા છું. કરો. પૈસા બહુ વધી ગયા હોય તો દાનમાં દો અને બુદ્ધિ બહુ આપનો સેવક છું સૌનો મિત્ર છું.” હોય તો જગતના જીવોને સારી શિખામણ આપો. આમ કરો તો શરીર કામનું, પૈસો કામનો અને બુધ્ધિ કામની કહેવાય. પણ શરીરથી બીજાની સેવા ન કરીએ, પૈસાને પૂરપાટ દાનમાં ન આપીએ અને બુધ્ધિને સાચા માર્ગે ન વાપરીએ તો આપણી ત્રણેય વસ્તુમાં ભગવાન કહે છે, “મેલ એમાં પૂળો.' ‘તારા ડહાપણમાં લાગી લાય રે ઊંઘ તને કેમ આવે?” –ભક્તકવિ શ્રી ઋષિરાજ હે ભગવાન ! હું અજ્ઞાનથી સંસારમાં આથડ્યો. હવે આપને શરણે આવ્યો છું. આપ મને સ્વીકારો. આપ મને આપના સેવક તરીકે સ્વીકારો - એમ દેવચંદ્રજી મહારાજ કહે “બુરા જુ દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોઈ, જો દિલ ખોજા આપના, મુઝ સા બુરા ન કોઈ.” –મહાત્મા શ્રી કબીરદાસજી આપણે આખો દિવસ બીજાની નિંદા કર્યા કરીએ છીએ કે આ ભાઈ નથી સારા. આ બેન સારા નથી, આ મહારાજ બરાબર નથી.એમની પોતાની ચર્યા પાળતા નથી. આ પંડિતજીને કાંઈ બરાબર આવડતું નથી વગેરે. આખો દિવસ બીજાની લપ કરીએ છીએ ! મોટા પુરુષોએ એને સૌથી મોટામાં મોટું પાપ કહ્યું છે. ઉત્તમા સ્વાત્મચિંતા ચા, મધ્યમ મોહચિંતના, અધમાં કામચિંતા સ્યાદ્, પરચિંતા અધમાધમા.” (૧) ઉત્તમ સ્વાત્મચિંતા સ્યાદ્ - જે પોતાના આત્મતત્ત્વનું ચિંતવન કરે છે તે મહાન ધર્માત્મા છે. ઉત્તમ પુરુષ છે. પ્રાર્થના ૧૦૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ (૨) મધ્યમાં મોહચિંતના - કંઈ કામ કરવું પડે – મારી “હું આત્મા છું, આપનો સેવક છે. આ જવાબદારી બાકી છે, આટલું કામ કરવાનું બાકી છે વગેરે ચિંતા કરે તે મધ્યમ પુરુષ છે. (૩) અધમા કામચિંતા સ્યાદ્ - પોતાની અંગત જરૂરિયાતો પૂરી કરવામાં જે રચ્યોપચ્યો રહે છે એ અધમ છે. (૪) પરચિંતા અધમાધમાં - પણ દુનિયાની જે ચિંતા કરે છે એટલે કે દોઢડાહ્યો થઈને વગર મફતની બીજાના જીવનમાં દખલગીરી કરે છે અને બીજાના દુર્ગુણોને બહાર પાડે છે, બીજાની નિંદા કરે છે એ આ દુનિયામાં સૌથી નીચમાં નીચ મનુષ્ય છે. એટલે આપણે આ કક્ષામાં આવતા હોઇએ તો એમાંથી નીકળી જવું અને ઊંચી કક્ષામાં જવું. તો કબીરજી કહે છે કે, હું દુનિયાને જોવા નીકળ્યો, પછી એક સંત મળ્યા અને તેમણે કહ્યું, “તું અંદર જોને !” તો મેં અંદર જોયું તો લાગ્યું કે અહોહો ! મારા જેવો ખરાબ કોઈ નથી ! શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, “અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું?” - શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ર૬૪, ગાથા-૧૯ આપણે સાધના કેમ નથી કરતા ?' “સાહેબ ! મારે સાધના કરીને શું કરવાનું? મારામાં કાંઈ દોષ હોય તો ને !!! જ્ઞાનીઓ કહે છે કે, “અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હુંય પણ આપણી આંખો મોહને લીધે ઉઘડતી નથી. ભક્તોની, સંતોની, જ્ઞાનીઓની ખાસિયત છે કે પોતાના દોષોને ભગવાન સમક્ષ રજૂ કરીને તેમનું આત્યંતિકપણે શરણું ગ્રહણ કરવું. ઉત્તર ભારતના સુપ્રસિદ્ધ સંત કવિ સૂરદાસજીનું પ્રસિદ્ધ ૧૦૪ પદ છે - પ્રાર્થના Page #119 -------------------------------------------------------------------------- ________________ + xી નમ: ,fot ૩૩ નઝરકા ક મrk “મો સમ કૌન કુટિલ ખલ કામી, * “હું આત્મા છું, જિન તનુ દિયો તાહિ બિસરાયો, ઐસો નિમક હરામી.” આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” પછી પોતાને ભૂંડ કહે છે ! “ભરિ ભરિ ઉદર વિષયકો ધાવો, જૈસે સૂકર ગ્રામી, હરિજન છાંડ હરિ-વિમુખનકી, નિસિદિન કરત ગુલામી. / પાપી કૌન બડો છે મોતે, સબ પતિતનમે નામી, સૂર પતિતકો ઠૌર કહાં હૈ, સુનિયે શ્રીપતિ સ્વામી. રા છેલ્લે કહે છે કે હે ભગવાન! તમારા સિવાય મારું કોઈ શરણ નથી. આ રીતે પોતાના દોષોને ભગવાન સમક્ષ રજૂ કરીને પોતાના જીવનમાંથી કાઢવાની પ્રક્રિયા આપણને સમજાવે ,કપw કે રાજકારનr :-કમ- ++++++ +ાકાકા કર. તમા ક કામ રા., પીજ, નકક કનક +સક, પરમકૃપાળુદેવ રચિત “વીસ દોહરા' છે તે પણ વિચારવા. અત્યારે આપણે લેતા નથી કારણ કે મોટાભાગે આપણે દરરોજ એનું પારાયણ પણ કરીએ છીએ. “આલોચનવિધિ થકી દોષ લાગે જ ઘનેરે, તે સબ દોષ વિનાશ હોઉં તુર્ત જિન મેરે; બાર બાર ઈસ ભાંતિ મોહ, મદ, દોષ કુટિલતા, ઇર્ષાદિક ભયે નિંદિયે જે ભયભીતા.” –પંડિત શ્રી મહાચંદ્રજી કૃત સામાયિક પાઠ, ગાથા-૧૦ જે ભવ્ય ધર્માત્માઓ મોક્ષમાર્ગમાં આગળ વધવા ઇચ્છે છે તેમણે પોતાના દોષોની નિંદા કરવી. કયા દોષોની? મોહ, ૧૦૧ .પ . A + ' , , fa,vasi , કમકમ- કમ-મરક shruti F4 Page #120 -------------------------------------------------------------------------- ________________ * સૌનો મિત્ર છે “હું આત્મા છું, મદ, દોષ, કુટિલતા, ઇર્ષા વગેરે. આપણા જીવનમાં સવારથી આપનો સેવક છું, સાંજ સુધીમાં જે જે દોષ થાય છે તે તે દોષ આપણે સાંજે જોઈ જવા અને આપણા જીવનમાંથી વિસર્જિત કરવા. હે ભગવાન ! મેં આજે ક્રોધ કર્યો. હે ભગવાન ! મેં આજે લોકોની નિંદા કરી. હે ભગવાન ! હું જૂઠું બોલ્યો. હે ભગવાન ! મેં બીજા લોકોને છેતર્યા. હે ભગવાન ! મેં એવા એવા ખોટા વિચારો અને ખોટા પાપના કામ કર્યા. હવે આવા પાપ હું નહિ કરું. - “હે ભગવાન ! હું ભૂલી ગયો એમ સાચા હૃદયથી જે પ્રાર્થના કરે છે અને બીજી વખતે એ પાપ કરવાનો પ્રસંગ થાય ત્યારે તરત જ યાદ આવે છે કે અરે ! મેં તો ભગવાન સમક્ષ આની આલોચના કરી છે. હવે હું બીજી વાર આવું પાપ ન કરું. ભૂલથી થઇ ગયું તે થઇ ગયું. કેવી રીતે ? નાનું બાળક હોય તે કોકવાર તમે આઘાપાછા હો અને ભૂલથી સળગતા કોલસાને અડી ગયો હોય પછી તમે શું કહો છો ? “ઉ... ઉ... ભઇલા ! ઉ.. ઉં...” એટલે એ પણ તમને કોઈ વાર શિખામણ દે, “મમ્મી ! ઉ... ઉ... મમ્મી ! ઉ. ઉ... મમ્મી ! તું એને અડતી નહિ. ચીપિયાથી પકડજે.” મમ્મીને ચાર વર્ષનો બાબલો શિખામણ આપે ! જે દોષો આપણે પ્રાયશ્ચિત્તમાં ભગવાનની સાક્ષીએ વિસર્જિત કર્યા હોય, એ દોષ કરવાની બીજી વાર પ્રસંગ આવે ત્યારે વિચારવું કે “ભગવાનની સાક્ષીએ આ દોષો મારા જીવનમાંથી મેં વિસર્જિત કર્યા છે. મારે એ દોષનો પ્રસંગ કરવો નથી.” આમ, વારંવાર મહાપુરુષો પોતાના જીવનમાંથી સર્વ ૧૦૬ દોષોને કાઢીને ઉત્તમ ચારિત્રને પ્રાપ્ત કરે છે. મહાવીર ભગવાન પ્રાર્થના Page #121 -------------------------------------------------------------------------- ________________ પણ આમ કરતા હતા. ચાર જ્ઞાનના ધારક, દીક્ષા લીધા પછી આ કાર્ય કરતા હતા ! ‘કેવી રીતે ? કોણ એમના ગુરુ' ગુરુ એમને નહોતા. તેઓ સ્વયંબુદ્ધ હતા. છેલ્લા ભવમાં તેમને ગુરુ હોતા નથી. તો ભગવાનની સાક્ષીએ કરતા હતા. મુનિમહારાજને દ્રવ્યપૂજા ન હોય. કારણ કે એ મોટા થઇ ગયા. ‘તમારો ૨૫ વર્ષનો દીકરો છે. તે તમારી આંગળી પકડીને ચાલે ?’ ‘સાહેબ ! એટલો મોટો બાબલો તો મારી આંગળી પકડતો હશે ? એને કાંઇ જરૂર નહિ. હવે તો એ પોતાની જાતે ચાલતો થઇ ગયો.' મુનિ મહારાજ મોટા છે. એમને કંઇ ચંદન વગેરે દ્રવ્યોની જરૂર નથી. ચિંતનમાં, ધ્યાનમાં બેસે તો અલ્પ પ્રયત્નથી એમને પરમાત્માનું ધ્યાન લાગે છે, શુદ્ધાત્માનું ધ્યાન લાગે છે. એવા મહાન પરમ યોગ્યતાવાળા મુનિજનો છે. ભગવાન પણ આવું કરતા હતા. તો આપણે તો કરવું જ જોઇએ ને ! ભગવાન જ્યારે મુનિ હતા ત્યારે બારેય પ્રકારના તપ કરતા હતા ને લોકો એમ કહે છે કે ભગવાન તો એકલા ઉપવાસ કરતા હતા ! એકલા ઉપવાસ કરે તો કામ થાય ? બારેય પ્રકારના તપ ભગવાન કરતા હતા પણ એમાં મુખ્ય તો ધ્યાન હતું. ધ્યાન અને કાયોત્સર્ગ બે મુખ્ય હતા અને સાથે સાથે બીજા બધા તપ પણ કરતા હતા. પણ લોકો તો કહે છે કે મહાવીર ભગવાને ૧૭૫ દિવસના ઉપવાસ કર્યા એ સૌથી મોટું તપ છે. પણ ભગવાને આત્માનું ધ્યાન કરીને સમાધિ દ્વારા બધા કર્મો બાળી નાખ્યા એની લોકોને ખબર નથી; કારણ કે લોકો તો બહારની ચેષ્ટા જુએ પણ માંહ્યલો જે કરે છે તે વધારે અગત્યનું છે. “ધ્યાન ધરીને એકલા ઊભા ચોવીસમા જિનરાજ, કર્મ ખપાવવા તપસ્યા કરે છે, ઘોર જંગલની માંય; કે ઊભા ચોવીસમાં જિનરાજ.” આત્મા છું, “હું ૨ આપનો સેવક છું, સૌનો મિત્ર છું.’’ પ્રાર્થના ૧૦૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” ws r} -- ,.res-**- કે માદ*_1.piડતું, .12 :r< y કરા મહાઅો , મહેક ન કરજજાન, કફ-કાફક ન નનન કડક નન + વિરાટ ને + નનન +નન ભગવાને ઉપવાસ કર્યા એ વાત પણ સાચી અને ભગવાનને ઉપવાસ થઈ ગયા એ પણ સાચું. ભગવાનને જમવાનું યાદ જ નહોતું આવતું ! આપણે તો સવારે, બપોરે, સાંજે અને રાતે - એમ ચાર વાર ખાઈએ તોય એમ લાગે છે કે હજુ મારે ખાવું છે ! ખાઇને ઊભા થાય અને પાંચ મિનિટ પછી કોઈ કહે કે “લો આ નારંગી’ ‘લાવો ને ભાઈ !' કોઈ કહે કે “લો ચા પીશો ?” “આપણે તો Anytime is tea time.’ આ મારી તમારી વાત કેવી છે ! “સૂકર' દિવસમાં ૨૦, ૩૦, ૪૦, ૫૦ વાર ખાય તોય કહે કે આજ કાંઈ મેં ખાસ ખાધું નથી ! તો આપણે કેવા છીએ ? કર્મને આધીન. આત્મામાં જાગૃત નથી. પોતાના કલ્યાણના માર્ગમાં દઢત્વ નથી. પોતાના આત્માના કલ્યાણના માર્ગમાં દઢતા હોવી જોઇએ. લોકો કહે, ઘરવાળા કહે એમ નહિ કરવાનું. પ્રભુની આજ્ઞા શું છે ? ગુરુદેવની આજ્ઞા શું છે ? તે વિચારવું, તે પ્રમાણે જીવનનું આયોજન કરવું, તો પહેલા સમકિતમાં અવાય. “સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” –શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૧૭) “રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.” –શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૧૫) લોકો કહે એમ નહિ કરવાનું, પરંતુ આપણા આત્માનું જેનાથી કલ્યાણ થાય, જેનાથી આપણને શાંતિ મળે, સંવરનિર્જરા થાય, પાપ ન થાય અને વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય વધે એ પ્રકારની ભાવના અને જીવન જીવવાનું છે. +++ kirtsમમરાજ + મક કા નદw+++ , ,લકvw, કર્મ ન જ મનમ કાજ કામ wriામ etrળક કgr* હાજર કરતા જાય , + = કમિ ના નામ,ન - - Jરે.*" --- , , , , *, *અn, - r પ્રાર્થના ૧૦૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ - - - - , et Tr*:18I, A- .કે. # .# # # છે , Fi[+જામ ૭. કરેલા દોષો ફરી ન કરવાની પ્રતિજ્ઞા “હું આત્મા છું, The Process of salvation is the process of self આપનો સેવક છું, purification. આપણે મોટા પાપ તો ન જ કરવા અને આગળ સૌનો મિત્ર છું.” ઉપર નાના પાપ પણ ન કરવા. એટલે કોઈ પણ દોષ કરવા નહિ એ મોક્ષનો માર્ગ છે. પાપ એ મોટો દોષ છે. પુણ્ય એ પણ નાના દોષ છે. પોતાની કક્ષા પ્રમાણે સમજવું. બધાય દોષ નીકળી જાય ત્યારે મોક્ષ થાય. “વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૯૦) પુણ્યકાર્ય છોડવાની જરૂર નથી પડતી પણ તે મોક્ષમાર્ગમાં આગળ વધતાં છૂટી જાય છે. પહેલાં તો સદ્ગુરુ અને પરમાત્માનું ધ્યાન કરવાનું પણ પછી જેમ જેમ ધ્યાનમાં આગળ વધે તેમ તેમ પરમાત્મા અને સદ્ગુરુ પણ વિસરાઇ જાય ને એક પોતાના આત્માના શુદ્ધ જ્ઞાનસ્વરૂપની અંદર લીન થઈ જાય. એને ઉત્તમ ધ્યાન કહેવામાં આવે છે. પહેલાં તો આપણે ગુરુદેવનું, પરમાત્માનું ધ્યાન કરવું પડે, મૈત્રી આદિ ચાર ભાવનાઓ, બાર ભાવનાઓ ભાવવી પડે. પણ એ કરતાં કરતાં પછી જેમ જેમ આગળ વધે તેમ તેમ શું થાય? “તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૩૮, ગાથા-૫ “પ્રાર્થનાના પ્રક્રમમાં, સાધક પોતાનાથી થઈ ગયેલા દોષોનો કેવી રીતે સંપૂર્ણ એકરાર કરે છે તે વાત આપણે આગળ re dજર્મકાજ કરાય છે. ના, કાજલra કાન,w, ri-r- tu માનવામ કા નામ મકર : , Trait મન , , , , , , ક, I પ્રાર્થના ૧ ૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. પ્રાર્થના ૧૧૦ જોઇ ગયા.’’ પ્રાર્થનાના પ્રક્રમમાં એટલે એની સાધનાના Sequenceમાં. પ્રક્રમ એટલે ઉપક્રમ. એકલો ઉપક્રમ નહિ, એક પછી એક Steps જે લઇએ એમાં. પ્રાર્થનાના પ્રક્રમમાં એટલે પ્રાર્થના કરવાના Processના જુદાજુદા Steps માં. જેણે અહંકાર અને માયાચાર છોડીને પોતાના દોષોની કબૂલાત કરી છે તેનો આશય દોષોથી રહિત થઇ સદ્ગુણસંપન્ન થવાનો છે. મોક્ષના માર્ગમાં બે મોટા ચોર આપણને લૂંટવાવાળા છે. (૧) આપણું અભિમાન અને (૨) બીજાથી છુપાવવાની રીત (માયાચાર) “સાહેબ ! કોને ખબર છે ? જમાના પ્રમાણે ગોટાળા ચાલે !’” “ભાઇ, જમાના પ્રમાણે ગોટાળા ન ચાલે ! તારા વ્યવહારજીવનમાં ચલાવવા હોય તો ચલાવ. અહીંયા મોક્ષના માર્ગમાં ગોટાળો ન ચાલે.'' ભગવાને ૧૭૫ દિવસના ઉપવાસ કર્યા. આપણે ૧૭૫ કલાકના ઉપવાસ કરીએ તો પણ પ્રશંસનીય છે. ૧૭૫ મિનિટના ઉપવાસ કરે તો પણ સારું. પણ ભાવના એવી કરવી કે, મારે ૧૭૫ કલાકના ઉપવાસ કરવા છે. સાચા ઉપવાસ કરવા. આત્મા પોતાના શુદ્ધ ભાવમાં નિવાસ કરે અને ચારેય પ્રકારના આહાર ગ્રહણ ન કરે અથવા યથાશક્તિ ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે તેને ઉપવાસ કહે છે. સ્વાઘ, ખાદ્ય, લેહ્ય અને પેય એવા ચારે પ્રકારના આહાર હોય છે. એમાંથી જે પ્રકારના છોડી શકાય તેટલા છોડવા. ન છોડી શકાય તો છોડવાની ભાવના કરવી. માયાચાર કરવાનો નથી. ભગવાનના માર્ગમાં આવ્યા તો આપણા જીવનની કિતાબ ભગવાન પાસે ખોલી દેવી, તો જ કામ થાય. પછી ભગવાન કહેશે કે કિતાબ ખોલી તો ખરી પણ હવે બધું લખ્યું છે તે ભૂંસી નાખ. ‘એટલે શું લખ્યું છે ?’ ‘આ Page #125 -------------------------------------------------------------------------- ________________ બધુંય ખોટું લખ્યું છે. મારા ચાર દીકરા છે, મારા પાંચ બંગલા “હું માત્મા છું, આપનો સેવક છું, છે, આ બધી મિલો મારી છે, મારી પાસે સોનાના ઘરેણાના સીન મિત્ર સાત સેટ છે, મારી પાસે ત્રણ કરોડનું ઝવેરાત છે, મારી તબિયત બહુ સારી છે, મારું નામ પટેલ મગનભાઇ છગનભાઇ છે, હું Olli yol Eg 249.91 2012ALL Association il President છું, હું બ્રહ્મચારી છું, હું મોટો મુમુક્ષુ છું, મેં આટલા શાસ્ત્રો લખ્યાં છે, મેં આટલા લોકોને તીર્થયાત્રા કરાવી છે..... ભૂસી નાખ બધું - કરી શકીશ આવું ?' “એવું તો ન થાય !” “તો પછી હમણાં મોક્ષ ના મળે, હાલતો થા.” “આ દીકરા મારા નહિ તો કોના છે ?” “અરે ભાઇ ! એ દીકરા તારા કહેવાય પણ તારા નથી !? આપણે આપણી જીવનની કિતાબમાં જે ખોટું લખેલું છે એ ભૂંસી નાખવાનું. ભાઈ ! કોરી પાટી હોય તો બોધ પરિણામ પામે. એટલે આપણે જે આપણી જિંદગીના ચોપડામાં ખોટું ખોટું લખ્યું છે એ બધું ભૂંસી નાખીને ભગવાનને કહેવું કે ભગવાન ! આપ કહો તેમ હવે હું કરવા તૈયાર છું. હે પરમાત્મા ! આપની આજ્ઞા પ્રમાણે હું નવજીવન બનાવવા માગું છું. We are re-born when we come in contact with enlightened saint. સાચા સંતના શરણમાં આવતાં આપણું જીવન નવજીવન પામે છે. દુનિયામાં તમારે એવું છે. બ્રાહ્મણીમાં જનોઈ પહેરાવે એટલે શું કહેવાય ? દ્વિજ એટલે બીજી વાર જન્મ્યો. જયારે જીવ સાચા સંતના શરણમાં આવે ત્યારે તેનું નવું જીવન એટલે સાચું જીવન ચાલુ થાય છે. એ પહેલાનું જીવન વ્યર્થ છે. એ પહેલાંના બાકીના વર્ષો જે ૨૦, ૩૦, ૪૦, ૫૦ ગયા તે કેવા ગયા ? “હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી, અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.” આમ તો દુનિયાના) મોટા લોકોને તો જરા ખોટું લાગે ૧૧૧ - પ્રાર્થના Page #126 -------------------------------------------------------------------------- ________________ આપ - “હું આત્મા છું, એવું છે. “સાહેબ ! તમને બાવાઓને શું ખબર? બંગલે આવજો સૌનો મિત્ર છું.” તો ખબર પડે કે હું કોણ છું ! મોટા પ્રધાનો મારે ઘેર આંટા ખાય છે !' “અરે ભાઈ એ બધું પુણ્યનું કારણ છે. એ કાંઈ તારો આત્મા નથી. સત્ય સમજવું હોય તો પરમાત્માનું જીવનચરિત્ર વાંચવું.' કદાચ તું એમ કહે કે “એ પુરાણમાં તો બધા ગપ્પા માર્યા હોય ! આ બધા ભગવાન - તીર્થકર બધુ ઠીક' “અરે ભાઈ ! તને પુરાણની વાત માફક ન આવતી હોય ને તો રાજચંદ્રજીની કથા વાંચી જજે. દરરોજનો લાખો રૂપિયાનો વેપાર કરતા હતા. તો પણ ઘરાક આમ મોઢું ફેરવે એટલે એ પણ પોતાનું મોઢું ફેરવીને પોતાના આત્માના જ્ઞાનની વાતો અને આત્માની ભાવના કરવા બેસી જાય અને થોડા દિવસ થાય એટલે મોહમયી (મુંબઇ)ના મોહમાંથી છૂટવા માટે ઇડર, કાવીઠા, ખંભાત, ઉત્તરસંડા વગેરે સ્થળોએ એકાંત સાધના કરવા જતા કારણ કે તેઓ જાણતા હતા કે હીરા-માણેક-મોતીનો વ્યાપાર વગેરે આત્માને સુખ દઈ શકતા નથી.” હીરા-મોતી વગેરેનું મમત્વ પથરા થઇને મોક્ષના માર્ગમાં વચ્ચે ચડશે. માટે એનો બહુ પરિચય કરવો નહિ. બીજા ન જાણે એવી રીતે પાપ કરવાની વૃત્તિ મારા - તમારા સૌની અંદર થોડી ઘણી પણ અથવા વધતા-ઓછા અંશે -રહેલી હોય તો એ આપણે કાઢી નાખવી કારણ કે, ભગવાનથી આપણે કાંઈ છુપાવી શકતા નથી. “જેણે અહંકાર અને માયાચાર છોડીને પોતાના દોષોની કબૂલાત કરી છે તેનો આશય દોષોથી રહિત થઈ સદ્ગુણસંપન્ન થવાનો છે. જેનો આ નિર્ધાર દઢ થયો છે, તેણે સગુરુ કે પ્રભુની સાક્ષીએ પ્રતિજ્ઞા લેવી જ રહી કે ફરીથી હવે આ દોષ નહીં કરું.’ આનું નામ વ્યવહારચારિત્ર, આનું નામ સંકલ્પબળ. જે પ્રાર્થના ૧ ૧ ૨. Page #127 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુ છે એણે કોઇકને કોઇક સારો નિયમ, કોઇકને કોઇક “હું આત્મા છું, આપનો સેવક છું, સારું વ્રત, કોઇકને કોઇક સત્કાર્ય કરવાની પ્રતિજ્ઞા લેવી જોઇએ. સૌનો મિત્ર છે.. સાહેબ ! મેં મનમાં નિયમ ધારી લીધો' “બધું મનમાં ને મનમાં ન હોય. તારી દુનિયાનું બધું કામ મનમાં કરે છે?” “લગ્ન કર્યા હતા તો મનમાં લગ્ન કર્યા હતા ?' “ના... ના... સાહેબ ! મારા લગ્નમાં તો આખું ગામ આવ્યું હતું. મારો વટ પડતો હતો !” ભગવાન કહે છે કે તારો વટ પડી ગયો !' બધું મનમાં ને મનમાં ન હોય. ભગવાન દીક્ષા લે તો મનમાં લેતા હશે ? તારા લગ્નમાં તો ચાર-પાંચ હજાર માણસ આવ્યા હતા, પરંતુ ભગવાનના દીક્ષા કલ્યાણકમાં ઇન્દ્રો, અહમિન્દ્રો, મનુષ્યો વગેરે આવે છે. અહો ધન્ય પ્રભુ ! ધન્ય આપનું સાહસ ! ધન્ય આપની હિંમત ! ધન્ય આપનું પરાક્રમ ! અહો ! આપ એવું કાર્ય કરવા માટે જઈ રહ્યા છો કે જે આ વિશ્વમાં કલ્યાણક તરીકે ઉજવાય છે ! એ તો ભગવાનની વાત છે. આપણે તો ભગવાનની પાસે સાવ ક્ષુદ્ર છીએ. ભગવાન મેરુ છે તો આપણે કીડી સમાન પણ નથી ! તો પણ પદ્ધતિ તો એમની જ અંગીકાર કરવી જોઇએ. એટલે આપણે પણ યથાપદવી, યથાસમયે જે નિયમ, વ્રત, પ્રતિજ્ઞા, સંકલ્પ લેવાના હોય તેની તૈયારી અત્યારથી કરવી કારણ કે એની તૈયારી કરવા માટે બે-પાંચ દિવસ ન ચાલે, બાર મહિના - બે વર્ષ તો એની પ્રેક્ટીસ કરવી પડે. કારણકે એમાં નિયમિત આહાર, નિયમિત વસ્ત્રપરિધાન, નિયમિત ધ્યાન, નિયમિત સામાયિક, નિયમિત ભક્તિ, નિયમિત લેખિત સ્વાધ્યાય, નિયમિત મંત્રલેખન વગેરે બધુંય કરવું પડે. “ના સાહેબ ! મને આવું તો ના ફાવે !” “ન ફાવે તો પણ ફવડાવવું અને લોકોની સામે જોવું નહિ. એવો આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે અને આપણા દોષોને વિસર્જિત કરવાના છે, સગુણોને ગ્રહણ કરવાના છે અને દઢતાથી પ્રાર્થના ૧૧૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, ભગવાનના સાચા માર્ગને એટલે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” સાચું આચરણ અને સાચું તપ એને મારે તમારે સર્વ ભવ્ય જીવોએ અનુસરવાનું છે અને ત્યારે જ આપણો આત્મા ઉત્તમ પદને પામશે.’ પ્રાર્થના ૧૧૪ મોક્ષમાર્ગમાં બે મુખ્ય નડતર છે, પ્રતિબંધ છે. આપણા બે મોટા દુશ્મન કોણ છે ? (૧) અહંકાર અને (૨) માયાચાર. જાણે-અજાણે કંઇક કંઇક આપણા મનમાં એવું હોય છે કે હું બહુ મોટો માણસ છું. કોઇ પણ રીતે હોય... બહુ દીકરા હોય એટલે, બહુ પૈસા હોય એટલે, બહુ બંગલા હોય, બહુ ભણેલો હોય, બહુ સ્વરૂપવાન હોય - કંઇકનું કંઇક અભિમાન રહ્યા કરે છે. કંઇ ના હોય તો એમ કહે કે મારા વડદાદા હતા ને તે ભાવનગરના દીવાન હતા ! He wants to establish himself superior to all others around him. સંસ્કાર જે છે એ અંદરમાં કામ કરે છે. ‘આ બધા તો સાધારણ અને હું મોટો. આવી આપણામાં જાણે-અજાણે એક જાતની ભાવના રહ્યા જ કરે છે. એ આપણને આત્મા પ્રત્યે જવા દેતી નથી. અને બીજું માયાચાર કે ‘હું તો એવો સિફતથી કામ કરું કે કોઇને મારી ખબર ન પડે ! મારી ચાલ કોઇ ઓળખી શકે નહિ ! મારા કરતૂત કોઇ જાણી શકે નહિ !' એવું આ જીવ કલ્પનાથી માને છે. પ્રભુ ! એવું છે નહિ. આપણા કરતૂત આપણે પણ જાણીએ છીએ. ભગવાન પણ જાણે છે અને નિયમથી એનું ફળ મળ્યા વિના ત્રણ કાળમાં રહેવાનું નથી. “જે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે તેને દોષનું પુનરાવર્તન થતું નથી; અર્થાત્ કદાચિત્ થઇ જાય તોપણ તે દોષની માત્રા અતિ અલ્પ હોય છે.જેમ જેમ ભક્તજન યથાર્થ દીનભાવ ગ્રહણ કરીને, સાચા પ્રાયશ્ચિત્ત સહિત પ્રભુપ્રાર્થનાની પ્રક્રિયામાં આગળ વધતો જાય છે, તેમ તેમ તેના ભાવોની વિશુદ્ધિ થતી જાય છે, Page #129 -------------------------------------------------------------------------- ________________ અને આમ થતાં સ્વાભાવિકપણે જ તેનું આત્મબળ વૃદ્ધિગત “હું આત્મા છું, થાય છે.’’ આપનો સેવક છું, સૌનો મિત્ર છું.’’ આપણું આત્મબળ અત્યારે કેમ ઓછું છે ? કારણ કે આપણે વારંવાર પાપ કર્યા કરીએ છીએ, વારંવાર દોષ કર્યા કરીએ છીએ. ‘દોષ કરીએ તો આત્મબળ ઘટે ?’ ‘અવશ્ય ઘટે. આપણે દોષ કરીએ, પાપ કરીએ, ખોટાં કામ કરીએ, ખોટાં વિચાર કરીએ, ખોટો અભિપ્રાય રાખીએ, તો આપણું આત્માનું બળ ઘટી જાય. જ્ઞાનીઓ તો કહે છે કે કથચત્ નાશ પામે.’ ‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ?' —શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી મોક્ષમાળા, શિક્ષાપાઠ-૬૭ તો ખોટા કાર્યોથી - પાપકાર્યોથી - મોક્ષમાર્ગને બાધક કાર્યોથી, પાછા ફરવા માટે પ્રતિજ્ઞા તે આવશ્યક અંગ છે. એને ચારિત્ર કહેવામાં આવે છે - વ્યવહાર ચારિત્ર અથવા સંકલ્પબળ. આ વિશ્વના દરેક વર્તમાન ધર્મમાં પણ વ્રત લેવાની પ્રણાલિકા છે, નિયમ લેવાની પ્રણાલિકા છે અથવા એથી આગળ વધીને દીક્ષા લેવાની પણ પ્રણાલી છે. એ દીક્ષા લેતી વખતે એ પ્રમાણે પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે હું આવા પ્રકારે મારા જીવનને મારા વ્યક્તિત્વને પાપમાંથી, ખોટા કામમાંથી, ખોટા અભિપ્રાયમાંથી બચાવીશ અને પરમાત્મા - સદ્ગુરુએ બતાવેલી આજ્ઞાનું આરાધન કરીશ. કોઇ કહે, ‘સાહેબ ! અમે કંઇ પાપ કરતા જ નથી ! અમારે પ્રતિજ્ઞા લેવાની જરૂર જ નથી !' એનો જવાબ મહાત્મા ગાંધીજીએ પોતાની આત્મકથામાં ‘બ્રહ્મચર્ય સાધના ભાગ-૨'ના અંતે આપેલો છે કે ‘અત્યાર સુધી હું એમ માનતો હતો કે વ્રત લેવું તે આત્માને બંધન છે પણ હવે હું એમ અનુભવ કરું છું કે વ્રત લેવું એ આત્માને પૂર્ણ સ્વતંત્રતા બક્ષવાની ઉત્તમ રીત છે. વ્રત લીધા પછી હવે હું મારી જાતને સ્વતંત્રતામાં અનુભવુ છું.’ એમણે તો બેરિસ્ટર તરીકે ત્યાં Logic પ્રાર્થના ૧૧૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.' પ્રાર્થના ૧૧૬ થી સમજાવ્યું છે. તો અહીં કહેવાનો મતલબ એમ છે કે નિયમ લીધા વિના પરમાર્થની સિધ્ધિ યથાયોગ્યપણે થતી નથી. માટે જ્ઞાનીજનો, વિવેકી મુમુક્ષુઓ, સાધકો રૂડી પ્રતિજ્ઞા, રૂડા નિયમ કે રૂડા વ્રતને સ્વેચ્છાએ વિવેકપૂર્વક સંતો પાસેથી ગ્રહણ કરે છે. ‘એમ કરીએ તો શું થાય ?' તો કે ભાવોની વિશુદ્ધિ થતી જાય છે અને આમ થતાં સ્વાભાવિકપણે જ તેનું આત્મબળ વૃદ્ધિ પામે છે. “પહેલાં પાપપ્રવૃત્તિઓ જોર કરી જતી હતી પણ હવે પોતાની આત્મશક્તિ અને સંકલ્પબળ વધવાથી તે તે પ્રવૃત્તિઓનું જોર ચાલતું નથી. મતલબ કે તેની સાધના હવે માત્રાની અપેક્ષાએ અને ગુણવત્તાની અપેક્ષાએ (both Quantitatively and Qualitatively) વિકાસ પામતી જાય છે અને આમ, ઉપર ઉપરની શ્રેણિઓને સિદ્ધ કરતો થકો તે પરાભક્તિ - અનન્ય ભક્તિ - સમતાભાવને પામતો જાય છે.' પ્રાર્થનાનું અંગ છે તે લઘુતાના પેટાવિભાગ રૂપે છે. લઘુતા એ ભક્તિમાર્ગનું સાતમું અંગ છે. શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા - આ ભક્તિમાર્ગના નવ અંગ કહો કે નવ પ્રકારની ભક્તિ કહો તે છે. જે જીવ પ્રાર્થના દ્વારા અને યોગ્ય સંકલ્પબળ દ્વારા નવા પાપોને રોકે છે તેની સાધના મહાન બને છે. “મુનિ સકલવ્રતી બડભાગી, ભવ ભોગન તેં વૈરાગી, વૈરાગ્ય ઉપાવન માંઇ, ચિંતે અનુપ્રેક્ષા ભાઇ.'' —શ્રી દૌલતરામજી કૃત ‘શ્રી છહ ઢાળા’ મહામુનીશ્વરની એક ઝલકનું પણ જો કોઇને દર્શન થાય તો તેનું જીવન બદલાઇ જાય છે. એવી લોકોત્તર અવસ્થાને તે પ્રાપ્ત થાય છે, જે જગતના જીવોની બુદ્ધિનો વિષય નથી. જગતના જીવો પાસે એવું કોઇ સાધન નથી કે જેથી તે જાણી Page #131 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું, આપનો સેવક છું, શકે કે આ મુનિઓને કેવો આનંદ અનુભવાય છે ! બી. “નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ કોણ જાણે નરનારી રે? ભવિકા, વીર વચન ચિત્ત ધરીએ.” –શ્રી યશોવિજયજી કૃત શ્રી આઠ યોગદષ્ટિની સજઝાય Quantitatively અને Qualitatively જેની સાધના ઘણી વધી ગઈ છે તેવા મહાન પુરુષોને ગણધરદેવ નમસ્કાર કરે છે. નમો લોએ સવ્વ સાહૂણં - ગણધરદેવના નમસ્કાર ઝીલવાની ક્ષમતા સાધુ મહારાજે પ્રગટ કરી છે. આપણે જુદી જુદી રીતે એની સ્તુતિ કરીએ છીએ. “તે ગુરુ મેરે ઉર બસો, જે ભવજલધિ જિહાજ, આપ તિરહિં પર તારહીં, એસે શ્રી ઋષિરાજ... તે ગુરુ.” આલોચના આદિ પ્રક્રિયા દ્વારા આત્મબળ વધારી, શૂરવીર થઇ, મહાપુરુષોએ કેવી રીતે મોક્ષમાર્ગમાં વિજય મેળવ્યો છે તેનું સ્વાનુભવમુદ્રિત વર્ણન શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રાંક-૮૧૯ માં કર્યું છે. આપણે એમ માનીએ છીએ કે “આ ભગવાન તો એકદમ મહાન થઈ ગયા ! લ્યો... આપણે તો કેટલી મહેનત કરીએ તોય હજુ આગળ વધાતું નથી અને ભગવાન તો મોક્ષમાર્ગમાં એકદમ આગળ નીકળી ગયા !” એમને પણ આપણા જેવી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું હતું. કદાચ આ ભવમાં કે પહેલાના ભવમાં... એમને પણ આવી મહેનત કરવી પડી હતી. પરમ કૃપાળુદેવ કહે છે, “વિષય-કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે, પ્રાર્થના ૧૧૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ સૌનો હું આત્મા છું. અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી આપનો સેવક છું, જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે, ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૮૧૯ What a sweeping & emphatic statement ! You will have to do this or else you will not attain salvation. You have to do it at any cost. gl š still storcidler પૂર્ણતા નથી પામ્યા અને તેઓ જે પામ્યા છે એ સામાન્ય માણસ ન પામી શકે. જયારે યુદ્ધ કરવા જાય ત્યારે એક લાખ સુભટ સામે હોય તો પણ ભલે, પોતે મરી જાય પણ પાછા ન પડે. કાં તો જીતી જાય અને કાં તો ચાલ્યા જાય પરલોકમાં. પહેલાં નક્કી કરી લેવું, લડવું કે નહિ ? પણ એકવાર લડવાનું નક્કી કર્યું પછી ખલાસ... એવી જયાં સુધી અંતરમાં તૈયારી ન હોય ત્યાં સુધી, “થાય છે, સાહેબ ! કરું છું ધરમ, થોડો ધરમ થાય છે !” “એમ ન થાય ધર્મ !” ભગવાનનું નામ તો વર્ધમાન હતું તો મહાવીર કેમ કહેવાયા ? તેઓ એવા સુભટ છે કે જેમણે કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે આત્માના શત્રુઓને હરાવી દીધા ! મોટા કમાન્ડર, મોટા સમ્રાટ બધા મોહની સેવા કરે છે, પરંતુ તે મોહ મુનિરાજ પાસે જતો નથી. કારણ કે તેને લાગે છે કે મને પૂરો કરી નાખશે ! જીવ જાગે તો મોહ ભાગે. મલ્લિનાથ ભગવાનના સ્તવનમાં કહે છે, પ્રાર્થના ૧૧૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ “રાગ દ્વેષ અવિરતિની પરિણતિ એ ચરણ મોહના યોદ્ધા, “હું આત્મા છું, આપનો સેવક છું, વિતરાગ પરિણતિ પરિણમતા, ઊઠી નાઠા બોધ્ધા; સૌનો મિત્ર છું.” હો મલ્લિજિન, એહ અબ શોભા સારી.” મલ્લિનાથ ભગવાનનું આધ્યાત્મિક વર્ણન એ છે કે, મોહરૂપી મલ્લને જેમણે જીતી લીધો છે એનું નામ મલ્લિનાથ ભગવાન. (૧) પહેલી વાત તો એ કરી કે સાધક જીવ ઉપર કોક કોક વાર વિષય-કષાય ચઢી બેસે છે. (૨) જ્યારે એવું થાય ત્યારે તેમને ઘણો જ ખેદ થાય છે. જેને પોતાના દોષ, પોતાના કલંક, પોતાના પાપ, પોતાના આશ્રવભાવનો અંતરમાં ખેદ થતો નથી તો એ કેવી રીતે મોક્ષનો પુરુષાર્થ કરવાનો છે? અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય એમ અંતરમાં પોતાને લાગે છે ? હજુ હું આત્માના અનુભવને પામ્યો નહિ ! શુદ્ધ આત્મજ્ઞાનને પામ્યો નહિ ! આ મનુષ્યભવ તો પૂરો થવાની તૈયારી છે. તે પરમાત્મા ! મને બળ આપો. હે પરમાત્મા ! મને જાગૃતિ આપો.' એમ સાધક ખેદ કરે છે. પોતાનું જોર ચાલતું નથી તો શું કરે છે? એનો જવાબ પણ શ્રી આનંદઘનજી મહારાજે પોતાના અનુભવથી આપ્યો, ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ,” –શ્રી આનંદઘનજી કૃત શ્રી વિમલનાથ સ્તવન છોકરાઓ કોઈ વાર લડતાં હોય તેમાં કોઈ બહુ દાદાગીરી કરે તો ઓછી શક્તિવાળો છોકરો કહે કે, “હમણાં મારી મમ્મીને બોલાવી લાવીશ, હમણાં મારા પપ્પાને બોલાવી લાવીશ' એટલે બધા ભાગે ! અહીં સાધક કહે છે કે “મારા પપ્પા ત્રિલોકના નાથ છે. તે કામક્રોધાદિ ભાવો, તમારી ઐસી તૈસી ! હમણાં બોલાવું છું મારા સ્વામીને, તમને ઝૂડી નાખશે, બધા ભાગો પ્રાર્થના ૧૧૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ આ હું આત્મા છે. અહીંથી!” આવી આત્મીયતા પરમાત્મા સાથે, એમણે કેળવેલી. છે. ‘એ ક્યારે કેળવાય ?' ‘પોતે પોતાનું સર્વસ્વ એમને સમર્પણ સૌનો મિત્ર છું.” કરે ત્યારે.' “તેહથી છાનું કહો કિછ્યું, જેહને સોંપ્યા તન મન વિત્ત હો. શ્રી શીતલજિન ભેટિયે...” –શ્રી યશોવિજયજી કૃત શ્રી શીતલનાથ સ્તવન કામ-ક્રોધાદિ ભાવો વિશેષ જોર કરી જાય ત્યારે પૂર્વે થયેલા મહાપુરુષોના ચરિત્ર અને વાક્યોનું અવલંબન ગ્રહણ કરવું. “તું સ્થાપ નિજને મોક્ષ પંથે, થા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે.” –શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી સમયસાર, ગાથા-૪૧૨ “હે જીવ ! હવે તારે સપુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૧૦૫ “જો ઇચ્છી પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” –શ્રી રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૧૩) એમ પોતાને શૂરવીરતા ઉપજાવવા માટે જ્ઞાની ભગવંતોની વાણી, જ્ઞાની ભગવંતોની મુદ્રા અને જ્ઞાની ભગવંતોના ચરિત્રપ્રસંગો યાદ કરવાં. “તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના ચૌદ વર્ષનાં દુ:ખનો એક દિવસ પણ નથી. પાંડવના તેર વર્ષનાં દુઃખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક – ૪૫૦ ની મર - | | ક | * પ્રાર્થના ૧૨૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ આપણે આખો દિવસ ફરિયાદ કરીએ છીએ કે, ‘સાહેબ ! આ લોકો મને માન નથી આપતા, આ લોકો મારું કહ્યું માનતા નથી, આ લોકો કોઇ સારા નથી, મારી તબિયત સારી રહેતી નથી, છોકરો મારું કહ્યું માનતો નથી, છોકરો અને એની બા એક થઇ ગયા છે.’ ‘ભાઇ ! દુઃખ તો બધાને છે. દુ:ખના સંજોગ તો બધાને છે. Make it subordinate. ડીપ્રેશન આવી જાય પણ ડીપ્રેશન લાવવું નહિ. પ્રસન્ન રહો. પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ. મહાપુરુષોનું સ્મરણ કરવાથી, તેમના જીવનપ્રસંગોને યાદ કરવાથી આત્મબળ વધે છે... પરમકૃપાળુદેવ ‘મોક્ષમાળા'ના ૧૩મા પાઠમાં જણાવે છે કે તલવાર લેવાથી જેમ શૂરાતન ચઢે છે અને ભાંગ લેવાથી જેમ નશો ચઢે છે તેમ ભગવાન આચાર્યો અને મહાન સંતોની પરમજ્ઞાન-આનંદ સ્વરૂપ મૂર્તિના કે ચિત્રપટના ભાવપૂર્વક દર્શન કરવાથી અથવા તેમનું સ્મરણ કરવાથી આપણને પણ સાધના માટેની પ્રેરણા મળે છે. ‘દીઠો સુવિધિ જિણંદ, સમાધિરસ ભર્યો હો લાલ.'' ભાસ્યું આત્મસ્વરૂપ, અનાદિનું વીસર્યો હો લાલ.'’ —શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ સ્તવન એકલા ભગવાનની વાત નથી. એ પ્રમાણે સંતપુરુષોની વાત સમજી લેવી. વર્તમાનકાળમાં સંતપુરુષોને વિશેષ યાદ કરવાં, કારણ કે ભગવાન જેટલું બળ આપણી પાસે નથી. એટલે આ કાળમાં થયેલા જ્ઞાનીઓ આપણને વિશેષ ઉપકારી છે એ અપેક્ષાએ. આપણે એમ કહીયે કે ભગવાન ૧૭૫ દિવસના ઉપવાસ કરતાં. પણ અત્યારે આત્માને એટલું ઉપકારી નથી, કારણ કે આપણે ૧૭૫ દિવસના ઉપવાસ કરી શકતા નથી અને કદાચ લાંઘણ કરે તો વચ્ચે મૃત્યુ આવી જાય અને કદાચ ન આવે તો પણ એમને કેવળજ્ઞાન પ્રગટ થયું એ આપણને “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. પ્રાર્થના ૧૨૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ સૌનો મિ હું આત્મા છું. પ્રગટે એવી આપણી સમુચ્ચય યોગ્યતા નથી. આપનો સેવક છું, “કોઈ કહે કે નેમિનાથ ભગવાનની જેમ હું એકદમ ગિરનાર ચઢી જાઉં !” “ન ચઢાય ! હજુ તો પહેલી અને બીજી ટૂંક જાય ત્યાં તો શ્વાસ ચઢી જાય છે !' શ્રી નેમિનાથ ભગવાન પરમપૂજ્ય છે, પરંતુ તેઓનું જીવન આપણને અત્યારે સીધું લાગુ પડતું નથી. આ કાળમાં કોણ થયું? છેલ્લા સો-દોઢસો વર્ષમાં અથવા વર્તમાનમાં કોણ એવું જીવે છે ? કે જેમનું જીવન આપણે અનુસરી શકીએ, જેમના જીવન પ્રમાણે આપણું જીવન બનાવી શકીએ. જેમના જેવું જ્ઞાન, જેમના જેવી શ્રદ્ધા, જેમના જેવું ચારિત્ર આપણે પાળી શકીએ કારણ કે તેઓએ તે પાળ્યું અને તે સંભવ છે. માટે આપણે પણ આપણી શક્તિ પ્રમાણે પાળી શકીએ છીએ. ભગવાન કહે છે કે, જે થઈ ગયું, તે થઈ ગયું, ભૂલી જાઓ. ગઈ વસ્તુ સોચે નહિ, આગમ વાંછા નહિ.' તે દોષોની નિંદા કરી લીધી, ગહ કરી લીધી, આત્માના દોષોનું વિસર્જન કરી લીધું; સારી વાત છે. હવે આગળ શું કરવું છે? આગળ તે દોષો પોતાના જીવનમાં ફરીવાર ન આવે તે માટે પ્રતિજ્ઞા કરવાની છે. તે માટે આપણે ભગવાનના શરણે જવાનું છે. પુરુષાર્થ કરવો પડશે. આ વાત મુનિને પણ લાગુ પડે છે. મુનિ પણ મુમુક્ષુ છે. કેવળજ્ઞાન જેમને ન પ્રગટ્યું હોય તે બધા કોઈ અપેક્ષાએ મુમુક્ષુ છે. આ વાત આપણા જીવનમાં ઉતારવાની છે. માટે આપણે – સૌએ એનો પ્રયોગ કરવો પડશે. આમ તો, પ્રભુસ્મરણની ટેવ પાડવી જોઈએ. તને આદિનાથ ભગવાન ગમે તો આદિનાથ, વાસુપૂજય ભગવાન ગમે તો વાસુપૂજય, શાંતિનાથ ભગવાન ગમે તો શાંતિનાથ, મહાવીર પ્રભુ ગમે તો મહાવીર, રામ ભગવાન ગમે તો રામ - તને જે ભગવાન કે સંતો ગમતા હોય તેમને પ્રેમપૂર્વક યાદ કરવાં. તો આપણું હૃદય પ્રાર્થના ૧૨૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ - આપણું વ્યક્તિત્વ - આપણો આત્મા તેમના ગુણોથી રંગાઇ હું આત્મા છું. જશે. એ જ કરવાનું છે. આપણે શું કરવા માંગીએ છીએ ? | આપનો સેવક છું. સૌનો મિત્ર છું." આપણા જીવનને ચોળમજીઠના રંગ જેવો ધર્મનો રંગ લગાડવો કે જેથી આ શરીરમાંથી નીકળી જઇએ તોપણ આગામી એક કે બે ભવમાં મોક્ષે ચાલ્યા જવાય. સંતોની વાણીમાં પણ પ્રભુ પ્રેમના રંગની તીવ્ર ઝંખના દષ્ટિગોચર થાય છે : (૧) શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, હરી ના રંગાવું, લાલ ના રંગાવું. તેરે હી રંગમે, રંગ દે ચુનરિયા... શ્યામ... (૨) મહાત્માશ્રી કબીરદાસજીએ પણ ગુરુજીએ પોતાની “ચાદર”, લાલો લાલ કર દીની ચદરિયા - એમ નિર્દેશ કર્યો છે. સાધના કંઈ અહીંયાથી ગયા એટલે પૂરી નથી થવાની; આગળ પણ ચાલુ જ રહેશે. પાછો મનુષ્યભવ મળે ત્યારે બાકીનું રહેલું કામ પૂરું કરવાનું છે. - દેવલોકમાં સમય કેવી રીતે પસાર કરીશ ? ત્યાં પણ તત્ત્વજ્ઞાન, ત્યાં પણ પ્રભુની ભક્તિ, એ રીતે કરોડો વર્ષ કાઢવા પડશે. કારણ કે ત્યાં આયુષ્ય મોટા હોય છે. પછી મનુષ્યભવમાં પૂર્ણ મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે સાધના પૂરી થાય છે. જીવ નિવૃત્તિક્ષેત્રમાં વિચારે છે કે, “ત્રણ દિવસથી આવ્યો છું ને હવે દીકરાના ટેલિફોનની રાહ જોઉં છું કે ક્યારે તેડવા આવે?” “અહીં ત્રણ દિવસ જતા નથી તો દેવલોકમાં આટલા બધા દિવસ....!!! જશે ! જશે ! ભાઈ અજ્ઞાની જીવ જ્યાં જન્મે છે ત્યાં અને ગોઠી જાય છે. વિઝાના કીડાને પણ વિઝામાંથી નીકળવું ગમતું નથી. આ જીવ જ્યાં જાય ત્યાં ટેવાઇ જાય છે એટલે આત્મતત્ત્વને યાદ કરવું, એટલે પોતાના સાચા સ્વરૂપને યાદ કરવું અથવા સાચું Page #138 -------------------------------------------------------------------------- ________________ સૌનો મિત્ર છું. “હું આત્મા છું, સ્વરૂપ જેમણે પોતાના જીવનમાં પ્રગટ કર્યું છે એવા મહાન આપનો સેવક છું, ધર્માત્માઓ અને પરમાત્માઓ - તેમને ભાવપૂર્વક યાદ કરવાં. ‘ભાવ’ આવતો નથી પણ ‘ભાવ’ લાવવો. ‘સાહેબ ! તમે ભગવાન ભગવાન શું કરો છો ?’ ‘ભાઇ ! તને પરમાત્મા નથી ગમતા તો પણ તું પરમાત્મા સાથે પ્રેમ કર.’ એવી સ્પષ્ટ આજ્ઞા ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં કરી છે કે પરમાત્મા સાથે પ્રીતિ ગમે તેટલી વિકટ વાટથી થતી હોય તો પણ તે કરવી યોગ્ય જ છે. પ્રાર્થના ૧૨૪ “એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. વિમલજિન, દીઠાં લોયણ આજ.’ —શ્રી આનંદધનજી કૃત શ્રી વિમલનાથ સ્તવન ભગવાનના ગુણગાન ગાવાં. ભગવાનના ગુણગાન અંતરમાં વિચારતાં મન બીજે ભાગે તો મોટેથી બોલવું. “ઈણ વિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે, દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે; હો મલ્લિજિન, એહ અબ શોભા સારી.’’ -શ્રી આનંદધનજી કૃત શ્રી મલ્લિનાથ સ્તવન તમારો બાબલો રીસાઇ જાય ત્યારે તમે એને ખવડાવવા માટે કેટલો પ્રયત્ન કરો છો ? તમે જેટલો પ્રયત્ન કરીને તે બાબલાને તમારું ધાર્યું કરાવો છો, એ પ્રમાણે અહીં કહે છે કે ગમે તેટલો પ્રયત્ન કરીને આ ચિત્તરૂપી - મનરૂપી બાબલો છે એને આપણે મોક્ષમાર્ગ પર લઇ જવા માટે સમજાવવાનો છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૮. ઉપસંહાર bunits Kartalas mont “હું આત્મા છું, આપનો સેવક છું, “જેમ શરીર માટે ભોજન જરૂરી છે, બાળક માટે માતા જરૂરી છે, તેમ માત્ર આધ્યાત્મિક વિકાસ માટે જ નહીં પરંતુ સૌનો મિત્રછું.” રોજબરોજના જીવનના સંઘર્ષોથી ઉપર ઊઠવા માટે, નિર્ભય થવા માટે, મનની શાંતિ માટે અને જીવનસંગ્રામમાં પ્રેરણા, મનોબળ અને નિશ્ચિતતાની પ્રાપ્તિ માટે (Tension અને Worries ઘટાડવા માટે) મનુષ્યને પ્રાર્થનાની આવશ્યકતા છે.’’ 41 "ફ્રેન્ચ -14/1 હવે Public, સંતને કહે છે, “સાહેબ ! તમારે કંઇ ધંધો નહિ, તમે બાવા એટલે તમારે શું ? અમને તો એક મિનિટનો સમય નથી અને તમે કહો છો કે પ્રાર્થના કરો !' ‘હે ભાઇ ! જો તારે દરરોજ જીવનમાં કંઇને કંઇ સમસ્યા ઊભી થાય છે ને ! તો એનાથી ઉપર ઉઠવા માટે પ્રાર્થના જરૂરી છે.’ મનુષ્યોને જુદા જુદા પ્રકારના ડર લાગે છે, (૧) હમણાં મારે વેપાર-ધંધા બહુ વધી ગયા છે એટલે મને Income Tax વાળાની બહુ બીક લાગે, (૨) મને Sales Tax વાળાની બીક લાગે. બીજી અનેક વસ્તુની બીક લાગે છે. ‘આજકાલ રોગ બહુ વધી ગયા છે ને ! એક ભાઇને કેન્સર થયું છે. મને કેન્સર થશે ? સાહેબ ! ખરેખર, ડર બહુ લાગે છે.' આવા પ્રકારના જુદા જુદા ડરથી નિર્ભય થવા માટે પ્રાર્થના જરૂરી છે. ‘નિર્ભય કેવી રીતે થવાય ?’ ‘મમ્મીના (પરમાત્માના) ખોળામાં બેસી જઇએ તો.’ ‘પ્રાર્થના એટલે શું ?’ ‘આપણે મમ્મીના ખોળામાં બેસી જવાનું.' “હું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ; જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહિ.' નિર્ભય થવા માટે અને મનની શાંતિ માટે પણ પ્રાર્થના જરૂરી છે. આજકાલ તનાવ (ટેન્શન) બહુ વધી જાય છે ને ? તનાવ બહુ વધી જાય એટલે જ્યારે જુઓ ત્યારે લોકો અપસેટ પ્રાર્થના ૧૨૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ +કરyotist.:. . * 18- 5 - s fiા ' krth #wrs ' +++*e* : rainfમr * જ હોય ! ગમે તે માણસને જુઓ તો એમ જ લાગે કે આખી હું આત્મા છું. આપનો સેવક છે. દુનિયાનું દુઃખ એને આવી પડ્યું હોય ! એ દોડતો જ હોય, સૌનો મિત્ર છું.” દોડતો જ હોય. “ક્યાં જવું છે ? ક્યાં જવું છે ?' “અરે ! મને સમય નથી.' મુંબઇમાં તો ખાસ જોવા જેવું હોય છે. ચર્ચગેટ સ્ટેશને સવારના સાડા આઠથી દશ વાગ્યા સુધી એકવાર ઉભા રહે તો વિવેકીને વૈરાગ્ય આવે. એમ કહેવાય કે ગાડીમાંથી બધાં નીકળે, પણ ખરેખર તો બધા એક સાથે ‘ઠલવાય'. પાંચપાંચ મિનિટે હજાર-બારસો માણસો ઠલવાય ! પાસ બહાર જ રાખ્યો હોય. કોઈ કહે, ‘ઉભા રહો ! કેમ છો ? તબિયત સારી ?' “અત્યારે નહિ ! સમય નથી !' એક વાર ટીખળી છોકરાઓ પોળને નાકે બેઠા હતા. એક માજી મંદિરે દર્શન કરવા જતા હતા. વધારે ઉંમર થઈ ગયેલી એટલે લાકડી લઈ વાંકા વળીને માજી ચાલતા હતા. એટલે પેલા છોકરાઓ કહે, “માજી ! માજી ! શું શોધો છો?' પેલા માજી કાંઈ શોધતા નહોતા પણ કેડેથી વળી ગયા હતા. તો માજી કહે, “આ મારી જુવાની ખોવાઈ ગઈ છે, એ હું શોધું છું. તમારી જુવાની પણ જતી રહેશે !' આ વિષે મારે અને તમારે શાંતિથી વિચારવું જીવન છે, કંઈક એવી ઘટના તો બનવાની કે જે આપણને ગમતી નથી, અથવા આપણી માન્યતા, અભિપ્રાયથી વિપરીત છે. દુ:ખ દરેકને આવવાનું. “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન હોય, જ્ઞાની વેદ ધર્યથી, અજ્ઞાની વેદ રોય.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૧૫ માનસિક શાંતિ માટે અને જીવનસંગ્રામમાં પ્રેરણા, મનોબળ અને નિશ્ચિતતાની પ્રાપ્તિ માટે મનુષ્યને પ્રાર્થનાની આવશ્યકતા છે. જીવનમાં ઘણીવાર એવું થાય કે ‘હવે ભગવાન મને ન પાકમાન', frikh'+ tra...**મrstપાક, કે કt + ઝ * gk is a h 4, 5'..તારું જs * * * * * * છે.* પ્રાર્થના ૧ ૨૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ બોલાવી લે તો સારું. મને તો જરાય હવે ગમતું નથી.' અરે "હું આત્મા છું. ભાઈ ! એ કાંઇ આપણા હાથમાં નથી અને Law પણ Mercy આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” killing allow નથી કરતો. કોઈ કહે “સાહેબ ! આના કરતાં કોઇને કહોને મને ઝેર જ આપી દે !” કોઈ આપે નહિ. આપનાર કાયદાની દષ્ટિએ ગુનેગાર બને છે. તમારી દુનિયાનો કાયદો પણ આત્મહત્યાને સ્વીકારતો નથી, તેમ સર્વજ્ઞ ભગવાન પણ આત્મહત્યાની ના કહે છે. જ્યારે સંલેખના* લઇએ ત્યારે પણ “મને બહુ દુઃખ થાય છે હવે, હે ભગવાન ! હું મરી જાઉં તો સારું. તે વખતે એવા ભાવ થાય તે સંલેખના વ્રતનો અતિચાર (દોષ) છે. ‘હું જીવું તો સારું તે પણ સંલેખનાનો અતિચાર છે. બીજા મિત્રો બહુ યાદ આવે એ પણ અતિચાર છે. જીવન સુંદર જીવીએ તો મૃત્યુ સુંદર આવે. જો મૃત્યુ સુંદર ન આવ્યું તો આચાર્ય ભગવાન કહે છે કે, તે સાચો ધર્મ કર્યો નહોતો. મૃત્યુ વખતે હાય વોય કર્યા કરે, કહે કે “ડૉક્ટરોને બોલાવો, તમે લોકો અક્કલ વગરના છો ! મારી કાંઈ સેવા કરતા નથી ! શું બાઘા જેવા બેઠા છો ? મારું દર્દ મટાડી દો.” “હે ભાઈ ! આવું ન કરવું. તમે શું ધર્મ કર્યો ? ધર્મનું ફળ તમારા જીવનમાં દેખાવું જોઇએ. કોઇવાર વેદના થાય તો પણ પરમાત્માને યાદ કરવા અને અંતરમાં વિચારવું કે “આ તો મારા પૂર્વે કરેલાં કર્મોનું ફળ છે. તે આત્મા ! તમે જરા સમભાવ રાખો, થોડી ધીરજ રાખો, થોડી સહનશીલતા રાખો. દુઃખ આવ્યું તો શું થયું? તે પણ જતું રહેશે. તે કાયમ રહેવાનું નથી.” એમ વિચારીને પોતાના આત્માને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. * ખાસ સંજોગોમાં, ગુરુઆજ્ઞા પ્રમાણે સ્વૈચ્છિક રીતે દેહત્યાગ કરવાની એક સાધનાપદ્ધતિ પ્રાર્થના ૧૨૭. Page #142 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું, “સામાન્ય માનવીથી માંડી, મધ્યમ સાધક અને ઊંચી આપનો સેવક છું, સોનો મિત્ર છે. કોટિના મહાત્મા - સૌ કોઈને એક યા બીજા રૂપે પ્રાર્થનાની જરૂર પડે છે - પછી તે સામૂહિક હો યા વ્યક્તિગત હો. પ્રાથમિક ભૂમિકામાં સામૂહિક પ્રાર્થના વિશેષ લાભદાયક નીવડે છે કારણ કે સામૂહિક પવિત્રતાનો લાભ પોતાને મળી રહે છે.” માટે આપણે સામૂહિક ભક્તિ કરીએ છીએ અને સામૂહિક સ્વાધ્યાય પણ કરીએ છીએ. એ જરૂરી છે, કારણ કે એકબીજાની પ્રેરણાથી આપણા “ભાવ” નિર્મળ રહે છે. સામૂહિક ભક્તિ કે સ્વાધ્યાયમાં થોડીવાર સૂઈ જવું હોય તો તમે સૂઈ ન શકો. મોટેથી બગાસા પણ ન ખાઈ શકો. શિસ્ત તેમાં ફરજિયાત આવે અને ફરજિયાત શિસ્ત લાવવી એ આવશ્યક છે. માટે તીર્થકર ભગવાને સંઘસાધના કરી છે. બુદ્ધધર્મમાં તો ત્રણ શરણાં કીધાં છે. “બુદ્ધમ્ શરણં ગચ્છામિ, ધમ્મ શરણં ગચ્છામિ, સંઘમ્ શરણં ગચ્છામિ.” આ કાળે પણ સંઘની વિશેષતા છે. આચાર્યને કંઈ કામ કરવું હોય તો પોતે માત્ર પોતાની ઇચ્છાથી નથી કરી શકતા. સંઘને પૂછે છે કે “મારે આ કાર્ય કરવાની ભાવના છે. તો સંઘની સંમતિ છે ?' જુઓ આવા મહાન આચાર્ય છે તો પણ સંઘને પૂછે છે ! એટલા માટે સંઘની અગત્યતા છે અને એટલા માટે સંઘસાધનાની આવશ્યકતા છે. એટલે કોઈ કહે, “સાહેબ ! તમે આમ ભક્તિ કર્યા કરો. હું તો મારા રૂમમાં આખો દિવસ ધ્યાનમાં જ રહું ! હું તો આત્માનો અનુભવ કરું ! હું તો સ્વાધ્યાયહોલમાં ન આવું, ભક્તિમાં ન આવે. હું તો એકલું ધ્યાન કરીને આત્માનો અનુભવ કરીશ !” “હે ભાઇ ! એમ ન થાય ! જિનશાસનમાં શ્વેતાંબર આમ્નાયમાં તો વર્તમાનમાં જિનકલ્પી મુનિનો અભાવ જ કહ્યો છે અને દિગંબર આમ્નાય ભલે જિનકલ્પીને કથંચિત સ્વીકારે છે પણ સંપૂર્ણપણે સ્વીકારતી ૧૨૮ નથી. માટે વર્તમાનમાં દિગંબર આમ્નાયમાં પણ મુનિને એકલા પ્રાર્થના Page #143 -------------------------------------------------------------------------- ________________ છે . વિહાર કરવાની આજ્ઞા નથી. મુનિ એકલા વિહાર કરી શકે નહિ અને આર્થિકામાતા હોય તો ત્રણ હોવી જોઇએ. મુનિએ આપનો સેવક છે. સૌનો મિત્ર છું.” એકલા વિહાર ન કરવો એવી ભગવાનની આજ્ઞા છે. ઘણીવાર કોઈ મુમુક્ષુ કહે, “સાહેબ ! મને એકલાને સ્વતંત્ર રૂમ આપો.” સ્વતંત્ર રૂમમાં સ્વચ્છંદ આવી જાય. માટે કોકવાર તો સ્વતંત્ર રૂમમાં રહે અને કોકવાર તો કોઇકની સાથે રહે તો જ તારામાં શિસ્ત આવશે. નહિ તો એકલો એકલો શું કરે છે એની કાંઈ ખબર નથી અને પોતાનામાં તો એવી જાગૃતિ નથી. પ્રમાદને અને કષાયને આધીન સમયનો સદુપયોગ કરી શકતો નથી. આમ નહિ ચાલે ! એકલા રૂમમાં રહેવું તે યોગ્ય નથી. કોઇકવાર રહે, કોઇકવાર બીજાની સાથે રહે એમ પોતાની જાતને કેળવવાની છે.” “ધીમે ધીમે શ્રધ્ધા-ભક્તિ વધતાં, બંને પ્રકારની પ્રાર્થનામાં ભક્ત જોડાઈ શકે છે અને લાભ મેળવી શકે છે. આ લેખકના આધ્યાત્મિક વિકાસમાં પ્રાર્થના, શરણાગતિ અને પ્રાયશ્ચિત્તે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેથી સાધકોને આ સાધનનું અવલંબન લેવાની તેની ખાસ ભલામણ છે.” નીચમાં નીચ અવસ્થામાંથી કેવી રીતે આગળ વધી શકાય એનો અમારા જીવનમાં ઘણો અનુભવ પ્રાર્થનાએ આપેલો છે. અનેક પ્રકારે – સામૂહિક પ્રાર્થના, એકાંતમાં પ્રાર્થના, વનમાં પ્રાર્થના, મંદિરમાં પ્રાર્થના, ખૂણામાં પ્રાર્થના, ભગવાનની સામે, એમનો ગોખલો - એની સામે પ્રાર્થના કરીએ. પોતાના અહંકારને ટાળ્યા વિના પરમાત્મા ન મળે. આપણે ઘણું વિચારવાનું છે. મોક્ષમાર્ગ પણ એટલો જ છે. સમસ્ત મોક્ષમાર્ગ કેટલો છે ? “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની ૧૨૯ પ્રાર્થના Page #144 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છે. જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક – ૪૯૩ “મેરે સાહિબ તુમ હી હો, પ્રભુ પાસ જિગંદા, ખિજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા.” –શ્રી યશોવિજયજી કૃત શ્રી પાર્શ્વનાથ સ્તવન ભગવાન આપણી સાથે જલદી બોલે એવા નથી, બહુ કડક છે ! આપણે ગમે તેટલી વિનંતી કરીએ, No Response, No Response... ભગવાન આપણા બધાની બરાબર પરીક્ષા કરે છે. જ્યારે લાગે કે હવે આ બરાબર છે, ત્યારે જ કામ કરે એવા પરમાત્મા છે. આ વાત અનુભવનો વિષય છે. આ વાત Practice નો વિષય છે. જે પોથી પંડિત છે, એ તો કહે છે, આ બધું તમારી કલ્પના ! ભગવાન તો કંઈ આપણને મુક્તિ આપતા હશે ! જો જો આવું કંઈ માગતા નહિ. આપણે ભિખારી છીએ ? હું તો મારી જાતે જ મુક્તિ લઇશ ! હું ભગવાનને કંઇ આવી પ્રાર્થના કરું નહિ. ભક્તિ કરું નહિ !!' “તું કુંદકુંદસ્વામીથી પણ મોટો છે અને તું ગૌતમસ્વામીથી પણ મોટો છે તો તારી સાથે શું વાત કરીએ અમે? ગૌતમસ્વામી જેવા ગણધર પણ હાથ જોડીને ભગવાનની સામે બેઠા છે અને તું કહે છે તેને ભગવાનની જરૂર નથી. ભાઈ ! તારે અને અમારે બનશે નહીં.' જીવ હજુ પોતાના મનમાં અહમ્ અને સ્વચ્છંદમાં રાચી રહ્યો છે, થોડો પુણ્યનો ઉદય છે એટલે એના મનમાં એમ જ છે કે “હું ધારું તે કરું. મારું ધારેલું બધું દુનિયામાં થાય. જો ! મારા બાપાએ મને બે શબ્દો કીધા હતા ને નાની ઉંમરે ઘરની બહાર નીકળી ગયો. તે પછી છેલ્લા ૨૦ વર્ષથી મારા માબાપ મારી સાથે રહે છે. મારા મા-બાપ મારે શરણે આવ્યા. એમને પ્રાર્થના બીજા ભાઇઓએ ન રાખ્યા.' ૧૩) Page #145 -------------------------------------------------------------------------- ________________ કેવું અયોગ્ય વચન આ જીવ બોલે છે ! કેટલું બધું આત્મા છે. અભિમાન ! મા-બાપ આવ્યા તો પોતે એમને સામે લેવા જવું આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” જોઇએ અને કહેવું કે “બાપુજી-બા ! બહુ સારું થયું કે આપ આવ્યા. મને આપની સેવાનો લાભ મળશે.” એને બદલે આ જીવ કહે છે કે “એમને પણ મારે શરણે આવવું પડ્યું ! કોઇ ભાઇઓએ એમને ન રાખ્યા એટલે મારા બંગલે રહેવા આવ્યા છે !” આવા અભિમાનથી આ જીવ ભરેલો છે. પુણ્યના ઉદયને પોતાનું સ્વરૂપ માને છે. કોઇપણ પ્રકારના પુણ્યનો ઉદય તે આત્માનો સ્વભાવ નથી.' “રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ અવસર... –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક – ૭૩૮ “વર્તમાનયુગમાં મહાત્મા ગાંધીજી, સંત વિનોબાજી, મુનિ શ્રી નાનચંદ્રજી તથા મુનિશ્રી સંતબાલજી જેવા બીજા પણ અનેક સંત-ધર્માત્માઓએ સામૂહિક પ્રાર્થનાઓ યોજીને તેને લોકપ્રિય બનાવી છે. આ સાધના માટે અંતરની શ્રદ્ધા અને ભક્તિ સિવાય બીજી કોઈ મોટી સાધનસામગ્રીની કે શારીરિક કષ્ટ વેઠવાની પણ જરૂર પડતી નથી; માટે સહજ-સાધ્ય એવા ભક્તિમાર્ગના આ અગત્યના અંગનો સ્વીકાર કરી ભક્ત-સાધકો પોતાના જીવનને ઉન્નત અને નિશ્ચિત બનાવો એ જ અભ્યર્થના, ઇતિ શિવમ્” “સાહેબ ! મારી પાસે તો થાળી નથી, બદામ નથી, ચોખા નથી, ચંદન નથી, તો પછી કેવી રીતે ભગવાન પાસે જાઉં ?” “કંઈ વાંધો નહિ. ભગવાન કહે છે કે કાંઈ જરૂર નથી. હોય તો લાવજે, ન હોય તો ન લાવતો. પરંતુ “ભાવ” સારા રાખજે. ભગવાનનો ટેલિફોન આવ્યો હતો કે આવી જાતના જ ચોખા જોઇએ ? આવી જાતની જ બદામ જોઇએ ? પ્રાર્થના ૧૩૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છે. અમુક સંપ્રદાયમાં તો મહારાજ કહે કે આટલા નાળિયેર લાવજો, આપનો સેવક છું, આટલી સોપારી લાવજો, આટલી ખારેક લાવજો, આટલા ચોખા સૌનો મિત્ર છું.” લાવજો, આટલા ઘઉં લાવજો ! પણ ખરેખર તો આપણી પાસેથી ભગવાનને કાંઈ જોઇતું નથી.' આપણે પ્રેમપૂર્વક પરમાત્માને શરણે જઇએ તો આપણું સર્વોત્કૃષ્ટ કલ્યાણ અવશ્ય થાય. ભલે તમને અત્યારે હું વિચિત્ર લાગું છું. પણ જરૂર માનજો કે કોઈ જીવ સાચા ભાવથી પરમાત્માની ભક્તિ અને પ્રેમપૂર્વક પ્રાર્થના કરે તો દુનિયાની સર્વોત્કૃષ્ટ સંપત્તિ એના ચરણમાં નમે છે ! પરંતુ તે વિવેકી હોય તો એને ગ્રહણ કરતો નથી અને કહે છે કે “હે ભગવાન! મારે કાંઇ જોઇતું નથી. હે પરમાત્મા ! મને કર્મોથી મુક્ત કરો, વિકારોથી મુક્ત કરો. મારા સહજ સ્વભાવનો હું અનુભવ કરું. આપના માર્ગે ચાલી આપના જેવો બનું. મારે બીજું કંઈ પણ જોઇતું નથી.” આવું જે ભક્ત કરે તે દુનિયામાં એક શ્રેષ્ઠ આત્મા છે. મારે, તમારે, સર્વ ભવ્ય જીવોએ આ માર્ગે ચાલવાનું છે અને પરમાત્મા થવા માટેનો ઉદ્યમ કરવાનો છે, એટલે કે મોક્ષ પ્રાપ્તિનો ઉદ્યમ કરવાનો છે. (મોક્ષ એટલે અનંત આનંદ અને અનંત જ્ઞાનવાળી આત્માની દશા) | | ૐ શ્રી ગુરુચરણાર્પણમસ્તુ // પ્રાર્થના ૧૩૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ @ j[hj}} = A & 1928માં * »rs * “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.'' પ્રાર્થના ૧૩૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” પ્રાર્થના ૧૩૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ Page #150 -------------------------------------------------------------------------- ________________ નિઃસ્વાર્થ અને નિક્કમ પ્રાર્થના એ ચિત્તશુદ્ધિનું ( ઉક્ટ સાધન છે. . , . I રા Wain Education international Private & Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ભક્તિ સત્સંગ સંગીત સેવા : સંસ્થાના મુખ્ય ઉદ્દેશો : ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્ય મૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન. અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિધાનું અધ્યયન-અધ્યાપન-સંશોધન-અનુશીલન. ભક્તિ સંગીતની સાધના અને વિકાસ. સમર્પણ યોગ અને અજ્ઞાપાલનની જિજ્ઞાસાવાળા વિશિષ્ટ સાધક - મુમુક્ષુઓનું આચારસંહિતામાં સ્થાપન. શિબિરો, તીર્થયાત્રાઓ, આધ્યાત્મિક સાહિત્ય પ્રકાશન, ઓડિયો-વિડિયો અને આધ્યાત્મિક મુખપત્ર દિવ્યધ્વનિ દ્વારા ઉમદા સંસ્કારોનું સિંચન. છે 8 8 પરમ શ્રદ્ધેય સંત શ્રી આત્માનંદજીની કેટલીક સાહિત્યિક કૃતિઓ ૧. સાધક-સાથી (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી) ૨. અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા, (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી) ૩. અધ્યાત્મ-તત્ત્વ પ્રશ્નોત્તરી ૪. ભક્તિમાર્ગની આરાધના ૫. ચારિત્ર્ય સુવાસ (ગુજરાતી, હિન્દી) સાધના સોપાન છે. આપણો સંસ્કાર વારસો (ગુજરાતી, અંગ્રેજી) ૮. દિવાળી પુસ્તિકાઓનો સેટ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ૧૦. સાધક ભાવના મેરી ભાવના અધ્યાત્મને પંથે ૧૩. અધ્યાત્મપાથેય ૧૪. બોધસાર ૧૫. આત્મસ્મૃતિ ગ્રંથ ૧૬. સંસ્કાર, જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ ૧૦. તીર્થ સૌરભ ૧૮. આત્મદર્શના ૧૯. પ્રાર્થના ૧૧. Jain Education Internationa Page #152 -------------------------------------------------------------------------- ________________ જીવનની ઉન્નતિના બાર મહામત્રો. 1. પોતાનું કાર્ય સાચી સમજણપૂર્વક, સત્યનિષ્ઠાથી કરો. 2. ખાનદાન અને ઉમદા મનુષ્યોની જ સોબત કરો. 3. જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરશો તો સમયના અભાવનો પ્રશ્ન સ્વયં હલ થઈ જશે. 4. સંપતિનું જતન કરો છો તેટલું જ જતન સંતતિને સંસ્કારિત બનાવવા માટે કરજો. 5. આવક કરતાં ખર્ચ ઠીકઠીક ઓછો રાખજો; જેથી જીવન ચિંતામુક્ત અને કરજ વગરનું રહી શકશે. 6. સ્વચ્છતા અને વ્યવસ્થાનો જીવનનાં સર્વ ક્ષેત્રોમાં બરાબર ખ્યાલ રાખશો. 7. તમારી વાણી ધીમી, સાચી, મીઠી, ખપ પૂરતી અને આદર દેવાવાળી રાખજો. 8. જીવનમાં પ્રભુ પર અતૂટ વિશ્વાસ રાખો. તેની સંપૂર્ણ શરણાગતિ કેળવો. 9. ઉત્તમ અને અધિકૃત ગ્રંથોનું વારંવાર નિયમિત વાંચન કરો. 10. શ્રદ્ધા, ધીરજ અને ખંતને કાર્યની સળતા માટે પાયારૂપે સ્વીકાર કરો. 11. ધ્યેયનિષ્ઠ અને અડગ નિશ્ચયવાળા બનો. 12. પ્રત્યેક પ્રાણીમાત્રમાં પરમાત્માના દર્શન કરો, જેથી વિશ્વમૈત્રી અને ચિત્તની શાંતિનો અનુભવ થવા લાગશે. છે છું , કે હું , * જે | *નંદ