________________
સાક્ષાત્ મોક્ષમાર્ગમાં જનતાની તો ગણતરી નથી અને મુમુક્ષુ છે, એની પણ ગણતરી કથંચિત્ છે અને કથંચિત્ નથી. દુનિયા કેવી છે ? ‘મતનો આગ્રહ કરનારી'. કૃપાળુદેવ કહે છે, “હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ.’’
—શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૨૩) “લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીના, આત્મ-અર્થ સુખસાજ.”
—શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૩૩) મતાર્થીનાં લક્ષણ આપણા જીવનમાં રહે અને આપણને મોક્ષમાર્ગ મળી જાય તે કદી ન બને. મતાર્થીના લક્ષણ રાખીને મોક્ષમાર્ગ જવાતું નથી.
મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે : એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. તો આત્મજ્ઞાની છે એ તો Highway (મોક્ષમાર્ગ) પર ચડી ગયા અને મુમુક્ષુ છે એ Highway પર ચડવાની તૈયારીમાં છે. (Approach-Road ઉ૫૨ છે.)
દુનિયામાં લોકો શું કરે છે ? જગતના જીવોની જિંદગી કેવી ગઇ ? અને આપણી જિંદગી પણ અત્યાર સુધીની કેવી ગઇ ? દરેકે પોતપોતાની રીતે વિચારી લેવું.
“તૂને દિવસ ગંવાયા ખાયકે ઔર રાત ગંવાયી સોયકે; હીરા જનમ અમોલ થા, કૌડી બદલે જાય રે...’’ મોટા ભાગે આપણું જીવન તે પશુની માફક વીતી ગયું. છતાં આચાર્ય ભગવંત કરુણાના સાગર છે. જે સમય ગયો તે ગયો, હવે જે દસ-વીસ વર્ષ બાકી છે તેને તું સુધારી લે.
Jain Education International
For Private & Personal Use Only
હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.'
પ્રાર્થના ૭૯
www.jainelibrary.org