________________
હું આત્મા છે. વસ્તુની નથી પણ અંતરમાં જે પ્રેમ છે એ પ્રેમની કિંમત છે. આપનો સેવક છું, સોનો મિત્ર છે. પ્રાર્થના એ ભક્તની લઘુતાનું પ્રતીક છે. “હે પ્રભુ! હું આપનો
સેવક છું. હે પરમાત્મા ! હું આપનો સેવક છું.” એ “સેવક કહેતાં આપણું મન પાછું પડે છે. કોઇના કહેવાથી ભગવાનને ભજે એ તો ઠીક પરંતુ ભગવાનને તો ખરેખર ઓળખીને અંતરમાં યાદ કરવાનાં છે. પૂર્વે કોણે પૂર્ણપદને (મોક્ષપદને) પ્રાપ્ત કર્યું? મારા પહેલાં અનંતા થઇ ગયા. તેમની મારે ભક્તિ કરવી છે. તેમની મારે આજ્ઞા માનવી છે. તેમના પ્રત્યે મારે દાસત્વભાવે વર્તવું છે એમ અંતરમાં ભાવ આવવો જોઇએ. તે છે ભક્તની લઘુતાનું, વિશ્વાસનું અને સમર્પણતાનું નિર્મળ પ્રતીક. જયાં લઘુતા અને વિશ્વાસ છે ત્યાં સાચો સમર્પણભાવ પ્રગટે છે.
એક દષ્ટાંત જોઇએ. સાચા નોકર અને સાચા શેઠનું. અત્યારે સાચા નોકર અને સાચા શેઠ પણ ઓછા રહ્યા. તો પણ આપણે નોકરી કરતાં હોઇએ તો સાચી નોકરી કરવી. જયાં સુધી નોકરી કરીએ છીએ ત્યાં સુધી સાચી કરવી. પરમ કૃપાળુદેવ પુષ્પમાળા ૩૯માં કહે છે, “અનુચર હો તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તારા અધિરાજની નિમકહલાલી ઈચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે.”
- પ્રાર્થના એ બતાવે છે કે, વારંવાર પ્રભુના ગુણોનો, પ્રભુના જીવનનો, પ્રભુના દિવ્ય વ્યક્તિત્વનો વિચાર કરી કરીને ચિત્તને પ્રભુમાં લગાવવું, ન લાગે તો પણ લગાડવાનો પ્રયત્ન કરવો.
જો કે આ જગતમાં મોટા ભાગના મનુષ્યો તો પોતાની કોઈને કોઈ પ્રકારની વાંછાને પૂરી કરવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે, પરંતુ અહીં સાક્ષાત્ અધ્યાત્મસાધનામાં તેમની ગણતરી નથી.”
પ્રાર્થના ७८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org