________________
છે. કરું ?' તારી પાસે બહુ પૈસા હોય, તો પરમાત્માના ચરણે મૂકી આપનો સેવક છું. દેવાના. ભગવાન માગતા નથી પણ ભગવાનને સમર્પિત કર્યા સૌનો મિત્ર છું.”
વિના, ગુરુને સમર્પિત કર્યા વિના મમત્વ જતું નથી. એકવાર સમર્પિત કરી દે પછી ગુરુ કહે છે કે આ જડ પદાર્થને અમે ગ્રહણ કરતા નથી. તમે તમારું મમત્વ કર્યું તે પ્રશંસનીય છે. વચનામૃતમાં કૃપાળુદેવ કહે છે કે, જ્ઞાની પુરુષ પ્રત્યે તન-મન-ધન સમર્પણ કર્યા વિના જીવને અહં - મમત્વ જતું નથી. જ્ઞાની તે ગ્રહણ કરતા નથી પરંતુ તેમાંથી મમત્વ છોડવાનું ઉપદેશે છે.
આપણે અજ્ઞાની છીએ કે જ્ઞાની ? જો દુનિયામાં બહુ ટેસડો આવતો હોય, - બહુ મજા આવતી હોય - તો અજ્ઞાની કહેવાય. જ્ઞાનીને દુનિયાના કામ કરવા પડે પણ કરવાની રુચિ ન હોય. વળી, કામ કરવાની રુચિ અંતરથી ન હોય તો સંજોગો પણ એવા થાય કે ધીમે ધીમે એમાંથી છૂટો પડી શકે. આ એક નિયમ છે. પરમકૃપાળુદેવ જણાવે છે કે, દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. આપણે કહીએ છીએ કે મારે તો બહુ ધર્મ કરવો છે પણ છોકરા મને કહે છે કે બાપા ! તમે અહીંયા જ રહો. બાપા ! તમે અમારા Income Tax ના ચોપડા લખો. બાપા ! તમે અમારા કોર્ટનું અને અમારી Property નું સંભાળો. છોકરાઓને પણ કહેવું જોઇએ કે “તમારો મિત્ર છું, ગુલામ નથી !' આપણી રહેણીકરણીથી તેઓ સમજી જાય કે બાપા આપણા મિત્ર છે, પણ બાપા આપણા “સાચુકલા' સગા નથી. કોઇ કોઇનું સાચુકલું સગું નથી. નહિ તો છોડીને કોઇ જાય ? નેમિનાથ ભગવાન મા-બાપને રડતા છોડીને જાય ? રાજુલદેવી તો વળી માથું પછાડે છે અને માબાપ રડે છે. બળદેવ અને
કૃષ્ણ પણ કહે છે કે “ના જઇશ. તું આટલો નાનો છું, છોકરો પ્રાર્થના 100 છું, તને ખબર ન પડે. ૫૦ વર્ષ પછી દીક્ષા લેજે. (તે વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org