________________
“હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.'
પ્રાર્થના
८०
જેટલા પ્રમાણમાં દૂધપાક હોય એટલા પ્રમાણમાં ખાંડ નાખવી. એમ આપણે પણ મોક્ષમાર્ગમાં જો આગળ વધવું હોય તો પુરુષાર્થ પણ તેટલા પ્રમાણમાં કરવો જોઇએ. જગતના મનુષ્યો તો કોઇને કોઇ પ્રકારની વાંછા માટે પરમાત્માને ભજે છે, તે મનુષ્યો તત્ત્વને સમજ્યા નથી. તેમને ઉત્તમ પદની પ્રાપ્તિ થવાની નથી.
“જેઓએ પ્રાર્થનાના રહસ્યને જાણ્યું છે તેઓ આ જીવનમાં પ્રભુ પાસે કાંઇ યાચના કરતા નથી અને પરભવમાં પણ કોઇ લૌકિક વૈભવની ઇચ્છા કરતા નથી.”
ભક્ત સંતોએ તો કહ્યું :
“જાચું નહીં સુરવાસ, પુનિ નરરાજ, પરિજન સાથ; બુધ જાચહું તુવ ભક્તિ ભવ ભવ, દીજિયે શિવનાથજી.’’ —કવિવર બુધજન કૃત શ્રી દર્શનપાઠ શ્રીમદ્ રાજચંદ્રજીએ એને વિધેયાત્મક રીતે કહ્યું છે : “ભજીને ભગવંત ભવંત લહો.'
આ દિષ્ટ કેળવવી. આ દિષ્ટ કેળવવાથી ઉત્તમ પદની પ્રાપ્તિ છે. થોડી વસ્તુ માગી લેવાથી મળશે તો ખરી પણ હલકી મળશે. નહિ માગે તો ઉત્તમ વસ્તુ મળશે ! ભગવાન પાસે શું માગવું ?
Jain Education International
“અબ હોઉં ભવભવ સ્વામી મેરે, મૈં સદા સેવક રહો; કર જોડી યોં વરદાન માંગ્યું, મોક્ષફલ જાવત લહો.”
—કવિવર બુધજન કૃત શ્રી દર્શનપાઠ દાસત્વભાવની વાત ચાલે છે. ભક્તિમાર્ગનો ક્રમ છે : (૧) વ્ાોમ્ : જગતના પદાર્થો પ્રત્યે અંતરનો વૈરાગ્ય (૨) વાસોમ્ : ૫૨માત્માની શરણાગતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org