________________
હું આત્મા છું આગળ વધેલા સાધકોએ તો - દરેક બાબતને આધ્યાત્મિક આપનો સેવક છું. અભિગમમાં જ ઉતારવાની છે, કારણકે આપણું જીવન આખરે સૌનો મિત્ર છું.”
તો આધ્યાત્મિક બનવું જોઇએ.
સૂતાં, બેસતાં, ઉઠતાં, ચાલતાં, હરતાં, ફરતાં, ખાતાં, વાતાં, લેતાં-દેતાં, રસોડામાં, કોર્ટમાં, દુકાનમાં, બેન્કમાં, સ્વાધ્યાય હૉલમાં, મંદિરમાં... એક પરમાત્મપદની પ્રાપ્તિનું . લક્ષ તથા પુરુષાર્થ હોવો જોઇએ. એ પ્રમાણે આગળ વધેલા જ્ઞાનીઓની સાધના હોય છે.
“મુમુક્ષુતા' તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક “મોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષુતા” એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.”
–શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક ૨૫૪ આત્માનો લક્ષ તો ગમે તે ક્રિયા કરતી વખતે રાખવાનો છે. જ્યારે આપણને સાધનાની (પરમાત્માની) લગન લાગશે ત્યારે આપણા ભગવાન સાથે લગન થશે ! સાચી લગન તો લાગી નથી અને આપણે ભગવાનને પટાવીએ છીએ કે ભગવાન તમે મારા સ્વામી છો !!
મનુષ્યના સર્વોત્તમ પુરુષાર્થરૂપ મોક્ષની અભિલાષાથી પ્રેરાઈને, આત્માની શુદ્ધિ માટે, પરમાત્મા કે સદ્ગુરુને નજર સમક્ષ રાખીને ભક્ત, ભગવાનને જે નમ્ર વિનંતી કરે છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રાર્થનાનું વ્યાવહારિક સ્વરૂપ છે.
વ્યાવહારિક એટલે સદ્વ્યવહારરૂપ, જેના ફળરૂપે પરમાર્થ તરફ આગળ વધાય. વ્યાવહારિક એટલે દુનિયાના વ્યવહારની વાત ચાલતી નથી, કારણકે આધ્યાત્મિક અભિગમ ચાલે છે.
નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને ઉત્કૃષ્ટ ભક્તિ હોય છે. આગળની દશામાં તો ભક્તિ રહેતી
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org