________________
આપનો સેવક છે
હું આત્મા છું. વ્યવહારમાં પણ એ પ્રમાણે છે. મોહનદાસ કરમચંદ ગાંધીએ
8) નક્કી કર્યું કે અંગ્રેજોને મારે ભારતમાંથી કાઢી મૂકવા છે, કારણકે સૌનો મિત્ર છું.”
આ દેશ એમની માલિકીનો નથી. માટે એ લોકોએ પોતાના દેશમાં ચાલ્યા જવું જોઇએ. બધા કહે કે આવું તો બનતું હશે ? હમણાં પેલા અંગ્રેજ સૈનિકો આવશે તો તમને મારી નાખશે. પણ મહાત્મા ગાંધીજીને દઢ વિશ્વાસ હતો અને અંગ્રેજોને ભારત છોડવું પડ્યું. Faith is a wonderful thing. પણ એ શ્રદ્ધા સાચી હોવી જોઇએ. સમીચીને શ્રદ્ધા તે આત્માને પરમ કલ્યાણકારી છે માટે ભવ્ય જીવોએ વારંવાર તેનો પ્રયત્ન કરવો. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ૧૨૬મી ગાથામાં જણાવ્યું છે,
“આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન.” પ્રભુસ્મરણ' કરવાની સુંદર પ્રેરણા સંતો આપણને આપે
“જિહિ સુમિરનસે અતિ સુખ પાવે, સો સુમિરન ક્યોં છોડ દિયા, ખાલસ ઈક ભગવાન ભરોસે, તન-મન-ધન ક્યો ન જોડ દિયા, નામ-જાન ક્યોં છોડ દિયા.” તૂને પ્રભુસ્મરણ ક્યોં છોડ દિયા.... તૂને ગુરુસ્મરણ ક્યો છોડ દિયા.. તૂને આત્મસ્મરણ ક્યોં છોડ દિયા.
–ભક્તકવિ ખાલસ આ તો વિશ્વાસની વાત છે. આવા અનેક ભક્ત-સંતોએ પોતાના સર્વસ્વનું પ્રભુ-ગુરુને સમર્પણ કરી, પોતાનું જીવન જ" ધન્ય અને કૃતકૃત્ય બનાવ્યું છે. નમન હો તેમની શ્રદ્ધાને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org